Revange of soul - Reborn - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 3 - નિયતિ અને મોહિની નો બદલો - સમાપ્ત

ગયા ભાગ માં આપડે જોયું કે અમન જે 2 જ વર્ષ નો હતો એ ઘર માંથી અચાનક ગાયબ થઈ ચૂક્યો હતો ! તેને શોધવા માટે અરિહંત અને રોશની ફરી એક વાર કાળા જંગલ નો સફર કરવા માટે પણ તૈયાર થઈ ગયા , કાળા જંગલ માં જતા જ કાળા જંગલે પોતાનો ડર ફેલાવા નું શરૂ કરી દીધું હતું…. હવે આગળ

ભાગ :- ૩ નિયતિ નો બદલો – અરિહંત રોશની થયા ફના

અરિહંત અને રોશની કાળા જંગલ માં હતા અને કાળા જંગલે એની માયા દેખાડવાની પણ શરૂ કરી દીધી હતી. અરિહંત અને રોશની ને ક્યાં ખબર હતી કે કાળા જંગલ નો સફર એમનો આખરી સફર બની જશે ! અમન નો જીવ તો પહેલા જ પેલો ડ્રેગન લઈ ચૂક્યો હતો ! હવે વારો હતો , અરિહંત અને રોશની નો કેમકે નિયતિ હવે સર્વ શક્તિમાન બની ચૂકી હતી. એની શક્તિ ઓ નો તોડ હવે કોઈ પાસે હતો જ નોહતો ! હવે આયના રોશની પણ એની આગળ અસફળ હતી.

નિયતિ એક નવા જ રૂપ રંગ માં અરિહંત અને રોશની ની સામે આવવાની તૈયારી માં જ હતી ! પણ આ શું એની પહેલાં ખવિ નામની મુસીબત બંને ની તરફ આગળ વધી રહી હતી. આ વાત થી અંજાન અરિહંત અને રોશની પોતાના લાડકવાયા ના મોત નું માતમ મનાવી રહ્યા હોય છે. આ ખવિ દેખાવામાં એટલો ભયાનક હોય છે કે એને જોઈને ભલભલાના હ્રદય ધડકતા થંભી જાય !

બેખબર બનેલા અરિહંત અને રોશની પોતાના દીકરા ને બચાવવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહ્યા હોય છે પણ આ શું ? અરિહંત અને રોશની ના બધા જ પ્રયાસો અસફળ હતા કેમકે જે ડ્રેગન એ પોતાના લાડકવાયા ઉપર હમલો કર્યો હતો એ ડ્રેગન બીજું કોઈ નઈ પણ મોહિની નો પુનર્જન્મ હતો. મોહિની નામની મુસીબત હવે મન ફાવે એ રૂપ લઈ શકતી હતી ! આ પાંચ વર્ષ માં મોહિની એ કાલ ભૈરવ ની ઉપાસના કરી ને ઘણા બધા વરદાન મેળવી ચૂકી હતી; જેના લીધે એ મન ફાવે એ રીતે રૂપ બદલી શકતી હતી. હવે મોહિની ખવિ નું રૂપ લઈને અરિહંત અને રોશની તરફ આગળ વધી રહી હતી.
જો
શિવરાજ થી શરૂ થયેલો આ સફર ના જાણે અરિહંત અને રોશની ની જિંદગી તબાહ કરવામાં શું બાકી મૂકશે ? નિયતિ અને મોહિની નો ઈન્તેકામ હવે ક્યાં સુધી લઈ જવાનો હતો ? અરિહંત અને રોશની શું બચી શકશે આ માયા જાળ માંથી ?

****** ****** ******* ******* *******

બીજી તરફ શિવરાજ ને પોતાની હવેલી ની એકલતા બચકાં ભરવા આવતી હોય એવું લાગતું હતું ! એમનો જીવ પણ પાતળો થવા લાગ્યો હતો. શિવરાજ પોતાના દીકરા અરિહંત , પુત્રવધૂ રોશની અને નાતીન અમન ની ચિંતા શિવરાજ નો જીવ ઉડાવી ને મૂકી દેતી હતી. શિવરાજ ની ચિંતા હવે એનું જીવન ટુંકાવી દે એની પહેલા જ એ કાળા જંગલ માં જવા માટે નીકળી જાય છે. કાળા જંગલ નો આ સફર શિવરાજ ના કરેલા કૃત્યો ની સજા એને જરૂર આપશે !

શિવરાજ કાળા જંગલ માં પહોંચતાં જ એની નજર સીધી જ અરિહંત અને રોશની પર પડે છે. અરિહંત અને રોશની ને રડતાં જોઈ ને જ એનો જીવ હિલોળે ચડી જાય છે. પણ અચાનક જ એની નજર પેલા ખવિ ઉપર પડે છે , જે દેખાવામાં એક દમ ભયાનક હતો. જેને જોઈને જ આપડી છાતી ના પાટિયા ખખડી જાય એટલો તો ભયાનક એનો દેખાવ ! તેના એક હાથ માં મોટી ને ભયાનક ખંજર જેને જોતા જ શિવરાજ ના હોશ ઊડી ગયા! પણ આ શું ? આ ભયાનક ખવિ તો અરિહંત ની તરફ જઈ રહ્યો હતો ; આ જોઈને તરત જ શિવરાજ બોલી ઊઠ્યો “ નહિ નહિ “ પણ કાળા જંગલ માં હવા ન હોવાને લીધે શિવરાજ ની ચીખ તેમના સુધી જ રઈ ગઈ !

ખવિ મોહિની હાથમાં ભયાનક ખંજર લઈને અરિહંત તરફ આગળ વધી જ રહી હોય છે , ત્યારે શિવરાજ “ નહિ નહિ “ કરીને આગળ તરફ ભાગે છે ; પોતાના દીકરા અરિહંત અને તેની પત્ની રોશની ને બચાવવા માટે. મોહિની એક દમ અરિહંત ની નજદીક પોહચી ગઈ હોય છે , કેમકે એ ચાહતી હતી કે પોતાની સાથે જે શિવરાજ કૃત્ય કર્યું હતું એનો બદલો લેવો ! અત્યાર સુધી તો આ ડાકણ મોહિની એ બદલો લઈ લીધો હોય પણ એને પાંચ વર્ષ પહેલાં નડી ગયા અરિહંત અને રોશની. જેમને મોહિની નો બદલાના ખેલ ને નિષ્ફળ બનાવી દીધો. એટલે હવે મોહિની ના દુશ્મન અરિહંત અને રોશની પણ હતા.

મોહિની હવે અરિહંત અને રોશની તરફ આગળ વધી જ રહી હતી ! એના ખંજર માંથી લોહી વહી રહ્યું હતું ! થોડી જ ક્ષણો ની વાર હતી ! આજે તો અરિહંત અને રોશની નો ખેલ તમામ કરી મોહિની શિવરાજ ની હવેલી બદલો લેવા માટે જવાની હતી. શિવરાજ ને દર્દ નાક મોત આપી પોતાનો અધૂરો બદલો પૂરો કરી ને જ એની આત્મા ને શાંતિ મળશે. અરિહંત અને રોશની તરફ આગળ વધી રહેલી માથા વગર ની આ મુસીબત હમલો કરવાની તૈયારી માં જ હતી.

મોહિની ના હાથ માં રહેલી ભયાનક ખંજર અરિહંત ના માંથા તરફ આવી જ રહી હતી કે વચ્ચે શિવરાજ આવી જાય છે ને એમની ધડ અલગ થઈ જાય છે. શિવરાજ નું ધડ અલગ થઈને સીધું અરિહંત ના ખોW
તમારી માં જ પળે છે. અમન ના શોક માંથી હજુ અરિહંત અને રોશની બાર પણ નીકળ્યા નોહતા ને આ શું ? અરિહંત ના પિતા નું દર્દનાક મોત અરિહંત ના ખોળા માં હતું. પછી તો ખવિ મોહિની ગાયબ જ થઈ ગઈ ! પણ આ વાત નિયતિ આઝાદ થઈ જાય છે. અરિહંત અને રોશની પોતાના દીકરા અમન અને પિતા શિવરાજ નો શોખ મનાઈ જ રહ્યા હોય છે કે એટલા માં જ પાછળ થી એક ધૂન કાને પડે છે.

गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

અરિહંત અને રોશની આ ધૂન સાંભળીને પાછળ તરફ નજર કરે છે. પણ આ કોઈક હસીના હતી જેનો ચહેરો સાફ નજર નોહતો આવી રહ્યો. અરિહંત તેની તરફ ફરી એકવાર મોહક બની રહ્યો હતો ! અરિહંત તેની તરફ જવા માટે તૈયાર પણ થઈ ગયો હતો.

किसको समजे हम अपना
कल का नाम हैं एक सपना
किसको समजे हम अपना
कल का नाम हैं एक सपना
आज अगर तुम जिन्दा हो तोह
कल के लिए के लिए माला जपना
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

અરિહંત આ મુસીબત તરફ ખેંચાઈ જ રહ્યો હતો ! અરિહંત નું દિલ કહેતું હતું કે આ કોઈક પોતાનું જ છે પણ કોણ ? એનો જવાબ અરિહંત પાસે પણ નોહતો ! અરિહંત ને આગળ તરફ જતો જોઈ રોશની પણ એની પાછળ પાછળ જાય છે. કોણ હતું આ ? અરિહંત અને રોશની ને ક્યાં લઇ જતી હતી આ રૂપાળી કન્યા ? ઘણા બધા પ્રશ્નો એ મન માં ઘર બનાવી ને બેસી ગયા હતા. પેલી ની ધૂન તો ચાલુ જ હતી !
पल दो पल की मस्ती हैं
बस दो दिन की बस्ती हैं
पल दो पल की मस्ती हैं
बस दो दिन की बस्ती हैं
चैन यहाँ पर महंगा
हैं और मौत यहाँ
मौत यहाँ पर सस्ती हैं
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

રોશની ના દિલ માં હવે ધીરે ધીરે ડર ઊભો થઈ રહ્યો હતો ! એને ખબર પણ પડવા લાગી હતી કે આ હવે અંતિમ પડાવ હતો બંને ની જિંદગી નો ! પણ કિસ્મત ને શું મંજૂર હતું ! ધીરે ધીરે પેલો સુંદરી અરિહંત ને લઈને નિયતિ ની હવેલી એ પોહચી જાય છે. હવેલી ની અંદર સુંદરી ની પાછળ પાછળ અરિહંત અને એની પાછળ રોશની. હવેલી માં પોહચતાં જ નિયતિ અરિહંત ની આંખો સામે આવી જાય છે.

અરિહંત નો પહેલો પ્રેમ હતી નિયતિ , ફરી એકવાત નિયત ને સામે જોઇને તેના પ્રેમ ની કોઈ સીમા રહી નહિ ! તે નિયતિ ની સામે ઔર ફંતતો જ ગયો ! આ જોઈને રોશની ને બરાબર સમજાઈ ગયું હતું કે હવે મોત નક્કી જ છે. પણ રોશની એક આયના હતી જેની પાસે ઘણી બધી શક્તિ ઓ હતી. રોશની નિયતિ ને જોતા જ સમજી જાય છે કે આ બદલો લેવા જ આવી છે.

રોશની નિયતિ ઉપર વાર કરી દે છે પણ બધા પ્રયાસો નાકામ હતા ! કેમકે કાળા જંગલ માં હવે એ લોકો નિયતિ ની હવેલી માં હતા જ્યાં કોઈ પણ જાદુ ચાલે એમ નોતું.

થોડી જ વાર માં અરિહંત નિયતિ પાસે પોહચી જાય છે ; પછી તો નિયતિ તેના અસલી રૂપ માં આવી ને અરિહંત ઉપર વાર કરી બેસે છે. પણ અરિહંત ની સારી કિસ્મત એને બચાવી લે છે કેમકે આ વાત રોશની પોતાની ઉપર લઇ લે છે. પણ અરિહંત તો આ બધા ની અંજાન નિયતિ ના રૂપની જાળ માં ફસાયેલો હતો. પણ થોડી જ વાર માં નિયતિ હવા માં ઉડવા લાગે છે ને પોતાના અસલી રૂપ માં આવી જાય છે. ત્યારે અરિહંત નો ભ્રમ તૂટી જાય છે. અરિહંત ની ફરતે ડાકણ નિયતિ ફરી રહી છે ને પાછળ થી મોહિની ધૂન ગાતી અરિહંત તરફ મોત બનીને આગળ વધી રહી છે.

कौन बला तूफ़ानी हैं
मौत को खुद हैरानी हैं
कौन बला तूफ़ानी हैं
मौत को खुद हैरानी हैं
आये सदा विरानो से जो पैदा हुवा
पैदा हुवा वह पनि हैं
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई.

હવે અરિહંત પાસે કોઈ જ રસ્તો હતો નઈ જેના થી એ આ બંને ડાકણ નો સામનો કરી શકે પણ શું થાય હવે ! પોતાના બાપ ના કરેલા કર્મો ની સજા તો એને ભોગવવી જ પડશે.

મોહિની અને નિયતિ મોત બની ને અરિહંત તરફ આગળ વધી રહી હતી પણ અરિહંત ને હવે આ સજા મંજૂર હતી ! નિયતિ અને મોહિની બંને એ અરિહંત ઉપર વાર કર્યો ને અરિહંત ના શરીર ને નાના નાના ટુકડા માં વહેચી દીધો જે કોઈક સમયે શિવરાજ નિયતિને વેચી દીધી હતી ! નિયતિ અને મોહિની નો બદલો પૂરો થતાં જ એમને મોક્ષ મળી ગયો !

સમાપ્ત


મિત્રો હમેશાં ખરાબ કર્મો નું ફળ ખરાબ જ મળે છે. તો સારા કર્મો કરી ને આખી દુનિયાના દિલ ઉપર રાજ કરો !


આ સ્ટોરી ને લગતી કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED