"કાલે આપણી વાત થયેલી તેનુ શૂ છે ભાઇ આજે?ફાઇનલ કે કેન્સલ ?"તરુણે સંકેતને પુછ્યુ.
"કંઇ વાત ભાઇ ?"સંકેતે તરુણને સવાલ કરતા કહ્યુ.
"કાલે...ઉતરાયણ છે તો આપણે બધાએ પંજાબી લંચ કરવાનુ નકકી કરેલુ તેનુ શુ થયુ એમ "તરુણે સંકેતને યાદ અપાવતા કહ્યુ.
"એતો...ફાઇનલજ છે ભાઇ,તુ ટેન્શન ના લે "સંકેતે તરુણની સામે હસતા કહ્યુ.
"કેટલા લોકો આ લંચમા ઇનવોલ થવાના ?"તરુણે પેપર પર લખી રહેલા સંકેતને પુછ્યુ.
"આપણે ચાર બોયઝ અને ચાર મેડમ "સંકેતે તેનુ લખવાનુ થોડીવાર મુલતવી રાખતા કહ્યુ.
"લંચના મેનુમા શુ રાખ્યુ? "તરુણે સંકેતને પુછ્યુ.
"પનીરટીકા,બટર રોટી,દમ બિરયાની,ચાઇનીઝ ભેલ અને કોલ્ડ્રિંક્સ "સંકેતે જવાબ આપતા કહ્યુ.
"સારુ...તો તમે લોકો કયારે લંચનુ પાસઁલ લેવા જવાના ?"તરુણે સંકેતને પુછ્યુ.
"કેટલા વાગ્યા?"સંકેતે તરુણને સામે સવાલ કરતા કહ્યુ.
"એક વાગી ગયો ભાઇ "તરુણે તેના કાંડા પર રહેલી ધડીયાળમા સમય જોતા જવાબ આપ્યો.
"સારુ...તો બસ હમણા થોડીવારમા જઇએ "સંકેતે પેન પર ઢાંકણ ચડાવતા કહ્યુ.તરુણ અને સંકેતની બાજુમા કોમ્પ્યુટર પર કામ કરી રહેલો નીરવ શાંતિ આ બન્ને ની વાતો સાંભળી રહ્યો હતો.
"નીરવ... તુ અમારી લંચ પાર્ટીમા જોડાવાનો?"સંકેતે નીરવની સામે જોતા પુછ્યુ.
"ના ભાઇ...તમે લંચ પાર્ટી કરીને મજા કરો "નીરવે પ્રિન્ટર પર આપેલી પ્રિન્ટને તેના હાથમા લેતા કહ્યુ.
"તુ તો પૈસાની બાબત થી બોવ ગભરાઈ "સંકેતે તેનો હાથ નીરવ તરફ કરતા કહ્યુ.
"ના...ભાઇ...પૈસા આપવાથી હુ નથી ગભરાતો "નીરવે સંકેતને ચોખવટ કરતા કહ્યુ.
"ખાલી...સો રૂપિયા થશે ભાઇ લંચના પર પરશન,તુ આટલા પૈસા ખચઁ કરવામા પણ ગભરાઇ છે "સંકેતે નીરવને પૈસાની ચોખવટ કરતા કહ્યુ.
"ના એલા ભાઇ...એવી કોઇ ગભરામણ નથી "નીરવે સંકેતને જવાબ આપતા કહ્યુ.
"તો તને તકલીફ શુ છે ?"સંકેતે નીરવની મુંઝવણ વિશે સવાલ કરતા કહ્યુ.
"ભાઇ...હુ તમારી લંચ પાર્ટીમા જોડાવ તો હુ ધરેથી જે લંચબોક્સ લઇને આવ્યો તે કોણ જમશે? "નીરવે સંકેતને સમજાવતા સવાલ કરો.
"તે નહી જમવાનુ,ધરે પાછુ લઇ જવાનુ "સંકેતે નીરવને જવાબ આપતા કહ્યુ.
"ના..ના... તેને ધરે પાછુ થોડી લઇ જવાઇ "નીરવે સંકેતના સુજાવને વખોડતા કહ્યુ.
"તારે તારુ લંચબોક્સ પાછુ ધરે ના લઇ જવુ હોય તો બીજા કોઇ વકઁરને આપી દે,તે તારુ લંચબોક્સ પતાવી નાખશે,તુ અમારી લંચ પાર્ટીમા જોડાઇ જજે,બોલ હવે તો તને કોઇ તકલીફ નથી ને ?"સંકેતે નીરવને સમજાવતા કહ્યુ.
"ના...હુ મારુ લંચબોક્સ બીજાને નહી આપુ "નીરવે સંકેતને જવાબ આપતા કહ્યુ.
"તુ તો કેવી સાવ ગાંડા જેવી વાત કરે છે,બીજા તારુ લંચબોક્સ જમે તો તને શુ પ્રોબ્લેમ છે "સંકેતે નીરવની આકરી પરીસ્થિતીની જાણકારી મેળવવાના હેતુસર પુછ્યુ.
"મારી મમ્મીએ સવારે વહેલા ઉઠીને મારા માટે લંચ બનાવ્યું છે,તો હુ તે લંચબોક્સ બીજાને કઇ રીતે આપુ,ના ભાઇ હુ નહી આપુ "નીરવે સંકેતને જવાબ આપતા કહ્યુ.
"આપી દેવાનુ,એમા આટલુ બધુ શુ વિચારવાનુ "સંકેતે નીરવને કહ્યુ.
"કેમ નહી વિચારવાનુ ભાઇ,ગઇ રાત્રે મારી મમ્મી ધોયેલા કપડાને ઇસ્ત્રી કરીને ત્રણ વાગ્યે સુતેલી અને સવારે વહેલા પાંચ વાગ્યે જાગીને,સરસ મજાનુ તાજુ શાકભાજી કાપીને મસ્ત મસાલો નાખીને મારા માટે શાક બનાવ્યું.અને સવારે વહેલા તે ડેરી પર જઇને મારા માટે છાશ લઇ આવી,અને ડેરી પરથી લાવેલા બટર માથી મારી માટે ગરમા ગરમ બટર રોટી બનાવી,તેને ફોઇલમાં વીટીને મસ્ત મજાનુ મારુ લંચબોક્સ તૈયાર કરુ અને હુ એ લંચ ના જમુ અને તેને ખબર પડે તો બીચારીને કેવુ ખરાબ લાગે કે,મે વહેલી સવારે તારા માટે લંચ તૈયાર કર્યો અને તુ એ લંચ બીજાને આપીને બહારનુ જમી આવ્યો.મે સવારે વહેલા જાગીને કરેલી મહેનત નુ કંઇ મહત્વ જ નહી "નીરવે સંકેતને હકીકત સમજાવતા કહ્યું.
"નીરવ...તારી વાત 100% સાચી છે,પણ તારે અમારી સાથે લંચ પાર્ટીમા ઇનવોલ તો થવુ જ પડશે,કોઇ પણ સંજોગે"સંકેતે નીરવને દબાણ કરતા કહ્યુ.
"સારુ....પણ મારી એક શરત છે "નીરવે સંકેતને જવાબ આપતા કહ્યુ.
"બોલ...તારી કંઇ શરત છે ?"સંકેતે નીરવને તેની શરત વિશે પુછતા કહ્યુ.
"હુ તમારી સાથે લંચ પાર્ટીમા ઇનવોલ થાવ,પણ તેની સાથે આપણે બધાયે મારી મમ્મીએ બનાવેલુ લંચ પણ જમવુ પડે,બોલો છે મજુર "નીરવે સંકેતને શરત જણાવતા કહ્યુ.
"હા..મંજુર છે "સંકેતે નીરવની શરતની મંજુરી સ્વીકારતા કહ્યુ.
"તો લે પકડ,મારા આ સો રૂપિયા અને મારા માટે પણ તારી લંચ પાર્ટીમા જે જમવાનુ રાખ્યુ છે તે લઇ આવ "નીરવે તેના વોલેટ માથી સો રૂપિયાની નોટ ફટાકનારાની કાઢીને સંકેતને આપી.
સંકેત બધા માટે લંચ પાર્ટીના પાસઁલ લઇને આવ્યો.બધા એ ભેગા મળીને નીરવનુ લંચબોકસ અને તે લંચ પાર્ટીના પાસઁલ માથી જમ્યા.
"કેવુ નીરવ,લંચ પાર્ટીમા મજા આવીને? "સંકેતે લંચ કરીને ઉભા થયેલા નીરવને પુછ્યુ.
"હા..મજા આવી ભાઇ,તને મારા મમ્મીએ બનાવેલું લંચ કેવુ લાગ્યુ?"નીરવે સંકેતને સવાલ કરતા જવાબ આપ્યો.
"તારા મમ્મીએ બનાવેલુ લંચ ટેસ્ટી હતુ,અને કોઇ પણની મમ્મીએ બનાવેલુ લંચ હંમેશા ટેસ્ટીજ હોય,રેસ્ટોરન્ટ વાળાને તો પૈસા આપીયે એટલે સારુ જમવાનુ આપે,પણ મમ્મી તો પૈસા લીધા વગર પ્રેમથી,પોતાના હાથને સ્ટવના તાપમા શેકીને જમવાનુ બનાવે એટલે ટેસ્ટીજ બને"સંકેતે નીરવ સામે સ્મિત કરતા જવાબ આપ્યો .
"ભાઇ...મમ્મીએ બનાવેલા લંચમા ટેસ્ટતો હોયજ પ્લસ એની સાથે તેના માતૃત્વના પ્રેમનો મસાલો પણ હોય"નીરવે સંકેતને સમજાવતા કહ્યું.
"100%....તારી વાત સાચી ભાઇ "સંકેતે નીરવની સાથે હાથ મિલાવતા કહ્યુ.
"સારુ...ચાલો તો આપણે હવે ફરી આપણી ઓફીસમાં કામ કરવા જઇ છુ."સંકેતે નીરવને કહ્યુ.
"હા...પણ ભાઇ કોઇ દિવસ તુ પણ તારા મમ્મીના હાથનુ લંચ મને ચખાડજે"નીરવે સંકેતની સાથે ચાલતા કહ્યુ.
"ચોક્કસ.....તારે જયારે ખાવું હોય ત્યારે આવી જજે ભાઇ "સંકેતે નીરવને જવાબ આપતા કહ્યુ.
મમ્મી હુ જયારે તારા હાથનુ જમુ છુ ,
ત્યારે તારા હાથની કોમળતાનો સ્વાદ માણુ છુ.
મમ્મી હુ જયારે તારા હાથનુ જમુ છુ ,
ત્યારે તારા હેતનો સ્વાદ મનભરીને માણુ છુ .
મમ્મી હુ જયારે તારા હાથનુ જમુ છુ ,
ત્યારે તારા ગુસ્સાનો તીખો સ્વાદ માણુ છુ.
મમ્મી હુ જયારે તારા હાથનુ જમુ છુ ,
ત્યારે તારા જાદુઇ હાથની કમાલનો સ્વાદ માણુ છુ.
.......... Yummyyy.....mummy.........
Thanks you so much mummy for providing me yummy food forever.....love you....