પ્રેમ ની સમજણ ભાગ ૩ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ની સમજણ ભાગ ૩

પ્રેમ ની સમજણ ભાગ 3.


કેટલું અજીબ છે નહિ કે ક્યારેક આપણને એક તરફી પ્રેમ થઈ જાય છે. અને આપણે એ એકતરફી પ્રેમ થવાનો દોષ સામેવાળા વ્યકિત ને પણ આપતા હોઈએ છે. એ સમયે એ સમજણ આપણને આવતી છે નહિ!


સૌથી પહેલા સમજવાની વસ્તું એ છે કે પ્રેમ થઈ જાય છે. આ લાગણી ઉપર કોઈ પણ વ્યક્તિ નો ક્યારે વશ હોતો નથી. ઘણીવાર બને છે કે એવું સામેવાળા લોકો તમારા મનમાં પોતાની જગ્યા બનાવે, પરંતુ થોડો સમય પછી સામેવાળા ને એમ ફીલ થાય કે તમે એના માટે યોગ્ય પાત્ર નથી, ત્યારે એ લોકો તમારા માં પહાડ જેવા દોષો તમને બનાતાવિને તમારા થી દુર થઈ જતાં હોય છે.


અને અમુક સારા લોકો પણ હોય છે, જે ક્યારે તમારા માં દોષ નથી બતવતા. અને ક્યારે તમને કોઈ ખોટી હોપ પણ નથી આપતાં. અને ઘણીવાર એવા વ્યક્તિ જોડે પણ તમને પ્રેમ થઈ જાય છે, તો એમાં દોષ એ વ્યક્તિ નો પણ નથી હોતો અને જેણે પ્રેમ થઈ જાય છે એનો પણ નથી હોતો.


સમજવાની વસ્તુ એ છે કે પ્રેમ તો બસ થઈ જાય છે ને યાર! જાણી જોઈને કોઈ થોડી કરે છે. તો તમે એવી આશા નાં રાખો કે સામેવાળા ને પણ તમારા જોડે જ પ્રેમ થઈ જાય. એવું હોતું નથી ને.


કલંક મૂવી નાં સોંગ માં એક સરસ લાઈન છે.


"दुनिया की नजरों में ये रोग है हो जिनको वो जाने ये जोग है इक तरफा शायद हो दिल का भरम दो तरफा है तो ये संजोग है।,"


સમજવાની વસ્તુ એ છે કે જ્યારે સામેવાળો વ્યકિત તમને કે તમારો પ્રેમ " એક તરફી" છે મારા માટે. તો તમારે સમજવું જોઈએ કે તમે પોતાની લાગણી બીજા ઉપર થોપી નાં શકો. અને બીજું કે તમે એ વિચારો કે જ્યારે એ વ્યકિત તમને બધી વાત બહુજ ચોખવટ રીતે કરે છે તો એમાં દોષ સામેવાળા નો પણ નથી નાં તમારો.


લાગણીઓ પણ આપણો વશ નથી બસ એટલું સમજવાની જરૂર છે. બીજું લાગણીઓ તો થઈ જતી હોય છે યાર, એ ક્યારે જબરજસ્તી થી નાં થાય, એ તો બસ અકારણ એમજ થઈ જતી હોય છે. વાલમ 😍😘


જ્યારે કોઈ તમને નાં પાડે ને ત્યારે તમે આ વાત નો સ્વીકાર નથી કરો શકતાં કે કોઈ તમને નાં પણ પાડી શકે. કોઈના અસ્વીકાર નો સ્વીકાર આપણે નથી કરી શકતા અને આપણે પોતાની જાત ને કૉસ્વા માંડે છે, પોતાનાં માં અવગુણો શોધ્યા કરે છે, પરંતુ સત્ય એ છે કે દરેક માણસ પોત પોતાની રીતે પોતાની જગ્યા એ પરફેકટ હોય છે. અને જરૂરી નથી હોતું કે આપણાં માટે આપણને જે પરફેકટ લાગે આપણાં માટે એના માટે પણ આપણે એટલાં પરફેકટ હોઈ શકીએ.

જીવન માં દરેક વસ્તુ માં ક્યાંક ને ક્યાંક તો આપણે અસ્વીકાર નો સામનો કરવો પડશે ને ! અને જે માણસ પોતાના અસ્વીકાર નો સ્વીકાર કરતા શીખી ગયો ને એનું મનોબળ મજબૂત થઈ જાય છે. એટલું સ્ટ્રોંગ કે દુનિયા નું કોઈ બી દુઃખ તકલીફ એણે ક્યારે તોડી નથી શકાતું.

હ્રદય ને એટલું મજબૂત બનાવો કે લાગણી નાં આવેશ આપણને કોઈ પણ એવી ભૂલો નાં કરાવે જે આપણે ક્યારે કરવું નાં જોઈએ.
ઘણીવાર પ્રેમ માં અસ્વીકાર સહન ના થતા લોકો મારવાની કોશિષ કરે છે અને અમુક લોકો તો જેણે પ્રેમ કરે છે એને જ તકલીફ આપે છે. પ્રેમ ની નામ તો સમર્પણ છે ને! પ્રેમ તો ક્યારે તકલીફ નાં આપી શકે છે.

પ્રેમ તો એ છે કે જેને તમે પ્રેમ કરો છો, એ વ્યક્તિ તમારા સાથે કે પછી તમારા વગર ખુશ રહે, એ કહેવાય પ્રેમ " સમર્પણ " .