આત્માનો ખાત્મા - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્માનો ખાત્મા - 2


કહાની અબ તક: આર્યન એની ફ્રેન્ડ વિદ્યા સાથે એડવેન્ચર ના નામે એક સ્પુકી (ડરાવણી) જગ્યા પર લઈ આવે છે... પણ અહીં એમની સાથે અજીબોગરીબ ચીજો થવા લાગી. બંને બહુ જ ડરી ગયા. બંને ઉપરના રૂમમાં ગયા તો દરવાજો આપોઆપ જ બંધ થઈ ગયો. નીચેથી કોઈની ચીસ આવી તો બંને બહુ જ ડરી ગયા, તો વિદ્યા તો એની જ ધૂનમાં આર્યનને અહીં લાવવા કોષવા લાગી, પણ એની તરફ જોયું તો એની રાડ જ પડી ગઈ!

હવે આગળ: આર્યનની આંખો લાલચોળ હતી અને એનો આખોય ભાવ બદલાયેલો અને અજીબ લાગી રહ્યો હતો!

આર્યને એક જોરથી રાડ પાડી તો મહામહેનતે દરવાજો ખોલી ને વિદ્યા તો નીચે જ જઈ પહોંચી! એ બહુ જ ગભરાઈ ગઈ હતી!

નીચે પાછળ જોતા જોતા જ એ એક છોકરી સાથે ટકરાઈ ગઈ ત્યારે એણે હોશ આવ્યો કે એ નીચે પહોંચી ગઈ હતી.

"અરે... અરે... તું કોણ?! અહીં કેવી રીતે?!" તૂટક તૂટક અને બહુ જ ડરી ગયેલી વિદ્યા બોલી.

"અરે, એક ચીસ સાંભળીને હું હમણાં જ આવી, મારું ઘર બાજુમાં જ છે!" એ નવી આવેલી છોકરી એ કહ્યું.

"અરે, પણ તમારે અહીં આમ ના આવવું જોઈએ! આટલી રાતના સમયે અહીં કંઈ પણ થઈ શકે છે!" એ અજાણી છોકરી બોલી રહી હતી.

"અરે... ઉપર... ઉપર મારો ફ્રેન્ડ ફસાઈ ગયો છે... પ્લીઝ તમે એણે અહીં લઈ આવો ને... ચાલો તમે મારી સાથે!" ધ્રુજતા આવજે, અટકતા અટકતા અને બહુ જ ડર થી એ માંડ બોલી શકી.

"હા... ચાલો..." કહીને એ એની સાથે ગઈ તો ઉપર આર્યનની હાલત જોઈને વિદ્યાની આંખોમાંથી તો આંસુ જ વહેવા લાગ્યા!

રૂમમાં આર્યન બેહોશ પડ્યો હતો. એની આ હાલત જોઈને વિદ્યા તો સાવ રડી જ પડી.

એણે આર્યનને હોશમાં લાવવા કોશિશ કરી, થોડીવારમાં એણે હોશ પણ આવી ગયો.

"આર્યન, થેંક ગોડ!" કહીને વિદ્યા તો એણે ભેટી જ પડી.

"આઈ એમ ઓકે... ચાલ હવે અહીં એક પળ પણ નથી રોકાવું..." કહીને એ ઊભો થઈ ગયો.

બંને એ તેઝ કદમથી નીચે ઉતરવા માંડ્યું. બંને નીચે પહોંચી ગયા. છેલ્લે એ લોકો ઘરના મેન દરવાજે થઈને બહાર પણ નીકળી જ ગયા! બંનેને ચેન માં ચેન આવી!

બંને એમની કારમાં બેઠા અને દૂરથી જ એ ભૂતિયા અને ડરાવના ઘર ને જોતા જોતા નીકળી ગયા.

"એ બધું તો ઠીક... સારું થયું કે પેલી છોકરી આવી ગઈ તો આપને બચી ગયા..." વાતો વાતોમાં જ વિદ્યા બોલી ગઈ.

"કઈ છોકરી?! કોની વાત કરું છું તું?!" કાર ચલાવતા જ ચલાવતા જ આર્યન બોલી રહ્યો હતો.

પણ આ વાક્ય કરતા પણ વધારે આશ્ચર્ય પમાડે એવું તો એનું બીજું વાક્ય હતું!!!

"શું ત્યાં એક બીજી છોકરી પણ હતી?!" આર્યને સામું જ પૂછ્યું.

"શું મતલબ, બીજી પણ?! શું તે પણ ત્યાં એક છોકરીને જોઈ?!" વિદ્યા ડરતા ડરતા બોલી રહી હતી.

આવતા અંકે ફિનિશ...

ભાગ 3 અને અંતિમ ભાગ(કલાઇમેકસ)માં જોશો: "અરે બાપ રે... શું ભૂતિયા જગ્યા હતી! મને તો બહુ જ ડર લાગી રહ્યો હતો." વિદ્યા એ કહ્યું.

"અરે પણ યાર, હું શું કહું છું કે આપને આજ ની રાત અહીં કોઈ પાસે રહી લઈએ રાત બહુ જ થઈ ગઈ છે! કાલે આપને આપના ઘરે ચાલ્યા જઈશું! મને બહુ જ ડર લાગે છે!" આર્યને લાચારી દર્શાવી.

"હા... યાર! હમણાં પણ કોઈ ઓછા અનુભવ નથી થયા! ચાલ રોક કોઈ ઘરે!" વિદ્યાએ પણ સહમતી દર્શાવી તો પાસે ના જ ઘરે આર્યને કાર બંધ કરી દીધી.

બંને ઉતર્યા અને એ ઘરમાં દરવાજો ખખડાવવા લાગ્યા. એક ઘરડા દંપતી નું એ ઘર હતું, એ વૃદ્ધ મહિલા એ દરવાજો ખોલ્યો.