પ્રેમ ની સમજણ ભાગ ૨ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ની સમજણ ભાગ ૨

તો ક્યાં હતા આપણે ! પ્રેમ ને નિભાવવાની વાત આવી. કોઈના માટે તમને ખૂબ પ્રેમ છે, તો એ પ્રેમ અચાનક ત્રાસ કેમ બની જતો હોય છે ખબર છે, જેનાં જોડે પ્રેમ પૂર્વક વાતો કરતાં સમય નું ધ્યાન નાં રહેતું અને આજે એના જોડે બે મિનિટ થી વધારે વાત કરવું સખત અગરૂં બની જાય છે. ગઈ કાલ સુધી એના જીવન માં પોતાનું સ્થાન બને એ માટે ખબર નહિ કેટલો સમય બગડ્યો હશે, અને આજે , હું બહું વ્યસ્ત છું.

જેમ સમય વીતે છે એમ માણસ પોતાનાં સબંધો ને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માગે છે. જેને પ્રેમ કરો છો એમ કહો છો, આખી દુનિયા સામે પોટો, અને વિડિયો મૂકી ને હું તને પ્રેમ કરું છું એના નારા લગાવો છો.અને એ વ્યક્તિ નું માનસન્માન કઈ નથી આપતાં, સતત એનાં જોડે ખરાબ વર્તન કરો છો. શું છે આ બધું , ક્યાં પ્રકારનો સબંધ છે આ જ્યાં નાં તમારું સન્માન જળવાય છે, નાં તમારી કદર થાય છે. અને પ્રેમ ના નામ પર તમે પોતાનું અસ્તિત્ત્વ ખોતાં જાઓ છો.

પ્રેમ કોઈ ને અપમાનીત નથી કરતું. પ્રેમ તો જીવીત રહેવાનું કારણ છે. પણ ક્યારે ક્યારે તો આ પ્રેમ જ મોત સુધી લઈ જાય છે.શું કોઈ નાં સાથ માટે પોતાની જાત ને ભૂલી જવું એ છે પ્રેમ!

તો એવું નથી પ્રેમ શું છે, એ વિશે પણ લોકો ને ઘણું ગેરસમજણ છે. અને જ્યારે તમારાં હિસાબે કોઈ વ્યક્તિ નાં ચાલે તો એ વ્યકિત પછી નથી ગમતું તમને. અને જો એ વ્યક્તિ તમારાં હિસાબે ચાલે તો બી વધારે લાંબો સમય કોઈ પણ સબધ માં જાગડો નાં થાય એવું ક્યારે નથી બનતું. જેમ જેમ સબંધો કલોઝ થતાં જાય તેમ તેમ આશા વધતી જાય છે.

અને પછી શરૂ થાય છે, સબંધો તોડવાનું કામ. અમુક લોકો વિચારતા હોય છે. બધા માં બસ એમનું મરજી ચાલે આવા લોકો નાં સબંધો તો ખરાબ થવાનાં જ હતા. સબંધ ને શરૂ કરવો એ ખોટું હતું કે પછી હવે આ સબંધ ને તોડવું ખોટું છે. કઈ સમજણ પડતું નથી. અને ઉતાવળે સબંધ તોડવાનો નિર્ણય કરી લીધા પછી. ....શું થાય છે.

પછી એની યાદ આવે, અરે યાર હું બહુ દુઃખી છું, સબંધ તોડ્યો ત્યારે ખબર નતી કે મને એની એટલી બધી યાદ આવશે. નથી જીવાતું યાર મારા થી એના વગર. લાગે છે હવે હું જીવતી લાશ બની ગયો છું,! મારા માં મારું કઈ નથી બચ્યું. એના વગર જીવન માં કોઈ મજા નથી. કોઈ વાતે સુકન નથી.

હવે ભૂલ નો અહેસાસ થયો, અને ફરી તૂટેલાં સબંધ ને માણસ જોડવા નીકળે છે. પણ ઘણીવાર એવું બને છે કે એ તૂટેલો સબંધ આગળ નીકળી જાય છે અને કોઈ બીજા જોડે ખુશ હોય છે.
જાગડા તો હર એક સબંધ માં થવાનાં, કારણકે બે સાવ અજાણ્યા લોકો એકબીજા જોડે પોતાનું જીવન વિતાવવા માગે ત્યારે ego clashing તો થવાનાં છે. પણ ego ne side પર રાખીને સબંધ નિભાવવા માં કેટલા લોકો માને છે. સે ખુશી થી જીવે છે, અને જીવી શકે છે.

સબંધ બીજા વ્યકિત માં ખામી નીકળીને શું કામ તોડી નાખો છો યાર. સત્ય બોલતાં શીખો ને, કે સબંધ નિભાવવા હિંમત નથી મારા પાસે.

પોતાનાં માટે જે વ્યક્તિ ખોટો છે, એ શું સબંધ નિભાવી શકે. અને ખોટાં લોકો નું કામ એજ હોય છે. સામાન્ય સબંધો રાખવા. અને કોશિશ પણ કર્યા વગર કોઈ બીજા ને દોષ આપવો.