madhyam vargna manvini vyatha books and stories free download online pdf in Gujarati

મધ્યમ વર્ગના માનવી ની વ્યથા

એક સરસ મજાનું રામપુર નામનું ગામ હતું. તે ગામ માં બધા જ લોકો હળી મળી ને રહેતા હતા.બધા જ લોકો કામ ધંધો કરી ને આરામ થી ગુજરાન ચલાવતા હતા.ત્યાં કેટલાક અમીર લોકો તો કેટલાક મધ્યમ વર્ગીય લોકો રહેતા હતા.
સ્વાતિ અને રાકેશ પણ તેમાના એક હતા.તેઓ મધ્યમ વર્ગીય પરિવાર હતો.તેમને એક ફૂલ જેવી સરસ મજાની દીકરી પણ હતી તેનું નામ દિવ્યા હતું.

એક દિવસ રાકેશ રસ્તા માં ફળો ની દુકાન પાસેથી પસાર થયો..તેણે તેનું બાઇક સાઈડ માં રાખ્યું અને ત્યાં ગયો. રાકેશ વિચારતો હતો કે આ વખતે સીઝનમાં સક્કરટેટી અને તરબૂચ એક પણ વાર ઘરે નથી લઇ ગયો...આખર તારીખ હતી...આગળ પગાર માં પણ હજી કેટલુ મોડું થશે એ તેને ખબર ન હતી...
પણ સાથે સાથે રાકેશ ને વિચાર આવ્યો કે જો હજુ મોડું કરીશ તો સક્કરટેટી અને તરબુચ ની સીઝન પણ જતી રહેશે તો..???

રાકેશ સમજતો હતો કે મારો પરિવાર પણ ઘણો સમજુ છે અને મારી દીકરી દિવ્યા ક્યારેય પણ એમ નહીં કહે કે પપ્પા મારા માટે તમેં તરબૂચ કે સક્કરટેટી ના લઇ આવ્યા...

અને આમ પણ આ વખતે ઘરે કેરી પણ નથી લઈ ગયો તો તે પણ લેવાનું રાકેશ વિચારતો હતો...

અને એટલા માં જ રાકેશ ની નજર કેરી ની પેટી ઉપર પડી અને તેને કેરી નો ભાવ પૂછવાની ઈચ્છા થઈ...
હવે તેના મગજ માં વિચાર આવ્યો કે આપડે તો મધ્યમવર્ગીય પરિવાર માંથી છીએ અને ભાવ પણ વધારે હશે
આમ મધ્યમવર્ગીય પરિવાર અટવાયો ....તો પણ રાકેશે હિમ્મત કરી...અને કેરી ની પેટી નો ભાવ પૂછ્યો....
અને કહ્યું કે ભાઈ કેરી ની પેટી નો ભાવ સુ છે??

એ બોલ્યો કે 1200 રૂપિયા..પરંતુ ચાલો ને તમારા માટે 1000 રૂપિયા..10 Kg આવશે ...એકદમ મીઠી મધુર અને સરસ છે....બોલો સાહેબ કેટલી પેટી આપુ??
એ દુકાનદાર બોલતો રહ્યો અને રાકેશ વિચાર કરતો રહ્યો કે પાકીટ માં ફક્ત 1500 રૂપિયા જ છે અને પેટીનો ભાવ 1000 રૂપિયા...

મનોમન જ રાકેશ બોલી ઉઠ્યો..
ના લેવાય....ના લેવાય...
આટલી મોંઘી કેરી ની પેટી ના લેવાય...
હું થોડુંક ધીમે થી આ વાત બોલ્યો અને છતાં પણ દુકાનદાર સાંભળી ગયો અને દુકાનદાર એ કહ્યું કે
કેમ સાહેબ ના પાડો છો ??
કેમ ના લેવાય??


રાકેશે વાત બદલતા કહ્યું કે ...ના ના હો ભાઈ ..હું પહેલા લઇ ગયો હતો અને તે કેરી 15 દિવસે માંડ પાકી હતી..મન માં રાકેશ જાણતો હતો કે ....મેં તો છેક ગયા વર્ષે પેટી લીધી હતી...આ વર્ષે તો હજુ મુરત પણ ક્યાં કર્યું છે...પણ આજુ બાજુ ઉભેલા લોકો માં વટ તો મારવો પડે....

અને પછી તેણે સક્કરટેટી અને તરબૂચ ના ભાવ પૂછ્યા..ત્યારે પણ રાકેશે કેરી તરફ ધ્યાન થી જોયું હતું..પરંતુ રાકેશે તેનું ધ્યાન કેરી તરફ થી ફેરવી લિધુ હતું...

એટલા માં દુકાનદારે કહ્યું કે સાહેબ તરબૂચ અને સક્કરટેટી બંને નો ભાવ 15 રૂપિયે કિલો છે...

મન માં ને મન માં રાકેશ બહુ જ ખુશ થયો અને બોલ્યો કે આ આપણાં બજેટ માં ફિટ થાય એમ છે એટલે રાકેશે મોટું તરબૂચ ગોત્યું...મન માં વિચાર્યું કે કાલે તો રવિવાર છે અને રજા નો દિવસ છે..આજે રાત્રે સુધારી ને ફ્રીજ માં મૂકી દઈશ અને કાલે બધા સાથે મળી ને ખાશું...

દુકાનદાર જોરથી બોલ્યો...સાહેબ 8 કિલો થાય છે...આપી દવ બધી જ??

હવે તો સાહેબ કહે તો પણ રાકેશ ને કોક ગાળો આપે છે એવું લાગતું હતું...અહીં એને અંદર ખબર છે કે મહિનો પૂરો થાય ત્યારે ટૂથપેસ્ટ ઉપર વેલણ ફેરવીએ છીએ..
અહીં અમુક કપડાં ની સ્થિતિ એવી થઈ ગઈ હોય છે કે તે બહાર સુકવી પણ નથી શકાતા...
અને આ લોકો સાહેબ...સાહેબ ...કરી ને આપણી અંદર હવા ભરે છે...


રાકેશે પણ કોલર ઉંચુ કરીને કહ્યું કે જેટલું થાય એટલું આપી દે ચાલ... મન માં તો ટોટલ રકમ ગણી લીધી હતી કે હાઈશ! 120 રૂપિયા માં રવિવાર ઉજવાઈ જશે...

અંદરથી ખુશી સાથે ....રાકેશ તરબૂચ અને સક્કરટેટી ઘરે લઈ ગયો...
પરિવાર ખુશ થઈ ગયો..


સ્વાતિ ફ્રીઝ માંથી એકદમ ઠંડુ પાણી હજી લઈ ને જ આવતી તી ત્યાં રાકેશની નાની દીકરી દિવ્યા કહે છે કે પપ્પા....આજે નિશાળ ની વાન વાળા કાકા આવ્યા હતા...

દિવ્યા પોતાનું વાક્ય પૂરું કરે ત્યાં જ સ્વાતિએ દિવ્યા ને ઠપકો આપતા કહ્યું કે ચૂપ થઈ જા..કાઈ જ ન બોલતી હવે...નહીંતર થપ્પડ લગાવી દઈશ..ખબર નથી પડતી કે પપ્પા હજુ બહાર થી આવ્યા જ છે એને થોડીક વાર બેસવા તો દે...
અને દિવ્યા ના આંખમાં મમ્મી ના ખીજાવાથી આશું આવી ગયા અને રિસાઈ ને બીજા રૂમ માં જતી રહી...


રાકેશ સમજી ગયો કે સાત મહિના થી વાન નું ભાડું નથી ચૂકવ્યું તે જ લેવા આવ્યા હશે..હાથ માં પકડેલું ઠંડુ પાણી હવે જાણે ઝહેર નું ભર્યું હોય તેવું રાકેશને લાગતું હતું..છતાં પણ રાકેશે હિમ્મત પૂર્વક સ્વાતિ ને કહ્યું કે સ્વાતિ જો હવે વાન વાળા કાકા આવે તો મારો મોબાઈલ નંબર આપી દેજે
હું તેમની સાથે વાત કરી લઇશ.

રાકેશે સ્વાતિ ને કહ્યું કે ડિયર અહીં રોજ સવારે પડે એટલે મુસીબતો નું લિસ્ટ તૈયાર હોય છે અહીં સાંજ પડતા પડતા તો થાકી જઈએ છીએ..અને માંડ એક મુસીબત જાય ત્યાં તો સવારે બીજી મુસીબત આવી ને ઉભી હોય છે. અને હમણાં તો કેટલાક લોકો કોરોના જેવી મહામારી સામે લડવાની વાત કરે છે ત્યારે ખરેખર હસવું આવી જાય છે અને કેવાની ઈચ્છા થાય છે કે
હા બસ હવે તું જ બાકી હતો તું પણ આવી જા હવે..તું પણ બાકી ના રહેવો જોઈએ...
આવી રાકેશ ની ભાવુક વાત સાંભળી સ્વાતિ પણ રડવા લાગી
અને રાકેશ નો હાથ પોતાના હાથ માં લઇ ને હિંમત આપતા કહ્યું કે તમે કોઈ જ ચિંતા ન કરો, ભગવાન ની દયાથી બધું જ સારું થઈ જશે..


શનિવારે આખો પરિવાર રાત્રે તરબૂચ અને સક્કરટેટી સુધારવા બેઠું...જેવા તરબૂચ અને સક્કરટેટી ના કટકા કર્યા ત્યાં......

સક્કરટેટી અને તરબૂચ પણ મધ્યમવર્ગીય પરિવાર જેવું નીકળ્યું..
8 કિલો માં ખાઈ શકાય એવો ભાગ તો માત્ર કિલો પણ નહીં હોય..આખું તરબૂચ સફેદ અને સક્કરટેટી પણ બગડેલી નીકળી..

ઘરના બધા જ લોકો રાકેશની સામે જોઈ રહ્યા હતા જાણે રાકેશે જ તરબૂચ અને સક્કરટેટી બનાવ્યા હોય...
રાકેશે (ભીંની આંખે)ભગવાન ની સામે જોઇને કહ્યું કે હે ભગવાન બીજા લોકો તો મજાક ઉડાવે જ છે પરંતુ તે પણ આવું ચાલુ કર્યું...???

સ્વાતિ બોલી કે દુકાણવાળો છેતરી ગયો...
રાકેશે કહ્યું કે ના ડાર્લિંગ.. આપણે
દુકાનવાળા ને છેતરી ગયો તેમ ના કહેવું જોઈએ..દુકાનદારે પણ તેની જાતે નથી બનાવ્યુ.. છતાં પણ લોકો એમ કહે છે કે દુકાણવાળો છેતરી ગયો;

રાકેશે પરિવાર ને હિમ્મત આપતા કહ્યું કે તમે ચિંતા ના કરો હું કાલે પાછું સરસ તરબૂચ અને સક્કરટેટી લાવી આપીશ.......

એટલામાં જ દિવ્યા બોલી પપ્પા તરબૂચ કરતા કેરી જ લઈ આવજો.... રાકેશ તેની સામેં જોઈ રહયો અને મન માં જ વિચાર કરવા લાગ્યો કે બેટા તને કેમ સમજાવું કે મારી પાસે પાકીટ માં 1500 રૂપિયા પણ નથી...

ત્યાં સ્વાતિ રાકેશ ની આબરૂ બચાવવા બોલી ઉઠી કે બેટા કોરોના ને કારણે આપણે કેરી ના ખાવી જોઈએ.

રાકેશ ભીંની આંખે તરબૂચ સામે જોઈ રહ્યો અને ઉભો થયો..
અને ભગવાનની મૂર્તિ સામે જોઈ મનમાં બોલ્યો કે હે ભગવાન! કાં તો અમને ભિખારી બનાવ કાં તો ધનવાન બનાવ.આમ વચ્ચે લટકતો અમને તું ના રાખ. આ મારી નાની દીકરી દિવ્યા ને તું જ હવે જવાબ આપ...
કેરી ખવાય કે ના ખવાય..?

ત્યાં અચાનક કોકે ડોર બેલ વગાડ્યો..
રાકેશે બારણું ખોલ્યું ...એક વ્યક્તિ કેરી ની પેટી લઇ ઉભો હતો...
હેલ્લો સાહેબ, શુ આ રાકેશ સર નું ઘર છે??
અને રાકેશે કહ્યું હા એ જ છે..પણ તું મને ગાળો ના આપ.

ડોર બેલ વગાડવા વાળો બોલ્યો..સાહેબ પણ મેં ક્યાં તમને ગાળો આપી.

રાકેશે કહ્યું કે સાહેબ ન કે બાકી બધું ચાલશે. હા બોલ હવે શું હતું.

આ લો સાહેબ કેરી ની પેટીઓ
અને આ પરચી માં તમારી સિગ્નેચર કરો...

રાકેશે જોયું તો એ તેના સ્ટાફ ની ક્રેડિટ સોસાયટી એ આ વખતે વ્યાજ ને બદલે ચાર કેરી ની પેટી ઓ મોકલી હતી...

રાકેશે ભગવાનની મૂર્તિ સામે જોઇને કહ્યું કે સાચું બોલજે મારા નાથ તે જ આ પેટી મોકલી છે ને....!!!


ઘરમાં એકદમ ખુશી નો માહોલ છવાઈ ગયો અને ત્યાં દિવ્યા બોલી કે પણ પપ્પા કેરી તો ના ખવાય ને એવું મમ્મી કહેતી હતી..

રાકેશે તેના માથે હાથ ફેરવી કીધું કે બેટા આ સ્પેશ્યલ દવા છાંટી ને તારા માટે જ મંગાવી છે તું કહેતી
હતી ને કે કેરી લેતા આવજો એટલા માટે..


રાકેશ અને સ્વાતિ ભગવાનની મૂર્તિ સામે ભીંની આંખે જોઈ બોલ્યા પ્રભુ આ મધ્યમવર્ગ જીવે છે માત્ર અને માત્ર તારા ભરોસા પર...
અમારી શ્રદ્ધા ડગી જાય તેવું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે..

રાકેશે સ્મિત આપતા કહ્યું કે હે ભગવાન હવે તારી કસોટી છે...
જોઈએ તું જીતે છે કે અમે હારિયે છીએ??

ભલે આવી જાય મુસીબતો ઘણી
પણ વિશ્વાસ તારા પર થી તુંટસે નહીં
હારીશ નહીં,થાકિશ નહીં;
તારા ભરોસે જીવીશ અહીં.
આજ ભલે પડે અવળા પાસા મારા;
પરંતુ કાલ તો હજી મારી બાકી છે....

બીજા રસપ્રદ વિકલ્પો