Avanti - 1 books and stories free download online pdf in Gujarati

અવંતી - 1

અવંતી


જય માતાજી 🙏


સૌપહેલા તો આપ સૌનો ખુબ ખુબ આભાર માનું છું કારણકે મારી સ્ટોરી" ટ્વિસ્ટ વાળો લવ " ને તમે ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે. અને તમારો પ્રતિસાદ આપીને મને વધુ પ્રોત્સાહિત કરી છે. અને એનાથી મને આ " અવંતી " સ્ટોરી લખવાની પ્રેરણા મળી છે. તો તમે સૌ મારી આ રચના વાંચશો અને તમારો પ્રતિસાદ આપજો.


સૂચના :-

આ સ્ટોરી " અવંતી " કોઈ પણ ફિલ્મ કે પુસ્તક કે કોઈ વ્યક્તિ કે કોઈ પણ ધર્મ કે એના વિધિવિધાનને અનુસરતી નથી. આ સ્ટોરી કેવળ મારી કલ્પના પર આધારિત છે. એમાં વર્ણવેલ પ્રત્યેક પ્રસંગ, દેશ, પ્રણય, વ્યક્તિ, નામ વગેરે બધું જ કાલ્પનિક છે. એમાં કોઈનો પણ હસ્તક્ષેપ નથી. આ સ્ટોરી નો ઉદેશ કોઈના ધર્મ કે કોઈ વ્યક્તિ ની ભાવના ને હાનિ પહોંચાડવાનો નથી. આ સ્ટોરી નો ઉદેશ કેવળ મનોરંજન, આનંદ નો છે.


પ્રસ્તાવના...


આ સ્ટોરી " અવંતી " એ એક કાલ્પનિક સ્ટોરી છે જેમાં અવંતી નામક નગરીના રાજા મેઘવસ્ત ની પુત્રી રાજકુમારીઅવંતી અને શિવિકા નામક નગરીના રાજા શિવદત્તના પુત્ર યુવરાજ ચારુદત્તના પ્રણયનું સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું છે. અને એમાં અવંતી એ બુદ્ધિ- ચાતુર્ય, વિવેક, પિતા પ્રેત્યે અપાર પ્રેમ, ચરિત્રશીલ, પરાક્રમ વગેરે ગુણોથી સભર છે. અને ચારુદત્ત પણ પરાક્રમી, ધર્મનિષ્ઠ, પ્રજાવત્સલ, ત્વરિતનિર્ણયશક્તિ, ત્યાગી વગેરે ગુણોથી યુક્ત છે.


આભાર


- Ayushiba jadeja


અવંતી


પ્રકરણ :- 1 જન્મોત્સવ


ખુશીની નગરી.. જ્યાં હર્ષ હંમેશા વસે છે..... ચારેકોર ભાઇચારો જોવા મળે છે. અને જ્યાં પ્રેમ છલકાય છે. એવુ ભવ્ય અને અદ્ભૂત અવંતી નામક નગરી મીટ માંડતા આંખ ઠારે એવી છે.

ઇન્દ્ર ને પણ દુર્લભ એવા અને દુશ્મન લાખ હોશિયાર હોય પણ આ મહેલ ની રચના ના સમજી શકે એવી ભવ્ય નગરી અને એના ભવ્યમહેલ ના સભાગૃહ ની બાજુમાં આવેલા એક સયનકક્ષમાં રાજા મેઘવત્સ ખુબ જ ચિંતામાં આમથી આમ આંટા મારી રહ્યા છે.. થોડી વાર તેમના મુખ પર ચિંતા તો થોડીવાર હર્ષ અને ઉત્સાહ જોવા મળે છે... તેના મંત્રી રામમોહન સમજી જ નથી શકતા તેમના હાવભાવ શું છે? એ થોડીવાર રહીને કંઈક બોલવાની કોશિશ કરે છે પણ ત્યાં જ..

એક દાસી દોડતી દોડતી આવી અને મહારાજને સમાચાર આપ્યા કે...

"મહારાજની જય હો.. " - દાસી

દાસીનો આવાજ સાંભળી રાજા મેઘવત્સ તરત જ તેની સામે જોયું... અને અતિ ઉત્સાહમાં બોલ્યા..

" બોલો દાસી શું સમાચાર છે ? " - રાજા મેઘવત્સ

" મહારાજ.... અ..."- દાસી બોલવામાં થોડી અચકાય છે..

" બોલો દાસી...કંઈ.. આપતી તો નથી ને ? " - રાજા મેઘવત્સ

" ના.. મહારાજ... મહારાણી અંશુયાએ એક પુત્રી ને જન્મ આપ્યો છે ! " - દાસી

આ સાંભળીને મહારાજ મેઘવસ્ત તો અતિ હર્ષ માં આવી ગયા.......અને પોતાના ગળા ના બધા હાર અને સોનામહોર ની નાની પોટલી પણ દાસીને આપી.... દાસીને થયું કે પુત્રીના જન્મના સમાચાર સાંભળીને મહારાજા મેઘવસ્તને ગમશે નહિ.. ... એટલે જ તો એ બોલવામાં અચકાતી હતી... પણ મહારાજા મેઘવસ્ત તો આટલા હર્ષમાં આવ્યા... અને એનું મંત્રી રામમોહનને પણ આશ્ચર્ય હતુ... !

મહારાજ તો અતિ હર્ષમાં તે કક્ષમાં જાય છે....... અને પોતાની પુત્રી ને તરત જ તે પોતાની ગોદમાં લઇ લે છે.. . અને હાથમાં લેતા જ એમના આંખમાં અશ્રુ આવી ગયા... અને એને હર્ષ થી રમાડવા લાગ્યા... મહારાણી અંશુયાને ખબર હતી કે મહારાજ ને પુત્રી વધુ વહાલી છે..

પુત્રીને રમાડવામાં ઉલજેલા રાજા મેઘવત્સ બોલ્યા..

" તમારો ખુબ ખુબ ધન્યવાદ મહારાણી અંશુયા.... તમારો ખુબ ખુબ ધન્યવાદ........અને તમને ખુબ ખુબ અભિનંદન મહારાણી " - રાજા મેઘવત્સ

" તમને પણ અભિનંદન..... " - મહારાણી અંશુયા

થોડીવાર રહીને તરત જ મહારાજા એ પુત્રીને પારણામાં જ સુવાળી અને તાળી પાળી અને તરત જ કક્ષ ની બહાર ઉભેલા બે સૈનિકો હાજર થયાં... અને બોલ્યા..

" મહારાજ ની જય હો ! આજ્ઞા મહારાજ " - સૈનિકો

" હાલ ને હાલ સંદેશવાહક ને બોલાવો.. અને સમગ્ર રાજ્ય માં કહેવડાવો કે કાલ થી લઈને પુત્રીના નામકરણ સુધી મહેલમાં ભવ્ય ઉત્સવ નુ આયોજન કરવામાં આવશે.. અને બધાને એ પણ કેજો કે આ દિવસોમાં અબાલવૃદ્ધ બધાએ મહેલમાં આ ઉત્સવમાં સામેલ થવાનું છે..... અને હા અત્યારેને અત્યારે આખો મહેલ ફૂલો થી શણગારો.. અને ભવ્ય ઉત્સવની તૈયારી કરાવો... અને ધ્યાન રાખજો કે.. કોઈ વસ્તુ ની ખામી ના રહેવી જોઈએ...સમગ્ર દેશને જાણ થવી જોઈએ કે મહારાજા મેઘવત્સને આંગણે લક્ષ્મી પધાર્યા છે.. ! " - મહારાજા મેઘવત્સ અતિ હર્ષમાં બોલ્યા..

" જેવી આજ્ઞા મહારાજ.. ! " - સૈનિકો

મહારાણીને ખબર હતી કે મહારાજ ને પુત્રી ગમે પણ...આટલો બધો હર્ષ... અને પ્રેમ હશે.. એ નોતી ખબર.... પણ મહારાણી તો મહારાજ નો ઉત્સાહ અને ઉમંગ જોઈએ ને જ બહુજ ખુશ હતા... મહારાજ જોરો શોરો થી પુત્રીના પાવન પગલાં તેના મહેલમાં પડ્યા. તેના ઉત્સવ ની તૈયારી કરવા લાગ્યા....

ત્યારે મહારાજ શયનકક્ષ માં મંત્રી રામમોહનને બોલાવી ચર્ચા કરી રહ્યા હતા.

" મંત્રીજી આપણા રાજ્યના તમામ સંબંધિયો અને મહેમાનો અને સૌ મિત્રોને પુત્રીના નામકરણના દિવસે અહીં અવંતી નગરીમાં પધારવાનું સંદેશો પાઠવો. અને હા ધ્યાન રહે કોઈ સંબંધી રહી ના જાય ! " - મહારાજા મેઘવસ્ત

" જી મહારાજ આ જ ક્ષણે સંદેશો પાઠવવાના કાર્યનો આરંભ કરાવી આપું છું મહારાજ આ કાર્યમાં આખી નગરી ખુબ જ ઉત્સાહિત છે. પોતાના ખોરડાંનો પ્રસંગ હોય એમ તૈયારીઓએ રળિયામણો આરંભ થઈ ચુક્યો છે. " - મંત્રી રામમોહન

" ખરું કહ્યું મંત્રીજી, અને આ ઉત્સવ એટલો ભવ્યાતિ ભવ્ય થશે કે સમગ્ર ભારતવર્ષમાં એના નાદ સંભળાશે !! "- મહારાજા મેઘવસ્ત

" જી મહારાજ ! " - મંત્રી રામમોહન

આ વાત ચિત સાથે રાજા અને મંત્રી કામે વળગ્યા. અને આ બાજુ નગરજનો બધા અતિહર્ષમાં હતા.. અને હોય પણ કેમ નઈ આખરે 5 પેઢી પછી રાજા ના ઘેર પુત્રીનો જન્મ થયો છે... લોકો ના મોઢે એક જ વાત હતી....

" લાખોના કોડ પુરા કર્યા.. તો એમના ઘેર હવે ખુશી નો અવસર આવે જ ને.. ! "- નગરજન

" હાવ હાચી વાત કીધી.. હોય જ ને.. આવા ભલા રાજા નશીબદારને જ મળે " - બીજો નગરજન

" હા અને માઘઋષિ કીધું જ હતુ ને કે સારા રાજા આવે એટલે સૌ સારા વાના થાહે "- ત્રીજો નગરજન

" હા હોં આવા રાજા ભાગ્યશાળી ને જ મળે ! " - પેલો નગરજન

" હા હા... હાલો વળી રાજાના વખાણ કરતા રેહશો ને તો ઉત્સવ ની તૈયારી કરવામાં વિલંબ થઈ જશે ! જલ્દી જલ્દી હાથ હલાવો "- બીજા નગરજન ની પત્ની

" હા હા ભાઈઓ હાલો.. કામે વળગી જાય " - ત્રીજો નગરજન

આમ ચારેય બાજુ મેઘવસ્ત રાજાના જ વખાણ થતા હતા... અને પ્રજાને તો જાણે પોતાના ઘર નો પ્રસંગ હોય એમ.. પોતાના ઘર, ઓરડા, ફળીયા, ગામ, નગરની શેરી- શેરી... શણગારવામાં પડ્યા હતા... ખુશી ના ગાણાં ગવાતાં હતા. ... અને ચારેય બાજુ ઉત્સાહ ઉત્સાહ.....!

......................

અને ખુશ હોય કેમ નઈ આખરે 5 પેઢી ગયા પછી રાજા ના ઘરે પુત્રી નો જન્મ થયો છે અને એની પાછળ પણ એક કારણ હતુ, તેમના પૂર્વજ રાજા અભિમન્યુને ત્યાં એક માઘઋષિના આશીર્વાદ થી પુત્રી નો જન્મ થયો.. અને ત્યારે એ અભિમન્યુ રાજાને જરાં પણ ના ગમ્યું... કારણકે એમને પુત્રની આશા હતી....અને રાજા અભિમન્યુ એ પુત્રી પ્રત્યે ખુબ જ અણગમો રાખતા...

અને એક વખત ની વાત છે અભિમન્યુ રાજાને ત્યાં માઘઋષિ અને એના 50 શિષ્યો સાથે ભોજનાર્થે પધાર્યા..અને એ રાજા અભિમન્યુ એ ઋષિનુ વિશેષ રીતે સ્વાગત કર્યું....જમુના જળ થી તેમના ચરણ પખાડયા.. ફૂલો થી સ્વાગત કર્યું... અને માઘઋષિ આ આવકાર થી ખુબ જ પ્રસન્ન હતા.

" રાજન તમારો આ દરવખતેનો આ આવકાર અને ઋષિઓ પ્રત્યેનો આદર ખુબ જ પ્રસંશાને પાત્ર છે. " - મહર્ષિ માઘ

" મહારાજા એતો તમારા આશીર્વાદ છે. અને તમારી મહાનતા કે તમે મહર્ષિ થઈ ને અમને માન આપો છો. " - મહર્ષિ માઘના પગ પાસે હાથ જોડીને ઘૂંટણ સરીખ બેઠેલા મહારાજા અભિમન્યુ બોલ્યા...


" મહર્ષિ માઘ ભોજનનો સમય થઈ ચુક્યો છે. તો હવે સહેજે વિલંબ ના કરતા ભોજન માટે આશન ગ્રહણ કરો ! "- મહારાજા અભિમન્યુ..

" ભલે રાજન, પરંતું જે કાર્ય માટે અમે અહીં આવ્યા... એ પૂર્ણ કરો. ! " - માઘ ઋષિ

" કાર્ય...? " - મહારાજા અભિમન્યુ શંકા સાથે બોલ્યા

" અર્થાત, તમારી પુત્રી... ક્યાં છે? એને આશીર્વાદ આપવા અહીં આવ્યા છીએ, ભોજન તો એક નિમિત્ત કારણ છે. ! " - માઘ ઋષિ.

" ..પુ.......પુત્રી.. તો મહારાણી સુમિતિની સાથે એમના પિયરે ગયા છે. ! " - મહારાજા અભિમન્યુ અચકતા બોલ્યા..

" તો હવે ભોજન ગ્રહણ કરવા બેશો મહર્ષિ " - અભિમન્યુ મહારાજ

" ભલે રાજન " - ઋષિ માઘ

" તમે પણ બિરાજો ભૂદેવ ! "- રાજા અભિમન્યુએ શિષ્યોને કહ્યું.

" ધન્યવાદ મહારાજ ! પરંતુ ગુરુજી ભોજન લે એ પછી જ અમે લઈશુ ! " - શિષ્ય 1

" પરંતુ... " - મહારાજ અભિમન્યુ

" નહિ રાજન ! ગુરુજીના ભોજન પછી જ ભોજન લેવું.... તેથી પછી જ ભોજન લઈશું અમે ! "- શિષ્ય 2 મહારાજા અભિમન્યુ અટકાવતા બોલે છે.

" ભલે ! જેવી ઈચ્છા ભૂદેવ ! "- મહારાજ અભિમન્યુ

ત્યારબાદ ઋષિ માઘ ભોજનાર્થે આશન ગ્રહણ કર્યું.

મહારાજા એ તાળી પાળી અને એક પછી એક ભોજનના થાળ ખડકાવવા લાગ્યા. ત્યારે...

" થોભી જાવ... દાસ " - પુત્રી

" ઋષિમાઘ ને ભોજન હું આપીશ ! " પુત્રી

" ના પુત્રી.. દાસ ને જવાદો ! તમારા પિતાજીને જાણ થશે તો... "- મહારાણી સુમતિ ( અભિમન્યુ ની પહેલી રાણી )

" નઈ માતા કાંઈ નઈ કે.. મારે જ ભોજન આપવું છે. જવાદો ને ! "- પુત્રી તેની માતાને અટકાવતા..

" ના પુત્રી... સાંભળો.. "- રાણી સુમતિ

" ના માતા હું જ આપીશ... અને દાસ કહ્યું ને કે હું જ આપીશ લાવો ચાલો... " - પુત્રી આટલુ કહી ને ભોજન લઇ લે છે અને આપવા આવે છે

" જી રાજકુમારી " - દાસ

ત્યારે પુત્રી ભોજન લઈને આવી રહી હતી ત્યાં વિલંબ લાગ્યો. અને મહારાજા એ ફરી એકવાર તાળી પાળી.. અને સૈનિકો હાજર થયાં.

" મહારાજની જય હો ! "- સૈનિક

" મહર્ષિ માઘ ભોજનાર્થે આશન ગ્રહણ કરી ચુક્યા છે. અને આટલો વિલંબ થઈ રહ્યો છે..? " - મહારાજા અભિમન્યુ થોડા ક્રોધમાં.

" મહારાજ રાજકુમારીની જીદ છે કે એ જ ભોજન લઇ આવે અને ઋષિ ને જમાડે ! " - સૈનિક અચકાઈને ધીમે થી ઋષિને ના સાંભળાય તેમ બોલે છે.

" આ શું બોલો છો.. તમે લઇ જ આવો... " - મહારાજા ક્રોધમાં પણ ધીમે બોલે છે.

" જી મહારાજ " - દાસ

દાસ ભોજન લેવા આવે એ પહેલા તો પુત્રી ભોજન લઈને આવી રહી હતી. અને મહારાજ તેની પાસે જાય છે.

" રાજકુમારી.. અંદર ચાલ્યા જાવ. તમારે ભોજન નથી આપવાનું. " - મહારાજા અભિમન્યુ ક્રોધમાં

" પરંતુ પિતાજી.. ! " - પુત્રી

" કહ્યું ને કેમ અંદર જતા રહો... મહારાણી... મહારાણી...! " - મહારાજ અભિમન્યુ

" જી... જી.... મહારાજ " - મહારાણી સુમતિ

" કહ્યું હતુ ને કે ઋષિ આવે એટલે પુત્રી ને અંદર જ રાખજો... ! "- મહારાજા અભિમન્યુ ગુસ્સામાં

" પરંતુ મહારાજ.." - મહારાણી..

" પરંતુ શું મહારાણી...? જે કહ્યું એ.. કરો.. સામે વાત નહિ... લઇ જાવ પુત્રી ને " - મહારાજા અભિમન્યુ પુત્રી ને સહેજે ખસેડતા..

" રાજન....... " - મહર્ષિ માઘ તે દ્રશ્ય જોઈને ખુબ જ ક્રોધમાં અને જોરથી બોલ્યા

" મહર્ષિ.. તમે અહીં...... ક્ષમા... ઋષિ... ક્ષમા ઋષિ..હું ક્ષમા માંગુ છું.. ભોજન માં વિલંબ થયો.. એ અર્થે . " - મહારાજા અભિમન્યુ ઋષિ ને સમક્ષ હાથ જોડી ને વિનંતી કરે છે.

"ભોજન અર્થે નહિ રાજન... પુત્રીનો તિરસ્કાર કર્યો તમે... અને અસત્ય.. બોલ્યા... કે પુત્રી એની ઉપસ્થિત નથી.... !...એને અપમાનિત કરી.... અને વળી દોષ પણ પુત્રી કાઢો છો.? . " - માઘ ઋષિ વધારે ક્રોધિત થયા

"મહારાજ મારી પુત્રી ના કારણે થયું.... ક્ષમા.... ઋષિ.... "- મહારાજ

" અને એક મહા પ્રતાપી રાજા અસત્ય બોલી શકે છે? એ પણ પોતાની સંતાન ને લઈને...? " મહર્ષિ માઘ ખુબ જ ક્રોદ્ધમાં

" રાજન... તમારુ કુળ હંમેશા પુત્રી વિહોણું જ રહેશે ! પુત્ર હસે પરંતુ પુત્રી નહિ. અને એના વગર તમારા કુળનો ઉદ્ધાર થશે નહિ... !... " - જાણે આંખે એકવાર પલકારો માર્યો.. એમ ક્રોધે ભરાયેલા માઘ ઋષિ એ કમંડલમાંથી પાણી લઈને રાજા અભિમન્યુને શ્રાપ આપ્યો..

" નહિ.. ઋષિ.... નહિ.... " - મહારાણી સુમતિની આંખમાં અશ્રુ ધારા વહેવા લાગી...

મહર્ષિના આ શ્રાપ પછી તો સૌ ઉપસ્થિત નગરજનો, દરબારજનો, મહારાજની 5 રાણીઓ, બધા જ હતાશ થઈ ગયા.. આશુ થયું? એક પળમાં તુફાન આવી ગયો.....

" આશ્રમ તરફ સીધાવો શીષ્યો " - મહર્ષિ માઘ ચાલવા લાગ્યા....

" જી ગુરુદેવ " - શિષ્યો સાથે બોલ્યા.

ત્યારબાદ એ પુત્રી મહર્ષિ માઘના પગમાં પડી... અને કહેવા લાગી કે

" મારા પિતાશ્રીને માફ કરો... ... આમાં તેમનો કોઈ જ દોષ નથી... આ સમગ્ર દોષ મારો છે... ! "- પુત્રી

પુત્રીના આ શબ્દો એ માઘ ઋષિના પગ થંભાવી દીધા...

" ઉઠ પુત્રી તારો દોષ નથી.... દોષ તો મારો છે... કે.. મેં એને આશીર્વાદ આપ્યા જે એને લાયક જ નથી... ! "- ઋષિ માઘ

" જોવો.. રાજન... જોવો... આ પુત્રીની મહાનતા છે.. ! સત્તાના મોહમાં ક્યારેય છકી ના જવું જોઈએ... કેવળ પુત્ર જ આપણા કુળ ની રક્ષા નથી કરતો.....પુત્રી તેની જ જેમ કુળ ની રક્ષા કરે છે.... અને પુત્ર તો એક કુળને તારે... પણ પુત્રી તો 3 કુળ તારે છે... " - ઋષિ માઘ

ઋષિમાઘ ની વાત સાચી છે એ ખબર પડી ત્યારે રાજા અભિમન્યુ કાંઈ જ બોલી શક્યા નહિ અને શરમાવસ થઈ નીચું જોઈ રહ્યા... અને ઋષિ માઘ ચાલવા લાગ્યા ત્યારે..

" ભગવન... તમે ભોજન લેવા માટે બેઠા હતા... અને ભોજન પર બેસીને ઉભું ના થવાય... તમે ભોજન કરીલો " - પુત્રી.

" ના પુત્રી... જ્યાં લક્ષ્મીનુ માન ના હોય ત્યાં એક ક્ષણ રહેવું પણ પાપ છે... ! " - ઋષિ માઘ

" ઋષિ મારા પિતાને માફ કરો ને. !એમને આ શ્રાપ માંથી મુક્તિ આપો ! "- પુત્રી

ઋષિ માઘને દયા આવી... અને એમનો ક્રોધ પણ ઓછો થઈ ગયો.. અને મધુર સ્વરમાં બોલ્યા...

" પુત્રી.. તારા કારણે તારા પિતાને માફ કરું છું.. પરંતુ મારો શ્રાપ પાછો નઈ જાય.. પણ જો તમારા કુળમાં.. અને આ રાજ્ય ની સત્તા પર કોઈ એવા રાજા આવે કે જે પ્રજાવત્સલ, પરાક્રમી, દયાળુ, ભક્તિવાન, ધર્મનિષ્ટ, અને પુત્રી પ્રત્યે અપાર પ્રેમ હોય..અને જે સત્યધર્મ પાડતા હોય... તો તેમના ઘરે પુત્રી નો જન્મ થશે... અને ત્યારબાદ આ શ્રાપમાંથી તમને અને તમારા કુળને મુક્તિ મળશે... " - ઋષિ માઘ

આટલું કહીને ઋષિ માઘ ચાલવા લાગ્યા.... જમવાનું તેમને રાખ્યું નહિ... કારણકે માઘ ઋષિ સ્વભાવ ના એકદમ કઠણ... એકવાર એ કહી દે કે ના... તો એમના મુખે હા પડાવવી એ બહુજ કઠણ કામ.... એટલે એ જમ્યા વગર જતા રહ્યા.... અને એ પુત્રી ને લાખો આશીર્વાદ આપતા ગયા....

તો આ રીતે માઘઋષિના શ્રાપના કારણે ત્યાં પુત્રીઓનો જન્મ થયો જ નોતો... અને મહારાજા ના ઉદાર સ્વભાવ અને વિશેષ ભક્તિત્વ ના કારણે શ્રાપમાંથી રાજા નો પરિવાર મુક્ત થયો અને પુત્રી નો જન્મ થયો...

.................................


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED