બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 6 Ridhsy Dharod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 6

ભાગ ૬: ઉજવણી

ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા,

મોર્યા રે બાપ્પા મોર્યા રે .............

એક દો તીન ચાર ......

ગણપતિ કા જય જય કાર......

પાંચ છે સાત આઠ

ગણપતિ હમારે સાથ

નો દસ ગ્યારહ બારા

કોરોના કા બજેગા બાજા ......

કયુંકી આલા રે આલા લાલ બાગ ચા રાજા આલા.....

લાગબાગ નું સંગઠન પોતાના official INSTA અને FACE બુક page થી live stream થઇ ગયું હતું.

હજી બાપ્પા ને આવાની થોડીક વાર હતી. ત્યાં સુધી ત્યાંના ઉપસ્થિત ભક્તો બાપા ના નામ ના નારા ઓ લગાવી રહ્યા હતા. CORONA ના કારણે ફકત ૫૦ લોકો ને જ આવાની permission મળી હતી.

બાપ્પા ના આગમન ના મુહર્ત ને હજી થોડીક વાર હતી. ત્યાં સુધી લોકો પણ સારી રીતે online જોડાયી શકે એવી તકેદારી રાખવા માં આવી હતી. મનોમન કાર્યકર્તા ઓ આનંદિત હતા. ધાર્યા પ્રમાણે બાપ્પા પણ આવ્યા અને આ વખતે ગર્દી સંભાળવાનો પણ ત્રાસ ના થયો. CORONA ના કારણે બધા પોતાના ઘેર થી બાપ્પા ના આશીર્વાદ આરામ થી કરી શકશે.આ શક્યતા તેઓ શક્ય કરી શક્યા એનાથી તેઓ રાજી થઇ રહ્યા હતા.

સમય નજદીક આવતા મયૂરેશ એ Opening Speech ચાલુ કરી.

મયૂરેશ: મારા ભાઈઓ અને બહેનો, બધાને મારા નમષ્કાર. આજનો દિવસ એ એક ઐતિહાસિક ક્ષણ છે. ૫ મહિના પેહલા અમારી Commitee એ એક અનોખો નિર્ણય લીધો. આ વખત નો ગણેશ ઉત્સવ આપણે અનોખી રીતે ઉજવવો. જેમાં પર્યાવરણ નું થતું નુકશાન ટળે સાથે સાથે આપણી પ્રગતિ થાય અને આ પૃથ્વી પર બધાનો ઉદ્ધાર થાય. પણ આ માટે આપણી ઉજવણી કે રીતિ રિવાજ માં કોઈ ખલેલ ના આવે. એ માટે નો અનોખો રસ્તો એ નીકળ્યો કે આપણે સાક્ષાત બાપ્પા ગણપતિ ને અહીં બોલાવવા. બધાની સહમતી થી એક રૂપરેખા તૈયાર કરવા માં આવી. હું પોતે બાપ્પા ને વિંનતી કરવા કૈલાશ ગયો. INVITATION આપ્યું અને મને આનંદ થાય છે આ જણાવતા કે પ્રભુ શંકર ના વરદાન રૂપ વચન થી આજે બાપ્પા ગણપતિ સાક્ષાત આપણી સાથે અહીં ઉપસ્થિત છે અને આગમન મૂહર્તે અહીં LIVE માં જોડાશે. બાપ્પા ખાસ આપણા ઉદ્ધાર માટે COMMOM MAN બની અહીં પધાર્યા છે.

જોકે CORONA ની આ અચાનક મહામારી થી આ કાર્યક્રમ પર ગ્રહણ તો લાગ્યો જ. પણ વિઘ્ન હર્તા શ્રી ગણેશ ને કોઈ ગ્રહણ નડી શકે ખરા? ના એમને અને ના આપણને. એમના આશીર્વાદ થી આ કાર્યક્રમ LIVE ગોઠવ્યો. જેથી ફકત MUMBAI ગરા નહીં પણ સમગ્ર ભારત દેશ નો ઉદ્ધાર થાય.

આ રમણીય ઘડી નો સહભાગી બનતા હું મારી જાત ને ભાગ્યશાળી માનું છું. માતા પાર્વતી અને પ્રભુ શંકર નો ખાસ આભાર માનું છું.

હવે મુહર્ત નો સમય થઇ ગયો છે. એટલે સમય ન વેડફતા આપણે બાપ્પાની આગમન વિધિ આરંભીએ.

બાપ્પા ને ગ્રીન રૂમ થી બોલાવામાં આવે છે. એમની Entry માટે ખાસ એક LOCAL TRAIN નો નમૂનો તૈયાર કરવા આવ્યો છે. બાપ્પા ની અધૂરી ઈચ્છા પુરી કરવા. Lockdown માં ટ્રેન ની સવારી અશક્ય હોવાથી આ ઉપાય શોધવા માં આવ્યો.ગ્રીન રૂમ થી નિર્ધારિત સ્થાપન દિશા તરફ બાપ્પા આ લોકલ ટ્રેન ના ડબ્બા થી પહોંચ્યા. આજુ બાજુ નું ડેકોરેશન પણ ખુબ જ મસ્ત હતું. મુંબઈ નગરી ની theme હતી. FILM CITY નો નમૂનો, ESSLE WORLD ની slides, સ્ટોક માર્કેટ દલાલ સ્ટ્રીટ, Aslfa ની રંગીન ઝૂંપડી ઓનું પેઇન્ટિંગ etc .... આમ Decoration ના Interior માં આખી MUMBAI ને આવરી લેવા માં આવી હતી. આ બધા ની વચ્ચે એક સ્થાન પર મોટું સિંહાસન હતું. અને એમાં ઉપર મોટા બોર્ડ થી લખેલું હતું. “મુંબઈત કોણાચા રાજ? લાલ બાગ ચા ગણેશરાજ".

બાપ્પાની વિધિવત સ્થાપન વિધિ કરવા માં આવી. આરતી અને ભોગ ચડાવામાં આવ્યો.

આ બધી આગતા સ્વાગતા અને ભક્તિ જોઈ બાપા ની આંખો માંથી આશું સરી પડ્યા. માણસો ભલે લાખ ભૂલો કરે છે પણ એનું હૃદય તો આજ પણ પવિત્ર ભક્તિ કરે છે. એ ભગવાન નું પણ પોતાના પરિવાર ની જેમ ધ્યાન રાખે છે. એમની ઈચ્છા ઓ પુરી કરવા નો SHORT CUT તો SHORT CUT માર્ગ શોધી લીધો. એમની મનસા સાફ દેખાઈ આવે છે.

હવે બાપ્પા નો લોકો ને સંબોધિત કરવા નો સમય આવ્યો.

બાપ્પા: પ્રિય ભક્ત ગણ, મારો આ આજ દિવસ સુધી નો સૌથી BEST Birthday Celebration છે.

(થોડુંક હસી પડ્યા). આ COMMON MAN બનવાનો મારો અનુભવ અત્યંત સુંદર રહ્યો. તમારો ભક્તિ રૂપી આ પ્રેમ થી હું ધન્ય થઇ ગયો. પ્રિય ભક્તો, તમારા માટે હું ખાસ એક ભેટ લાવ્યો છું. તમે બધા મારા થી એટલો પ્રેમ કરો છો કે મારો જન્મ દિવસ તમે પોત પોતાના ઘરે privately પણ મનાવા માંગો છો એ હું જાણું છું. તમારા આ અસીમ પ્રેમ થી મને કોઈ વાંધો નથી પણ મારા પ્રિય ભક્તો એના થી તમને જ નુકશાન થાય છે. પર્યાવરણ ને હાની પહોંચે છે. જેથી એક IMBALANCE સર્જાય છે અને CORONA જેવી મહામારી ઉત્પન્ન થાય છે. આ બધું કોઈ દેવ નિર્મિત નથી. આ કુદરત ના IMBALANCE થી સર્જાતી ઘટના છે. હું તમારા પ્રેમ નો અનાદર કરવા નથી માંગતો. તમને બધા ને અમને દેવો ને પૂજવાનો હક છે. જે અમે ખુદ પણ તમારા થી ના છીનવી શકીએ. તેથી જ આ ઉપાય લાવ્યો છું. તમારે બધા એ મારી SEED મૂર્તિ લેવી અને એનું વિસર્જન તમારા ઘર ના કુંડા માં કરવું. એથી હું સદાય સદાય માટે એ છોડ બની તમારા ઘર માં વાસ કરીશ. આમ પર્યાવરણ નું નુકશાન તો દૂર તમે પર્યાવરણ ને હજી મજબૂત બનાવી શકશો. મારા મિત્ર મોહન રામ ની મદત થી અમે આ વખતે SPECIAL MEDIC SEED GANESH MURTI બનાવી છે. જે ઔષધી જેવી કે તુલસી, અજવાઇન, આવળા, અશ્વગન્ધા સહીત છે. જેનો કાઢો બનાવી પીવા થી તમારી IMMUNITY System Strong થશે અને તમે CORONA જેવી મહામારી સામે લડી શકશો. આ વર્ષે આ SPECIAL MEDIC SEED GANESH MURTI ફ્રી વહેંચવા માં આવશે. જેનું શ્રેય હાલ નાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજી ને જાય છે. આગળ ની બધી વિગત તમને લાલબાગ સમિતિ નાં કાર્યકર્તા ઓ પાસે થી મળી જશે. હવે મારો વિસર્જન રૂપી વિદાય નો સમય થઇ ગયો છે.

ત્યાં ઉપસ્થિત બધા એક સાથે: બોલો ગણપતિ બાપ્પા, મોર્યા

એમ જોર જોર થી નારા ઓ લગાવી બાપ્પા ને વધાવી લેવામાં આવ્યા.

ભક્ત મયૂરેશ એ બાપ્પા માટે હજી એક SURPRISE રાખ્યું હતું. બાપ્પા નાં આ ઉપાય થી પણ એ ખુબ ખુબ રાજી હતો. આખરે એમનો આ બધું આયોજન કરવા પાછળ નો હેતુ પણ તો પર્યાવરણ ની રક્ષા અને લોકો નો ઉદ્ધાર જ તો હતો જે સફળ થયો. બુદ્ધિ ને દેવતા કોઈ ઉપાય આપે અને એ લોકો ના માને એવું તો અશક્ય જ ખરું.

મયૂરેશ (સંચાલન આગળ વધારતાં): બાપ્પા તમારી ઉપસ્થિતિ થી તો અમારા ભાગ્ય ખુલી ગયા અને અમારું જીવન ધન્ય થઇ ગયું. તમારા આ ઉપાય અમે આશીર્વાદ રૂપે સ્વીકારી ને અમલ માં લાવીશુ. અને તમારી આજ્ઞા અનુસાર આ વર્ષે દરેક ને ફ્રી માં ઘેર ઘેર પહોંચાડીશું. તમારા આ ઉપકાર નો આમ તો અમે કોઈ કાળે બદલો ના વાળી શકીએ પણ એને વધાવા તમારું સન્માન કરવા આવી રહ્યા છે.

દેવી સંતોષી અને દેવ કાર્તિકેય...

બાપ્પા હરખ થી ઉભા થઇ ગયા. મોટા ભાઈ કાર્તિકેય ને જોઈ એમને ભેટી પડ્યા. કાર્તિકેય એ પણ બાપ્પા ને લાડ થી ગાલ ખેંચ્યા અને એમનું સન્માન કર્યું. માતા સંતોષી એ પણ બાપ્પા ને ટીકો કરી એમની આ સિદ્ધિ માં વધારો કર્યો.

આખા વિશ્વ માં આનંદ આનંદ છવાઈ ગયો. કૈલાશ પર પણ ઉત્સાહ નો કોઈ પાર નહોતો એમાં પણ કાર્તિકેય અને સંતોષી ની surprise એન્ટ્રીએ માતા પાર્વતી ની આંખો માં આંસુ લાવી દીધા. એમની મમતા નો હરખ સર્વ વિશ્વ માં પ્રકાશ બની ચમક્યો.

વિદાય ની વેળા નઝદીક આવી. લોકો હવે ગમગીન બન્યા. આંખો માંથી આંસુ સરકવા લાગ્યા. બાપ્પા ની વિદાય દર વર્ષે દુઃખદાયી હોય છે એમાં પણ આ વખતે તો સાક્ષાત બાપ્પા ની વિદાય. મયૂરેશ એ બાપ્પા ને પાછું ૧ કિલો લાડવા નો પેકેટ આપ્યો અને private cruise માં બેસાડ્યા. સાથે માતા સંતોષી અને કાર્તિકેય પણ બેઠા.

મયૂરેશ અને મોહન રામ પોતાને રોકી ના શક્યા અને બાપ્પા ને ભેટી પડ્યા. ૧ મિનિટ સુધી રડતા રહ્યા. બાપ્પા પણ રડી પડ્યા.

પાછળ થી બાકી ના લોકો આંખ માં આંસુ લઇ જોર થી નારાઓ લગાડવા લાગ્યા

પુઢચ્યા વર્ષી લવકર યા, ગણપતિ બપ્પા મોર્યા, પુઢચ્યા વર્ષી લવકર યા

એમ નારા ઓ લગાડતા આંખો માં આંસુ સાથે છેવટે બાપ્પા ને દરિયા માર્ગે વિદાય દેવા માં આવી.

- Riddhi Dharod.

નોંધ: આ વાર્તા ફકત મનોરંજન માટે છે. એક પર્યાવરણ ના બચાવ નો એક નાનો message સહજતા થી લોકો સુધી પહોંચાડવાની નાની કોશિશ. કોઈ પણ રીતિ રિવાજ કે ધર્મ કે દેવ દોષ થયો હોય તો તહે દિલ થી માફી માંગુ છું.