Love Blood - 38 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-38

લવ બ્લડ
પ્રકરણ-38
દેબુ અને રીપ્તા બેઠાં હતાં ત્યાં પાછળ ઝાડીમાંથી બૂચકારાંના ધીમાં ધીમાં અવાજ આવી રહેલાં અને દેબુ-રીપ્તા હતી પડ્યાં ત્યાં પાછળથી કોઇ બોલ્યુ "એય હસ્યા વિના તમે પણ કામે લાગો આવી જાવ પાછળ અહીં ઘણી જગ્યા છે.. દેબુ કંઇક બોલવા ગયો ને રીપ્તાએ દેબુનાં હોઠ પર એની હથેળી મૂકી દીધી. અને ચા વાળો ચા આપી ગયો.
દેબુનાં હોઠ પર રીપ્તાએ હથેળી મૂકી.. દેબુનાં હોઠનો સ્પર્શ થયો એનાં શરીરમાં ઝણઝળાટી વ્યાપી ગઇ એ મીઠો કોમળ સ્પર્શ એમાં ભારોભાર જાણે પ્રેમ હતો ઇજન હતું રીપ્તાએ હાથ તરત જ પાછો લીધો પણ એ સ્પંદન સંવેદના જાણે વધુ ઘેરી બની એની આંખોમાં ભીનાશ આવી ગઇ આંખો પ્રેમભરી થઇ અને દેબુની સામે જોયું.
દેબુનાં હોઠ પર એ હથેળી હતી એણે બોલવા રોકવા માટે રાખી હતી અને દેબુનાં હોઠ જાણે સક્રીય થયાં એની હથેળીને એણ ચૂમી લીધી એ કાબૂ ના કરી શક્યો ભીનાં હોઠ સ્પર્શ્યા લાગણી અને પ્રેમ ઘસી આવ્યો હોઠે હરક્ત કરી અને રીપ્તાને ખબર પડી ગઇ એણે હથેળી ખસેડી લીધી પણ... સ્પદંન સાથે લઇને આવી હથેળી એનાં સ્પર્શમાં કુમાશ હતી પ્રેમ હતો ઇજન હતું બંન્ને જણાં ક્યાંય સુધી મૌન થઇ ગયાં બન્ને સાવ શાંત થયાં નજરો એકમેકમાં પરોવાયેલી હતી.
રીપ્તા ખૂબ કાબુ કરી રહેલી એણે એનાં ટીશર્ટનો છેડો મૂઠ્ઠીમાં વાળેલો હતો ભીંસ દઇ રહી હતી એનાં કપાળે પ્રસ્વેદનાનાં બૂંદ બાઝી રહ્યાં હતાં. દેબુ એને જ એકી નજરે જોઇ રહેલો બંન્ને જણાં સ્પર્શને ભૂલાવી નહોતાં શક્તાં.. રીપ્તાએ ખૂબ કાબુ કરીને દેબુની આંખથી નજર હટાવી દીધી અને બોલી ચા આવી ગઇ છે ચા પી લઇએ દેબુ....
દેબુ પણ સ્વસ્થ થઇ ગયો એણે કપ લઇને રીપ્તાને આપ્યો અને બીજો પોતે લીધો... બંન્ને જણાં હજી પ્રેમથી સંક્રમીત હતાં બંન્નેનાં હાથ ધ્રુજી રહેલાં રકાબી અને કપની થથરવાની જુગલબંધીનો અવાજ આવી રહેલો બંન્ને જણા સમજી ગયાં અને ચા પીવાઇ ગઇ પછી....
રીપ્તા પછી સ્વસ્થ થઇ ગઇ હતી. એનાં અરમાન અને ક્ષણિક ઉત્તેજના કાબુ કરી લીધી હતી. પાછળથી મીઠાં બુચકારાંનાં અવાજ આવી રહેલાં. ચા પીધા પછી રીપ્તાએ કહ્યું આપણે અહીંથી થોડાં આઘા જઇને બેસીએ આપણે વાત કરવી છે એણાં ધ્યાન કેન્દ્રીત નહીં થાય અને હસી પડી.
દેબુએ હસતાં હસતાં કહ્યું તારી વાત સાચી છે પછી હું કંઇ બોલવા જઊં તો તું હથેળી હોઠ પર મૂંકે અને મારો જાનવર સક્રીય થાય અને મારાથી... અને અટકી ગયો. રીપ્તાએ એની આંખનાં જોયું દેબુ તોફાન શમાવવા પ્રયત્ન કરી રહેલો.
રીપ્તા હસતી હસતી મૂડો ઉઠાવી થોડે દૂર લઇ ગઇ અને દેબુએની પાછળ દોરાયો બંન્ને થોડે દૂર જઇને બેઠાં.
દૂરથી કીટલીવાળો આ બધુ જોઇ રહેલો હસી રહેલો. રીપ્તાએ વાતમાં ધ્યાન કેન્દ્રીત કરીને કહ્યું દેબુ તેં પેલી ઓફીસની ખાસ દીવાલ પર રાખેલી બધી તસ્વીરો જોઇ ? એમાં તુ કોને ઓળખે છે ?
દેબુએ કહ્યું હું મારાં પાપા અને વિશ્વજીતસર સિવાય કોઇને ઓળખતો નથી પેલાં મહારાણી કોણ હતાં ખબર નથી. રીપ્તાએ કહ્યું "હું બધાંને ઓળખું છું.. એવું સાંભળીને દેબુ ચોંક્યોં અરે તું બધાને કેવી રીતે ઓળખે ? તું અહીં ઓફીસ આવી છું પહેલાં ?
રીપ્તાએ હસતાં હસતાં કહ્યું "એમાં ચોકવાની ક્યાં જરૂર છે કે તારાં પાપાની ઓફીસ આવવાની જરૂર છે ? આ એ પેલા રીતીકાદાસ છે રાણીથી ઓછા નથી મોટાંભાગનાં ચા નાં બગીચા એમની માલિકીનાં છે એકચક્રી શાસન એમનું જ છે એમનાં વર જે મૂળમાલિક એમનું પ્લેન ક્રેશમાં ડેથ થયું હતું ત્યારથી એમનાં હાથમાં વહીવટ છે.
એમનાં હસબન્ડનાં ડેથ પાછળ પણ ઘણી સ્ટોરી છે કઇ જાતનો વાતો ચાલી હતી કે આ રીતીકા દાસે જ એનાં હસબન્ડને પતાવી દીધો છે. છોડ એ બધુ પણ એ શાતીર સ્ત્રી છે મોટાંભાગનાં રાજકારણીઓનાં સંપર્કમાં છે એની વગ દીલ્લી સુધી છે અને એ ધારે એ કામ કઢાવી શકે છે. દામદાર, નામદાર છે જ અને મસલ પાવરની સેના છે કહેવાય છે એક નંબરની દીલફેંક છે.
બંગાળ અને બીહાર-નેપાળ બધાં જ વેપારી ત્થા ભાઇ લોકો સાથે સંબંધ છે અને એનું માધ્યમ પેલો બાવો છે.
દેબુએ કહ્યું "અરે બાવો એટલે કોણ ? અને તું આટલું બધું કેવી રીતે જાણે છે ? તું તો કંઇક જુદી જ નીકળી છુપા જાસુસ જેવી.
રીપ્તાએ કહ્યું "એ છોડ પછી કહીશ કેવી રીતે જાણુ છું પણ બાવો એટલે બાબા ડમરુનાથ... એ બે નંબરનાં ધંધા કરે છે આશ્રમ ચલાવે છે. ધર્મનાં નામે ધૂત ચાલે છે બધુ એનાં સંપર્કમાં બધાં ટી ગાર્ડન્સવાળા, જંગલનાં કોન્ટ્રાકટરો, રાજકારણીઓ બધાં છે એની પણ ઘણી વગ છે કંઇક છે એની પાસે જેનાથી બધાં એનાંથી ડરે છે એવું પણ ખાસું વર્ચસ્વ છે દરેકની અલગ અલગ આગવી કહાની છે. વધુ ડીટેઇલ્સમાં પછી વાત.
તારાં પાપા ગયાં બે દિવસ થઇ ગયાં આ ઓફીસમાં કોઇ સ્ટાફનાં ચહેરાં પર કોઇ ટેન્શન ચિંતા નહોતી કે નહોતી એનાં શેઠને કોઇ ચિંતા કે કોઇ એવા મેસેજ, દેબુ તારાં પાપા મને તકલીફમાં નથી લાગતાં.... આ મેનેજર કંઇક જાણે છે પણ બોલતો નથી..
રીપ્તાએ આગળ કહ્યું "આ સૌરભ મુખર્જી -રીતીકાદાસ સૌમીત્રય ઘોષ અને તારાં પાપાનાં સર વિશ્વજીત રોય આ બધાં એક જ કડીમાં છે બધાં એકબીજાનાં સંપર્કમાં રહે છે એ નાકી તું કહે એમ કરીએ આજનો દિવસ તો આથમી ગયો હવે રાત્રી થવાની તું ઘરે જઇને તારી મોમ સાથે વાત કર. બાકી સવારે આપણે નિકળી, તપાસ કરવા જવું હોય તો હું આવવા તૈયાર છું જરૂર પડે સુજોય અંકલને પણ સાથે લઇ શકાશે.
દેબુ રીપ્તાની બધી વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયો. એણે કહ્યું "રીપ્તા આજે તો ઘરે પાછા જઇએ પછી મોમ સાથે વાત કરી લઊં હું તને રાત્રે અથવા સવારે જણાવીશ કે આગળ શું કરવું છે ?
દેબુએ આગળ કહ્યું "રીપ્તા મને ખૂબ જ આશ્ચર્ય થઇ રહ્યુ છે મને મારાં પ્રશ્નનો જવાબ તો આપ કે તું આટલું બધું કેવી રીતે જાણે છે ? હજી કોલેજનું એકવર્ષ થયુ છે અને તું... ? મને ખૂબ પ્રશ્નો થાય છે.
રીપ્તા એ કહ્યું "મારા અંકલ સુજોય બોઝ ડીટેક્ટીવ છે રીટાયર્ડ મેજર છે આર્મીનાં એ કંપની ચલાવે છે એમનો હાથ નીચે હું તૈયાર થઇ છું મને આમાં ખૂબ જ રસ છે એટલે હું બધામાં એમની સાથે હોઊં છું મને કામ સોંપે કરુ છું..
દેબુતો રીપ્તાને બે ઘડી સાંભળીને એની સામે જ જોયા કર્યુ ? અરે કહેવુ પડે છૂપી રુસ્તમ... મનમાં દેબુ વિચારવા માંડ્યો કે હું એને ઘણી અજાણી વ્યક્તિઓ સાથે જોતો એ આવાં બધાં કામમાં પરોવાયેલી હશે.
દેબુ કંઇ કહે એ પહેલાં રીપ્તાએ પૂછ્યું "શું વિચારોમાં પડી ગયો ? તને થતું હશે કે હું બધાં અજાણ્યા લોકો સાથે ફરું લુખ્ખા છોકરાઓ સાથે દેખાઊ તને મારાં માટે ઘણાં ગંદા અને હલ્કાં વિચાર આવ્યો હશે મને મૂલવી હસે ખબર છે. હું બધું જ ધ્યાન રાખતી તારું પણ તારાં વર્તન અને હાવભાવથી સમજી જતી કે તું મારાં માટે શું વિચારે છે ? પણ મેં ક્યારેય ખૂલાસા નથી કર્યાં. અને મારું જીવનનું લક્ષ્ય આવું કંઇક બનવાનું છે એટલે મારી જાતને અને લાગણીઓને બધી ઘણી જગ્યાએ રોકી છે પાછી વાળી લીધી છે... મારું લક્ષ્ય એ બધાથી પર છે. મારાં માટે કોણ શું વિચારશે એ પણ મેં ક્યારેય વિચાર્યુ નથી ગણકાર્યુ નથી.
દેબુ પોતાને કાબૂ ના કરી શક્યો એણે રીપ્તાને પોતાનો તરફ ખેંચી ગળે વળગાવી દીધી અને બોલ્યો "રીપ્તા તું સાચી છે આઇ એમ સોરી હું તને ઓળખી નહોતો શક્યો. અને એની આંખોમાં પશ્ચાતાપનાં આંસુ નીકળી આવ્યાં.
રીપ્તાએ એને થેંક્સ કહીને કીધુ ઇટ્સ ઓકે આમાં તારો કોઇ વાંક નથી કારણ કે તું કંઇ જાણતો જ નહોતો.
દેબુએ રીપ્તાની આંખમાં પણ જોયુ એનાં ખૂણાં ભીનાં થઇ ગયેલાં... રોકી રાખેલી દાબેલી લાગણીઓ આવુ આવુ કરતી સ્થિર થયેલી અને દેબુનાં સ્પર્શે એણે કાબુ ગુમાવ્યો અને દેબુને ભીંસ દઇને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
બંન્ને ક્યાંય સુધી વળગીને ઉભાં રહ્યાં અને સ્પર્શનો આનંદ લેતાં રહેલાં ત્યાંજ દેબુનાં ફોનમાં રીંગ આવી એણે તરત ફોન ઉપાડ્યો "માં નો ફોન હતો માં એ કહ્યું "દેબુ જલ્દી ઘરે આવ ક્યાં છું ?.....
વધુ આવતા અંકે ---પ્રકરણ-39

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED