તેને તો મારા માટે સમયજ કયા છે,બસ સવારે ધોયેલા,ઇસ્ત્રી ટાઇટ કરેલા કપડા પહેરીને,ગરમા ગરમ નાસ્તો કરીને સ્વાદિષ્ટ લંચબોક્સ લઇને પોતાના કામ પર જતુ રહેવાનુ.ભુલથી પણ સમયસર ધરે નહી આવવાનુ,સમયસર કામ પરથી છુટી જાય તો ચાની કિટલી પર સહકમઁચારી સાથે ચા ની સાથે સીગારેટના ધુમાડા કાઢી સમય વેડફવાનો.મોડા આવી ,ફટાફટ
ફ્રેશ થઇ,જમીને બેડ પર આડા પડી જવાનુ.આરવને હોમવકઁ કરાવીને,તેને સુવડાવીને બેડ રૂમમા જાવ અને જોવ તો,તેના નસકોરા ગાઢ નીંદરનો ઉમદા નાદ કરતા હોય.તેના આ નસકોરાનો અવાજ મારા કાન પર પડતાજ,મારી જીભ પર જીવંત થયેલી મારા દિલની ભાવનાઓની શ્રધ્ધાંજલી થઇ જાય અને મારી આંખો પણ મારા દિલની થોડી ક્ષણો પહેલા મૃત્યુ પામેલી ભાવનાઓને સાંત્વના આપવા માટે રડી પડે.આખી રાત તે મૃત્યુ પામેલી ઉમદા ભાવનાઓના વિરહમા,મારી બાહોમા રહેલુ ઓશીકું ભીંજાઇ જાય અને રડતા રડતા દુભાયેલા દિલનુ દદઁ થોડુ ઓછુ થાય,હુ તેને તેની જીવનસંગીની તરકી દિલોજાનથી પ્રેમ કરુ છુ,એટલેજ તેની સાથે લડવા કરતા એકલા રડવાનુ વધુ પસંદ કરુ છુ.બીજા કોઇ વ્યક્તિને આ વાતની ખબર પડશે કે હુ
ઓશીંકાને મારા દિલ સાથે રાખી રડું છુ તો મને મુખઁ ઠરાવશે.પણ હુ મારી રીતે સાચી છુ,કેમ કે ગાઢ નિંદ્રામાં પોઢી ગયેલો માણસ,એ મૃત્યુ પામેલા માણસ સમાન છે.અમુકવાર હુ તે સુઇ ગયા હોય અને તેને જગાડુ તો તે મારા પર ગુસ્સો કરે,મે તો તેને મારા દિલની ચાહત આપવા માટે જગાડયાતા અને તે તો મારી ચાહતની પરવા કર્યા વગર ફરી નિંદ્રાધીન થઇ જાય.તમે કોઇને પ્રેમ આપવા માગતા હોવ અને તે તમારા પર ગુસ્સો કરી નફરત કરે ત્યારે તમને તમારી લાગણીઓ પર શંકા થાય.મારે તો રોજ નુ રુટીન હતુ આ. અમુકવાર તેના આવેગો તેના નિયંત્રણની બહાર જતા રહે ત્યારે તે,તેને ફરીથી નિયંત્રણમા લાવવા માટે મારા શરીરની સંવેદનાઓ પર લાપરવાહ થઇને ત્રાટકે.મને તે વખતે,મારાથી સહન ના થાય તેવુ દદઁ થાય,તો પણ હુ તેની સામે રડ્યા વગર ખુશ હોવ તે રીતે હસુ અને આ ખોટી હસી જોયને તે પણ ખુશ થાય.જો હુ તે દદઁ થકી રડુ,તો તે મારાથી નારાજ થઇ ,ગુસ્સે થઈ જાય એ ગુસ્સે ના થાય એટલેજ હુ તેની સામે હસ્તી રહુ છુ,તે દદઁને સહન કરતી રહુ છું,કેમ કે હુ તેને પ્રેમ કરુ છુ.થોડો સમય પસાર થતા તેના આવેગો ઓલવાઇ જાય અને તે ફરી,મારા ચહેરા તરફથી તેનો ચહેરો હટાવીને,મારાથી પડખું ફેરવીને ફરી નીંદરના નસકોરાંનો નાદ કરવા લાગે છે.જેમ જેમ આ નસકોરાંનો નાદ વધતૉ જાય છે તેમ તેમ મારી આંખો રાડ પાડયા વગર,ચુપ રહીને,મારા બન્ને હાથ દદઁથી દુઃખી થતા ભાગ પર રાખી,ફરી ઓશીંકાને દિલ પાસે રાખી રડતી જાય છે.કદાચ જો તેને મને તેની બાહોમા વિટાળીને,નીંદર માણી હોત તો મારુ દદઁ પણ દુખી થતુ મટી જાત.ધડીયાળમા જોયુ તો રાતના બે વાગી ગયા હતા.મને નીંદર આવતી ન હતી.કેમ કે જયારે પણ આપણી સાથે અણગમતું કંઇ થાય ત્યારે આપણી શાંતિ આપણા માટે ચિંતા બની જાય.
હુ તો ચુપ રહીને બધુ સહન કયાઁ કરુ,જો ભુલથી પણ મારા દદઁની રાડ કે નાનો ધ્રુસ્કો મારા મો માથી નીકળી જાય તો તેની આંખો નિંદ્રામાંથી અચાનક ઝબકી જાય.તે તરતજ શુ થયુ?કેમ રડે છે? એવુ પુછવાને બદલે ગુસ્સાથી મને ગાળો આપવા માડે.એટલેજ હુ ચુપ રહીને બધુ સહ્યા કરુ.તે મારા પર ગુસ્સો કરે તે મને નથી ગમતુ કેમ કે તે ભલેને મને ચાહે કે ન ચાહે,પણ હુ તો તેને ચાહુ છુ. મારા મનમા પેદા થયેલા બોવ બધા સવાલો તેને પુછ્યા વગરજ રહસ્યમય જવાબ બનીને રોજ મોટા થઇ રહ્યા છે. હુ જયારે મારી સુહાગની પહેલી રાતને યાદ કરુ છુ,તે રાતે કરેલી વાતોને યાદ કરુ છુ,તે રાતે મને મળેલી તેની ભાવના અને શરીર સ્પશઁને યાદ કરુ છુ અને ત્યાર પછી વિતેલી બધી રાતોને યાદ કરુ છુ ત્યારે તે સુહાગરાતની ક્ષણોને મારી નજર સામે મૃત્યુ પામતી જોવ છુ.મને પણ ખબર પડે કે સુહાગ રાતને દિવસે જે રોશની શયનખંડમા હોય તેવી રોશની હરરોજ ના હોય.તે દિવસે પુછેલા સવાલ ના જવાબ તેને મળી ગયા એટલે હવે કોઇ નવા સવાલો ના હોય એવુ ના હોય.તે રાતે મારી ઇચ્છાઓ જાણી લીધી એટલે હવે નવી કોઇ ઇચ્છા પેદા ન થાય એવુ ના હોય.તે દિવસે હુ તેનાથી ખુશ હતી એટલે હવે આખી જીંદગી ખુશજ રહીશ એવુ ના હોય.રોજ નવા સવાલો,નવી ઇચ્છાઓ અને નવી ખુશીની તલાશ હંમેશા હર એક ને રહેતી હોય છે.
તે મારા માટે નવી સાડી,નવો ડ્રેસ,નવુ ટી-શટઁ ,નવુ ફન્કી જીન્સ,નવુ ટોપ એ બધુતો લાવેજ છે,હુ આ બધુ પહેરીને તેની સામે જાવ કે તેની પાસે બેસુ તો પણ તે તો તેના લેપટોપમાજ મથ્યા કરે છે.તેને હુ પુછુ કે,હુ કેવી લાગુ છુ ?તો તે મારી સામે જોયા વગરજ સરસ લાગે છે તેવો સરકારી જવાબ આપી દે છે.તે મારા માટે પૈસા ખર્ચીને મોંધાદાઢ કપડાતો ખરીદી લાવ્યા,પણ જો તેને થોડી ક્ષણો માટે તેની નજરનો પ્રેમ મે તેને પુછ્યુ ત્યારે આપ્યો હોત તો મારી મનની જીજ્ઞાસુ વૃતિ તૃપ્ત થઇ જાત.તે મને રેસ્ટોરન્ટમા જમવા તો લઇ જાય છે,પણ અમુકવાર હુ ધરે જે વાનગી બનાવુ તે ખાઇ તો છે પણ તે સારી હતી કે ખરાબ તેનો કોઇ અભિપ્રાય મને નથી આપતા.એટલે મને હજુ પણ મારી રાંધવાની આવડત પર ખોટી શંકા પેદા થાય છે.
