ધીમે ધીમે ધીમે.... આ સોંગ આપણે બધાએ સાંભળ્યું છે નહિ.👻જીવન માં અમુક વસ્તું માં આપણે હંમેશાં ધીમે ધીમે આગળ વધવાનું હોય છે. નહિ કે રાજધાની દોડાવવાની હોય છે.🤣🤪
અને આપણે શું કરીએ છે, જ્યાં રાજધાની નથી ભગાવવા ની ત્યાં આપણે ભગાવે છે. ચાલો વાત કરીએ શું છે આ "ધીમે ધીમે ધીમે ."
જ્યારે પહેલી પહેલી વાર કોઈના સાથે તને relationship માં પડો છો. ત્યારે ઘણીવાર ગણા લોકો શું કરે છે. ઓલું સોંગ તો યાદ જ હશે બધાને કે "એક નજર મે ભી પ્યાર હોતા હે ,મેને સુના હે."
ગજબનું આકર્ષણ થઈ જાય છે કોઈ વ્યક્તિ ને પહેલી વાર જોતા ની સાથે.પછી એ વ્યક્તિ જોડે વાત થઈ ગઈ તો તમારું કામ થઈ ગયું. 🤣🤪
ધીમે ધીમે નું બદલે રાજધાની ની સ્પીડ પકડી લે છે આ હૃદય, એ વ્યક્તિ તરફ લોહચુંબક જેવું આકર્ષણ થઈ જાય છે. જ્યારે કોઈ ગમવા લાગે છે,ત્યારે હ્રદય ની ધક ધક નો તો શું હાલ થાય છે, યાર એ એણે કેવી રીતે સમજાવવું એજ નથી સમજતું નહિ.😍 આ પ્રેમ પણ છે ને કેવા બનાવી દે છે એજ નથી સમજતું.
જ્યારે પ્રેમ થઈ જાય કોઈ વ્યક્તિ જોડે ત્યારે તમે કદાચ સાવ આંધળા બની જાઓ છો! કારણકે સામેવાળા વ્યકિત ની ખામીઓ તો ક્યારે તમારા નજર માં આવતી જ નથી. નવો પ્રસ્થાપિત થયેલો સબંધ માં બંને એકબીજા માં કોઈપણ પ્રકારના અવગુણ જોઈ નથી શકતાં. અવગુણો નું લીસ્ટ તો ધીમે ધીમે બને છે. 😂😂 પહેલાં પહેલાં તો એટલો પ્રેમ હોય છે, argument માટે પણ જગ્યા નથી હોતી. અને ધીમે ધીમે તો હર નાની વાત માં બે લોકો argument કરે છે.
પછી માનવો, રીસાવો અને એજ ચાલ્યાં કરે છે.ધીમે ધીમે એ પ્રેમાળ સબંધ ત્રાસ દાયક લાગવા માંડે છે. કારણકે કોઈ એક ફક્ત શું માગે છે તમારો સમય.હવે એ વિચારો કે ખરેખર શું સબંધ માં સમય માગવો પડે કોઈને કે તમારે જાતે આપવાનો હોય તમારા લોકો ને સમય!અમુક લોકો ને નવા નવા સબંધ માં પડ્યા હોય છે, ત્યારે એમને પણ નથી સમજાતું કે હવે શું કરવું! જેટલી જલ્દી હોય છે એ લોકો મે પ્રેમ ના સબંધ માં પડવાની, બસ એટલી જલ્દી હોય છે એ સબંધ ને તોડવાની ! સોચ્યા સમજ્યા વગર દરીયા માં ડૂબકી મારી દેવી. ભલે ને પછી સ્વિમિંગ પુલમાં તરતા શીખ્યા જ નાં હોઈએ.
કોઈ તમને ગમે છે તો એના જોડે સમય પસાર કરો , પહેલાં એણે સમજો અને પછી નિર્ણય કરવો જોઈએ. પણ સબંધ માં પડવાની જલ્દી બહુજ હોય છે ને !અને પછી જીવન માં થોડું બેલેન્સ બગડે એટલે બ્રેક અપ કરી દેવાનું. કોઈપણ નિર્ણય લેતા પહેલાં કોઈ પણ પ્રકાર નો વિચાર નહિ કરવાનો. અને પછી શરૂ થાય છે સાચા પ્રેમ ની કસોટી ઝીંદગી કી......
જે પ્રેમ થોડા સમય પહેલા ત્રાસ હતો, હવે એનું યાદ આવવા માંડે છે. જે ને સતત avoiding કર્યું હવે એનું એક સેંકાંડ નાં એટેંશન માટે ઢગલો નાટક કરો છો.🤣🤣
પહેલાં નથી સમજતું કે જીવન માં જરૂરી શું છે. અચાનક એ ત્રાસ વગર જીવન નકામું લાગવા માંડે છે. એ જગળા એ મનાવવું તો જીવન ની ખુશી હતી. લાગતું મારું કોઈ છે ને હું એના માટે જીવું છું. એ મારા માટે જીવે છે. અને હવે એમ લાગે છે કે મારા માં જીવતો છે પણ હું જીવતો નથી કદાચ.
વાત જ્યારે પ્રેમને નિભાવવાની આવે છે ત્યારે માણસ શરૂવાત માં તો બહુજ ડરે છે...
બીજું હવે આગળ ...
bye મિત્રો . વાચવા માટે ખૂબ ખૂબ આભાર આપ સૌ નો!
😉