અવંતી
પ્રકરણ :- 3 વહેમનું બીજ
આ બાજુ શીલજ પર્વત પરથી પોતાની જ ધૂનમાં મદ્દમસ્ત રીતે વહેતી અને બારેમાસ ભરેલી રહેતી શીલીકા નદી જેની કાંઠે પ્રકૃતિએ પોતાનો વૈભવ ખુબ જ મનોહર રીતે બતાવ્યો હતો. નદીની કાંઠે 5 જોજન જેટલું ખુલ્લું લીલુંછમ મેદાન જે બાળકો માટે રમવા માટેની અદ્ભૂત જગ્યા હતી. એની આગળ જાત-જાતના ફૂલો, ભાત-ભાતના વૃક્ષો, પંછીનો કલરવ, સુરજનો પ્રતાપ અને ચન્દ્રમાંનો શીતળ પ્રકાશ એ એની સુંદરતામાં વધુ વધારો કરતુ હતુ. તે જ શીલીકા નદીની કાંઠે જ શિવિકા નગરનું આધીપત્ય શરૂ થઈ જતું.
આ અદ્ભૂત નગર અને એની પ્રજા એના ભાઈચારા અને પ્રેમમાટે સમસ્ત વિશ્વમાં વખાણાતું. ત્યાંના મહારાજા શિવદત્ત પરાક્રમનો અજોડ નમૂનો હતો. ભલભલા તેમના સામે પોતાના હથિયાર પાડી દેતા હતા. પરાક્રમ સાથે ઉદાર હૈયું અને એમની શિવભક્તિ, ન્યાય એમના શ્રેષ્ઠ મહારાજાની ખૂબી હતી. તેથી જ તો તેમની સામે કોઈ શત્રુતા મોડ લેતું જ નહીં.અને એમની કોઈ સાથે શત્રુતા નહિવત પ્રમાણમાં હતી. તેમને એક જ પત્ની મહારાણી ચારુમતી અને તેમનો 2 પુત્રો એમાંથી એક જયદત્ત અને બીજો પુત્ર ચારુદત્ત જે આજે એક વર્ષનો થયો હતો. એની પણ કુલગુરુ વિશ્વાનંદે ભવિષ્યવાણી કરી જ છે કે તે તેના પિતા કરતા પણ, વધુ સાહસિક, પરાક્રમી, ન્યાયપ્રિય અને પ્રેમાળ બનશે. પણ હા એનામાં એક ખામી હશે... અને એ છે એનો ક્રોધ. અને જો એ ક્રોધને કાબુમાં નહીં રાખે તો એ જ ક્રોધ એના પતનનું કારણ પણ બની શકે છે. એટલે જ તો એના એકવર્ષ પૂર્ણથયે એના માટે યજ્ઞ યોજવામાં આવ્યા.
" વાહ ! ખુબ જ સરસ યજ્ઞનોનું આયોજન થયું અને ખુબ સરસ રીતે પૂર્ણ પણ થઈ ગયું.. " - મહારાજા શિવદત્ત
" હા.. ! સત્ય છે. અને ચારુદત્તનો પ્રથમ જન્મદિનની ઉજવણી પણ કેટલી સરસ રીતે થઈ ગઈ..અને એમાં યજ્ઞ કરવામાં આવ્યા તેથી વધારે જ મજા આવી.. ! "- મહારાણી ચારુમતી.
" હા.. ચારુદત્ત પણ કેટલો ખુશ હતો. " - મહારાજા શિવદત્ત
મહારાજા શિવદત્ત અને મહારાણી ચારુમતી યજ્ઞ પુરા થયાં અને રાત્રે દૂરથી દ્રશ્યમાન થતી શીલીકા નદીને જોઈ રહેતા વાતો કરી રહ્યા હતા. ત્યા....
" મહારાજ ! તમે મહારાજા મેઘવત્સને સંદેશો મોકલ્યો કે નહીં....? આજે એમની પુત્રીનું નામકરણ હતુ ને ! "- મહારાણી ચારુમતી
" હા.. તમારી સામે જ તો મોકલ્યું હતુ.. ! કેમ ભૂલી ગયા..? ઓહ મહારાણી ચારુમતી લાગે છે હવે તમારી આયુ થવા આવી છે કે બધુ ભુલાતું જાય છે... ! " - મહારાજા શિવદત્ત ઘણીવાર મહારાણી સાથે આવા હસી-મજાક કરતા...
" ઓહ... એમ.. ! મારી આયુ થવા આવી એમ... ! " - મહારાણી સ્ત્રી સહજ ભાવથી બીજી બાજુ જોતા બોલ્યા.
" ના... મહારાણી... ! તમને જાણ જ છે કે હું તમારી હાંસી કરતો હતો... ! "- મહારાજા શિવદત્ત
" ઓહ. ! હા.. જાણું છું મહારાજ.. ! " - મહારાણી ચારુમતી
" મહારાજ ! મહારાજા મેઘવત્સની પુત્રીનું શું નામ રાખ્યું... કંઈ સંદેશ? " - મહારાણી ચારુમતી
" હા, મહારાજ મેઘવત્સે સંદેશો મોકલ્યો કે નામ જાણવા તમારે પરીવાર સહીત પધારવાનું છે. " - મહારાજા શિવદત્ત
" અરે.. ! હા... હા... આપણે જવાનું જ છે ત્યાં, " - મહારાણી ચારુમતી
" હા... 2 દિવસમાં મંત્રી સાથે રાજય બાબતે એક અગત્યની ચર્ચા કારવાની છે. તો એ થઈ જાય પછી જઇયે અવંતી... ! ઘણા દિવસ થયાં ગયા અવંતી જવાનુ જ નથી થયું તો એ બહાને જઈ આવીશું ! "- મહારાજા શિવદત્ત
" ક્યાં સ્થલે જવાનું છે...? પિતાસી ( પિતાશ્રી ) " - ચારુદત્ત
" પુત્ર ! આપણે તમારા પિતાશ્રીના ખાસ સ્નેહીમિત્ર મહારાજા મેઘવત્સની નગરી જવાનુ છે. ! "- મહારાણી ચારુમતી
" તેમ ( કેમ )? "- ચારુદત્ત
" કારણ તેમને ઘેર પુત્રીનો જન્મ થયો છે ! " - મહારાજા શિવદત્ત
" સારુ... માતાસી ( માતાશ્રી )...મને નિદા ( નિદ્રા ) નથી આવતી.... લોરી સંભળાવોને ! "- ચારુદત્ત
"અરે.... હા... ચાલ... ! "- ચારુમતી...
મહારાણી ચારુમતી ચારુદત્તને સુવાડવા ગયા... અને મહારાજ પણ એમની મિત્રતાના પ્રસંગ યાદ કરીને સુઈ ગયા...
..........
આ બાજુ સુરજે અવંતી નગરીમાં પોતાનું આધિપત્ય જમાવતા હતા એ પહેલા જ નગરના ખોરડે-ખોરડે સુરત પોત-પોતાને કામે વળગી ગયા હતા. કોઈ શિરામણ કરી ખેતરે જઈ રહ્યું, કોઈ નગરની ગયો લઇને ચરાવવા લઇ જઈ રહ્યું, નારીઓ સવારમાં વાસિંદુ, તો કોઈના આંગણેથી છાસ કરવાનાં અવાજ આવતો, તો કોઈ વહેલી સવારમાં જ ઘંટીમાં ઘઉં દરવા બેસી ગઈ..આમ વગેરે કામોમાં સૌ વળગેલા હતા. ત્યાં,
" ભલામાણહ.. ! ગામમાં કોઈ પીડા તો નથી ને.. ! "- મહારાજા મેઘવત્સ પ્રજાની સુખ-દુઃખ જાણવા સામાન્ય નાગરિકનો વેશ લઈને કોઈ નગર જનને પૂછ્યું..
" ના બાપલીયા... ! મહારાજા એવા મળ્યા કે ભગવાન પણ યાદ નથી આવતો.. ! તો સીની પીડા હોય... ! "- નગરજન
" હારું.... હારું.... હાલો તાણ ! રામ રામ ! "- મહારાજા મેઘવત્સ એટલું કહીને આગળ ચાલ્યા..
" માજી... તમે કાં કામ કરો સો...? હું સુ ને !.. " - નગરજન
" પણ, દીકરા કેટલો વખત તારી પર બોજ બનીને રહું " - માજી નગરના દરણા દરતા બોલે છે.
મહારાજા આ સવાંદ સાંભળતા જ ત્યા જાય છે.
" હુ થયું ભાઈ.? હું તકલીફ સે? "- મહારાજા મેઘતવત્સ
" તકલીફ તો હું હોય બાપા... ! આ તો પોતીકા પારકા બન્યા અને પારકા પોતીકા... ! "- માજી
" માં.. હરખી માંડીને વાત કરો એટલે ખબર પડે " - મહારાજા મેઘવત્સ
" બાપ.. ! આ માજીનો બે દીકરાં છે એ બેય પરણેલાં અને વહુના કહેવાથી તેઓ એકેય માં ને રાખવા તૈયાર નથી.. અને એક વખત આપણે ત્યા મેળો હતો ત્યા આવ્યા અને ત્યા જ અમને મૂકી ને જતા રહ્યા.. અને માં કંઈ જ યાદ નથી... કારણકે માં ને વધુ કંઈક યાદ નથી રે'તુ.. " - નગરજન
" ઓહ.. " - મહારાજા મેઘવત્સ
" અને બાપ, મારે માં નથી... અને અમે મહારાજા મેઘવત્સના દરબારી છીએ. તો માજી તમે મારે ઘેર રહોં.. તો માજી કે છે કે હું તારી પર બોજ છું.. " - નગરજન
" માજી... ભાઈ હાસુ કહે સે.. તમે અહીં જ રહોં... તમને દીકરો મળશે ને અમને માં... તમારે કામ કારવાની જરૂર નથી.. ! "- મહારાજા મેઘવત્સ
" હારું... હવે રામ રામ ! "- એમ કહી મહારાજા મેઘવત્સ આગળ ચાલ્યા. અને
મનમાં વિચારવા લાગ્યા.. કે મારી પ્રજા કેટલી સુખી છે. અને કેટલી દયાળુ છે.
મનમાંને મનમાં ખુશ થતા થતા તે આગળ જતા હતા.
" અરે.. મહારાજા ક્યાં ગયા હશે... ! "- મહારાણી રીતપ્રિયા
" હા... કંઈ કહીને પણ નથી ગયા...! " - મહારાણી અંશુયા અવંતિકાને રમાડતા બોલે છે.
" અરે માફ કરજો.. મહારાણી ! "- મહારાજા મેઘવત્સ પાછળથી આવતા બોલે છે.
" મહારાજ ! "- બંને મહારાણી સાથે
" નગરચર્ચા કરવા નીકળ્યો હતો. અને એમાં બપોર થઈ ગઈ.. " - મહારાજા મેઘવત્સ
" ઓહ તમારે જવું જ હતુ તો જાણ કરીને જવાયને ! મને અને દીદીને બહુજ ચિંતા થતી હતી... " - મહારાણી અંશુયા
" હા... અને તમારા કારણે કુમારોએ પણ જમ્યા નથી... બહાર પણ નથી ગયા.. " - મહારાણી રીતપ્રિયા
" હા.. અને અવંતિકા પણ તમારી રાહ જોતી હતી... " મહારાણી અંશુયા
" ઓહ... મારી પુત્રી.... મારી રાહ જોતી હતી... " મહારાજા મેઘવત્સ અવંતિકાને પોતાના ખોળામાં લેતા બોલે છે..
" મહારાણી મારી પુત્રીને ખબર છે. કે પિતાજી આવશ્યક કામ મતે ગયા છે. તેથી એ કંઈક ફરિયાદ નથી કરતા. " - મહારાજા મેઘવત્સ
" ઓહ.. એતો હજુ નાના છે ને ! મોટા થવા દો. એટલે ખબર પડશે.. ! " - મહારાણી રીતપ્રિયા
" હા.. એતો મને ગમશે.. ! "- મહારાજા મેઘવત્સ
" આ શું? પિતાશ્રી અમે પણ તમારી રાહ જોતા હતા ! અને તમે ફક્ત નાની બહેન તરફ ધ્યાન રાખો "- કુમાર રિતવ
" અરે તમે હવે મોટા થઈ ગયા.. અને બહેન તો હજુ નાની છે ને ! " - મહારાજા મેઘવત્સ
" સારુ પિતાજી.. ! "- કુમાર શાંતકેતુ
" પિતાશ્રી, તમે અમને ના લઇ ગયા... નગરચર્ચામાં..? તમે કીધુ હતુ ને.. ! " - કુમાર રિતવ અને કુમાર શાંતકેતુ
" ઓહ.. એમાં એવુ હતુ કે સવારે જ નીકળી ગયો હતો.. ! "- મહારાજા મેઘવત્સ
" તો આવતી વખતે લઇ જજો.. ! "- કુમાર રિતવ
" ના.. તમે દરવખતે તમે બેય આવો છો ને ! તો આવતી વખતે અવંતિકાને લઇ જઈશ " - મહારાજા મેઘવત્સ અવંતિકાને રમાડતા બોલે છે.
" તો મહારાજ ત્રણેયને લઇ જજો ને ! "- મહારાણી રીતપ્રિયા
" પરંતુ દીદી તો..પછી બધા ને ખબર પડી જાય ને કે મહારાજ છે. .. ! "- મહારાણી અંશુયા
" હા મહારાણી એટલે હવે અવંતિકાનો સમય આવ્યો.. ! " - મહારાજા મેઘવત્સ
" ઠીક છે.. ! ચાલ કરણુકી નદી તટે ત્યા મિત્રો આપણી રાહ જોતા હશે... ! " - કુમાર શાંતકેતુ
"હા... ચાલો.. ! "- કુમાર રિતવ
" માતાશ્રી અમે જઈએ.. " - બંને સાથે..
" હા... સારુ.. " - મહારાણી રીતપ્રિયા
પછી મહારાજ અંશુયા અને મહારાજ મેઘવત્સ મહેલમાં જાય છે. મહારાણી રીતપ્રિયા ફરી રાતે કાનમાં ભરેલું ઝેર યાદ આવે છે. ત્યા...
" જોયું બહેના... ! તમને કાલે મારી વાત પર સંદેહ થતો હતો.. અને આજે જોયુ ને.. એની શરૂઆત થઈ ગઈ છે... અવંતિકાનસ કારણે બંને કુમારો પ્રત્યે ભેદ થશે... " - શુલમણિ સમયનો તાગ મળી જતા બોલ્યો.
" એવુ કંઈ જ નથી.. તમે ખોટું વિચારો છો. ફરી એ વાત ચાલુ નઈ કરતા... ! " - મહારાણી રીતપ્રિયા
" બહેના, સાચું કહું છું. અને સત્ય હંમેશા કડવું જ હોય છે. કુમાર પ્રત્યે ભેદ થાય એ હું તો સહન નઈ જ કરું.. બહેના હજુ રોકીલે સમય છે તારી પાસે.. બાકી સમય વીતી જશે પછી કંઈ જ નહીં થાય.. ! " - શુલમણિ
એટલું કહીને શુલમણિ ત્યાંથી જતો રહે છે. પણ રીતપ્રિયાના હૃદયમાં શબ્દોનું ઝેર ધીમે ધીમે ફસાવા લાગ્યું હતુ. એ સત્ય અને અસત્ય વચ્ચે ફસાવા લાગી. કહેવાયને કે " વહેમ અને શબ્દોનું ઝેર 7 ભાવના મીઠાં સંબંધ બગાડે છે. " બસ એજ મહારાણી રીતપ્રિયાના મનમાં ચાલી રહ્યું હતુ.અને આજ રીતે મહારાણી રીતપ્રિયાના મનમાં વહેમનું બીજ સ્ફૂરી ગયું હતુ.
................