Avanti - 4 books and stories free download online pdf in Gujarati

અવંતી - 4 ( નામકરણ )

અવંતી

પ્રકરણ:- 2 નામકરણ

" કુલગુરુ કરુણ, હવે તમે પુત્રીનું શુભ નામ શું હશે? તે જણાવશો.. એનું ભવિષ્ય કેવું રહેશે, એ બધું વિગતે જણાવો.. ! " - મહારાજા મેઘવત્સ

" હા ગુરુદેવ, હવે શીઘ્ર કહો...મારી નાની બેહેન નું નામ જાણવા હું ખુબ જ ઉત્સુક છું. " - કુમાર રીતવ

" હા કુમાર ! રાજન, પુત્રીના જન્મથી તમારા કુળ પર અને આ અવંતી નગરી પર જે મહર્ષિ માઘ નો શ્રાપ હતો એ જતો રહ્યો.. અને એના જન્મ પછીથી આ નગરી અવંતી ફૂલો સરીખી મહેક ફેલાવી રહી છે. તેથી આ પુત્રીને બધા " અવંતીકા " નામથી ઓળખશે. અને ભવિષ્યમાં એ આ કુળ અને રાજ્ય માટે પોતાનું સર્વસ્વ અર્પિત કરી દેશે. " - કુળગુરુ કરુણ

" અવંતિકા " - મહારાજા મેઘવત્સ ની આંખમાં આંશુ આવી ગયા.

આ નામ સાંભળી અને ભવિષ્ય માટે કરેલી આગાહી થી મહારાણી અંશુયા તેને હૃદયે ચાંપી રહે છે. મહારાજા તથા મહારાણી સહીત સમસ્ત નગરજનો અને મહેમાનો ખુબ જ આનંદિત થઈ ગયા. ફરી સૌ હર્ષથી નાચવા લાગ્યા. અને ત્યારબાદ સૌ ભોજનાર્થે બેઠા અને પેલા ઋષિઓ, મહેમાનો, નગરજનો, અને મહારાજાનો સહ પરિવાર સાથે ભોજન લીધું. અને ત્યારબાદ સૌ ઉત્સાહ સહીત સૌ પોતપોતાના ઘેર જવા રવાના થઈ રહ્યા હતા. મહારાજા હર્ષ થી બાધાનો આવવા બદલ આભાર માની બધાને ફરી કંઈક ભેટ આપી રવાના કરી રહ્યા હતા. ત્યારે..

" મહારાજની જય હોં, મહારાજ મહેલના દ્વારે શિવીકા નગરીના મહારાજા શિવદત્તનો સંદેશો લઈને એક દૂત આવ્યો છે. " - દાસ

" શું..? મહારાજા શિવદત્તનો દૂત . મહારાણી રીતપ્રિયા અને મહારાણી અંશુયા સાંભળ્યું મહારાજા શિવદત્ત નો સંદેશો આવ્યો છે... દાસ એને શીઘ્રતાપૂર્વક અહીં લઇ આવો.. " - મહારાજ મેઘવત્સ

" જો આજ્ઞા મહારાજ ! " - દાસ

ત્યારબાદ દાસ દૂત સહીત ઉપસ્થિત થાય છે.અને તેમના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી. અને ત્યારબાદ..

" ભવ્ય અવંતી નગરીના મહાપરાક્રમી મહારાજા મેઘવત્સની જય હોં.. ! " - દૂત

" જી દૂત, શું સંદેશો પાઠવ્યો છે અમારા પરમમિત્ર મહારાજા શિવદત્તે ? " - મહારાજા મેઘવત્સ

" મહારાજ..! મહારાજા શિવદત્તે સૌપ્રથમ તમને પુત્રી પધાર્યા તે માટે ખુબ ખુબ અભિવાદન કર્યા છે. અને થોડી ભેટ સહીત પુત્રીને આશીર્વાદો પણ આપ્યા છે. આ ઉપરાંત તેમને જણાવ્યું છે કે મહારાજા શિવદત્તના પુત્ર કુમાર ચારુદત્તના પ્રથમ જન્મદિન પર કુલગુરુ વિશ્વાનંદના કહ્યા પ્રમાણે 5 દિવ્ય યજ્ઞ કરવાનાં હોવાથી આવી શક્યા નથી, તેનો તેમને ખેદ છે. યજ્ઞ પુરા થાય કે તત્કાલ ત્યાં પુત્રીને આશીર્વાદ આપવા પરિવાર સહીત આવશે. ફરીથી પુત્રીને લાખો આશીર્વાદ. " - દૂત

" દૂત, મહારાજા શિવદત્તનો સંદેશો તમે સંભળાવ્યો હવે તમે મહારાજા શિવદત્તને સંદેશો આપજો કે પુત્રીના આશીર્વાદ અને ભેટ બદલ આભાર અને તમે જયારે યજ્ઞ પુરા થાય ત્યારે તમે આ આંગણે પધારવાનું છે. અને અમારા વતી કુમાર ચારુદત્તને પણ જન્મદિવસની ખુબ ખુબ શુભેછાઓ પાઠવજો. અને કુમાર માત્ર થોડી ભેટ અવંતી નગરી વતી પણ લઇ જજો. આભાર........... " - મહારાજા મેઘવત્સ

" મંત્રીવર, દૂતના ભોજન આદિની તૈયારી કરો, શ્રેષ્ઠ આતીથ્ય કરો અને કુમાર ચારુદત્ત માટે અવંતી વતી ભેટ મોકલવાનું ભુલાય નહીં.. " - મહારાજા મેઘવત્સ

" જો આજ્ઞા મહારાજ ! "- મંત્રી રામમોહન

......................

મહેલના ઝરૂખે મહારાણી અંશુયા અને મહારાજા બેઠા હતા. અવંતિકા પારણામાં સૂતી હતી.

" મહારાણી પુત્રીના નામકરણનો પ્રસંગ પણ કુશળતાથી પૂર્ણ થયો, અને આ હસ્તા મુખને એક નામ પણ મળી ગયું.. " - મહારાજા મેઘવત્સ

" હા મહારાજ, મને તો આ નામ ખુબ જ ગમ્યું...! "- મહારાણી અંશુયા

" હા મહારાણી... " - મહારાજા મેઘવત્સ

" મહારાજ પુત્રીના નામકરણમાં અવંતીના અને તમારા ખાસમિત્રના આવ્યા.. કાંઈ વિશેષ કારણ...? " - મહારાણી અંશુયા

" હા મહારાણી, હું તમને કહેવાનો જ હતો એમનો સંદેશો આવતો હતો. ત્યાં કુમાર ચારુદત્તના જન્મદિનપર યજ્ઞ કરવાનાં હોવાથી નથી આવી શક્યા, પરંતુ તેમને ભેટ અને આશીર્વાદ સહીત સંદેશો મોકલ્યો છે. " - મહારાજા મેઘવત્સ

" ઓહ.. આવીના શક્યા તો પણ સંદેશો મોકલી આપ્યો.. એતો બહુ જ સારુ કહેવાય !"- મહારાણી અંશુયા

" હા.. મહારાણી... " -

.......

" બહુજ કુશળ પૂર્વક થઈ ગયું નામકરણ ! મહારાજા એ ક્યાય ના જોયો હોય એવો ઉત્સવનું આયોજન કર્યું હતુ. અને હા ખરેખર આ પુત્રી આ નગરી માટે ભાગ્યસાળી છે. એના આવતાની સાથે જ બધું કુશળ જ થાય છે. બરાબર ને ભાઈ ! "- મહારાણી રીતપ્રિયા હર્ષથી બોલે છે.

" હા થાય તો છે જ અને થશે પણ..એ માત્ર મહારાણી અંશુયા અને તેમની પુત્રી અવંતિકા માટે..તમારા માટે નહીં ! "- શુંલમણિ ( મહારાણી રીતપ્રિયાના ભાઈ )

" આ શું બોલો છો તમે ભાઈ...? અમારા માટે કેમ નહીં? " - મહારાણી અંશુયા

" જોયુંને તમે દીદી, મે તમને કહ્યું હતુ કે હવે તમારા કરતા મહારાજ મહારાણી અંશુયા તરફ વધારે ધ્યાન આપશે.. ! "- શુલમણિ

જે પુત્રીના નામકરણ નિમિતે અહીં આવ્યા હતા.

" ના... ના... એવુ કાંઈ નથી, તું અસત્યની તરફ જાય છે. મહારાજ ને મન હજુ પણ મારું માન વધુ જ છે. "- મહારાણી રીતપ્રિયા

" ના બહેના.... ના.... એવા વહેમમાં ના રહો.. ! હું તમારો અનુજ તમને સાચી સલાહ આપું છું. તમે ચેતી જાવ અત્યારથી જ પછી અફસોસ કરતા નહીં.... " શુલમણિ

" તમે ખોટું વિચારો છો. એવુ કાંઈ જ નથી... ! "- મહારાણી રીતપ્રિયા

" બહેન....તો એવુ છે. તો એક પુત્રી માટે એટલો ભવ્ય ઉત્સવ જોયો છે ક્યાય..? અને જો હોય જ તો કુમાર શાંતકેતુ અને કુમાર રીતવ ના જન્મ સમયે કેમ નહીં? " - શુલમણિ

" ભાઈ તમે પરિચિત જ છો કે અવંતી નગરી ના શ્રાપ... " - મહારાણી રીતપ્રિયા

" હા... હું એજ તો કહેવા માંગુ છું બહેના... કે અવંતી નગરીના શ્રાપ તૂટ્યો અને એના માત્ર જન્મ અને નામકરણમાં આટલું આયોજન કરવામાં આવ્યું તો પછી આગળ તો શું-શું નહીં થાય..? બહેના એના કારણે બંને કુમારો પ્રત્યે શું ભેદ નહીં વર્તાય? " - શુલમણિ મહારાણી રીતપ્રિયાની વાત વચ્ચેથી જ અટકાવતા બોલે છે.

" ના... મહારાજા ક્યારેય પોતાના પુત્રો પ્રત્યે ભેદ નહીં રાખે..એ હું વિશ્વાસ પૂર્વક કહી શકું છું. ! "- મહારાણી રીતપ્રિયા

" એવુ તમને લાગે છે બહેના, તમે જ જાતે જોઈ લેજો થોડા દિવસોમાં જ તમને દેખાશે.. આ ભેદ અને એના કારણે બંને કુમારોને આગળના ભવિષ્યમાં
બાધક બનશે ! એટલે જ કહું છું બહેના કે થોડુંક આ બાબતે તમે વિચાર કરજો , નહીં તો કુમારોનું ભાવિ બગાડતા સહેજે વાર નહીં લાગે ! "- શુલમણિ

" એવુ કંઈ જ નહીં થાય... તમે વધારે વિચારના કરો અને મને ભ્રમીત પણ ના કરો. લાગે છે તમારો સમય થઈ ગયો છે વિશ્રામનો, તમે જઈ શકો છો ! શુભરાત્રી ! "- મહારાણી રીતપ્રિયા બે હાથજોડી ને શુલમણિને કહે છે.

" હું તારો ભાઈ છું બહેના, તારુ અને કુમારોની હિત ઇચ્છુ છું. એટલે તને કહ્યું બાકી તારી ઈચ્છા. પણ જોજે કુમારોનું ભાવિ તારા હાથમાં છે. શુભરાત્રી ! " -
શુલમણિ

શુલમણિના ગયા પછી મહારાણી રીતપ્રિયાના મનમાં ઘણા સવાલો ઉભાથતા હતા. તે બંને કુમારોને સુવાડીને વિચાર કરતી હતી. શું ભાઈ સાચું કહેતા હશે?, મહારાજ સાચું બદલાઈ જશે? , અવંતીકા મારા કુમારોનું અહિતનું કારણ....
ના ના... એવુ કંઈક જ નહીં થાય. આતો ભાઈ કહીને ગયા એટલર khita વિચારો આવી રહ્યા છે. બાકી કંઈક જ નથી, મારે શંકા ના કરવી જોઈએ, શંકા માણસ અને સંબંધને ખાય જાય છે. બધુજ કુશળ જ થશે.. મહારાણી આ વિચારમાં ને વિચારમાં સુઈ જાય છે.

................


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED