આત્માનો ખાત્મા - 3 (કલાઇમેક્સ) Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માનો ખાત્મા - 3 (કલાઇમેક્સ)


કહાની અબ તક: આર્યન એડવેન્ચર નું કહી ને એની ફ્રેન્ડ વિદ્યા ને એક અત્યંત ડરાવ પાણી જગ્યા એ લઈ આવે છે! ત્યાં એમની સાથે અજીબોગરીબ અનુભવો થાય છે. બંને ઉપર જાય છે તો દરવાજો આપોઆપ જ બંધ થઈ જાય છે! નીચેથી કોઈની ચીસ સંભળાય છે તો બંને ડરી જાય છે! આર્યન પણ એવી જ ચીસ પાડે છે તો ડરી ને વિદ્યા નીચે આવી જાય છે! ત્યાં એક અજાણી છોકરી એણે હિમ્મત આપી ઉપર લઇ જાય છે, જ્યાં આર્યન બેહોશ પડેલો હોય છે. થોડી વારમાં એણે હોશ આવી જાય છે! બંને હિમ્મત કરીને નીચે આવે છે, અને છેલ્લે કારમાં બેસી ને ઘરે જવા નીકળી પડે છે. ત્યારે વાતો વાતો માં જ વિદ્યા કહે છે કે એ છોકરી ને લીધે બચી ગયા તો આર્યન ત્યાં કોઈ બીજી પણ હતી એમ અવળો સવાલ કરે છે! શું આર્યને પણ એક બીજી છોકરીને જોઈ હોય છે?!

હવે આગળ: "અરે હું નીચે ગઈ ને તો મને ત્યાં એક છોકરી મળી હતી... એણે મને કહ્યું કે એ પાસે જ રહે છે! એણે મને હિંમત આપી તો જ તો હું ઉપર આવી શકી!" વિદ્યાએ પૂરી વાત કહી.

"ઓહ, મે પણ તો ત્યાં ઉપર એક છોકરી જોઈ હતી, જે એ જ રૂમમાં ઉપર ધાબે પંખા એ ગળાફાંસો ખાઈ રહી હતી! મે એણે રોકવાની બહુ જ કોશિશ કરી, પણ એણે ગળેફાંસો ખાઈ જ લીધો, હું એ ના જોઈ શક્યો તો હું બેહોશ થઈ ગયો!" આર્યને પણ એની વાત જણાવી.

"અરે બાપ રે... શું ભૂતિયા જગ્યા હતી! મને તો બહુ જ ડર લાગી રહ્યો હતો." વિદ્યા એ કહ્યું.

"અરે પણ યાર, હું શું કહું છું કે આપને આજ ની રાત અહીં કોઈ પાસે રહી લઈએ રાત બહુ જ થઈ ગઈ છે! કાલે આપને આપના ઘરે ચાલ્યા જઈશું! મને બહુ જ ડર લાગે છે!" આર્યને લાચારી દર્શાવી.

"હા... યાર! હમણાં પણ કોઈ ઓછા અનુભવ નથી થયા! ચાલ રોક કોઈ ઘરે!" વિદ્યાએ પણ સહમતી દર્શાવી તો પાસે ના જ ઘરે આર્યને કાર બંધ કરી દીધી.

બંને ઉતર્યા અને એ ઘરમાં દરવાજો ખખડાવવા લાગ્યા. એક ઘરડા દંપતી નું એ ઘર હતું, એ વૃદ્ધ મહિલા એ દરવાજો ખોલ્યો.

"હા... બોલો!" એણે પૂછ્યું.

"જી... અમારી કાર બંધ થઈ ગઈ છે... રાત પણ બહુ થઈ ગઈ છે! શું અમે આજ ની રાત માટે અહીં રોકાઈ શકીએ?!" વિદ્યા એ બહુ જ નમ્રતા થી પૂછ્યું.

"જી હા બિલકુલ! એમ પણ અમે બે સિવાય અહીં કોઈ નથી રહેતું!" કહી ને એણે બંનેને અંદર બોલાવી લીધા.

બંનેને જમાડ્યા બાદ તેઓ ના ધ્યાનમાં એક તસવીર આવી જે દિવાલ પર લટકી રહી હતી! એ તસવીર જોઈ ને બંન્ને ના દિલ એક ધબકારો ચૂકી ગયા અને એક સામટા જ બોલી ગયા - "આ તો... એ જ છોકરી છે!"

"હા... મારી છોકરી છે... બહુ જ હોશિયાર હતી, અમે બહુ જ ખુશ અમારા મહેલ જેવા ઘરે રહેતા હતા, પણ એની પસંદ ના છોકરા સાથે લગ્ન કરાવવા એના પપ્પા ના જ માન્યા તો એક દિવસ... એક દિવસ એણે ગળેફાંસો ખાઈ લીધો!" એ વૃદ્ધ મહિલા એ છોકરીના નાના નાની હતા... એ છોકરી એમની સાથે જ રહેતી હતી!

આખીય વાત વિદ્યા અને આર્યન ને હવે સમજમાં આવી ગઈ હતી, પણ હાલમાં તે તેમને કહેવા નહોતા માંગતા. બંને એ ચૂપચાપ ઘરે ચાલ્યા જવાનું વિચારી લીધું.

સવારે બંને એમના ઘરે ગયા. એમને ભગવાનનો આભાર માન્યો અને વિચાર્યું કે ખરેખર તો એ આત્મા એમને નુકસાન નહોતી જ પહોંચાડવાની, એણે જ એમનો જીવ બચાવ્યો હતો! એમને તો વિચાર્યું હતું કે આ આત્મા એનો ખાત્મા બોલાવશે, પણ એવું બિલકુલ નહોતું થયું!

વિદ્યા એ આર્યન પાસેથી હવે ફરી ક્યારેય આવા એડવેન્ચર પર નહિ જવાનું વચન લીધું!

(સમાપ્ત)