Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 15

'खूबसूरत'
वो पल था पर क्या
करें वह कल था।

"चुसकी हो चाय की
या चाह की
मजा तब ही आता है,
जब उबाल आया हो।"

**"अब तो तुझे देखने की आदत लगी
तेरी बातों की लत लग गई,
तुझे कैसे बताऊं कि ये सोबत
तेरी मुझपे क्या असर कर गई।**"

વૈભવી ને બે દિવસથી મળી નથી શકાયું આજે તો કહી દેવું છે, કે.‌.‌. બસ હું તારો જ છું.

"Hi.
વૈભવી.
બે દિવસ થઈ ગયા છે તો ચલ સાંજે મળીએ આપણી એ જ જગ્યા પર."
"ઓહ્!!
જરૂર"
"મારા તો ત્રણ જ શોખ છે એક 'ચા 'બીજી' શાયરી' અને એક ' તું.'
આ 'ચા ' ના પ્રેમની તાકાત જ કઈક અલગ છે 'કોફી' ની જેમ બે ભાગમાં નથી વહેચી શકાતી..

વૈભવી આ સાંભળીને ખૂબ જ ખુશ હતી એ તો રાહ જ જોઈ રહી હતી કે સાંજે ક્યારે પડે અને ક્યારે પહોંચું.

સાંજે વૈભવ કાફે પર પહોંચ્યો ત્યાં તો વૈભવી આવી ચૂકી હતી.

વૈભવ વૈભવી ને જોઈને

'એક તો નસીલી આંખો અને ઉપરથી આ ખૂબસૂરત મુસ્કાન.

ગજબનું આકર્ષણ છે તારી આંખોમાં હવે તો કાયમ તારી આંખોમાં વસવાટ કરી લેવાનો મન થાય છે.'


વૈભવ ને પહેલીવાર આવો રોમેન્ટિક મૂડમાં

ખુશખુશાલ જોઈને.

'બધું જ મળી ગયું હતું તને પ્રેમ કરીને બસ તું જ એક બાકી હતો.

જે આજે મળી ગયો.'

એ દિલ તને હું પૂછું કે ચાહવું એટલે શું?

તને હું ચાહું છું એટલે ઓગળુ છું,

સતત બરફની જેમ ...પણ તારા આગમનની આસ થી દેહમાં મને જીવન લાગે છે.

તારા આવવાથી જીવનનો અર્થ સાર્થક લાગે છે.

હથેળીમાં નસીબની આડીઅવળી રેખાઓમાં જાણે ભટકતા મુસાફરને હમસફર મળી ગયો લાગે છે.

कुछ समझ पाते इशारे जिंदगी के हम अक्सर चाय पर मिलने लगे थे।

उसी चाय के ईद की जाने कितनी कहानियां जन्मी।

आज तो दो दो नशे एक बार में ही,

होश खोने के सिवा अब बचा ही क्या था।


आज फिर चाय की सेज पर एक हसरत बिछी रह गई ।

प्यालीयोने तो लब छु लिए कैतली देखती रह गई गई।

प्रेम' એટલે અઢી અક્ષરનો શબ્દ .

કદાચ કાદવમાં ખીલેલું કમળ.

ના ઓળખી શકાય એવો આભાસ પાણીની સાથે વહેતો નિરંતર પ્રવાહ ‌.

પ્રેમ એટલે મૌન સમજી શકાય તેવું સત્ય .

પ્રેમ એટલે જીવનભર સમાધાન થી સાચવી રાખેલી અમુલ્ય યાદ.

પ્રેમ એટલે મેળવવા કરતા આપવાની ભાવનાથી ખીલતું આ પુષ્પ .


પ્રેમ એટલે...

એવો પ્રકાશ જેમાં એક વ્યક્તિ જ દેખાય.

પ્રેમ એટલે...

'તારા' માં 'હું 'અને 'મારાં' 'તું'હોવાનો અહેસાસ.


પ્રેમ એટલ....

રોજ ફોન પર વાત કરવી મળવું કે ફરવું નહીં...

પણ હજારો કોષ દૂર હોવા છતાં...

યાદ કરી ને દિલ ના દરવાજા પર છલકેલી ખુશીની એક સેકન્ડ ...એટલે પ્રેમ.


પ્રેમ એટલે ...

તું મારામાં અનહદ અને હું તારામાં બેહદ ,

બસ આજ આપણા પ્રેમ ની સરહદ.

મિત્રતા માંથી જન્મ લેતી આ પ્રેમ નામની' ફિલીંગ.'

પ્રેમ એટલે સામી વ્યક્તિ અને તેના અસ્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર.

વધુમાં કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ .

આ ગુલાબી હોઠો પર એક જ નામ સૌથી પહેલું આવે તેવી જે લાગણી ઉત્પન્ન થાય તે પ્રેમ.

પ્રેમ એટલે બે દિલો વચ્ચે બંધાયેલો અતૂટ સેતુ.

પ્રેમ એટલે આ લખાણ લખતા અને તમને વાંચતા જે યાદ આવે તે.

સમાપ્ત..🙏🏻🙏🏻💐💐

😊સર્વ 🌹વાચક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું..
મારી આ સ્ટોરી ને પસંદ કરવા બદલ અને અત્યાર સુધીની સૌથી વધારે વાચક સંખ્યા મને આ વાર્તા દ્વારા મળી છે.
જે પણ મારા વાચક મિત્રોને મારી સ્ટોરી પસંદ આવી તે સૌ મિત્રોને ખુબ ખુબ દિલથી આભાર માનું છું.
🙏🏻🙏🏻

🌸લાખો-કરોડો માંથી કિસ્મતથી મળ્યા છો.!!;
🌸ભૂલ હોય તો કહેતા રહેજો..!!!
🌸પણ સાથે રહેજો..!!!