બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 2 Ridhsy Dharod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 2

ભાગ ૨: તૈયારી

૧ મહિના પછી……..

માતા રસોડા માં લાડવા ઓ બનાવી રહ્યા હતા. બાપા એમની બાજુ માં બેસી ને Mobile ફેંદી રહ્યા હતા. અને લાડવાઓની ખુશ્બુ ને મ્હાણી રહ્યા હતા.

માતા: શું તું આખો દિવસ આમ Mobile માં પડયો હોય છે. મને તો ચિંતા થાય છે તારી, તને યાદ છે ને પ્રભુ એ શું કહ્યું હતું તને આ પ્રવાસ વિષે?

બાપ્પા: હા માં, મને યાદ છે એ ધ્યાન માં જવા માંગતા હતા એટલે એમણે મને પેહલે થી જ બધી સૂચના ઓ આપી દીધી છે. તમને ચિંતા શાની થાય છે?

માતા: ચિંતા તો થાય ને પુત્ર તારે ત્યાં કોઈ પણ શક્તિ નો પ્રયોગ કરવા નો નથી.આ કળી યુગ છે એટલે આપણી શક્તિ ઓ નો ખુલે આમ આપણે ઉપયોગ ના કરી શકીયે. પણ તું વગર શક્તિ એ ત્યાં કેમ રહીશ? જો કોઈ મુશીબત આવશે તો?

બાપ્પા થોડુંક હસી ને માતા ને ગળે વળતા: માં,માં મારી પ્યારી માં તું તો જગત જનની છે. તારા રહેતે મને કોઈ કઈં કરી શકશે ખરા? તમે તો મનુષ્ય ઉદ્ધાર માટે કાલી સ્વરૂપ ધારણ કરેલું મારે તો ફકત Common Man બનવાનું છે.

માતા: એટલે જ તો વધારે ચિંતા થાય છે.

બાપા મન માં: માં કોઈ જગત જનની હોય કે મનુષ્ય ની સાદી માં પુત્ર માટે ચિંતા તો કરવાની જ.

માતા: શું કહ્યું?

બાપા: કશુંજ નહીં. હું તો ખુબ જ ઉત્સુક છું આ ટ્રીપ માટે, દેવ સભા માંથી પણ મેં permission લઈને મહિના દિવસ ની છૂટી માંગી લીધી છે. એટલે હવે કામ ની એટલી ચિંતા નથી.

માતા: પણ તું તો કહેતો હતો કે છૂટી મેળવી મુશ્કેલ લાગી રહી છે?

બાપા: હા કેટલાક દેવતા મારા પૃથ્વી પર જવાના નિર્યણ થી નારાજ હતા. ઇન્દ્રદેવ ને પણ આ નાપસંદ હતું. એમાં કેટલાક દેવો એ આરોપ પણ મુક્યો કે હું દેવાધી દેવ મહાદેવ નો પુત્ર છું એટલે મનમાની કરું છું. પણ મામા વિષ્ણુ એ બધા ને પોતાના કાન્હા અંદાજ થી મનાવી લીધા.

માતા એ એમને મોટું હાસ્ય આપ્યું.

માતા: તારી બીજી બધી તૈયારી ઓ થઇ ગઈ છે ને અને ભક્ત એ કાર્યક્રમ ની વિગતો મોકલી?

બાપા: હા ભક્ત એ મને બધું Detail માં વ્યવસ્થીત મોકલ્યું છે. જવાની Plane ની ટિકિટ છે અને પાછા વળવાની cruize ની. મશહૂર ૭ સ્ટાર TAJ MAHAL PALACE હોટેલ માં મારુ Stay નું બંદોબસ્ત પણ કર્યો છે. સ્પેશ્યલ સેક્યુરીટી પણ એપોઇન્ટ કરી છે. એક government તરફ થી છે એક Private કંપની ની છે.

માતા: આમ અલગ અલગ વાહનો ની ટિકિટ કેમ?

બાપા: એ એમ કે દર વર્ષે તેઓ મારી મૂર્તિ નું દરિયા માં વિસર્જન કરે છે. આ વખતે હું પોતે જવાનું છું મારુ વિસર્જન તો તેઓ કરી ના શકે એટલે મને દરિયા માર્ગે વહાણ માં બેસાડી વિદાય દેશે.આ મનુષ્યો પણ થોડા બુદ્ધિશીલ થઇ ગયા છે નહીં? મનુષ્યો તો ઘણા વાહનો નો ઉપયોગ કરે છે. મુંબઈ માં તો લોકલ ટ્રેન નામનું વાહન તો ખુબ જ રસપ્રદ છે. હું એકવખત એમાં પણ સફર કરવા માંગુ છું. અત્યાર સુધી તો મેં ફકત મૂષક વાહન નો અનુભવ લીધો છે.

ત્યાં મૂષક આવી પહોંચ્યો. એને બાપા ની બીજા વહાણ ની સવારી ની વાત જરાય ના ગમી. એટલે મોઢું ફુલાવી ને માતા ને પૂછવા લાગ્યો.

મૂષક: માતા તમે મને યાદ કર્યો?

માતા: હા તારે ગણેશ ને કૈલાશ પર્વત થી એરપોર્ટ સુધી મુકવા જવું પડશે એ બાબતે જ તને બોલાવ્યો હતો. જેથી તું એ રીતે તૈયાર રહે.

આગળ ગણેશ ને કેહતા: કઈ તારીખે તારે નીકળવાનું છે?

બાપા: 15 ઓગસ્ટ

માતા; પણ ચતુર્થી તો 22 ઓગસ્ટ ના છે?

બાપા: હા પણ હું પેહલી વાર ત્યાં જઈ રહ્યું છું એટલે હું ત્યાં Proper settle થઇ ને કાર્યક્રમ માણી શકું એ માટે એમને મને થોડા દિવસ પેહલા બોલાવ્યો છે. ભક્ત કહી રહ્યા હતા Independence Day હોવાથી AIR Tickets માં ભારે Discount મળે છે.

માતા: હા એ પણ સારું, મુસાફરી નો થકાન પણ ઉતારી શકીશ. શક્તિના વપરાશ થી આમ તો આપણે એક મિનિટ માં અંતર એ અંતર પાર કરી દઈએ એટલે થાક નો સવાલ ના આવે. પણ આ મનુષ્યો નું જીવન જીવવું એ નવું છે. આ તારો પેહલો જન્મ દિવસ હશે જે તું અમારી સાથે નહીં ગાળે (માતા થોડુંક દુઃખી થતા અને પછી અચાનક થી કઈ યાદ આવતા.) તે રિદ્ધિ સિદ્ધિ સાથે તો વાત કરી લીધી છે ને?

બાપા: હા માં, પેહલા તો એ ખુબ નારાજ થઇ પછી સાથે આવવાની જીદ્દ કરવા લાગી. માંડ માંડ મેં એમને બંનેવ ને મનાવી છે. હમણાં URBAN CLAP ની FREE BEAUTICIAN સર્વિસ ની માજા લઇ રહી છે.

માતા: તો સાથે લઇ જવામાં શું વાંધો છે?

બાપા અકળાયી ને: વાંધો નહીં ઉપાધી છે. ત્યાં ગયા નથી છતાંય એમને MUMBAI ની માયા એ મોહી છે. એમને ત્યાં આવીને હરવું ફરવું અને શોપિંગ કરવી હતી. ક્લબ માં જવું તું. ફિલ્મ સિટી જોવી તી.મારા પાસે હમણાં વધારે પૈસા નથી વેડફવા માટે. DEMONITISATION પછી Liquidity Shortage થઇ ગઈ છે અને GST આવ્યા પછી ધંધા મંદ.

માતા: તો ભલે ને, તેઓ બંનેવ તો પોતે TIKTOK વિડિઓ થી કમાય છે. તો ખર્ચે તો એમાં શું વાંધો?

બાપા હવે ચિડાઈ ને: માતા તમે આજ કલ ની પત્ની ને સારી રીતે નથી ઓળખતા, એ ભલે ને પોતે કમાતી પણ એમને જલસા તો પતિ ના પૈસે જ કરવા હોય છે. પોતાની કમાણી તો એ INVEST કરી દે છે. પાછી મારા પાસે હોશિયારી મારવા આવી તી Better Future માટે હમણાં થી INVEST કરવું સારું.

માતા બાપા ના આ ચીડકુ ક્યુટ face જોઈને હસી પડ્યા

માતા: તો?

બાપા: તો શું તો? બાકી ઓ થી એક બૈરું સચવાતું નથી, મારે અહીં બે જેલવાના છે. રોજ નવું નવું પેતરું સુજતુ હોય છે. હાલ માં એક ભક્ત મારી મુલાકાત લેવા આવેલા.એ પૃથ્વી પર Portfolio Management નું કામ કરે છે. તે MUTUAL FUND ની Scheme વિષે જણાવ્યું. આજ કલ આ ઇન્વેસ્ટમેન્ટ ની નવી FASHION છે. તેણી બંનેવએ એમાં ઈન્વેસ્ટ કર્યું. મેં એમને જણાવ્યું પણ કે "MUTUAL FUNDS ARE SUBJECT TO MARKET RISK" પણ આજ દી સુધી કોઈ બૈરી એ એના પતિ નું માન્યું છે તે આ બંનેવ મારી સાંભળે? મને કેહવા લાગી પ્રભુ છે ને, માર્કેટ નો કંટ્રોલ એ કરશે.એ તો દેવો ના દેવ છે. ઈન્વેસ્ટ કર્યા પછી એ હમણાં loss માં છે. હવે હું આ બને ને શું સમજાવું પ્રભુ દેવો ના દેવ છે. કંપની ઓના માલિક નહીં. આ બધા તો મનુષ્ય ના કર્મો અને કૃત્ય છે. મનુષ્ય ના કર્મો અને કૃત્ય ને આપણે થોડી રોકી શકવાના?

નિરાશ થઈને બાપા બેસી ગયા.

માતા એમને પ્રેમ થી જરીક ટપલી મારતા,

માતા: તું છે ને આ ઇન્સ્ટાગ્રામ પર "હાનિકારક બીવી" નું page unfollow કર એટલે પત્ની પ્રત્યે ની આવી ભાવના ઓ ઓછી થાય.

ગણેશ આષ્ચર્ય સાથે મન માં:આમાં એમને પોતાની વહુઓ નો વાંક નથી દેખાતો? હમમમ કેમ દેખાય? આખરે એ પણ તો પત્ની ના ગ્રુપ માં આવે છે ને અને પિતાજી તો ધ્યાન માં હોય છે મારે મારુ પતિ દુઃખ કહેવું કોને?

માતા તૈયાર કરેલા લાડવા ઓને ટિફિન માં ભરતાં: શું?

ગણેશ: કશુંજ નઈ, હું બાકી ની તૈયારી તપાસી લઉં.

માતા: હા અને આ લાડવાઓ ના ડબ્બા પણ સાથે રાખી લેજે.

એમનો એક લાડવો તરતજ મોઢા માં નાખતા ડૂચા ભરેલા અવાજે: માતા પણ આ વિમાન માં લઇ જવા દેતા નથી."

માતા આષ્ચર્ય સાથે: એમ કેમ? આ તો તારે લઇ જ જવા પડશે. ત્યાં બહાર નું નથી ખાવાનું. સાંભળ્યું છે કે મુંબઈ માં અનિયમિત વરસાદ ના કારણે ચેપી રોગો ફેલાય છે.

બાપા એ આગળ ની બહેંશ વ્યર્થ સમજતા બસ ડોક્યું હા માં હલાવી ત્યાંથી ડબ્બો લઈને નીકળી ગયા. મૂષક પણ એમની પાછળ પાછળ નીકળી પડયો.બાપા ને આ વાત ની સારી ખબર હતી. માતા માનવ હોય કે જગત જનની એના બાળક પ્રત્યે નો એના પ્રેમ ને કોઈ ચેલેન્જ ના કરી શકે.

- Riddhi Dharod