લવ બ્લડ - પ્રકરણ-32 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-32

લવ બ્લડ
પ્રકરણ-32

નુપુરને એની માં એનાં પાપા સાથે કેવી રીતે જોડાઇ કેવી રીતે લગ્ન થયા એની પહેલા કેવી સ્થિતિ હતી એ બધુ જ કહી રહી હતી સારી અને પીડાદાયક બધી જ પળો વર્ણવી રહી હતી અને કહેવાથી એને સાંત્વના મળી રહી હોય એવું લાગતું હતું.
જ્યોતિકા નુપુરની માં એ કહ્યું "નુપુર હવે તું નાની નથી જુવાન થઇ ગઇ છું અને આટલી ઊંમર પહેલાં તો આપણાં સમાજમાં છોકરીઓનાં લગ્ન થઇ ગયાં હોય અને સંસાર માંડી દીધો હોય અને મારી વાતો એટલાં માટે જણાવુ છું કે જીવનમાં તને શીખ મળે અને આવનાર એવાં કોઇ સંજોગ હોય તું એનો સામનો કરી શકે.
મારુ જીવન કોઇ વાર્તાનો ભાગ નથી પણ સાચી જીવેલી એની જીંદગી કે એક સ્ત્રી તરીકે કરેલી ભૂલો નાદાનીયત અને શિક્ષા કે દંડ કે પ્રેમ ખબર નથી પછી સમજ આવી અને ઘંડાઇ ગઇ.... પણ પછી આજે પણ એવાં વિચાર આવે કે મને મારી માં એ સૂઝ સમજણ કેમ ના આપી ? ભલે મારી રક્ષા કરતી ઘરમાં જ રાખતી સમાજ અને રીત રીવાજો એવાં હતાં કે સ્ત્રીનું કોઇ મહત્વ જ નહોતું એ વિચારધારાની એ પણ માનસિક બિમાર હતી છતાં એણે મારી ખૂબ રક્ષા કરી છે અને એ કોઇ સામે ઝૂકી નથી એનું એ બળ હું નાનપણથી જોતી આવી છું.
નુપુર સંજોગો અને સ્થિતિઓતો દરેકનાં જીવનમાં આવે છે પણ કેળવણી અને ઉછેર સારો થાય તો ઘણો ફરક પડે છે કારણ કે આપણી સ્ત્રીઓમાં બાળપણ ક્યારે પુરુ થઇ કિશોરી થઇ જુવાની પ્રવેશી જાય છે જાણે ખબર જ નથી પડતી.
નુપુર નાનપણથી મારાં મનમાં પણ એવું હતું કે હું ખૂબ સુંદર છું વસ્તીમાં કેટલીય છોકરીઓ હતી પણ મારાં રૂપ રંગ ઘાટીલો દેહ પહેલેથી બધાનું આકર્ષણનું કારણ બની ગઇ હતી જેમ જેમ મોટી થતી ગઇ મારામાં પણ તનનો ઘાટીલો વિકાસ થયો ગયો એમ ગુમાન આવતું ગયું મને મારી સુંદરતા ઢાંકવી ગમતી નહીં મને અંદર ને અંદર અભિમાન હતું અને એને પોષવા હું વધુ આકર્ષક કેવી રીતે લાગું એવાં વિચાર આવતાં હું માં ને કહેતી મારાં વાળ આમ ઓળી આપ આવું ગૂંથી આપ મને સરસ સરસ કપડાં અપાવ માં મારી માનસ્કિતા સમજતી હતી પણ એની પાસે સમજાવવા કદાચ શબ્દો નહોતાં એને પણ એવી કેળવણી નહીં હોય નુપુર અને એ મને આખો વખત ઘરમાં જ ગોંધી રાખી મારું રક્ષણ કરતી.
હું ક્યારેક ઘરની બહાર નીકળતી અને બધાની નજર મારાં પર કેન્દ્રીત થઇ જતી મને એ ખૂબ ગમતું નોંધ લેતી ત્રાંસી નજરે હું કપાસ કાંઢી લેતી કે બધીજ આંખો મારાં પર મંડાયેલી છે અંદરને અંદર હું ખૂબ ખુશ થતી પણ નુપુર....
મારું રૂપ મારાં માટે અભિશાપ બની જશે મને ખ્યાલ જ ના રહ્યો. બધાંને ભોગવવાની એક આકર્ષક ચીજ બની ગયેલી માં એ ખૂબ સાચવેલું એકવાર હું માંની સાથે લાકડા લેવા ગયેલી હતી. મારાં બાબા ચા નાં બગીચામાં જતાં એ ત્યાં ગયેલાં હતાં માં ને ટોપલાં ગૂંથીને બનાવવાનાં હતાં એટલે એ દિવસે મને નેતરનાં જંગલ તરફ લઇ ગયેલી અને ત્યાં નેતરનાં વાંસ કાપી રહેલાં પછી માં એ ક્યું વધુ લાંબા વાંસ છે તું બીજી નાની છરી, કોયતો વધુ લઇને આવ આપણે આજે અહીંજ બનાવી દઇએ મેં કીધુ સારું મને ટકોર કરી દોડતી જા અને દોડતી પાછી આવ રસ્તે ક્યાંય ઉભી ના રહેતી કોઇ સાથે વાતો ના કરતી.
માં એ કીધુ એમ છરીઓ અને કોયતો લેવાં હુ ઝાપણાં ઝૂંપડે આવી અને માં એ સમજાવેલું કહ્યું અને પાછી જંગલ તરફ દોડી ત્યાં રસ્તામાં જ મને વસ્તીએ ગુંડા જેવો મોહીતો સામો મળ્યો એણે મને કહ્યું કેમ આટલી દોડતી ક્યાં જાય છે કેટલી હાંફી છે. થોડીવાર ઉભી રહેને મારી સાથે......
એણે એની ડાંગથી મને અટકાવી એતો શરીરે પૂરો રાક્ષસ જેવો હું સાવ કુમળી છોકરી હતી મેં ભયથી ગભરાઇને કહ્યું "હું નવરી નથી માં રાહ જુએ છે આઘો જા મને જવા દે મારાં હાથમાં છરીઓ અને કોયતો હતો એટલે થોડી હિંમત હતી.. એણે મને જબરજસ્તીથી ઉભી રાખી અને મારી સામે જોવા લાગ્યો પછી મીઠાંશથી બોલ્યો "તને ખબર છે તું કેટલી સુંદર છે ? આખી વસ્તીમાં તારાં જેવું કોઇ નથી તું મારી સાથે લગ્ન કરી લે હું તને રાણીની જેમ રાખીશ જો મારી પાસે કેટલી જમીન છે જંગલનો કોન્ટ્રાક્ટર મારી પાસે છે ખૂબ પૈસા છે અને મારાં ઘરમાં તારાં જેવી સુંદર નાર જ શોભે એ મારાં વખાણ કરતો હતો મને ગમી રહેલું....
એ મને જોતો સમજતો આગળ વધ્યો અને મને મારી સાવ નજીક આવી મારો ચહેરો ઊંચો કરીને કહે તું ખૂબ રૂપાળી, ઘાટીલી અને સુંદર છે તું તો વન દેવી છે હું તને ખૂબ ચાહુ છું મને પસંદ કરી લે હું કબીલામાં સૌથી બળવાન છું એમ કહીને એણે મને એની બાહોમાં ભીસ આપી અને મારી છાતી... હું એટલી ગભરાઇ અને પીડા થઇ કે એને જોરથી ધક્કો મારીને દોડી ગઇ એ બૂમ પાડીને કહેતો રહ્યો હું તને નહીં જવા દઊં તારે મારી સાથે લગ્ન કરવા પડશે.
હું દોડીને માં પાસે પહોચી ખૂબ હાંફતી હતી માં સમજી ગઇ મને પૂછ્યાં પહેલાં મને મારવા માંડી હું ખૂબ રડી રહી હતી મેં કીધુ માં મેં કંઇ નથી કર્યું પણ માં એટલી ગુસ્સામાં હતી કે એણે મારાં હાથમાંથી છરી કોયતો ઝૂંટવીને કોયતાનો હાથો મારા કપાળમાં મારીને બોલી "ક્યાં રોકાઇ હતી ? મેં ના પાડી હતી મોં કાળુ તો કર્યુ નથી ને.. એવું કંઇ કર્યું હોય તો કુવો પુર જા અહીંથી.
મેં માંનો પગ પકડ્યાં કીધુ માં મેં એવું કંઇ નથી કર્યું અને થોડીવાર પછી માં પણ ખૂબ રડી અને મને વળગીને બોલી જ્યોતિ હું શું કરું બોલ ? તારું રૂપ તારું દુશ્મન છે અહીં તને સાચવવી અઘરી છે મારે અને મારાં કપાળમાં હાથ દાબીને લોહી અટકાવી રહી હતી પછી એણે મને પાસે બેસાડી હેતથી હાથ ફેરવ્યો મને કહે તારે મને છોડીને ક્યાંય જવાનું નથી... પણ મને આશ્ચર્ય એ થયું કે માં એ મને પૂછ્યુ જ નહીં કે શું થયું હતું ?
અને છેક સાંજે ઘરે પાછા આવતાં હતાં મારાં માથે ટોપલાં અને સાધનો હતાં માં એ વાંસનો અને લાકડાનો ભારો માથે લીધેલો માં નાં હાથમાં કોયતો હતો પાછાં ફરતાં મોહીતો ત્યાંજ ઝાડ નીચે બેઠેલો એનાં ઢોર આસપાસ ચરતાં હતાં અમને જોઇને મોહીતો ઉભો થઇ ગયો મને ખૂબજ ડર લાગી ગયો હું ચાલતી અટકી ગઇ અને માં જાણે બધુજ સમજી ગઇ.
માં થોડી આગળ વધી પછી મને કહે ચાલ મારી સાથે આવ તને કોઇ કંઇ કરી નહીં શકે અને પછી મોહીતાને રાડ પાડીને કહ્યું "એય શેતાન ખબરદાર મારી છોકરી સામે જોયુ પણ છે તો આખું જંગલતો તે અભડાવી મુક્યુ છે હવે મારી છોકરી પર નજર છે ? ખબરદાર હું અભાગણી સ્ત્રી છું પણ તને ભારે પડીશ જો મારી છોકરીને આંતરી છે તો મોહીતો ખબર નહીં ચૂપ જ થઇ ગયો થોડે આગળ અમે ગયાં એટલે બૂમ પાડી બોલ્યો" ઘરમાં હીરો પાક્યો છે જ્યોતીની માં ક્યાં સુધી સાચવશો ? એનાં કરતાં પરણાવી દો નહીંતર.. અને માં કંઇ બોલ્યા વિના આગળ વધી અને ઘરે આવ્યાં.
નુપુર પછી માં માંદી પડી અને મેં પેલા બાબાની વાત કરી પછી તારાં પાપાએ મને બચાવી એ દિવસે ભય અને આ બધાં ત્રાસથી છૂટવા માં ને તારાં પાપા પણ પસંદ આવેલાં આ વસ્તીથી છૂટવા અમે એમની સાથે જવા તૈયાર થયાં માં કહે અમે જોઇ જઇએ પહેલાં પછી એનાં બાપુ સાથે પાછાં આવીશું અને જગ્યા અને કામ જોવા તારાં પાપા સાથે આવી ગયાં હતાં અહીં આવીને જોયુ માં ને પણ પસંદ પડ્યુ હતું પછી 10 દિવસમાં ત્યાંથી બધુ છોડી સામાન લઇ માં બાપુ અને હું અહીં આવી ગયાં નુપુર ત્યારે થોડો નિરાંતનો શ્વાસ લીધેલો.
પણ નસીબમાં હાલાકી, અપમાન લખેલાં હતાં એમાં પણ મારું રૂપ જ નડતર બન્યુ હતું શું કરું નુપુર મારાં રૂપનાં અભિશાપે મને ખૂબ સજા આપી છે. તારાં પાપાને હું ખૂબ ગમતી ખબર હતી પણ એમને મારાં પર ઉપર... શું કહું નુપુર ?......
વધુ આવતા અંકે --- પ્રકરણ-33