Love Blood - 33 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-33

લવ બ્લડ
પ્રકરણ-33

નુપુરની માં જ્યોતિકા પોતાનો ભૂતકાળ ખંખોળી ખંખોળીને નુપુરને જણાવી રહી હતી. નુપુરને થયું માં આજે મને કેમ બધું કહી રહી છે ? ભલે નુપુરને પણ જાણવાની ખૂબ ઇચ્છા હતી પણ એ માંને ધીમે ધીમે સમજી રહી હતી.
જ્યોતીકાએ કહ્યું "નુપુર પહેલાં કરતાં અત્યારે સમય ભલે બદલાયો છે પણ આજે પણ સ્ત્રી એ સ્ત્રી જ છે અને પુરુષ પુરુષ જ. આજે પણ સ્ત્રીઓને એ જ નજરે જોવાય છે અને એટલી જ કિંમત છે. પુરુષની નજર સ્ત્રીનાં દેહથી આગળ નથી વધી એને કાયમ "કામ" અને દેહનું જ આકર્ષણ રહ્યું છે.
સ્ત્રીનાં ગુણ સુધી પહોંચ્યો નથી એ ગુણ કરતાં રૂપને જ મહત્વ આપે છે એને ભોગથી જ મતલબ છે એને બધુ જોઇએ જ છે આપવું કંઇ નથી હું તને પુરુષની ઓળખ આપી રહી છું તારો બાપ હોય કે કોઇ પણ પુરુષ હોય બધાં પુરુષ સરખાં જ હોય છે બધાને ભોગમાં જ રસ છે સ્ત્રીની માનસિકતા સમજવાની તૈયારી નથી હોતી.
નુપુર સાચું કહું તો આ સ્ત્રીની સ્થિતિ માટે કંઇક અંશે સ્ત્રી પોતે જ જવાબદાર છે સ્ત્રી જ પોતે ભોગવી વસ્તુ હોય એમ જીવે છે પોતાનાં રૂપ અને દેહનું પ્રદર્શન કરવાં પાછી નથી પડતી એજ કોઇનાં કોઇ રૂપે આમંત્રણ આપીને, આકર્ષને "વસ્તુ"માં ભોગની વસ્તુમાં પરીવર્તીત થઇ જાય છે એ સામે પુરુષની પાત્રતા નથી જોતી બસ રૂપનાં ગુમાનમાં ભૂલે છે કે જેને આકર્ષીત રહી છે એવું વર્તી રહી છે એ ખરેખર પાત્રતા ધરાવે છે ?
નુપુરે થોડાં આશ્ચર્ય સાથે માં ને પૂછ્યું "માં તને આટલી બધી કેવી રીતે સમજ પડી ? તને ક્યારે આ બધુ સમજવા માંડ્યુ ? માં તુ આટલી કેવી રીતે કેળવાઇ ગઇ ?તું એવું ભણી નથી સ્કૂલમાં ગઇ નથી...
જ્યોતિકા એ કહ્યું "દીકરા આ બધી કેળવણી કે શિક્ષા સ્કૂલમાંથી નથી મળતી પોતાનાં અંતરમનથી મળે છે લોકોની નજર અને વર્તનમાંથી મળે છે અનુભવથી મળે છે ઘણાંને સમજ કેળવાય છે અને ઘણાં લૂંટાવી પસ્તાય છે. દીકરાં તારી સાથે આવી વાતો કરવાની હવે તારી સાચી ઊંમર છે તારી ઊંમર યુવાનીનાં ઉંબરે છે તને જેટલી કેળવીશ તને કામ લાગશે. તને ખબર છે ? તારાં પાપાએ તને નાનપણથી બધી કેળવણી સ્વરક્ષાની કેમ આપી છે ? એક યુવાન લડી શકે એનાંથી વધુ તને સ્વરક્ષતાનાં દાવપેચ શીખવ્યાં છે એ પણ વિસ્તહતાં કે મારો સંતાનમાં દીકરી છે... જે સ્થિતિમાંથી હું પસાર થઇ છું એ તારે સહેવાનું ના આવે.
નુપુરે કહ્યું "માં તારી વાત સાચી છે મને ઘણું બધુ સમજાઇ રહ્યું છે હું ખૂબ ધ્યાન રાખીશ અને એ વિચારોમાં ઉતરી ગઇ.... થોડીવાર પછી સ્વસ્થ થઇ અને બોલી માં પણ પાપાનું તું કંઇક કહીને અટકી હતી એ શું હતું કહેને....
જ્યોતિકા ઘોષે આગળ જણાવતો કહ્યું "દીકરા અહી" અમને લઇ આવ્યાં પછી એણે તારા નાનાં પણ કામે લગાડેલાં... અને મારી સાથે લગ્ન કરતાં પહેલાં મને કહ્યું જ્યોતિ હું તને ખૂબ પસંદ કરુ છું આ વસ્તીમાં પણ બધી જાતનાં માણસો છે પણ અહીં મારું વર્ચસ્વ છે એટલે તારે ચિંતા નથી પણ ઘરની બહાર કામ વિના અને જંગલ તરફ એકલાં ક્યારેય નહીં જવાનું અને તારે મારી સાથે કામ પર બગીચામાં આવવાનું તારાં પિતા મને ખૂબ પ્રેમ કરતાં મને પસંદ કરતાં પણ એમને મારાં રૂપની ચિંતા હતી એ એકલી ના મૂકતાં એવું નથી મારાં પર વિશ્વાસ નહોતો પણ બીજો પુરુષો પર વિશ્વાસ ન્હોતો અહીં જંગલીયત હતી સંસ્કાર ના નામે મીંઠુ હતું બળજબરી કોઇ કરી જાય પછી શું કરવાનું ?
એમણે મને પણ ચેતવણી આપી હતી કે જો તારી સાથે તારી ભૂલ કે બીજાની ભૂલથી કોઇએ ગરેવર્તન કર્યું તો હું તને છોડી દઇશ નહીં રાખું અને હું સાવધ થઇ ગઇ મારાંમાં બધી સમજ આવી ગઇ હતી હું માનસિક રીતે તૈયાર અને પુખ્ત થઇ ગઇ હતી કે આ પુરુષ ખૂબ પ્રેમ કરે છે એની પાસે હું સુરક્ષીત છું એ સારો માણસ છે મારે જ સાવધ રહેવુ પડશે અમારાં લગ્નમાં અમે બે જ હતાં માઁ કાળીમાતાનાં મંદિર લઇ ગયો હતો ત્યાં અને લગ્ન કરેલાં એમણે મને સ્વીકારે મેં એમને અને લગ્ન થઇ ગયાં નુપુર એમણે મને ખૂબ પ્રેમ આપ્યો છે સદાય સાથેને સાથે રાખી છે અને તારો જન્મ થયો. પહેલી જ દીકરી આવી એમને આનંદ કરતાં ચિંતા વધુ હતી કે આ દીકરી થઇ એની રક્ષાનું શું ? આમ પણ છોકરીઓનું ભવિષ્ય સારુ નહીં એમને સાચવવી અઘરી હતી.
એ દિવસે રાત્રે મેં કીધેલું આપણને માં એ જે સંતાન આપ્યું એ કેમ ઓછું લાવો છો ? તમે પણ માં ને માનો છો આટલું માં પોતે સ્ત્રી નથી ? પણ એ રક્ષા કરશે હું એને એવી ઉછેરીશ કે.. એવો મારી સામે જોઇને કહ્યું "તારું જીવન કેવું હતું તને ખબર છે ને ? આપણી વસ્તી કબીલો બધાં કેવાં છે ? સુંદર છોકરીએ અભિશાપ છે.
એમણે જ પછી કહ્યું "હું મારો આ દીકરી આતો મારો નુપુર છે એને એવી કેળવણી આપીશ કે સ્વરક્ષા કરશે અને મારો દીકરો થઇને રહેશે. માટે બીજી સંતાન ના જોઇએ આજ મારો દીકરો અને આજ દીકરી.
નુપુર એ દિવસ અને આજની ઘડી તારાં જન્મ પછી તારાં પાપા જાણે સાવ જ બદલાઇ ગયેલાં તારી કેળવણી અને રક્ષા અને આપણું સુખ એજ જોયું છે.
એકવાર એવો કાળો દિવસ ઉગ્યો નુપુર તારાં પાપા ચાનાં બગીચાનાં મુકદમ હતાં બધાં મજૂરોને માણસો લાવી આપતાં તું એ સમયે માંડ 5-6 વર્ષની હોઇશ તું મારી સાથે ચા નાં બગીચામાં જ હતી તું નાની હતી ત્યારે પણ તને કામ પર લઇને જતી ત્યાં રમતી તું અને હુ કામ કરતી તારાં પાપા પણ ત્યાં સાથે જ હોય. એ કાળો દિવસ મને આજે પણ ધ્રુજાવી દે છે.
નુપુરે કહ્યું "કેમ માં એવું શું થયેલું જ કહેને... જ્યોતિકાનો ચહેરો એ કાળો દિવસ યાદે કરતાં કાળો પડી ગયો ઉદાસ થઇ ગયો એની આંખો એ દિવસ યાદ કરીને જાણે થથરી ગઇ.
એ દિવસે પહાડ પર ખૂબ જ વરસાદ આપણે ત્યાં બધાં બગીચા ચાં ના ઢોળાવવાળાં પાપાએ તને ત્યાં એક ટેકરા જેવી જગાએ રાખી હતી અને તું રમેને એની આસપાસ લાકડા અને વાંસની ચારેબાજુ દીવાલ જેવું બનાવેલું તું રમતી રમતી સૂઇ ગઇ હતી હું તને વારે વારે જોઇ જતી વરસાદ ચાલુ થયો હું દોડીને તને જોવા આવી તો તું ત્યાં નહોતી હું ગભરાઇ ચારેબાજુ જોયું. બધાં છોડની નીમે જોયુ તું ચાલતી ક્યાંક નીકળી ગઇ નથી ને ?
મેં તારાં પાપાને બૂમ પાડી એય ક્યાંય ના દેખાય એટલાં વિશાળ ચાં ના બગીચામાં ક્યાં શોધું એ બધાનું કામ જોતાં જોતાં ચા ની પત્તી એકઠી થતી એ દૂર મોટુ મકાન હતું ત્યાં જતાં એ દૂર હશે અને હું ખૂબ ગભરાઇ તારાં નામની બૂમો પાડી બીજા મજૂરોએ પૂછ્યું શું થયું ? મેં કહ્યું મારી નુપુર અહીં નથી ક્યાં ગઇ ? એમાં એક મજૂર દોડતો દોડતો તારાં પાપાને બોલાવવા જતો રહ્યો.
હું રડતી રડતી તને શોધતી હતી હવે ચા નાં છોડ ઉચાં માથોળા હતા તને ક્યાં થોડુ હું બધી ચાંની લઇનોમાં દોડી રહી હતી અને અચાનક કોઇએ મારો હાથ પકડીને ખેંચી મેં જોયું તો એ પેલો મોહીતો હતો મેં કીધુ "તું ? અહીં શુ કરે છે ? છોડ મારો હાથ એણે હસ્તાં હસ્તાં કહ્યું. "તારી છોકીરને શોધે છે ? જો એ ત્યાં છે અને કોઇ છોકરાનાં હાથમાં તું હતી એ તને લઇને જઇ રહેલો એને મેં બૂમ પાડી ઉભો રહે મોહીતો મને કહે આજે તું મારાં હાથમાં આવી છે આજે તો તારે મને... એમ કહીને એણે બાથમાં લીધી મને... નુપુર એણે મારી સાથે ગંદી રીતે વર્તવાનું ચાલુ કર્યુ મારાં તનને... મેં ખૂબ બૂમો પાડી બચાવો બચાવો... અને ત્યાં જ તારાં પાપા દોડતાં દોડતાં માણસો સાથે ત્યાં આવ્યાં.
નુપુર બોલી હાંશ.... પછી શું થયું ? માં ? જ્યોતીકા એ કહ્યું "મને છોડાવી એનાંથી પણ નુપુર એ દિવસ બહુ ગંદો હતો કાળો હતો.....
વધુ આવતા અંકે --- પ્રકરણ-34

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED