પ્રેમાળ શબ્દો Parth Kapadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાળ શબ્દો

મારો ફોન રણક્યો. મોબાઈલ સ્ક્રીન પર નજર કરી તો સુરજ નો ફોન હતો, મેં ફોન ઉપાડ્યો; તો સામે થી અવાજ આવ્યો કે ભાઈ કેમ છે ? મેં કહ્યું બસ તમારી કૃપા ! પછી બંને ખડખડાટ હસવા લાગ્યા. તો સુરજ એ મને કહ્યું કે ભાઈ એક કામ કરને, મારો બસ સ્ટેશન માંથી પાસ કઢાવી દેને. મારી બેન ત્યાં બસ સ્ટેશન એ જ છે તેની પાસે થી પાસ ના પૈસા લઇ લેજે. તે હવે ઘર માટે નીકળશે એટલે એટલું કામ કરી દેજે ને. મેં કહ્યું બરાબર ! હું જતો આવીશ. પછી હું બસ સ્ટેશન જવા માટે નીકળ્યો, મારા ઘરે થી બસ સ્ટેશન સાવ નજીક જ છે. ત્યાં પહોંચતા સુરજ ના બેન ને મળ્યો, એમણે મને જૂનો પાસ અને પૈસા આપ્યા. પાસ કાઢવાવાળા સાહેબ ૩ વાગે આવવાના હતા અને હાલ ૨:૩૦ સમય થયો હતો. મેં વિચાર્યું ચાલો ત્યાં સુધી બેસીએ. ઈયરફોન લગાવીને મેં તો મસ્ત ગીતો સાંભળવાનું ચાલુ કર્યું. સાચે જીવન માં ગીતો તો સાંભળવા જ જોઈએ દિલ ને શાંતિ મળે અને પ્રેમ ની અનુભૂતિ તો અલગ જ. ગીતો સાંભળતા સાંભળતા ૩:૦૦ વાગી ગયા. ચલો ! સાહેબ આવશે એમ વિચારીને મેં ઈયરફોન કાઢ્યું અને ખિસ્સા માં મૂકી દીધું પછી બારી આગળ ઉભો રહ્યો. ૧૦ મિનિટ ઉભો રહ્યો પણ સાહેબ આવ્યા જ નહિ. મેં વિચાર્યું થોડું આઘું પાછું તો થાય હવે. પરંતુ રાહ જોવામાં ને જોવામાં ૩:૩૦ ઉપર સમય જતો રહ્યો. મારી સાથે બીજા મુસાફર પણ ઉભા હતા જેઓને પાસ કઢાવવાનો હતો. બધા ખુબ અકળાયા કે હજી સુધી સાહેબ આવ્યા કેમ નથી ? આજ ના સમય માં કોને ઉતાવળ ના હોય અને આમેય આપડી ધીરજ બહુ જ ઉતાવળી છે. એવામાં સુરજનો મારી પર ફોન આવ્યો કે દોસ્ત આપડુ પાસ વાળું કામ થયું કે નહિ ? મેં કહ્યું ભાઈ, સાહેબ તો હાજર જ નથી ! તો સુરજ તો તરત જ ગુસ્સા માં આવી ગયો કે એ લોકો પગાર શેનો લે છે ? સમય પર કેમ આવતા નથી ? ને કે એમણે ફોન કરે તો બરાબર ધમકાવજે. મેં કીધું ભાઈ શાંતિ રાખ ગુસ્સો કરવાથી કઈ ના થાય અને વાત કઈ એટલી પણ મોટી નથી. આવી જશે સાહેબ, પછી મેં ફોન મુક્યો.

અમે બીજા સાહેબ કે જેઓ વિદ્યાર્થી પાસ કાઢવાવાળા સાહેબ હતા એમના જોડે થી મુસાફર પાસ વાળા સાહેબ નો નંબર લીધો. ફોન લગાવ્યો પણ ઉપાડતા નહોતા.છેવટે એમણે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો કોણ બોલે છે ? તો મેં કહ્યું નમસ્કાર સાહેબ! તમે ક્યારે આવવાના છો ? અમે પાસ કઢાવવા માટે તમારી રાહ જોઈ રહ્યા છીએ તો તમે જલ્દી થી આવવાનો પ્રયત્ન કરશો ? ત્યાં સામે છેડે થી સાહેબ એ કહ્યું કે હું થોડી વાર માં આવું છું મારી બા ને હું હોસ્પિટલ લઇને આવ્યો છું એટલે મોડો પડ્યો આટલે થી એમની વાત ખતમ ના થઇ,એમણે આગળ કહ્યું કે વિદ્યાર્થી પાસ કાઢવાવાળા સાહેબ છે એમને કહેજો એ ત્યાં સુધી તમારો પાસ કાઢી આપશે. મેં કહ્યું સાહેબ તમારો ખુબ ખુબ આભાર તમે હોસ્પિટલ નું કામ પતાવીને આવો. પછી તરત જ મેં વિદ્યાર્થી પાસ કાઢવાવાળા સાહેબ ને કહ્યું કે સાહેબ એ ફોન માં કહ્યું છે કે એ આવે ત્યાં સુધી તમે અમારા પાસ કાઢી આપોને. તો તે સાહેબ એ સહેજ પણ સંકોચ વિના અમને ના પાડી દીધી એમણે કહ્યું કે સાહેબ આવે જ છે થોડીવાર માં. અમે બધા તો અવાક જ થઇ ગયેલા, પછી મેં મુસાફર પાસ કાઢવાવાળા સાહેબને ફોન કર્યો અને આખી વાત કરી તો તેમણે કહ્યું કે દોસ્ત ! હું વાત કરું ચાલ. અને પછી એમણે તરત જ વિદ્યાર્થી પાસ કાઢવાવાળા સાહેબને ફોન કરીને વાત કરી અને એમણે અમારા પાસ કાઢવાનું શરુ કર્યું. અને સૌથી નવાઈ ની વાત તો એ હતી કે,વિદ્યાર્થી પાસ કાઢવાવાળા સાહેબ એ સૌથી પેલા મારો પાસ કાઢ્યો અને કાયદેસર જોવા જઇયે તો લાઈન માં મારો ૩ નંબર હતો.તો મેં એમણે પૂછ્યું કે મારો તો ૩ નંબર હતો તો પછી કેમ પેલા ? મને આશ્ચર્ય થયું. એમનો જવાબ એમ હતો કે જે સાહેબ જોડે તે વાત કરી છે એમણે જ મને કહ્યું કે ફોન પર વાત કરવા વાળા વ્યક્તિ નો પાસ પેલા કાઢજો. સાચું કહું તો મને બહુ જ સારું લાગ્યું. પછી વિચાર પણ આવ્યો કે કેમ અચાનક આમ ? એવાં માં સુરજ નો ફોન આવ્યો અને મેં એને કહ્યું કે ભાઈ તારું કામ થઇ ગયું છે. તો એને મારો આભાર માન્યો. પાછો મને કે તે ફોન પર ધમકાવ્યો એટલે કામ થયું ને ? આટલું સાંભળી મને તો મારા પ્રશ્ન નો જવાબ મળી ગયો મેં એને તરત જ કહ્યું કે દોસ્ત ! કામ ધમકાવવાથી નહિ પરંતુ પ્રેમાળ શબ્દો થી થયું. પછી મેં આગળ ઉમેર્યું, ભાઈ મેં એ સાહેબ જોડે પ્રેમ થી વાત કરી અને એ વસ્તુ શાયદ એમણે ઓછી સાંભળી હશે કારણકે આપડે હંમેશા કેવું કરીયે ખબર ! અધિકારી કે કોઈપણ વ્યક્તિ હોય આપડો વાત કરવાનો ઢંગ જ બરાબર નથી હોતો જેમ કે આપડે ફોન કરીને ને સીધું કહીયે છીએ કે કેમ હજી સુધી આવ્યા નથી ? તમારા લોકો નું કામ જ બરાબર નથી વગેરે વગેરે… હા એ વસ્તુ બરાબર કે અમુક લોકો જાણી જોઈને એવું કરે છે પરંતુ એનો અર્થ એ નહી કે આપણે તોછડાઈ થી વર્તન કરીયે.દોસ્ત ખાલી આપડે લહેકો બદલવાનો છે. અને આ વસ્તુ દરેક સંબંધ માં લાગુ પડે છે, દરેક વ્યક્તિ પ્રેમ નો ભૂખ્યો હોય છે સમજ્યો ! સુરજ ની ખામોશી બતાવી રહી હતી કે એને એહસાસ થયો.

વાચકમિત્રો માટે ૨ શબ્દ
મિત્રો, દરેક ને પ્રેમ આપો એ બહુ જ સરસ અનુભૂતિ હોય છે. આપડો વ્યવહાર એ આપડી ઓળખ છે.
આજના જમાનામાં માણસ બહુ જ સ્પીડમાં ભાગે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સંબંધો છૂટતા જાય છે. તો જયારે પણ મોકો મળે પ્રશંસા કરવાનો તો બિન્દાસ કરો. ભૂલો ની બાદબાકી અને પ્રશંસા નો સરવાળો કરો પણ ખાસ વાત તો એ કે એ પણ સાચી પ્રશંસા.

સ્માઈલ પ્લીઝ

ધન્યવાદ