એક મેકના સથવારે - ભાગ ૮ ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક મેકના સથવારે - ભાગ ૮

આગળનાં ભાગમાં આપણે જોયું કે પ્રિયા અને પેલા કાળા કપડાં પહેરેલાં વ્યક્તિનો પર્દાફાશ કરવા માટે કંદર્પ અને કૃતિ તે બંનેની વધુ ભાળ મેળવવાનો પ્રયત્ન કરે છે અને એમ કરવા જતાં કંદર્પ ને એક અવાવરું બંધ ઘરમાં અંદર અર્ધબેભાન અવસ્થામાં બાંધી રાખેલ અમોલ અને પેલા ગુંડાઓ જે રોહનના ફાર્મ હાઉસ પર આવ્યા હતા તેમનો પત્તો મળે છે કૃતિ ને પ્રિયાના બાથરૂમમાં કોઈનો અવાજ સંભળાયો એટલે તે એકદમ વિચારવા લાગી કે કોણ હશે ત્યાંથી આગળ....


કૃતિ હજુ તો વિચાર કરે છે કે કોણ હશે ત્યાં તો દોડતા દોડતા રશ્મિ બાથરૂમમાંથી બહાર આવી અને બાથરૂમમાં ગરોળી છે એમ કહીને એને કાઢવા માટે બૂમ પાડવા લાગી.એટલે કૃતિ ને કઈ સમજાયું નહીં કે ક્યારે રશ્મિ બાથરૂમમાં પહોચી ગઈ હશે અને આટલા અવાજમાં પણ પ્રિયા કેમ જાગી નહીં?રશ્મિ પ્રિયા અને રોહનની બેસ્ટ ફ્રેન્ડ હતી પણ તેના અદેખાઈભર્યા અને ઝઘડાળુ સ્વભાવને કારણે "રોકર્સ" ગૃપમાથી કોઈ પણ તેને પસંદ ન કરતું પણ પ્રિયા અને રોહનને તે મીઠી મીઠી વાતો કરતાં કરતાં આખા ગ્રુપની બધી વાતો જાણી લેતી અને પછી કોઈ ન્યૂઝ રિપોર્ટરની જેમ મરી મસાલા સાથે આખી કોલેજમાં જાહેરાત કરતી.પણ કૃતિ ને આશ્ચર્ય એ જ વાતનું હતું કે રોહનના ફાર્મ હાઉસમાં થયેલ પાર્ટીમાં મળ્યા બાદ છેક આજે રશ્મીને તેણે જોઈ હતી.એટલે કૃતિએ તેને પૂછ્યું કે અમોલ ના મૃત્યુ થયું ત્યારથી આજ સુધી તે ક્યાં હતી અને શા માટે આવા સમયે પણ તે પ્રિયાની સાથે ન હતી!?? આજે અચાનક ક્યાંથી હવે તને પ્રિયાની યાદ આવી ગઈ??!! આ બધા પ્રશ્નો સાંભળીને રશ્મિ એકદમ ગભરાવા લાગી અને પોતે જાણે કોઈ ગુનો કરતા પકડાઈ ગઈ હોય તેમ તેના ચહેરાનો રંગ ઊડી ગયો.હવે કૃતિને વધુ શક થાય તે પહેલા રશ્મિ એક પછી એક વાત કરવા લાગી કે પોતે ખુબ મુસીબતમાં છે અને તેને કોઈ વારંવાર ફોન કરીને બ્લેકમેલ કરી રહ્યું હતું કે જો તે પ્રિયા,અમોલ કે "રોકર્સ" ગ્રુપના કોઈપણ વ્યક્તિ સાથે દોસ્તી રાખશે તો તેના વિશે બીભત્સ વાતો અને તેના રોહન સાથેના સંબંધો આખી કોલેજમાં જાણ કરી દેશે.આ સાંભળીને કૃતિને વધુ એક આંચકો લાગ્યો કે તું અને રોહન બેસ્ટ ફ્રેન્ડ છો તો એ સંબંધમાં છુપાવવા જેવું શું છે??? અને આવી ધમકી કોણ તને આપી રહ્યું હતું?!એટલે રડતા રડતા રશ્મિ કૃતિને જણાવે છે કે પોતે ઘણા સમયથી રોહનને પસંદ કરતી હતી અને કદાચ જો રોહન તેને લગ્ન માટે ના પાડે તો તેમની ફ્રેનડશીપ પર અસર ન પડે એ ડરથી તેણે કોઈને આ વાત કરી નોતી.પણ રોહનને આ વાતની જાણ એ દિવસે પાર્ટીમાં થઈ ગઈ હતી અને તેણે પણ મને જણાવ્યું કે તે મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માગે છે.આ વાતથી અમે બંને ખુબ જ ખુશ હતા અને પાર્ટીના બીજા દિવસે અમે બધાને આ વાત જણાવવાના જ હતા પણ એવામાં અમોળનું આમ અચાનક મૃત્યુ થયું અને મને આવા ધમકીભર્યા ફોન આવવા લાગ્યા.એટલે કૃતિ એ રશ્મિ ને પૂછ્યું કે તેણે રોહનને આ બધી વાત કહી છે કે નહી? પણ રશ્મિ એ તેને કહ્યું કે પેલા બ્લેકમેલ કરનાર વ્યક્તિએ એવી ધમકી આપી છે કે જો હું આ વાત કોઈને પણ કરીશ તો તે રોહનને જાનથી મારી નાખશે.


આ બાજુ ધીમે ધીમે મોકો મળતાં કંદર્પ અમોલ પાસે પહોંચી ગયો અને તેની સાથે વાત કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પણ અમોલ જાણે કંદર્પ ને ઓળખતો પણ ન હોય એમ લાગતું હતું. થોડીવાર સુધી કંદર્પ અમોલ સાથે વાત કરવા માટે પ્રયત્ન કરે છે પણ અમોલ કોઈ જ જવાબ આપતો નથી એટલે કંદર્પ મુંઝાય છે કે હવે શું કરવું?આથી તે એમોલને જ્યાં બાંધીને રાખવામાં આવ્યો છે તે રૂમમાં કપડાના ઢગલામાં છુપાઈ જાય છે.અને મોકો જોઈને કૃતિને આ બધી વાત ફોન કરી ને જણાવવાનું વિચારે છે.આ બાજુ કૃતિ પણ સતત કંદર્પ ની ચિંતા કરતી હતી અને કંદર્પ ને રશ્મિ એ કિધેલ બધી વાત ક્યારે અને કેવી રીતે જણાવવી તે વિચારવા લાગી.પણ આટલી બધી વાર થઈ ગઈ છતાં પ્રિયા હજુ સુધી જાગી ન હતી.એવામાં પ્રિયાના મમ્મી પણ પ્રિયાને મળવા માટે રૂમમાં આવ્યા પણ રશ્મિ ને રૂમમાં જોઈને તેમણે રશ્મિ ને પૂછ્યું કે તે ક્યારે અને ક્યાંથી આવી ગઈ અને પ્રિયા હજુ સુધી કેમ જાગી નથી??!!!


શું જવાબ આપશે રશ્મિ પ્રિયાની મમ્મીનાં પ્રશ્નો નો??!! શું તેણે કૃતિને પોતાના અને રોહન વિશે બધી વાતો કહી તે સાચી હશે કે પોતે પ્રિયાને કઈ નુકસાન કરવા આવી હસે? શું કારણ હશે પ્રિયા હજુ સુધી જાગી નથી તેનું? કેમ અમોલ કંદર્પ ને ઓળખતો ન હતો?? શું કંદર્પ અને કૃતિ આ બધી બાબતો નું કારણ જાણી શકશે??!! જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ.....

આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં....