લોકડાઉન-જીવન ની એક શીખ Dr.Pratik Nakum દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉન-જીવન ની એક શીખ


મિત્રો, જેવી રીતે તમે બધા જાણો જ છો કે કોરોના એ એક વૈશ્વિક મહામારી છે અને WHO એ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે.
તે મહામારી ને લઈ ને બધી જ જગ્યાએ લોકડાઉન રાખવામાં આવ્યા જેથી કોરોના નો ચેપ વધુ ના ફેલાય અને કોરોના વાયરસ નું સંક્રમણ થતા અટકાવી શકીએ.

ભારત માં પણ 23 માર્ચ ના રોજ આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કરી ને દેશ માં લોકડાઉન નો નિર્ણય લીધો હતો.

હવે લોકડાઉન માં ઘર ની બહાર પણ નીકળવાની મનાઈ હતી ,ક્યાંય પણ ફરવા જવાનું નહિ ,માત્ર ઘર માં જ બેસી રહેવાનું ; હવે આવા કપરા સમય માં લોકો માનસિક રીતે નબળા પડી જતા હોય છે અને માનસિક રીતે નબળા લોકો જ આત્મહત્યા ના શિકાર બનતા હોય છે.
આવા સમયે હકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી થઈ પડે છે.

હું મારી જ વાત કરું તો હું એક મેડિકલ નો વિદ્યાર્થી છું અને મેડિકલ કોલેજ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરું છું. આ લોકોડાઉન થી શાળા તેમજ કોલેજો પણ બંધ જ હતી તેથી અભ્યાસ માં વિક્ષેપ પડ્યો.
આવા સમયે મેં મારા સમય નો ખૂબ જ સારી રીતે સદુપયોગ કર્યો.

મને લેખન નો પણ શોખ છે ,તેથી મેં ઘણું બધું લખ્યું, અવનવી કવિતાઓ ,વાર્તાઓ , પ્રેરણાત્મક વાર્તાઓ તેમન વિવિધ વિષય પર મેં અભ્યાસ કર્યો અને મારું લખાણ ના ક્ષેત્ર માં જ્ઞાન વધાર્યું.

મેડિકલ નો વિદ્યાર્થી છું એટલે વાંચવાનો શોખ તો હોય જ!!
એટલે આ લોકડાઉન ના સમય માં મેં જીવન માં ઉપયોગી થાય તેવા પુસ્તકો વાંચ્યા , જેમ કે સ્વામીવિવેકાનંદ , ચાણકય વગેરે જેવા મહાન લોકો એ કિધેલી વાત વાંચી અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો. તેનાથી હું વધુ હકારાત્મક બન્યો અને સમય નો સારો સદુપયોગ કરી શક્યો.

લોકડાઉન ના સમય માં મારા મિત્રો ને દરરોજ મળી તો ના શકતો પરંતુ આ આધુનિક યુગ માં ટેકનોલોજી ના માધ્યમ થી અમે સંપર્ક માં રહેતા અને કાંઈ પણ મૂંઝવણ હોય તો તે એક બીજા ને કહેતા અને તેનો ઉકેલ લાવતા.

લોકડાઉન થયું ત્યારે લાગતું હતું કે કઈ રિતે માનસિક સ્વાસ્થ્ય ને જાળવી રાખસુ અને કઈ રીતે સમય પસાર કરશુ પરંતું
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મને ખબર પડી કે આ એ જ સમય છે જેમાં આપણે આપણી જાત ને સુધારી શકીએ અને પેલા કરતા વધુ સારી બનાવી શકીએ; તેમજ જે ક્ષેત્ર માં થોડી વધુ મહેનત ની જરૂર હોય તે ક્ષેત્ર માં સારો સુધારો કરી શકીએ.

મિત્રો,લોકડાઉન પછી જીવન ને જોવાનો મારો નજરીયો જ બદલાઈ ગયો; પેલા કરતા વધુ સકારાત્મક બન્યો ,મારા માં આત્મવિશ્વાસ નો વધારો થયો અને હું ખાતરી સાથે કહી શકું કે પેલા કરતા મેં મારી જાત ને ઘણી સુધારી લીધી છે અને જે મને આગળ જીવન માં ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

આમ , હું એમ કહી શકું કે લોકડાઉન એ કોઈ સજા નથી પરંતુ જો એ સમયનો તમને સદુપયોગ કરતા આવડે તો જિંદગી નો સૌથી ઉત્તમ સમય છે;
આમ મારા માટે તો લોકડાઉન એ "જીવન ની શિખ" પુરવાર થઇ અને મેં ખૂબ જ સારી રીતે તે સમય પસાર કર્યો.

તો મિત્રો , એક વસ્તુ હંમેશા યાદ રાખવી જે જ્યારે તમારું ધારેલું કાર્ય ના થાય ને ત્યારે સમજવું કે હવે તે ભગવાન ની ઈચ્છા મુજબ થશે અને ભગવાન તો ક્યારેય કોઈ નું ખરાબ કરતો જ નથી..
એટલા માટે જીવનમાં કોઈ દિવસ હતાશ થયા વગર પોતાને સુધારતા જ રહો અને તે જ વસ્તુ આગળ જતાં જીવનમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે...
માટે
"સદા ખુશ રહો,સદા સ્વસ્થ રહો".