darek kshetrama safadta - 4 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 4

વ્યક્તીનો એટિટ્યુડ તેના આસપાસના વાતાવરણને ઘણીજ અસર પહોચળતો હોય છે. એક નેગેટીવ વ્યક્તી આસપાસ નકારાત્મક્તા ફેલાવતો હોય છે જ્યારે એક પોઝિટીવ વ્યક્તી આસપાસ હકારાત્મકતા ફેલાવતો હોય છે. આ રીતે વ્યક્તી જાણે અજાણે પણ એવા વાતાવરણનુ નિર્માણ કરતો હોય છે કે જેના પરીણામો પછા તેણેજ ભોગવવા પડતા હોય છે કારણ કે વ્યક્તીના મન વિચારો અને કર્યો પર એવીજ અસરો ઉદભવતી હોય છે કે જેવુ તેની આસપાસનુ વાતાવરણ હોય. દા.ત. કોઇ વ્યક્તી સમાજમા અસહકાર ભર્યુ વર્તન દાખવતો હોય તો હકિકતમાતો તે પોતાના માટેજ અસહકાર ભર્યા વાતાવરણનુ નિર્માણ કરી રહ્યો હોય છે કારણ કે હવેથી લોકો પણ તેને અસહકારજ આપશે. હવે આવા અસહકાર ભર્યા વાતાવરણમા તે વ્યક્તી ક્યારેય સફળ થઇ શકે નહી કારણકે આગળ વધવા માટે ક્યાંકને ક્યાંક કોઇકની મદદ, ટેકો કે સહકારતો મેળવવાજ પડતા હોય છે. આમ સફળતા મેળવવા માટે એવા પથનુ નિર્માણ કરવુ પડતુ હોય છે કે જેમા સ્વનિર્મીત અડચણો ખુબ ઓછી હોય. તો આવા પથનુ નિર્માણ થતુ હોય છે આપણા પોઝિટીવ અટીટ્યુડ દ્વારા. પોઝિટીવ એટીટ્યુડ થકી તમે એવા વાતાવરણની રચના કરી શકતા હોવ છો કે જે ફરી પછુ તમનેજ મદદરૂપ થાય અને જેમા લોકચાહના પ્રાપ્ત કરી ખુબ લાંબુ અંતર કાપી શકાય.

માની લ્યો કે તમારી પાસે પુરતા સાધન સમગ્રી કે નાણા છે, પણ તમે સમાજમા નેગેટીવ એટીટ્યુડથી રહેતા હોવ, સમાજ સાથે એકદમ ખરાબ વર્તન કરતા હોવ, તમને દરેક બાબતમા ટીકા ટીપ્પણીઓ કરવાનો અજીબ પ્રકારનો શોખ હોય અને તમે માનવાજ તૈયાર ના હોવ કે તમે પોતે પણ સફળતા મેળવી શકો તેમ છો તો પછી આ દુનિયાનુ કોઇ પરીબળ કે તત્વ તમને સફળતા અપાવી શકે નહી કારણ કે જીતવા માટે તો અદમ્ય ઇચ્છા જોઇએ, અનેરો થનગનાટ, લોક ચાહના[સપોર્ટ] અને લોખંડી આત્મવિશ્વાસ જોઇએ, એવો આત્મવિશ્વાસ કે જે આગના દરીયાને પણ પાર કરવાની હિમ્મત આપી શકે, તો આવો આત્મવિશ્વાસ, હિમ્મત, દ્રષ્ટીકોણ યોગ્ય એટિટ્યુડ દ્વારાજ પ્રાપ્ત કરી શકાતો હોય છે.

સફળતા મેળવવા માટે નેગેટીવ એટીટ્યુડ છોળી દેવો ઘણો જરુરી બનતો હોય છે. ઘણી વખત વ્યક્તી આવા એટીટ્યુડને કારણે પોતેજ પોતાના માર્ગમા અડચણરૂપ બનીને ઉભા રહી જતા હોય છે. આવી વ્યક્તીઓ હંમેશા એવુજ કહેતા જોવા મળતા હોય છે કે હું આ કામ નહી કરી શકુ કે તે કામ મારુ નથી અથવા તો તેના માટે હું લાયક નથી વગેરે વગેરે... તો આવા વિચારો અને વલણોને કારણેજ તેઓ પોતેજ પોતનો અવરોધ બની જતા હોય છે. આવી વ્યક્તીઓને નાની નાની બાબતોમા વાંધો પડતો હોય છે, દરેક વ્યક્તીઓ સાથે અણગમો થતો હોય છે, દરેક કામમા આળસ આવતી હોય છે જ્યારે આવુ કશુજ ન અનુભવતા વ્યક્તીઓ સળસળાટ આગળ વધી જતા હોય છે. માટે યાદ રાખો કે વ્યક્તીના જીવનમા ૧૦ થી ૨૦ % સમસ્યાઓજ કુદરતી કે અણધારી રીતે આવતી હોય છે જ્યારે બકીની ૮૦ થી ૯૦ % સમસ્યાઓ સામાન્ય કે કુદરતી ઘટનાઓ પ્રત્યેના ખોટા ખ્યાલ, અણઆવળત કે ખોટા એટીટ્યુડને કારણે ઉદ્ભવતી હોય છે. ૮૦ થી ૯૦ % ઘટનાઓ સમસ્યા હોતીજ નથી કારણ કે માનવીજ તેને વાંધા વચકાઓ કાઢી કાઢીને સમસ્યાઓ બનાવી દેતા હોય છે. આમ દરેક ઘટના સામન્યજ હોય છે અથવાતો દરેક સમસ્યાના સમાધાન લાવી શકાતા હોય છે જો તેના પ્રત્યેનો એટીટ્યુડ પોઝિટીવ રાખવામા આવે. આ દુનિયામા તમે કદાચ બધુ ન બદલી શકો કે તમારી સાથે જે કંઇ પણ થઇ રહ્યુ છે તેમા કશો ફેરફાર ન કરી શકતા હોવ તો એક વખત તમે તમારો તે ઘટનાને લગતો એટીટ્યુડ બદલી જુઓ, એટલેકે તે ઘટનાને અનુસંધાનમા ગુસ્સો કરવાનુ, ફર્યાદો કરવાનુ, દુ:ખી થવાનુ કે નિરાશ થવાનુ બંધ કરી દો, તમે તમારો ઇગો જતો કરીને તેની સાથે અનુકૂલન સાધવનો પ્રયત્ન કરશો, હકીકતનો સ્વીકાર કરશો કે તમારી ભાષામા મીઠાશ ભર્યા તર્ક વિતર્કો ઉમેરી દેશો તો ઘણા અંશે પરીસ્થિતિઓ તમારા કાબુમા આવી જશે. તો આ રીતે નેગેટીવ એટીટ્યુડ પરથી પોઝિટીવ એટીટ્યુડ તરફ ગતી કરવાથી કે તેનો અમલ કરવાથી આપણા મનને શાંત કરી શકાતુ હોય છે, સાચી દિશામા તેને કેન્દ્રીત રાખી શકાતુ હોય છે, પોતાના જીવનને બદલી શકાતુ હોય છે, સુધારી શકાતુ હોય છે અને એવી તમામ પરીસ્થિતિઓ પર કાબુ મેળવી શકાતો હોય છે કે જે આપણા કાબુ બહાર રહેતી હોય.
વર્તમાન યુગ એ ગળા કાપ સ્પર્ધાનો યુગ છે. અહીતો ડગલેને પગલે પોતાના જેવુજ ઉત્પાદન કરતા કે સેવા આપતા લોકોની ભરમાર છે. તો આવા સંજોગોમા સફળતા મેળવવા માટે ગ્રાહકો સાથે સારી રીત ભાતથી વાતચીત કરી સંતોષપ્રદ વાતાવરણનુ નિર્માણ કરવામા આવે તો ગ્રાહકની નજરમા અન્ય ઉત્પાદકોથી અલગ અને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી તેઓના દિલમા કાયમી સ્થાન મેળવી પોતાની પ્રભાવી છાપ છોળી શકાતી હોય છે. જો આ રીતે ઉત્પાદન કે સેવાની સાથે સાથે વિનમ્રતા, વિનંતી અને વર્તનની પણ સ્પર્ધા કરવામા આવે કે આકર્ષક એટીટ્યુડની સ્પર્ધા કરવામા આવે, દરેક ગ્રાહક-વ્યક્તી સાથે સદ્ભાવનાથી વર્તન કરવામા આવે કે દરેક પ્રકારના ગ્રાહક સાથે અનુકૂલન સાધી તેઓને પુરતુ માન મહત્વ આપવામા આવે તો કચકચીયા ગ્રાહકોને પણ સાચવી કાયમી ગ્રાહકો મેળવી સ્પર્ધામા આગળ નિકળી શકાતુ હોય છે. સમાજમા એવા ઘણા ઉદ્યોગ ગૃહો છે કે જેઓ નિષ્ફળ થયા છે અથવાતો હજુ પણ પ્રગતી કરી શકતા નથી કારણ કે તેઓ હજુ પણ એમજ માને છે કે ગ્રાહકોને જરૂર પડશે તો આપણી પાસેથી ખરીદી કરવાનાજ છે તો પછી આપણે વિનંતીઓ કરવાની કે સોરી થેંક્સ વેલ્કમ કહેવાની કયાં જરૂર છે? તો આવો એટીટ્યુડ સંપુર્ણપણે અયોગ્ય છે, ગ્રાહકને જરૂર પડશે ત્યારે તે તમારે ત્યાંજ આવશે એ જમાના હવે જતા રહયા છે, આજના જમાનામાતો ગ્રાહક એ જગ્યાએથીજ ખરીદી કરતો હોય છે કે જ્યાં તેઓને પુરતો આવકાર, નીતિમત્તા અને પોતીકાપણાની હુંફ મળતી હોય. તમે પોતેજ વિચારી જુઓ જોઇએ કે તમે ગ્રાહક હોવ તો તમે કેવી દુકાનેથી ખરીદી કરવાનુ પસંદ કરશો ? તમારા તમામ પ્રશ્નો અને લાગણીઓનુ ધ્યાન રખાતુ હોય ત્યાંથી કે બેફિકરાઇ, બેજવાબદાર અને અનીતિથી વર્તન કરતા હોય ત્યાંથી ? તમે કેવી હોટલમા રોકાવાનુ પસંદ કરશો જયાંના કર્મચારીઓ તમારુ જરા પણ ધ્યાન ન રાખતા હોય અને બેફિકરાઇથી વર્તન કરતા હોય ત્યાં કે પછી જ્યાં તમને ઘર જેવુજ વાતાવરાણ, સહકાર અને હુંફ મળી રહેતી હોય ત્યાં. આટલો વિચાર કરશો તો એટલુતો જરુરથી સમજાઇ જશે કે સદ્વર્તનને કારણેજ લોકો, વેપારીઓ કે કર્મચારીઓ પ્રખ્યાતી પ્રાપ્ત કરતા હોય છે અને આવા લોકોનીજ વધારે પ્રગતી થતી હોય છે કારણકે સમાજતો આવા લોકોનીજ ભલામણ કરવા વધારે પ્રેરાતો હોય છે.

આમ સારી રીતભાત, આનંદી સ્વભાવ અને શીસ્તબધ્ધ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તી દરેકને પ્રીય બની રહેતા હોય છે જેથી સમાજ તેને જોઇએ તેવી તમામ પ્રકારની મદદ પુરી પાળતો હોય છે તેમજ માલીક પણ આવા કર્મચારીને આગળ વધવાની પહેલી તક આપતા હોય છે જ્યારે ખરાબ રીતભાત ધરાવતો વ્યક્તી જડપથી અળખામણો બની જતો હોય છે, પછી ભલે તે ખુબ જ્ઞાન ધરાવતો હોય. એક કહેવત છેને કે એક ખરાબ કામ ૧૦ સારા કામને ઢાંકી દેતુ હોય છે એટલેકે સારા કાર્યોની સરખામણીમા વ્યક્તીએ ક્યુ ખરાબ કાર્ય કરેલુ છે તેની લોકો વધારે ચર્ચા કરતા હોય છે અને આમ વ્યક્તીની છાપ વધુને વધુ ખરાબ થતી જતી હોય છે. તો આ દ્રષ્ટીએ પણ સારુ વર્તન કે સારો એટીટ્યુડ સફળતા મેળવવા માટે ખુબ જરુરી બનતો હોય છે કારણ કે એવા ઘણા ક્ષેત્રો છે કે જેમા સારી છાપ અને સારા વર્તનમાજ મોટી સફળતા છુપાયેલી હોય છે તો આવા ક્ષેત્રોમાતો સફળ થવા માટે સારી રીત ભાત એજ સફળતાની ચાવી બનતી હોય છે.

સફળતા મેળવવા માટે ઉત્પાદન અને ગુણવત્તા વધારવી જરુરી છે, પ્રામાણિકતાથી કામ કરવુ, આનંદી સ્વભાવ કેળવવો, ટીમવર્ક કરવુ, આત્મવિશ્વાસ રાખવો, સાથ સહકાર મેળવવો અને આપવો જરુરી બનતો હોય છે તેમજ આસપાસ આનંદી અને પ્રોત્સાહક વાતાવરણ ઉભુ કરવુ પણ જરુરી બનતુ હોય છે જે બધુજ સરળતાથી થશે માત્રને માત્ર તમારા યોગ્ય એટીટ્યુડ દ્વારા. આ રીતે માત્ર એક વિનમ્ર અને પોઝિટિવ અટીટ્યુડ દ્વારા તમે એ તમામ ક્વાલિટી પ્રાપ્ત કરી શકતા હોવ છો કે જે તમને સફળતા મેળવવા માટે મદદરૂપ થાય, પરંતુ એ બધુ ત્યારેજ શક્ય બનશે કે જ્યારે તમે પરીસ્થિતિઓને સાચી રીતે, સાચા દ્રષ્ટીકોણથી સમજતા શીખશો, પોતાના મન પર કાબુ રાખીને યોગ્ય કન્ક્લુઝન પર પહોંચતા શીખશો. તમારુ કન્ક્લુઝન એક્દમ પર્ફેક્ટ અને લોજીકલ વિચારો વાળુ હશે તો તેની સીધીજ અસર તમારી સમજશક્તી પર પડશે અને આમ તમારો રિસ્પોન્સ આપવાનો પાવર, તમારુ વર્તન કે તમારો એટીટ્યુડ એકદમ શ્રેષ્ઠ બની જશે.
છેલ્લે તો એટલુજ કહીશ કે વ્યક્તીનો એટીટુડ તેના બાળપણના વિકાસના મહત્વના વર્ષો દરમિયાનજ નક્કી થઇ જતો હોય છે જે આજીવન રહેતો હોય છે તેમ છતા આવા એટીટ્યુડને બદલી શકાતો હોય છે જો પોતાને બદલવાની અદમ્ય ઇચ્છા રાખવામા આવે, થોડી જાગરુકતા દાખવવામા આવે અને સંપુર્ણ ડિસીપ્લીનથી તેની પ્રેક્ટીસ કરવામા આવે.
તો ચાલો હવે પોતાના એટીટ્યુડને બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેના વિશે થોડી માહિતી મેળવીએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED