પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 1 Ankit Chaudhary શિવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ - 1

હેલ્લો મિત્રો ! હું તમારો દિલ થી આભાર વ્યક્ત કરું છું , કેમકે તમે મને અવાર નવાર દરેક નવલકથા માં પ્રેમ આપતા રહ્યા છો! ચાહે એ કર્તવ્ય – એક બલિદાન હોય કે એની હા કે ના ? તમારો પ્રેમ સદાય નિર્મળ રહ્યો છે. એની હા કે ના ? મે 15 ભાગ લખીને પૂરી કરેલ છે પણ ચિંતા ના કરો હું એની નવી સિરિઝ લઈને આવી ગયો છું , જેમાં દર અને રહસ્યો થી ભરેલો રહેશે આપડો આ નવો સફર…




પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ

ઘણી વખત એવું બને છે કે કોઈ આત્મા ના ખોળ અધૂરા રઈ જાય તો એ ભૂત બની જાય છે. પણ કોઈ આત્મા નો બદલો અધૂરો રહી જાય તો ! શું પુનર્જન્મ લઈને એ બદલો પૂરો કરી શકે ? પોતાના જ પરિવાર ને કઈ રીતે નુકશાન કઈ રીતે કરશે? આત્મા નો બદલો ઘણો જ ખતરનાક રહેવા નો છે……


ભાગ :- 01 – અમન થયો ગાયબ


અરિહંત અને રોશની આજે બહુ ખુશ હતા કેમકે એમના લાડલા દીકરા અમન નો આજે જન્મદિવસ હતો , હા અમન નો.આ બીજો જન્મ દિવસ હતો ! નિયતિ અને મોહિની ના ઇન્તેકામ ને પાંચ વર્ષ વિતી ગયા હતા. અરિહંત અને રોશની નું નાનું ફૂલ અમન માંડ માંડ ચાલતા શીખ્યું હતું! ને એના મોઢે આજે પહેલી વાર એક શબ્દ એવો નીકળ્યો જે સાંભળી ને અરિહંત , રોશની અને શિવરાજ ના હાથ પગ પીળા પડી ગયા ! હા આ શબ્દ હતો “ મોહિની “.

આજ સુધી શિવરાજ ના પરિવાર માં કોઈએ મોહિની નું નામ લીધું જ ન હતું ! કેમકે મોહિની ના નામ થી પણ આખો પરિવાર ખિજાઈ જતો હતો ! અમન તો હજુ નાનો હતો ને એના મોઢે પહેલો જ શબ્દ મોહિની પણ કેમ ! આખો પરિવાર આ વિચારો માં જ ડૂબેલો હતો. આ વાત નો જવાબ કોઈ પાસે પણ નોહતો !

થોડા સમય પછી મહેમાન આવી જાય છે એટલે બધા મોહિની વળી વાત ભૂલી જઈને ફરીવાર અમન નો જન્મદિવસ ઉજવવા માં લાગી જાય છે, પણ જેવી જ કેક પર લાગેલી મીણબત્તી ને અરિહંત અને રોશની ફૂંક મારે છે કે મીણબત્તી ની સાથે સાથે ઘર ની આખા ઘર ની લાઈટ પણ ઓલવાઈ જાય છે. અમન નાનો હોય છે એટલે તે ડરી જાય છે પણ થોડા સમય પછી ફરીવાર એક સળગતી મીણબત્તી સળગતી દેખાય છે , અને અચરજ ની વાત એ હતી કે આ મીણબત્તી બે વર્ષ ના અમન ના હાથ માં હતી ! થોડી વાર પછી ઘર ની લાઈટ ચાલુ બંધ થવા લાગી ! આખા ઘર ના મહેમાનો માટે આ નવું હતું. થોડી વાર પછી એક ગીત વાગવા લાગ્યું જે ખુશનુમા માહોલ માં ડર ઊભો કરતું હતું…..

गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

किसको समजे हम अपना
कल का नाम हैं एक सपना
किसको समजे हम अपना
कल का नाम हैं एक सपना
आज अगर तुम जिन्दा हो तोह
कल के लिए के लिए माला जपना
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

આટલું જ થતાં અમન હવા માં ઉડવા લાગે છે. આ જોઈને રોશની જોર થી ચીખ પાડે છે “ અમન……. અરિહંત મારા દીકરા ને બચાવી લો પ્લીઝ !” પણ હાલત થી મજબૂર બનેલો અરિહંત કઈ કરી શકે એમ નથી. વધારે પડતો ડર નો માહોલ ઉભો થવાથી મહેમાનો એક પછી એક ભાગવા લાગે છે. ને એજ વખતે દરવાજો બંધ થઈ જાય છે.

पल दो पल की मस्ती हैं
बस दो दिन की बस्ती हैं
पल दो पल की मस्ती हैं
बस दो दिन की बस्ती हैं
चैन यहाँ पर महंगा
हैं और मौत यहाँ
मौत यहाँ पर सस्ती हैं
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

શિવરાજ ની હવેલી ચારે બાજુથી બસ ડર ના માહોલ ની વચ્ચે ઊભી હતી! બસ ચારે બાજુ ડર ના સિવાય કશું જ નોતું ! રોશની ની હાલત પળે પળે ખરાબ થઈ રહી હતી કેમકે હવે અમન કઠેડા પર ચાલવા લાગ્યો હતો. કોઈને કશી જ ખબર નોહતી કે શું થવા જઈ રહ્યું હતું એની કોઈને ખબર નોહતી ને અચાનક લાઈટ ચાલુ બંધ થવા લાગે છે, જબરજસ્ત ડર ના માહોલ ની વચ્ચે કોઈ આશા ની કિરણ નજર નોહતી આવતી. હવે તો અમન ના મોઢા માંથી પણ ખૂન વહેવા લાગ્યું હતું ! અમન ધાબા ની છત ઉપર હવે ઊંધો ચાલી રહ્યો હતો ! બધા ને ડર એ જ હતો કે ક્યાંક અમન નો જન્મદિવસ જ માતમ નો દિવસ બની ના જાય ! હજી અમન નું ગીત ગાવાનું તો ચાલુ જ હતું….


कौन बला तूफ़ानी हैं
मौत को खुद हैरानी हैं
कौन बला तूफ़ानी हैं
मौत को खुद हैरानी हैं
आये सदा विरानो से जो पैदा हुवा
पैदा हुवा वह पनि हैं
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई.

રોશની ની સાથે સાથે અરિહંત , શિવરાજ અને આવેલા બધા મહેમાનો ની દિલ ની ધડકન વધી ગઈ હતી.

અચાનક જ અમન ના હાથ ની મીણબત્તી ઓલવાઈ જાય છે. લાઈટ ના હોવાને લીધે અમન દેખાતો પણ નથી ! રોશની આમ ને તેમ ચિખો પડે છે , “ અમન… અમન… બેટા અમન… ક્યા છે તું “ ને પછી જોર જોરથી રડે છે. અરિહંત ની આંખો પણ ભીની હતી ! અચાનક જ રોશની એની પાસે આવી ને એના કોલર પકડીને. “ અરિહંત મને મારો અમન જોવે ! કઈ પણ કરો…. મને મારો અમન પાછો આપવી દો ! “ આંખો માંથી આંસુ લૂછી દીધા. સાયદ રોશની ને એનો દીકરો અમન ક્યા છે એવો ઇશારો મળ્યો હતો.

અચાનક જ રોશની ઊભી થઈને નીચે ગુફા તરફ ચાલે છે , ત્યાં જઈને એ પેલું તહખાનું ખોલી દે છે પણ ત્યાં પણ પોતાનો લાડલો દીકરો અમન હોતો નથી ! બસ હવે એક જ રસ્તો બચ્યો હતો કાળા જંગલ નો ! પણ ત્યાં તો નિયતિ કેદ હતી. અરિહંત પણ રોશની પાછળ પાછળ તહખાના સુધી આવી ગયો ! “ રોશની તમને એમ લાગે છે કે આપડા દીકરો અમન કાળા જંગલ માં છે ? “ થોડી વાર પછી રોશની ડોક હલાવી છે. “ તો ચાલ આપડે જઈએ ! ને આપડા દીકરા ને પાછો લઈને આવી જઈએ !” પણ રોશની એ અરિહંત ના માથા ઉપર ડર જોયો ! ડર જોઈને રોશની “ અરિહંત હું આયના છું. તમે અહી જ રહો હું જઈને આપડા દીકરા અમન ને લઈ આવું !” પણ અરિહંત નિયતિ ને ક્યારેય એકલી થોડી જવા દે ? પછી તો જીદ કરીને અરિહંત પણ રોશની સાથે જવા માટે તૈયાર થઈ ગયો !

કાળા જંગલ માં ફરીવાર જવાનો મતલબ હતો કે નિયતિ ને આઝાદ કરવી ! પણ રોશની અને અરિહંત ના મન મજબૂત હતા એટલે નિયતિ આઝાદ થાય કે ના થાય એનાથી અરિહંત કે રોશની ને કોઈ મતલબ નોતો! પણ પોતાના દીકરા અમન ને બચાવી ને જ દમ લેશે એવું નિર્ણય લઈ ચૂક્યા હતા ! કાળા જંગલ માં જવું હવે મુશ્કેલ હતું કેમકે પાંચ વરસ થી નિયતિ જે કાળા જંગલ ની રાણી હતી તેને આ લોકો ત્યાંજ કેદ કરી ચૂક્યા હતા ! પણ શું થવાનું હતું અરિહંત અને રોશની ની જિંદગી માં ?
ફરી વાર કાળા જંગલ નો સફર અરિહંત માટે કેટલો મુશ્કિલ રહેવા નો છે , જાણવા માટે બન્યા રહો મારી સાથે…… કાળા જંગલ માં પ્રથમ સફર માટે વાંચો એની હા કે ના ? નવલકથા.

અમન એ મોંહિની નું નામ કેમ લીધું ?
અમન મોહિની નો પુનર્જન્મ તો નઈ હોય ને ?
અમન કાળા જંગલ માં મળશે ?
નિયતિ આઝાદ થશે તો શું થશે ?

આ બધા જ પ્રશ્નો ના જવાબ આવતા ભાગો માં… બન્યા રહો મારી સાથે એની હા કે ના ? નો એક નવો સફર એટલે કે પ્રેત આત્મા નો બદલો – પુનર્જન્મ !