Mermaid books and stories free download online pdf in Gujarati

મરમેઇડ

વાત એ સમય ની છે જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી એ આ દુનિયા માં પગપેસારો નહોતો કર્યો.
મુનારોબેટ એક અદ્ભુત નજારો. દરિયા થી લગભગ બે કિલોમીટર દૂર વડિયાર નામે એક ગામ. એની વસ્તી લગભગ માંડ પચીસેક ઘર ની.પણ ગામ ખૂબ જ રળિયામણું અને મનોહર હતું એમાં એક દિવાકર નામનો યુવાન રહેતો હતો.
"બેટા ઉઠ, કેટલા વાગ્યા? આજે તારે જવું નથી લાગતું."
"ના, માં બસ આ ઉઠ્યો" કહેતા દિવાકર ઉઠ્યો. છ ફૂટ ની ઊંચાઈ,બહુ ગોરો નહિ એવો બદામી વાન, તેજસ્વી ચહેરો. ફટાફટ કામ પરવારી દિવાકર માં ને પગે લાગી નીકળી પડ્યો દરિયા ની સેર કરવા....તમને થતું હશે કે વળી આ દિવાકર કામ શું કરતો હશે??
દિવાકર દરિયાના પેટાળમાં જઈને મોતી,છીપલાં,શંખ વગેરે શોધી ને લાવતો.જ્યાં સુધી તેને સંતોષ ના થાય ત્યાં સુધી તે પાછો ના આવતો આમ તેનો કોઈ ચોકકસ સમય નક્કી નહોતો.તે જાત-ભાતના મોતી લઈ આવતો તેની એને ખૂબ ઊંચી કિંમત મળતી.આ બધી અણમોલ વસ્તુઓ તે એક શહેર નાં જોસેફ ને વેચતો. એ સમયે આ અણમોલ મોતી ની ખૂબ માંગ હતી.અમીર લોકો ના શોખ અને વૈભવ નું પ્રતિક હતા આ મોતી. રોજના ક્રમ મુજબ દિવાકર દરિયા માં સેર કરતો.એક દિવસ ની વાત છે દિવાકર તરતાં તરતાં આ મુનારોબેટ પાસે પહોંચી ગયો.ઉછાળા ભરતાં મોજાં,દરિયાનું ખારું પાણી,વિવિધ ભાત ની માછલીઓ,દરિયા ના પેટાળ નો એ અદભૂત નજારો. દિવાકર એ પણ ભૂલી જતો કે એ કેટલે દૂર પહોંચી ગયો છે,પણ આ બધું એના માટે જીવન હતું.
મુનારોબેટ ના પેટાળ માં સેર કરતાં- કરતાં પાણી નાં આછાં પ્રકાશ માં આ શું દેખાઈ રહ્યું છે?કોઈ સુંદર કન્યા પણ સેર કરી રહી છે,પણ તેનું શરીર તો એક મત્સ્ય જેવું આબેહૂબ દેખાઈ રહ્યું છે.આ કેવી રીતે શક્ય હોઈ શકે? દિવાકર નું મગજ તો ચકરાવે ચડી ગયું.એટલી વારમાં તો એ મતસ્યકન્યા પણ ગાયબ!આજે દિવાકર આ વિચારો માં જ પાછો આવ્યો.માં એ પૂછ્યું,"કેમ દિવાકર?આજે તો રોજ કરતાં વહેલો આવી ગયો." કંઈ નહિ માં એ તો એમ જ.દિવાકર જમ્યો અને ઊંઘવા આડો પડ્યો પણ કેમ જાણે એને એ જ દ્રશ્ય સામે દેખાતું હતું, એ આછો પ્રકાશ, એ મતસ્યકન્યા.
થોડાં દિવસો પછી એ જોસેફ ને મળ્યો. એણે એ બધી જ વાત તેને જણાવી. જોસેફે કહ્યું, અરે તું મરમેઇડ વિશે નથી જાણતો?આ બધું તો મે પણ ખાલી સાંભર્યું જ છે પણ આ સાચું હશે એ વાત મારા માન્યા માં નથી આવતી અને જોસેફ હસવા લાગ્યો.દિવાકર તે કોઈ વાર્તા સાંભળી હશે એટલે તને આભાસ થયો હશે. બની શકે એમ કહી ને દીવાકરે વાત ટાળી દીધી.બંને છુટ્ટા પડ્યા પણ આ બાજુ જોસેફ ઊંડા વિચારો માં ખોવાઈ ગયો,જો સાચે જ મરમેઇડ હશે તો??
દિવાકરે મુનારોબેટ જવાનું શરૂ કરી દીધું કદાચ ફરી એ મતસ્યકન્યા દેખાઇ જાય.એક દિવસ ફરી એ બેટ બાજુ ગયો. તરતાં તરતાં એ બેટ પર આવી ને બેઠો.આજુબાજુ નજર કરી તો આ શું?? એ જ સુંદર પરી જેવી મતસ્યકન્યા.સુંદર અણીયાળી આંખો,મુલાયમ લીસા વાળ,અને પગ ની જગ્યા એ માછલી જેવી પૂંછ.દિવાકર તો વિચારો માં ખોવાઈ ગયો કે આ સત્ય છે કે પછી ભ્રમણા...?એટલી વાર માં તો એ મતસ્યકન્યા કૂદી ને પાણી માં......દિવાકર કઈ સમજી શકે એ પહેલાં તો એ ગાયબ થઈ ગઈ. એણે ફરી જોસેફ ને બનેલી ઘટના વિશે જણાવ્યું.બીજે દિવસે જોસેફ પણ દિવાકર સાથે ઉપડી પડ્યો દરિયા ની સફરે...આમ તો એ ફક્ત એના કામ થી જ મતલબ રાખતો ક્યારેય દરિયાની સેર કરવા ગયો જ નહોતો. એ પણ સમુદ્રની લહેરો જોઈ ને મસ્ત થઈ ગયો.થોડી જ વાર માં એ મુનારો બેટ પહોંચી ગયા પણ આજે એ મત્સ્ય કન્યા દેખાતી નહોતી.પણ થોડી વાર તેઓ ત્યાં બેસી રહ્યા ને દૂર દૂર કોઈ કન્યા તરી રહી હોય એવું જણાતું હતું.ઘણી રાહ જોઈ પણ તે નજીક ના આવી છેવટે તે લોકો ચાલ્યા ગયા.
જોસેફ ના દિમાગ માં તો બસ એ જ દૃશ્ય ઘૂમરાયા કરતુ હતું.કે કેમ કરી ને એ મત્સ્ય કન્યા હાથ માં આવી જાય ને એ માલામાલ થઈ જાય.
એણે દિવાકર ને મળીને કહ્યું કે હીરા મોતી ના કોઈ વેપારી ને મળવા જવાનું છે તો તે જાતે જ જાય એવો આગ્રહ રાખી ને તેણે દિવાકર ને બીજા શહેર માં મોકલ્યો.આ બાજુ જોસેફ તેની પૂરી તૈયારી સાથે બીજા બે ત્રણ માણસો ને લઈ ને મુનારોબેટ પહોંચી ગયો.અને થોડા પ્રયત્નો ને અંતે જાળ બિછાવી ને એ મત્સ્ય કન્યાને પકડી લીધી.અને કશું પણ વિચાર્યા વગર તેણે તેને એક પ્રયોગ કરતી કંપની માં એને મોકલી દીધી અને કરોડો રૂપિયા મળ્યાં એને એના બદલા માં..... . બિચારી એ મત્સ્ય કન્યાને એક કાચના બોક્સ માં મૂકી દેવામાં આવી એક અજુબા તરીકે...ત્યારની એ ત્યાં સચવાયેલી છે એક નિશ્ચેતન, મૂક, કશું કહેવા ઈચ્છતી.....જોસેફે એક અમૂલ્ય જીવ નું નામનિશાન મિટાવી દીધું...દિવાકર આવ્યા પછી રોજ એ મુનારો બેટ પર જાય છે એ આશા એ કે આજે કદાચ એ મરમેઇડ દેખાઈ જાય......પણ એ પછી મરમેઇડ ખાલી ચિત્રો , વિચારો ને વાતો માં જ રહી ગઈ...

બીજા રસપ્રદ વિકલ્પો