નવરા હોય કે રજા હોયતો તે આરામ ફરમાવે છે.આજ કાલતો તે કામ પુરતીજ વાત કરે છે,વાત કરે તો પણ તુ કહીને કરે છે,મારો કાન જયારે તેનુ તુ સાંભળે છે ત્યારે મારા મનમા તેને મારુ નામ યાદ હશે કે નહી?અને યાદ હશે તો કેમ મને મારા નામથી નથી બોલાવતા?મારુ નામ નહી ગમતુ હોય કે પછી બીજું કંઇ હશે?આવા સવાલો પેદા થાય છે.અને જયા સુધી હુ તેની જોડેથી આ બધા જવાબ ના મેળવી શકુ ત્યા સુધી તે સાચુ કે ખોટુ એક અંકબંધ રહસ્ય બની રહે છે.
શયનખંડની દિલાલ પર ટાંગેલી ધડીયાળ રાતના ત્રણ વાગી ગયા હોય તેવુ મારી આંખોને જણાવે છે.મે ભીની થયેલી મારી આંખોને લુછી.ગમે તેમ થાય કાલે તો પાકુ તેને પુછી લઇશ કે તમે કેમ મારી સાથે દિવસેને દિવસે વાત ઓછી કરતા જાવશો? ,મને કેમ કંઇ કોઇ સવાલ નથી કરતા?,મને કેમ કંઇ નવી ફરમાઈશ નથી કરતા?,મારી સાથે કેમ પડખું ફેરવીને સુઇ જાવશો?,પહેલા જે રીતે મારી સુંદરતા ને તેની આંખોથી જોતા હતા તેમ હવે કેમ નથી જોતા?તે કેમ મારા ગમા અણગમા વિશે નથી પુછતા?તે ખુદ કેમ ખામોશ રહે છે ?તે મારાથી નારાજતો નથી ને? "આ બધા સવાલો મારા ખામોશ મગજમા આવ્યા.મે તેના જવાબ શોધવાની આંશા ફરી જીવંત કરી,પણ પછી મારા મગજમા તરતજ લાઇટ થઇ કે,તેની પાસે મારા માટે સમયજ કયા છે,પૈસા કમાવાની દોડધામમા તે મને પ્રેમ આપવાનુ ભુલતા જાય છે અને મારી લાગણીનો સ્વીકાર કરવાનુ ભુલતા જાય છે.મારુ વિચારે ચડેલુ મગજ શાંત થયુ.મે ફરી તે સવાલોના જવાબ શોધવાની કોશીશ કરી,પણ મને એક ખામોશી મહેસુસ થઇ અને દિલ,દિમાંગ અને દુનિયામા રહેલી ખામોશીની વાત નથી થઇ શકતી કે તે ખામોશીનો જવાબ નથી આપી શકાતો,કેમ કે ખામોશી ને શબ્દ હોતાજ નથી.
હુ મારા બેડ પરથી ઉભી થઇ,અને ફરી તેના રુટીન ને રુટ પર લાવવા માટે તેની તૈયારી કરવા લાગી.સુરજ તેના કિરણો જમીન પર પાથરી રહ્યો છે. રોડ પરથી વાહનો પસાર થઇ રહ્યા છે.મારી નજર બારીની બહાર ઉભેલી ઓટોરીક્ષાના કાચ પર લખેલા લખાણ પર પડી.તેના પર નીચેેના વાક્ય લખેલા હતા.
"काश मे ओर तुम हर वकत,
अपनी मोहब्बत के नशे मे रहेते,
तो आज एक दुजे से खामोश नही होते ।
આ શબ્દોએ ફરી મને તેના પ્રેમમા પાડી દીધી.હુ ફરી મારા કામમા પરોવાઈ ગઇ.