આત્માનો ખાત્મા - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માનો ખાત્મા - 1

"આર્યન, આર્યન! કમ ઓન! આપને અહીં આવવાનું જ નહોતું! મને તો બહુ જ ડર લાગે છે!" વિદ્યાએ ડરને લીધે આર્યના હાથને શોલ્ડર સુધી પકડી લીધો.

અચાનક જ એક ડરાવનો અવાજ કરતું ચામાચીડિયુ એમની ઠીક પાસેથી પસાર થયું તો વિદ્યાનું દિલ તો ડરને લીધે જસ્ટ બહાર જ આવવાનું હતું!

"આર્યન, કેમ તું આજે પાગલ થયો છું?!" ચાલ આપને નથી રહેવું અહીં હવે એક સેકંડ પણ, ચાલ આપને અહીં થી ચાલ્યા જઈએ!" વિદ્યા કહી રહી હતી.

એ ઘર બહુ જ પુરાણું અને ઝાળા ઓ વાળું હતું... દેખતા જ કોઈ પણ ડરી જાય એવી એ જગ્યા હતી.

આર્યન અને વિદ્યા સારા ફ્રેન્ડ હતા... બંને નું સારું બનતું હતું. એક દિવસ અચાનક જ આર્યને કૉલ કરીને વિદ્યાને કહેલું - "ચાલ એક એડવેન્ચર પર જઈએ! ખૂબ જ મજા આવશે!"

"ના... હો! મને તો બહુ જ ડર લાગે છે!" વિદ્યાએ ના જ કહી દીધેલું.

"અરે, કમ ઓન, હું છું ને! તું ચિંતા ના કર!" આર્યને કહ્યું તો વિદ્યાના માં થોડી હિંમત આવી તો એ એની સાથે આવવા તૈયાર થઈ ગઈ હતી, જોકે હવે જઈને એને એ વાતનો બહુ જ અફસોસ થઈ રહ્યો હતો. આ કઈ જગ્યાએ ખુદ ફસાઈ ગઈ હતી?!

"આર્યન, જો તું કોઈ મજાક કરી રહ્યો હોય તો પ્લીઝ, ઈટસ નોટ ફની!" વિદ્યાએ સાવ રડમસ રીતે જ કહ્યું પણ એની આર્યન પર કોઈ અસર થઈ જ ના હોય એવું લાગી રહ્યું હતું.

"અરે, ચાલ ઉપરના રૂમમાં જઈએ!" આર્યને એણે જીજ્ઞાશા થી કહ્યું.

બંને ઉપર સીડીઓ થી ચઢવા લાગ્યા... ધીમે ધીમે તેઓ આગળ વધી રહ્યા હતા. ઘરમાં નીરવ શાંતિ હતી. બંને ઉપર રૂમમાં દરવાજે પહોંચી ગયા. આર્યને દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ એ ખુલી જ નહોતો રહ્યો; જાણે કે જાણે કે કોઈએ એણે અંદરથી પકડી ના રાખ્યો હોય!

થોડી વારનાં પ્રયત્નો બાદ દરવાજો ખુલ્યો તો વિદ્યાની તો ચીસ જ નીકળી ગઈ!

દરવાજો ખુલતાની સાથે જ ચમાગાદરો નું એક ઝુંડ એમની ઉપર ખાબક્યું! એમાં તો વિદ્યા ની તો ચીસ જ પડી ગઈ!

દૂર ભાગી ગયેલા બંને ધીમે ધીમે અંદર રૂમમાં દાખલ થયા તો રૂમનો દરવાજો ધડામ થઈને બંધ થઈ ગયો! બંને બહુ જ ડરી ગયા!

આર્યને હવે દરવાજો અંદરથી ખોલવા ચાહ્યો પણ દરવાજો ખુલવાનું નામ ક નહોતો લેતો! બંને નો ડર હવે વધી ગયો હતો. આર્યને પણ ઉપર આવવાની એની ભૂલ સમજાઈ રહી હતી! જોકે એણે હિંમતથી કામ લેવાનું વિચાર્યું.

"તું જરાય ચિંતા ના કર, હું છું ને!" આર્યન વિદ્યાને સમજાવી રહ્યો હતો.

રૂમમાં એક અલગ જ ખામોશી હતી... જે એ બંનેને બહુ જ ડરાવી રહી હતી.

અચાનક જ એક ચીસ નીચેથી સંભળાઈ તો વિદ્યા ડરીને આર્યન પાસે આવી ગઈ.

"આર્યન, મેં કહેલું ને તને, ચાલ જતા રહીએ, પણ તું માન્યો જ નહિ ને! મને તો બહુ જ ડર લાવી રહ્યો છે!" વિદ્યા કહી રહી હતી. પણ એ આર્યન તરફ નહોતી જોઈ રહી, પણ હવે જ્યારે એણે એ તરફ જોયું તો એની રાડ પડી ગઈ.

વધુ આવતા અંકે...

ભાગ 2માં જોશો: "અરે... અરે... તું કોણ?! અહીં કેવી રીતે?!" તૂટક તૂટક અને બહુ જ ડરી ગયેલી વિદ્યા બોલી.

"અરે, એક ચીસ સાંભળીને હું હમણાં જ આવી, મારું ઘર બાજુમાં જ છે!" એ નવી આવેલી છોકરી એ કહ્યું.

"અરે, પણ તમારે અહીં આમ ના આવવું જોઈએ! આટલી રાતના સમયે અહીં કંઈ પણ થઈ શકે છે!" એ અજાણી છોકરી બોલી રહી હતી.

"અરે... ઉપર... ઉપર મારો ફ્રેન્ડ ફસાઈ ગયો છે... પ્લીઝ તમે એણે અહીં લઈ આવો ને... ચાલો તમે મારી સાથે!" ધ્રુજતા આવજે, અટકતા અટકતા અને બહુ જ ડર થી એ માંડ બોલી શકી.