Featured Books
શ્રેણી
શેયર કરો

પાંચ જાદુગરોની કહાની ભાગ-૬

પાંચ જાદુગરોની કહાની

આગળના ભાગમાં તમે જોયું કે પૃથ્વી હવે પંડિતોને ભોજન કરાવી ઘર પરિવારને શ્રાપથી મુક્ત કરાવે છે. અને મુખ્ય પંડિત પૃથ્વીને એક વરદાન આપે છે. અને થોડા સમય પછી પૃથ્વી અને આકાશ બન્ને માતા પિતા બનવાના હોય છે. અને પૃથ્વી બે બાળકીને જન્મ આપે છે. પરંતુ બંને બાળકી જન્મ લેતા જ પોતાની આગ અને પાણીની શક્તિથી દુનિયા ને તબાહ કરવા જતી હોય છે. અને પૃથ્વી અને આકાશ આ રોકવા માટે પોતાની અભેદ શક્તિથી આ બન્નેને મારી નાખીને દુનિયાને નષ્ટ થતી બચાવે છે પણ ત્યાં જ આંખને ફાડી નાખે એવો પ્રકાશ પડે છે. હવે આગળ...

પાંચ જાદુગરોની કહાની ભાગ ૬

પૃથ્વી અને આકાશ પોતાની સૌથી ખતરનાક શક્તિનો ઉપયોગ કરવા જતા હોય છે. અને ત્યાં જ આસમાનમાંથી આંખો ફાડી નાખે એવો પ્રકાશ પડે છે.પૃથ્વી અને આકાશની આંખો ત્યાં જ બંધ થઇ જાય છે. એ બંને જણા આ પ્રકાશ સહન નથી કરી શક્તા. હવે ત્યાં જ આસમાન માંથી એક આકાશવાણી થાય છે.

" અરે મૂર્ખ આ શું કરી રહ્યા છો તમે બંને જણા ? આ અભેદ શક્તિનો ઉપયોગ તમે જાદુગરો ઉપર જ કરવા માંગો છો. તમે તમારી શક્તિનો ખોટો ઉપયોગ કરી રહ્યા છો. આ બન્ને બાળકીઓ કઈ ખોટું નથી કરી રહી. એ હજી નાદાન છે. એ શું કરી રહ્યા છે. એ એમને પણ નથી ખબર અને તમે બંને જણા એમને મારવા માંગો છો. એ બંને જણા આ દુનિયાને પોતાનો આવવાનો સંકેત આપવા માંગે છે. અને આ બંને બાળકોની શક્તિથી કોઈ વ્યક્તિ કે એની પોતાની વસ્તુનું નુકસાન નથી થવાનું... "

આ વાત સાંભળીને બંને જણા એ પોતાની શક્તિને શાંત કરી અને બંને જણા બાળકીઓને હાથમાં લઇ લીધી. ત્યાં જ બાળકીઓ શાંત થઇ ગઈ. પણ આકાશએ પહેલી બાળકીને ઉપાડી તો એને એવું લાગ્યું કે જાણે એને સાગરને હાથ માં લઇ લીધો હોય એ એનો બોજ સહન ના કરી શક્યો... અને પૃથ્વીએ બીજી બાળકીને હાથમાં લીધી એને એવું લાગતું હતું કે જાણે એનું આખું શરીર આગમાં તપતું હોય...

પણ બંને જણાએ સહન કરીને બંને બાળકીઓ ને સુવાડી દીધી.. અને ઘરમાં પણ કોઈને કહ્યું નહિ. કે પૃથ્વી એ બાળકીઓને જન્મ આપ્યો છે.

બીજો દિવસ ઉગી ગયો હતો... બાળકીઓ હવે શાંત થઇ ગઈ હતી. અને એ શાંતિ થી રમતી હતી. દુનિયા મચેલો તૂફાન પણ શાંત થઇ ગયો હતો.
હવે ઘરમાં બધા ઉઠી ગયા હતા અને પૃથ્વી બંને બાળકીઓને લઈને રૂમમાંથી બહાર આવી અને આ દૃશ્ય જોઈને બધા ચોકી ગયા હતા. પાર્વતીબેન થોડા નાખુશ હતા કારણકે બંને બાળકીઓ જ હતી. અમને પુત્ર જોઈતો હતો... પણ એમને કોઈને કહ્યું નહતું.

હવે એ લોકો બાળકીઓની કુંડળી નીકળવા માટે પંડિત બોલાવે છે. અને થોડી જ વાર માં પંડિત ત્યાં આવે છે. અને એ બંને બાળકી ઓ જોઈને કંઈક ગણતરી કરે છે અને એ બોલે છે કે આશ્ચ્ર્ય. આ બન્ને બાળકીઓ માંથી પહેલી પુત્રી જન્મ લેતા નક્ષત્ર બદલી જાય છે. અને બીજી પુત્રી બીજા નક્ષત્રમાં જન્મ લે છે.આ તો આશ્ચર્યની વાત કેવાય. અને બંને નક્ષત્ર બહુજ સારા છે. પણ....

પણ, પણ શું પંડિતજી. પાર્વતીબેન પૂછે છે.

પણ આ બંને બાળકીઓ ભવિષ્ય બહુજ અલગ છે. આ બંનેનું નામ આ દુનિયા એક ગર્વથી લેશે. હવે આમના નામકરણ ની વાત કરીએ તો તમારી પહેલી પુત્રી નું નામ 'અ' અક્ષર પરથી અને બીજી પુત્રી નું નામ 'ત' અક્ષર પરથી રાખો... તો બાળકીઓ માટે બહુજ સારું થશે...

તો ઠીક છે પંડિતજી. આકાશ બોલે છે.

પંડિતજી હવે જાય છે. અને એ લોકો ત્યાં બાળકીઓ નું નામ શુ રાખવું એના પર ચર્ચા કરે છે.

ત્યાં જ પૃથ્વી બોલે છે. કે આપડે 'અમૃત' અને 'તેજસ્વી' રાખીએ તો....

આ સાંભળી બધા ખુશ ગયા. અને કહે છે કે બહુજ સરસ નામ છે.

પછી બધા એ આ નામ પડી દે છે. પરંતુ પાર્વતીબેન ના ચહેરા પર કોઈ પણ જાત ની ખુશી દેખાતી નથી. એમના મોઢા પરથી સાફ દેખાતું હતું કે એ નાખુશ હતા. એમને તો છોકરો જોઈતો હતો. પણ બધા ખુશ હતા એ જોઈએને એ કંઈ જ ના બોલ્યા.

પછી પૃથ્વીએ આકાશને રૂમ માં જવાનો ઈશારો કર્યો. આકાશ અને પૃથ્વી એ બંને બાળકીઓને લઈને રૂમમાં જાય છે. પછી આકાશ કહે છે. કે તે આટલું જલ્દી જલ્દી કેમ મને અહીંયા બોલાવ્યો.

પૃથ્વી બોલી. આપડે ખુશીના કારણે એક વાત ભૂલી ગયા .

આકાશ બોલ્યો. કઈ વાત?

પૃથ્વી બોલે છે. કે આમને કઈ શક્તિ પ્રાપ્ત થઇ છે. એ તો જોવાનું ભૂલી ગયા આપડે.

અરે હા મને પણ એનું ધ્યાન જ નથી...

એ બન્ને જણા એ બંને બાળકીઓના હાથ પર બનેલા નિશાન જોવા મંડ્યા. પણ એમને એ નિશાન જોઈને કઈ પણ સમજ ના આવ્યું.

પછી પૃથ્વી બોલે છે, આ કેવું નિશાન છે, કઈ ખબર જ નથી પડતી.

આકાશ બોલે છે. કે આપડે પેલા અઘોરીબાબા જોડે જઈને પુછીયે તો, એમને ખબર જ હશે.

હા, તમે સાચી વાત કરી, કાલે સવારે આપડે જઈસુ એમની જોડે.

પણ એ ક્યાં રહે છે. એ કોઈને નથી ખબર એતો અચાનક આવે છે અને અચાનક ગાયબ પણ થઇ જાય છે. એમને ક્યાં શોધી શું?

કઈ વાંધો નાઈ હું કંઈક કરું છું. પૃથ્વી બોલે છે

શું કરીશ તું.

તમે એક કામ કરો દરવાજા આગળ ઉભા રહો કે કોઈ અંદર ના આવે.

સારું જય છું, (આકાશ દરવાજા આગળ જાય ને ઉભો રહે છે)

પૃથ્વી પોતાના બન્ને હાથ જમીન પર રાખે છે અને કહે છે કે " એ ધરતીની શક્તિ સાંભળ મારી વાત, અઘોરી બાબા જ્યાં પણ હોય ત્યાંથી એમને શોધીને અહીંયા લેતા આવો "

આકાશ આ બધું સાંભળી ગયો અને બોલ્યો. આ શું કરે છે.?

પૃથ્વી બોલે છે કે અઘોરીબાબા જ્યાં પણ હશે ત્યાં એમને જમીન ની અંદર થઇ ને અહીંયા આવી જશે. એ પણ સહીસલામત.

ઠીક છે. આકાશ બોલ્યો

અને એટલામાં જ કંઈક ભયંકર અવાજ આવે છે. બંને જણા જોવે છે તો અઘોરીબાબા જમીન માંથી બહાર આવે છે. આ બધું જોઈ બન્ને જણા ખુશ થઇ જાય છે. અને તે બંને જણા પગે લાગીને

આર્શીવાદ લે છે.

અઘોરીબાબા બોલે છે કે "આયુષ્યમાન ભવ"

અને ત્યાંજ એ ગુસ્સે થઇ ને બોલે છે. પૃથ્વી..... આ શું છે? તું તારી શક્તિનો ખોટો પ્રયોગ કરે છે. તારી હિંમત પણ કેવી રીતે થઇ મને આવી રીતે બોલવાની.

પૃથ્વી બોલે છે. મને માફ કરજો બાબા . મારી જોડે બીજો કોઈજ રસ્તો નતો. તમે ક્યાં રહો છો એ કોઈને નથી ખબર. એટલે મેં તમને આ રીતે બોલાવ્યા.

બાબા ખુશ થયા અને બોલ્યા. મેં જેવું ધાર્યું હતું એવું જ થયું, પૃથ્વી બેટા તને ખોટું કામ કર્યા પછી માફી માંગવાની પણ આવડત છે. હું તો તારા પર હતો જ નઈ.

આ સાંભળી પૃથ્વી ખુશ થઇ જાય છે. અને એ કહે છે બાબા બહુ જ જરૂરી કામ હતું એટલે તમને બોલાવ્યા

બાબા બોલે છે. બોલો પુત્રી શું કામ છે?

પૃથ્વી બોલે છે. મેં ૨ બાળકીને જન્મ આપ્યો છે. એમની જોડે કઈ શક્તિ છે. અમે એમના નિસાન જોયા પણ કંઈજ ખબર ના પડી એટલે તમને બોલાવ્યા.

બંને બાળકીઓને મારી સામે લાઓ. બાબા બોલે છે.

પૃથ્વીએ બંને બાળકીઓને બાબા ને હાથમાં પકડાવતી હતી એટલામાં જ બાબાને કંઈક ઝટકો આવ્યો અને એમની આંખો લાલ કલરની થઇ. અને આ બધું આકાશ જોઈ ગયો. અને ત્યાંજ બાબા આંખો છુપાવતા હોય એમ હાથ મોઢા પર લઇ ગયા.

અને બાબા બોલ્યા. બાળકીને અહીંયા નીચે મૂકી દે. પુત્રી. પૃથ્વીએ એવું કર્યું.

બાબા બોલ્યા બાળકીઓતો બહુજ સુંદર છે. શું નામ પડ્યું છે.

આકાશ બોલ્યો. પહેલી પુત્રીનું નામ અમૃત. અને બીજીનું નામ તેજસ્વી.

નામ પણ સારું છે. બાબા બોલ્યા.

આકાશ બોલ્યો બાબા જલ્દીથી આમને કઈ શક્તિ મળી છે એ કહો ને.

બાબા બોલ્યા ઠીક છે. અને બંને બાળકીઓ ના જમણા હાથ પર બનેલું નિશાન જોયું. અને એ જોતા જ એ સમજી ગયા.

અને એ બોલ્યા કે પહેલી પુત્રીના હાથ પર "કબૂતર અને સ્વાન" નું ચિન્હ છે.

અને બીજી પુત્રીના હાથ પર " હાથ " નું નિશાન છે.

બાબા તો આમને કઈ શક્તિ મળી છે?

બાબા બોલ્યા આમની શક્તિ બહુ અજીબ છે.

પૃથ્વી બોલી, અજીબ? એવી તે કઈ શક્તિ છે?

બાબા બોલ્યા આમની જોડે જે શક્તિ છે એ છે....

(ક્રમશ)