કોલ સેન્ટર (ભાગ-૩૮) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૩૮)


ધવલ ત્યાંથી નીકળી ગયો,પણ માનસી હજુ ત્યાંજ બેઠી હતી.તે વિચાર કરી રહી હતી શું કરવું આ ધવલનું આના કરતાં તો મેં ધવલને વાત જ ન કરી હોત સારું હતું કે મારા અને વિશાલસર વચ્ચે અફેર છે.

**********************************

બપોરના બે વાગી ગયા હતા અને ત્રણ વાગે હોટલ લીલા પેલેસથી નીકળી અમારે મુંબઈ જવા માટે એરપોર્ટ જવાની હતું.અમે અમારી વસ્તુંઓને પેક કરી રહ્યા હતા.અનુપમનો દરવાજો કોઈએ ખટખટાવ્યો.અનુપમે ખોલીને જોયું તો બહાર ધવલ હતો.અનુપમ તું મને મીટીંગમાં કહી રહ્યો હતો કે પાર્ટી પછી કંઈક બન્યું હતું.

હા,હું તને વાત કરવી જ ભૂલી ગયો.પલવી મારી રૂમમાંથી તેની રૂમમાં ગઇ પછી હું પાર્ટી કેવી ચાલી રહી છે તે જોવા માટે નીચે ગયો.મેં નજર કરી તો તું અને માનસી ત્યાં હતા નહીં.વિશાલસરની પત્ની પાયલ પણ ત્યાં હતી નહિ.

વિશાલસર કોઈ મસ્ત છોકરી સાથે હોટલના પાંચમા માળ પર આવ્યા.હું પણ તેની પાછળ પાછળ પાંચમાં માળ પર આવ્યો.તે છોકરીને મેં કંઈક જોયેલી હતી.પણ હું સ્પષ્ટ ન કહી શકું તે આ જ છોકરી હતી.બંને પાંચમા માળ પર ૫૧૦ નંબરની રૂમમાં ગયા.હવે ત્યાં બંને વચ્ચે શું થયું હશે તે તું જાણે છે મારે આગળ તને કહેવાની જરૂર નથી.

અનુપમ આ વિશાલ સર પર આજ સુધી મને એમ હતું કે તે ગેઇમ નથી રમી રહ્યા શાયદ માનસી જોડે લગ્ન કરી પણ લે.પણ આ લીલા પેલેસ આવડી મોટી હોટલ બુકીંગ કરાવી તે દરેક કમરાનો લાભ લઇ રહ્યા છે.જાણે એક એક કમરો એના માટે જ હોઈ તેમ તે લાભ લઇ રહ્યા છે.

માનસીને વાત કરીશું તો માનસી કહેશે મારો વિશાલ આવો હોઈ જ નહીં.મારો વિશાલ આવું કરે જ નહીં.એ શાયદ નજર સામે કોઈ છોકરી સાથે વિશાલસરને જોશે તો પણ તે એને કઈ નહી કે
કેમકે માનસી વિશાલસરના પૈસાને પ્રેમ કરે છે.

અને પાયલને તો કોણ કહેવા જાય કે વિશાલસર ૫૧૦ નંબરમાં કોઈ સાથે રાસલીલા રમે છે.
મને તો એ જ ખબર નથી પડતી કે આવતા સમયમાં વિશાલસર કોની લગ્ન કરશે.


તું કોઈ જ્યોતિષ પાસે જોવરવા.બંને એક સાથે હસી પડ્યા.જા હવે તું કપડા જલ્દી પેક કર આપણે હવે નીકળવું છે.ધવલ જેવો રૂમની બહાર નીકળ્યો એટલે તરત જ અનુપમની રૂમમાં પલવી આવી.

થઈ ગયો સામાન પેક બધો કે પછી થોડી મદદ કરું.નહિ પલવી બસ પાંચ જ મિનિટમાં અને હા,પલવી કાલ મેં થોડી વધારે વાઇન લઇ લીધી હતી,માટે ચોરી.ઇટ સ ઓકે અનુ..!!પણ મારા ગ્લાસમાં કોણે વાઇન મિક્સ કરી હતી.પલવી અનુપમની થોડી નજીક આવી.તે જ રૂમમાં પેક બનાવ્યો હતો ને?વાઇન ઠીક હતી પણ વાઈન પીધા પછીની મજા કંઈક અલગ જ હતી.

ત્રણ વાગવામાં દસ જ મિનિટની વાર છે.તું તારી રૂમમાં જા પલવી.બેગ પેક કરી અને નીચે આવ જલ્દી.હું તો તારી પાસે એ બાકી રહેલી દસ મિનિટની મજા માણવા જ આવી હતી.અને એ દસ મિનિટ માટે તું મને બહાર નીકાળી રહ્યો છે.કાલ સાંજે હું તારાથી શરમાયને બહાર ચાલી ગઇ.એ દસ મિનિટની મજા હજુ પણ બાકી રહી ગઇ છે.શાયદ મુંબઈ આપણે એક રૂમમાં ક્યારે મળીએ.

અનુપમ પલવીની નજીક આવ્યો,અને પલવીના શરીર પર કિસ કરવા લાગ્યો.પલવીએ અનુપમની છાતી પર હાથ મારી અનુપમને બેડ પર નીચે પાડયો અને અનુપમની ઉપર આવી ગઇ.

ત્યાં જ અનુપમના ફોનમાં કોઈની રિંગ વાગી.તે ધવલનો ફોન હતો.ત્રણને પાંચ થઇ ગઈ તું રૂમની બહાર નિકળ ચાલ.નહીં તો એરપોર્ટ પર સમય સર નહિ પોહચી શકયે.બસ બે જ મિનિટ.

બસ અનુપમ કાલની દસ મિનિટ બાકી હતી તેનો લાભ આજે તે અને મેં બંને એ લઇ લીધો.સોરી યાર હું તારાથી કાલ શરમાય ગઈ હતી.અનુપમ મનમાં જ બોલ્યો યાર આ કેવી છોકરી છે.જે હોઈ તે પણ તેના મનમાં શું હોઈ તે હું જાણી ન શક્યો.

હું બેગ લઇ પલવીની સાથે રૂમની બહાર નીકળ્યો.ધવલ બેગ લઇને બહાર જ ઉભો હતો.પલવીને જોઈને કહ્યું તે ફોનમાં જ કય દીધું હોત કે મેડમ મારી રૂમમાં છે.તો હું દસ મિનિટ મોડો બહાર નીકળેત.પલવી રૂમની બહાર આવી અમે બધા લીપમાં એકસાથે નીચે ગયા.માનસી કાલ આવાની હતી એટલે તેને બોલવાનો સવાલ જ ન હતો.

થોડીજવારમાં ટેક્સી કરી અમે ઍરપોર્ટ પર પોહચી ગયા.મને એક સવાલ છે.અનુપમ આ માનસી કેમ આપણી સાથે ન આવી?પલવી તેની ટીકીટ કન્ફોર્મ નહિ થઈ હોય.એટલા માટે તે નહિ આવી શકી.

મને તો ઘણા પ્રશ્ન છે.બોવ બધું તેના વિશે વિચાર નહિ.નહિ તો તને માનસી પ્રત્યે નફરત થઈ જશે.મને શા માટે નફરત થાય.મારે અને એને શું લેવા દેવા હું તો હજુ આ મેડીકોલ કોલસેન્ટરમાં આવી જ છું.તેની સાથે મારે બોલવાનું પણ ઓછું થાય છે.અને જયારેથી મને તેણે તેની રૂમમાંથી બહાર નિકાળી.એ પછી હું તેની રૂમમાં ગઇ પણ નથી અને તે મારી રૂમમાં આવી પણ નથી.

તારે મને ન કહેવું હોઈ તો કહી નહિ.હું તને ફોર્સ નથી કરી રહી અનુપમ પણ કોઈ વાત તો છે જ.જે માનસી આપણાથી છુપાવે છે.હા,માનસી હું તને પછી એ બધી વાત કરીશ.એ બોવ મોટી કહાની છે.જો હું તને અત્યારે કશ તો તું ચક્કર ખાયને અહીં પડી જશ અને તારી ફલાઇટ પણ વહી જશે.

થોડીજવારમાં બેંગ્લોરથી મુંબઈ જવા માટે પ્લેન રવાના થઈ ગયું.મેં પાછળ નજર કરી તો અમારી સાથે પ્લેનમાં વિશાલસરની વાઈફ પાયલ અને તેમની છોકરી બંને હતા.વિશાલસરે બધાને આજ મુંબઈ રવાના કરી દીધા હતા.માનસી અને વિશાલસર આજ શું કરવાના હતા એ મારા અને ધવલ માટે સિક્રેટ હતું.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)