along with eachother - 5 books and stories free download online pdf in Gujarati

એક મેકના સથવારે - ભાગ ૫

આગળના ભાગમાં આપણે જોયું કે રોહનના ફાર્મ હાઉસ પર કોઈને કહ્યા વગર ગયેલા કંદર્પ ને ખબર પડે છે કે રોહન પાસે પેલા ગુંડાઓ માટે ખુબ જ જરૂરી એવું એક બોક્સ છે અને તેમાં કઈક અગત્યની વસ્તુ તેણે પેલા ગુંડાઓ ના હાથમાં ન આવે એ રીતે ત્યાં છુપાવી રાખી છે અને એ બોક્સને રોહન પાસેથી ઝુંટવી લેવા માટે ગુંડાઓએ રોહનને ઢોરમાર માર્યો હોય છે અને ગુંડાઓ ત્યાં થોડી શોધખોળ કર્યા બાદ ખાલી હાથે પાછા ફરે છે.આ બધું કંદર્પ એક ખૂણામાં સંતાઈને પોતાની નજરે જુએ છે ત્યાંથી આગળ...


પેલા ગુંડાઓ ત્યાંથી હવે જતા રહ્યા હતા અને રોહન અર્ધબેભાન અવસ્થામાં ત્યાં પડ્યો હતો.એટલે કંદર્પ તેની પાસે જાય છે અને તેને રૂમમાં સરખો સુવડાવીને તેના પાટાપિંડી કરી આપે છે. પછી રોહનના ભાનમાં આવવાની રાહ જોતો બેસી રહે છે.થોડીવારમાં રોહન ભાનમાં આવે છે અને તે પોતાની પાસે કંદર્પ ને જુએ છે અને તે ત્યાં ક્યારે આવ્યો એ વિશે પૂછે છે.એટલે કંદર્પ તેને આ બધું શું થયું એ સઘળી હકીકત જણાવવાનું કહે છે અને જો રોહન આનાકાની કરે તો તે પોલીસને આ બધી વાત કરશે એમ કહે છે.એટલે ના છુટકે રોહન તેને સાચી વાત જણાવે છે.


આ બધું થવા પાછળ મુખ્ય હાથ સતિષનો છે એમ રોહન જણાવે છે. સતીષ "વેદવતી એન્જિનિરિંગ કોલેજ " નો ભૂતપૂર્વ જી. એસ.અને ફાઇનલ યરનો સ્ટુડન્ટ હતો.તેના આવી બધી કરતૂતોની ગંધ કોલેજમાં બધા અધ્યાપકો અને પ્રિન્સિપાલ ને પણ આવી ગઈ હતી અને અવારનવાર નોટિસ મળવા છતાં તે સુધર્યો ન હતો એટલે એને એક વર્ષ માટે રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો.રોહને એમ કીધું કે સતીશે આ બધું રોહનની પાર્ટીમાં આવીને શરૂ કર્યું હતું.એટલે કંદર્પએ રોહનને પૂછ્યું કે સતીષ ને તેણે તો પાર્ટીમાં જોયો ન હતો પણ રોહન તેને જણાવે છે કે સતીષને મે જ કહ્યું હતું કે તે પાર્ટીમાં આવે તો એ રીતે આવે કે કોઈ તેને ઓળખી ન શકે.પણ અમોલ તેને ઓળખી ગયો હતો. પણ "તે સતીષ ને પાર્ટીમાં શા માટે બોલાવ્યો હતો?એને બોલાવવાની જરૃર શું હતી? શા માટે તો અમોલે અમને જાણ ના કરી આ વાતની? "આ બધાં સવાલ કંદર્પ એકસાથે રોહનને પૂછે છે.એટલે રોહને કહ્યું કે પાર્ટી હતી તો પાર્ટીમાં તમામ ઇંજોયમેંટ માટે અરેંજમેન્ટ મારે કરવું હતું આથી ડ્રિંકસ અને ડ્રગ્સ બધું સતીષ સિવાય કોઈ બીજું અરેંજ કરી શકે તેમ નહોતું.આ કારણે મારે સતીષને પાર્ટીમાં બોલાવવો પડ્યો. પણ કંદર્પ રોહનના સ્વભાવને જાણતો હતો એટલે એણે તરત જ રોહનને એક લાફો મારી દીધો અને તેણે રોહનને કીધું કે ,"માત્ર તારા શોખ અને મોજ માણવા માટે તે અમોલની ઝીંદગી દાવ પર લગાડી દીધી?અમોલ સતિષને ઓળખી ગયો હતો એટલે તે અને સતિષે મળીને અમોલને મારી નાખ્યો? દોસ્ત સાથે તે આવું કર્યું? તું તો દોસ્તના નામ પર કલંક સમાન છે. તે પ્રિયાને ધમકાવવા માટે ફોન કરાવ્યા? આ બધું કરતા પહેલાં તને કાઈ વિચાર ન આવ્યો?"આ બધું સાંભળીને રોહન તો આભો બની ગયો. કંદર્પ તેની કરતૂતોની જાણ ખરેખર પોલીસને કરી દેશે તો પોતાના પરિવાર ની કેટલી બદનામી થશે એ વિચારે તે રડવા લાગ્યો અને તેણે કંદર્પ ને એમ કીધું કે પ્રિયાને આટલી ધમકાવવા માટે સતીશે કહ્યું હતું અને જો હું તેનું કહ્યું ન માનું તો તેણે મને આ બધી વાત તે પોલીસને જાણ કરી દેશે અને મારા ફેમિલીની બદનામી કરાવી નાખશે એવી ધમકી આપી હતી.



આ બાજુ પ્રિયાની હાલત દિવસે ને દિવસે બગડી રહી હતી.ડોકટરો પણ પ્રયત્નો કરીને થાકી ગયા હતા. કારણકે પ્રિયા અંદરથી સાવ ભાંગી પડી હતી જો તે પોતે કઈ જ રિસ્પોન્સ ન આપે તો ટ્રીટમેન્ટ ફેલ જાય એમ હતું.અમોલ ના પરિવારના સભ્યો તો અતિશય નિરાશ થઈ ગયા હતા કે કદાચ હવે તેઓ અમોલ ની જેમ પ્રિયાને પણ ગુમાવી બેસે તેમ હતા."રોકર્સ" ગ્રુપના તમામ મિત્રો પોતાનાથી બનતા પ્રયત્નો કરીને અમોલ ના પરિવારને મદદરૂપ થતાં હતાં.


શું કંદર્પ રોહન પાસેથી પૂરી હકીકત જાણી શકશે?શું હશે પેલા બોકસનું રહસ્ય? શું અમોલનું રહસ્યમય મૃત્યુ અને પ્રિયાની હાલત માટે રોહન અને સતીષ જવાબદાર હશે? શું કંદર્પ આ બધું થવાનું કારણ જાણી શકશે? જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ....
અને આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED