પ્રેમ ની સમજણ ભાગ ૫ Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની સમજણ ભાગ ૫

લાગણી...

આપણા પોતાનાં સબંધો માટે આપણને લાગણી હોય છે. એવી જ રીતે જે સબંધો રક્ત થી મંથી હ્રદય થી છે એનાં પ્રત્યે આપણને લાગણી હોય છે.

એક એવી લાગણી જેમાં કંઈ પામવાનું નથી જેમાં કંઈ ખોવા નું પણ નથી. *Soul connection*એક સ્ત્રી ને એક પુરુષ પ્રત્યે લાગણી છે, એક પુરુષ ને એક સ્ત્રી માટે લણણી છે, અહીંયા બને કોઈ પણ ઉંમર નાં હોઈ શકે, નાના મોટાં. આ લાગણી પ્રેમ છે, પણ આ પ્રેમ માં એક અંતર છે એક મર્યાદા છે.

આ એક એવા સબંધ ની વાત છે કે જ્યાં નિસ્વાર્થ ભાવ છે. અમુક વ્યક્તિ એવા મળે કે જેને મળીને લાગે, જન્મો થી જાણીતાં છે એકબીજા ને, તમે સમજતાં પણ એટલું હો છો એકબીજાને, આપણી સોચ એક જગ્યા એ અટકી જતી હોય છે કે, એક સ્ત્રી અને પુરુષ માત્ર પ્રેમ માં હોય છે. અને હું જે લાગણી ની વાત કરી રહી છું, એ થોડી અલગ છે. સ્ત્રી પુરુષ નાં લગન થઈ ગયાં પછી કોઈ એવું વ્યક્તિ મળે જેની જોડે તમારી understanding & compatibility કઈક અલગ level ની મેચ થાય.

Feelings emotions તમારા વશ માં નથી. લાગણી આવી ગઈ તો જશે નહિ.એ તમારા ઉપર છે કે તમારે એ વ્યક્તિ જોડે કેવો અને કયો સબંધ રાખવો. સબંધ રાખવાની choice તમારા પાસે છે.

લાગણી ને જેટલી દબાવમાં આવે એટલી વધે છે, પણ જો લાગણી ને વ્યક્ત કરી દેવામાં આવે તો એ કાબૂમાં રહે છે. આત્મા નો બોઝ ખતમ થાય છે,હૃદય ખુશી અનુભવે છે.

જ્યારે તમે કોઈ તરફ ની પોતાની લાગણી ને વ્યકત કરોને ત્યારે તમારા પોઇન્ટ પહેલાં મૂકી દો, તમારે એ સબંધ કંઈ દિશા માં જોવે છે.એક સમયે જો તમને શું જોવે છે અને શું નથી જોઈતું ત્યાં તમે ક્લીઅર છો, તો ક્યારે કોઈ વસ્તું બગડશે નઈ.અને ભલે મિત્રતા નો સબંધ પણ નાં રાખો પણ એક સુંદર *જાણીતાં* વ્યક્તિ નો સબંધ રહશે.

આ સબંધ માં એક Respect એક મર્યાદા હમેંશા રેવાની.

પ્રેમ નાં અનેક પ્રકાર છે, અને આ પ્રેમ કેમ થાય છે! એમાં ગણી બધી વસ્તું અસર કરે છે. સહકર્મચારી જોડે જો તમને લાગણી બંધાઈ જાય તો એવું કેમ થાય કારણકે આપણને દિવસ નાં ૮.૩૦ મિનિટ નો સમય આપણો સહકર્મચારી જોડે પસાર કરતાં હોઈએ છે. એક રીતે આદત થઈ જાય છે કોઈની જોડે વાત કરવાની, મજાક મસ્તી કરવાની અને આ ટેવ ક્યારે એક નશો થઈ જતો હોય છે. દિવસો એટલો સમય તમે કોઈ જોડે પસાર કરો ત્યારે જાણતા અજાણતા આપણે એ વ્યક્તિ ને સમજતા હોઈએ છે, એ વ્યક્તિ કેવી છે, એની વિચારસરણી કેવી છે, એના સંસ્કાર કેવા છે, અને આપણે એનો સાચો સ્વભાવ નાં કહી શકાય પણ એક કર્મચારી તરીકે વ્યક્તિ કેવું છે અને બીજું જો એનાં માં રહેલા સારા ગુણો આપણા હૃદય ને સ્પર્શી જાય છે ત્યારે એ વ્યક્તિ નાં અવગુણો આપણને નોર્મલ લાગવા માંડે છે. પણ જ્યારે એ વ્યક્તિ નથી ગમતું ત્યારે એ અવગુણો બહુજ મોટો ગુનાહ લાગવા માંડે છે.

આ બધી વસ્તુ માં નિયંત્રણ બહુજ જરૂરી છે. સાથે રહો કોઈને આદત નહીં બનવા દો, જો ફીલ થાય આદત છે તો એને નશો નહિ બનવા દો, નશો બન્યા પછી કોઈ નિર્દોષ લાગણી બચતી નથી. પછી એ નિર્દોષ લાગણી કુકર્મ નું સ્થાન લઈ લે છે.

લાગણી આદત આપણા દિમાગ નાં કંટ્રોલ માં હોવી જોઈએ.