Love Blood - 34 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-34

લવ બ્લડ
પ્રકરણ-34

નુપુર માંની વાતો સાંભળતી સાંભળતી એટલી તન્મય થઇ ગઇ હતી જાણે કોઇ કાલ્પનીક વાર્તા સાંભળતી હોય પણ એને એહસાસ હતો માં ના ચહેરાં પર બદલાતાં જતાં હાવભાવ સમજતી હતી જાણે અનુભવતી હતી વચ્ચે વચ્ચે પોતાનાં વિચારોમાં પણ ઉતરી જતી હતી પણ એની માં કહી રહી હતી એમાં અત્યારે જે પડાવ આવેલો એ ભયવાળો ગંભીર હતો. એનાંથી માં ને પૂછાઇ ગયું. હાંશ માં પાપા આવી ગયાં પછી શું થયું ?
જ્યોતીકાએ આગળ કહ્યું "મને મોહીતાથી છોડાવી પણ એ દિવસ ખૂબ ગંદો હતો. એની અને મોહીતા વચ્ચે ખૂબ ઝપાઝપી થઇ હતી પેલાએ પણ પાપાને ખૂબ... પણ પાપા ખૂબ જ ઘડાયેલા અને બળવાન હતાં પેલાને છેવટે મારી મારીને અધમૂઓ કરી નાંખેલો એને ઘસડીને ઢોળાવ પર લઇને લાત મારીને ધક્કો દીધેલો પેલો ડુગરની નીચે તરફ ગગડી જઇ રહેલો હું જોઇ રહેલી પછી પાપાની નજર તને શોધતી હતી મને પૂછ્યું નુપુર ક્યાં છે ?
એમને એટલો બદો ક્રોધ આવેલો હું સહમી ગઇ હતી ડરી ગયેલી મેં આંગળીનાં ઇશારે દૂર પેલાં છોકરાનાં હાથમાં બતાવી એમણે એ તરફ દોટ મૂકી અને પેલો છોકરો પણ ગભરાઇને તને ત્યાં છોડીને ભાગી ગયો. તું ત્યાં ખૂબ રડી રહેલી હું તને લેવા માટે દોડી અને પાપાએ ત્યાં જઇને તને ઊંચકી ગળે વળગાવી દીધી હું પણ એમની પાસે પહોંચી હું ખૂબ રડી રહેલી ગભરાયેલી હતી. એ સમયે તારાં પાપા ખૂબજ ગુસ્સામાં હતાં એમણે તને ઉંચકી ઘરતરફ જવા લાગ્યાં હું એમની પાછળ દોરાતી ઘરે આવી નુપુર.. ઘરે આવીને એમણે તને તારી નાની પાસે મૂકી તારાં નાનાં હજી કામ પરથી આવેલા નહીં અમે અધૂરાં દિવસે ઘરે આવી ગયેલાં ખૂબ વરસાદ ચાલુ હતો હું અને તારાં પાપા બધાં ખૂબ જ પલળી ગયેલાં તને નાની પાસે મૂકી અને એમણે મારો હાથ પકડી તારાથી દૂર લઇ ગયાં પછી....
નુપુરની આંખમાં આંસુ આવી ગયેલાં એ સાંભળ્તા સાંભળતાં ક્યારે લાગણીમાં વહી ગઇ ખબર જ ના પડી માં માં કરતી વળગી પડી બંન્ને માં દીકરી ખૂબ રડી રહેલાં બંન્ને હીબકે ચઢેલાં. ક્યાંય સુધી બંન્ને રડતાં રહ્યાં પછી નુપુરે માં નાં આંસુ લૂછીને કહ્યું "માં માં આ બધુ કેમ થયું ? કેમ ? પછી શું થયું માં કહે ને ?
જ્યોતિકા થોડી વ્હોવળ અને વિચલીત થઇ ગઇ હતી એણે કહ્યું "નુપુ મારાંથી આગળ હવે નહીં કહેવાય છોડ પછી કોઇવાર નહીતર કંઇ કહેવુ નથી મારે..
નુપુરે કહ્યું "એય માં એવું નહીં તું જ કહેતી હતી કે હું મોટી થઇ ગઇ છું તારે જાણવું જોઇએ માં કહેને તું કહીશને તો તને પણ સારું લાગશે તેં કેટલાય વર્ષોનું આ બધું ઝેર ભરી રાખ્યુ છે માં કહે ને.. બોલને...
જ્યોતિકા થોડો સમય ડુસ્કા ભરી રહેલી નુપુરે આંખો લૂછી ઉભી થઇ પાણી લઇ આવી. જ્યોતિકા થોડી સ્વસ્થ થઇ અ પછી નુપુરને પોતાનાં ખોળામં લઇને કહ્યું દીકરા હવે કહેવાનું મન ના થાય એવું છે હું ક્યા મોઢે કહું.... પણ આપણો કબીલો સમાજ, વિચારધારા કેવી હતી તારે જાણવું જોઇએ ભલે અત્યારે થોડો સુધારો છે.
નુપુર તને મારાથી દૂર લઇ જઇને પાપાએ તારાં... એ વખતે વરસાદ ખૂબ હતો એટલો પાણીનો અવાજ હતો કે બાજુમાં બાજુમાં શું થઇ રહ્યું છે એ ના સંભળાય.
તારાં પાપાએ મારી સામે જોયું તેઓ ખૂબ જ ગુસ્સામાં હતાં એમણે મને કહ્યું "મેં તને કહેલું કે તારી સાથે લગ્ન કરુ છું પણ તને બીજા પરપુરુષનો સ્પર્શ પણ ના થવો જોઇએ તું આવુ કેવી રીતે કરી શકે ? તને ભાન નહોતું તું શું કરતી હતી ? મારી નુપુર પેલાનાં હાથમાં કેવી રીતે ગઇ ?
હું ખૂબ રડતી રડતી કહી રહી હતી હું કામમાં હતી મારુ ધ્યાન નહોતું નુપુર તો તમે બનાવી આપેલું વાંસનું એમાં અંદર રમતી રમતી સૂઇ ગઇ હતી અને હું પત્તીઓ એકઠી કરતી હતી એ પિશાચ કેવી રીતે આવ્યો મને નથી ખબર મારો કોઇ વાંક નથી.
પણ.. એ સમયે તારાં પિતા તારાં પાપા નહોતાં એક આદીવાસી પુરુષ હતાં એમને મારાં પર વિશ્વાસ નહોતો પડી રહ્યો. એ બોલ્યાં હું આપણાં માટે કાળી મજૂરી કરી રહ્યો છું તને સાચવવા મારી પાસે, જોડેને જોડે રાખી રહ્યો છું અને તું રાંડ છીનાળ તારી જાત સાચવી નથી શક્તી ? ધિક્કાર છે તારાં જેવી સ્ત્રીઓને તું મારે લાયક જ નથી.... પેલાં બાબાએ તો તારું બધુ લૂંટી લીધેલું એ માફ કરેલું કે તું... પણ નીચ આટલી નાની છોકરી પેલો ઉઠાવી જાય તને ખબર નથી પડતી ?
એટલું બોલ્યાં છે કે મારાં કાનનાં કીડા ખરી જાય... હું રોતી ક્કળતી રહી એમણે પછી મને ખૂબ મારી હતી નુપુર મને એમણે વાળ પકડીને પૂછ્યું એ મોહીતો તારી પાસે કેવી રીતે આવ્યો ? એણે શું શું કર્યુ તારી સાથે સાચુ બોલ નહીંતર આજે જ કાપી ને તને ધરતીમાં દાબી દઇશ સાચુ બોલ અને મને ખૂબ મારી...
મેં ગભરાતાં ગભરાતાં કહ્યું મારો હાથ પકડ્યો મને એણે ભીંસમાં લીધી અને એને... તારાં પાપાનો ક્રોધ વધતો જતો હતો હું એમને જોઇને ખૂબ ડરી ગયેલી ખૂબ પણ છૂપાવવાનો અર્થ નહોતો કારણ કે ત્યાં મજૂરો એ જોયેલુ જ અને મેં છાતીનો ભાગ બતાવી ક્યુ અહી એણે હાથ... હુ હજી આગળ બોલું પહેલાં મારી છાતીમાં એટલુ માર્યુ કે હું બેભાન જેવી થઇ ગઇ હું નીચે પડી ગયેલી એમનામાં શેતાન સવાર થયેલો મને લાતો મારી હું સાવ ભાન ગુમાવી બેઠી અને મને જોરથી ધક્કો મારી તીરસ્કારથી વરસાદમાં મૂકીને ઘરમાં જતાં રહ્યાં ન કેટલાય સમયે કળ વળીને ઉભી થઇ ધીમે ધીમે ઘર તરફ ગઇ મેં જોયું અંધારુ થવા આવેલું એ તને ખોળામાં બેસાડીને ખવરાવી રહ્યાં હતાં મને થયુ ઘરમાં જવું જ નથી હું આજે મરી જ જઊ મારે આવી દોઝખ જેવી જીંદગી જીવવી જ નથી એવું નક્કી કરીને હું પહાડ તરફ જવાં ગઇ ત્યારે મારો બાપ મારી સામે આવ્યો.
નુપુર મારામાં બીલકુલ તાકાત નહોતી મારું શરીર જાણે ઘસડતી ઘસડતી જતી હતી ખૂબ કળતર હતું બધે ચકામાં થઇ ગયેલાં મારાં મોઢાં અને નાકમાંથી લોહી નીકળી રહેલું. મારો બાપ દૂર ઉભો ઉભો જોઇ રહેલો એ એક અક્ષર ના બોલ્યો ના મને છોડાવવા આવ્યો.
નુપુરે કહ્યું નાનુ કેમ તને ના બચાવે માં ? એમ કહીને એ ફરીથી માં ને વળગીને ખૂબ રડી બંન્ને જણાં થોડીવાર રડતાં રહ્યાં પછી નુપુરે કહ્યું માં પછી શું થયું ? નાનુ એ શું કર્યું ?
જ્યોતિકા બોલી "નુપુ તારાં નાનુ મારી પાસે આવી બે હાથ જોડી ઉભાં રહ્યાં એમણે કહ્યું જ્યોતિ તને બચાવી શકું એ સ્થિતિમાં નથી અહી આવુંજ ચાલે તારો વર પણ પુરુષ છે હું પણ.... આવોજ હતો પણ તું કોઇ એવુ પગલુ ના ભરીશ હું સમજી ગયો છું આ છોકરી તરફ જોજે એ કોનાં આશરે ઉછરશે ? અમે ગમે ત્યારે જતાં રહેવાનાં આયુષ્ય ખુટી પડ્યુ છે.
મારાં પાપાનાં મોઢે આવી વાત સાંભલી આશ્ચર્ય થયેલું કે એ સમજણવાળી વાત કરે છે ? એમણે પણ માં ઉપર જુલ્મજ ગુજાર્યા હતાં પણ હું દીકરી હતી ને ? એ સમયે તારો વિચાર આવ્યો અને બધી કલ્પનાઓ થઇ અને હું રોકાઇ ગઇ નિર્ણય બદલ્યો.
એ દિવસે હું કણસતી દર્દ સહેલી આખી રાત ક્યારે વરસાદમાં ઝૂપડાંની બહાર બેસી રહી પલળતી રહી તારાં પાપા મને એકવાર બહાર જોવા નથી આવ્યાં મારી માં અને બાપુને કહી દીધેલું તમારે બહાર નથી જવાનું એ કુલક્ષણીને બહાર જ સડવા દો.
નુપુરની આંખોમાં આંસુ ઉભરાઇ રહેલાં એ ધુસ્કે ને ધૂસ્કે રડી રહી હતી એને સમજાતું નહોતું કે એ માં ને કેવી રીતે સાંત્વના આપે.
જ્યોતિકાએ કહ્યું "એ દિવસ પછી તારાં પાપા કેટલોય સમય મારી સાથે એક શબ્દ નથી બોલ્યાં યંત્રવત દિવસો જતાં આડકતરી રીતે ધ્યાન રાખતાં તને રમાડતાં તને બધુ શીખવતાં પણ એ દિવસો એ કાળી રાત ક્યારેય નહીં ભૂલાય.
નુપુરે કહ્યું "પછી એ બોલતાં ક્યારે થયાં ? જ્યોતિકાએ કહ્યું એ દિવસ અનોખો હતો અને ચહેરાં પર ભાવ બદલાયો...
વધુ આવતા અંકે --પ્રકરણ-35



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED