બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 5 Ridhsy Dharod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 5

ભાગ ૫: Green Room

Assistant Makeup Artist (ચિડાઈ ને):અરે બાપા! તમે સમજતા કેમ નથી? જરાક તમારી સૂંઢ ને આમ સિધ્ધી રાખો ને મને COMPACT લગાડવા માં તકલીફ પડે છે.

બાપ્પા: હું એમ કેમ સિધ્ધી રાખું મને ગલગલીયા થાય છે.

Fashion Designer: બાપા, થોડુંક પેટ અંદર લ્યો ને, આ ધોતી ફીટ થતી નથી.

SPOT BOY (જોર થી): બાપ્પા આ Side જુવો તો જરા, ક્યારનો કહી રહ્યો છું. મારે LIGHT સેટ કરવી છે.

બાપ્પા (ચિડાઈ ને જોર થી પગ પછાડતાં): અહીં મારી life જ upset થઇ ગઈ છે. આ છોકરી ગલગલીયા કરતા કહે છે કે હલો નહીં, પેલી બાજુ તું કહે છે અહીં જો, અને આ ભાઈ સતત મારા પેટ માં મારે છે. મને નથી કરવું આ live બાઇવ.

એમ કહી બાપ્પા નારાજ થઇ ને ઉભા રહી ગયા. બાપ્પાની આ વાત સાંભળી ૧ મિનિટ માટે બધા ભાગદોડ કરતાં ત્યાં જ સ્તબ્ધ થઇ ગયા. અને પેલા ભક્ત ને બોલવા લાગ્યા જે INVITATION આપવા કૈલાશ ગયા હતા. એમનું નામ હતું મયૂરેશ.

એટલા માં બાપ્પા ને whatsapp ઉપર માતા નો વિડિઓ કોલ આવ્યો.

માતા: બેટા, કેમ છે? કેમ તારું મોઢું આમ ઉતરેલું છે? સફર નો થાક લાગ્યો કે શું?

બાપ્પા: ના માં, સફર તો સરળ રહ્યો, અહીં થોડુંક અનલૉક થયું હોવાથી, ભક્ત એ મસ્ત AC ગાડી મોકલી હતી લેવા માટે. તેથી હું આરામ થી અહીં પહોંચ્યો. પણ આ લોકો મને અહીં હેરાન કરે છે.

માતા (થોડા ક્રોધિત થતાં): શું? કેમ? કોણ છે એ? અને એ ભક્ત, શું નામ એનું મયૂરેશ ક્યાં છે એ? જેણે જવાબદારી લીધી હતી.

એટલા માં મયૂરેશ દોડતો દોડતો આવે છે અને માતા નો આમ ગુસ્સો જોતા ગભરાઈ જાય છે.

મયૂરેશ (ગભરાતા): માતા નમસ્તે, હું અહીં જ છું, બસ બહાર નું DECORATION જોવા ગયો હતો.

માતા: આ ગણેશ શું કહે છે? એને કોણ હેરાન કરે છે?

મયૂરેશ: માતા એ બધા નો આશય બાપ્પા ને હેરાન પરેશાન કરવાનો નથી. એ તો LIVE FUNCTION માટે બાપ્પા સુંદર દેખાય એ માટે ની તૈયારી કરી રહ્યા છે. માતા, MANISH MALHOTRA ના ત્યાંથી BEST DESIGNER ધોતી આવી છે અને બાપ્પા નું Makeup LAKME એ સ્પોન્સર કર્યું છે.

માતા: મારો દીકરો સુંદર જ છે મૂર્ખ ભક્ત, તમે આને પણ Business બનાવી દીધો? તમે તો અહીં એટલે આવ્યા હતા ને કે બાપ્પા ના આવવાથી આ બધું બંદ થઇ શકે. આ તો તમે જ ..........

મયૂરેશ (હડબડાતાં): ના માતા ના, આ બધું Business માટે નથી, આ તો અમે બાપ્પા ની ઈચ્છા પુરી કરી રહ્યા હતા. એમને MUMBAI ની life style Experience કરવી હતી.

માતા બાપ્પા ની સામે જોવા લાગ્યા.બાપ્પા શું જવાબ આપવો એ માટે મુંજાઈ ગયા.

બાપ્પા (થોડુંક સ્વસ્થ થઇ ને): હા માતા મેં કહ્યું હતું કે મને MUMBAI ની lifestyle Experience કરવી છે. પણ એનો મતલબ આ બધું નહોતું. મને LOCAL TRAIN ની સવારી કરવી હતી. અને અહીંના લોકો ની STRUGGLE જોવી હતી.

મયૂરેશ: પણ બાપ્પા આપણે LIVE થવાના છીએ અને તમે તો GUEST OF HONOR છો. એટલે આ બધુ તો કરવું જ પડે ને.

એટલા માં કૈલાશ પર થી ગણ ગણાહટ થવા લાગ્યો અને લોકો નો અવાજ સંભળાવા લાગ્યો. પાછળ રિદ્ધિ સિધ્ધી પણ ઠાઠ થી તૈયાર થઇ ને આવી. એટલે બાપ્પા એ આષ્ચર્ય થી પૂછ્યું.

બાપ્પા: આ શું થાય છે? શું ચાલી રહ્યું છે ત્યાં?

માતા: તારા આ live કાર્યક્રમ ને માણવા આખું દેવ ગણ અને ત્રિ દેવ પણ ઉપસ્થિત થયા છે, આખરે આ એક ઐતિહાસિક પ્રસંગ છે. કળિયુગ માં કોઈ દેવ COMMON MAN બની ને માણસો નો ઉદ્ધાર કરશે. અહીં મોટી સ્ક્રીન લગાડવામાં આવી છે. મામા વિષ્ણુ પણ થોડી વાર માં પધારશે. નંદી અને એનું ભૂત - પ્રેત ગણ દેવો ની આગતા સ્વાગતા માં લાગી ગયા છે. બસ મને અને તારા પિતા ને તો તારો શોધેલો ઉપાય સાંભળવાની આતુરતા છે.

બાપ્પા: હા માં, મને એક સરસ ઉપાય મળી ગયો છે. જે હું આ live session થી માણસો ને સમજાવીશ અને એમને બોધ આપીશ. બસ તમારા આશીર્વાદ મારી ઉપર સદાય રહે.

માતા: એ તો હંમેશા જ છે. બસ તું હવે જલ્દી થી તૈયાર થઇ જા.

બાપ્પા (ફરી ચિડાય ને): આ FASHION DESIGNER મારા પેટ માં વારે ઘડીએ મારે છે. કહે છે કે ધોતી થતી નથી.

માતા (મયૂરેશ ને કટાક્ષ કરતાં): તમે તો કહો છો MUMBAI ના BEST DESIGNER પાસેથી ધોતી આવી છે? તો માપ ની નથી બનાવી?

મયૂરેશ: માતા માફી માંગુ છું. ધોતી નો માપ મેં બાપ્પા પાસે થી mumbai આવાથી પેહલા જ મંગાવ્યો હતો જેથી તે અહીં આવે ત્યાં સુધી તૈયાર થઇ જાય. પણ હમણાં lockdown માં ગુજરાત માં રહ્યા પછી એમનું 25 kilo વજન વધી ગયું.

ગણેશ: માતા મારા મિત્ર ની માં પણ તમારી જેમ પ્રેમ ની મૂર્તિ છે. તમારા આપેલા લાડવા ઓ ખતમ થઇ ગયા હતા. પરિસ્થિતી ના હોવા છતાં એમણે મને સાચા ઘી ના લાડવા બનાવી આપ્યા પ્રેમ થી. હું આવી ને મામી લક્ષ્મી ને વિંનતી કરીશ એમના પર પોતાની કૃપા દ્રિષ્ટી વર્ષાવે.

માતા: હા બેટા, હું કહીશ દેવી લક્ષ્મી ને.હવે હું વિદાય લઉ છું. અહીં બ્રમ્હાજી પણ આવી ગયા છે હવે મારે પણ જવું પડશે.

- Riddhi Dharod.