ગઝલ સંગ્રહ - ભાગ - ૭ Pratik Dangodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ સંગ્રહ - ભાગ - ૭

કટકે કટકે સહીને હવે જાણે થાકી ગયા,
ફેસલો હવે ઠોકરોનો એક સાથે કરી દે.

વ્યસ્તતામાં ખુદ માટે પણ વખત નથી રહ્યો,
તું હવે તારો જાણી થોડો થોડો ભરી દે.

આ વખત મારો વારો છે જીતી જઈશ,
પણ તેના માટે એક તક મને ફરી દે.

આજુબાજુ અટવાયો છું આ દુનિયાની,
બrહાર હું નીકળી શકું સલાહ તું ખરી દે.

પારખી શકું પોતાના-પારકા સૌ કોઈને,
નજર આ નયનની તું મને એવી નરી દે.


પ્રતીક ડાંગોદરા



પડી ક્યારે આદતો આવી તે કઈ ખબર નથી,
સહેવાય છે કેમ આ વ્યથાઓ તે ખબર નથી.

મંજુર જરા પણ ન હતી આંગણે છતાં વ્યથા,
પ્રવેશી એ દિલમાં પણ ક્યારે તે ખબર નથી.

હોય પાસે સઘળુય તો પછી છે આ દર્દ શાનું?
મુંજાવ છું મનમાં ને મનમાં છતાં ખબર નથી.

લઈ આ કાફલો ચારેયબાજુ ચાલવાનું હતું,
માર્ગ આ દોસ્તીનો પણ ભટક્યા ખબર નથી.

હોય ઉગારવું તો ઉગારી લે વખત પેલા જ,
વધશે આ દર્દ પણ કેટલું તેની ખબર નથી.


પ્રતીક ડાંગોદરા


આવી વ્યસ્તતા ત્યારથી,
થયો સમજણો ત્યારથી.

ભૂલી પરિશ્રમ આ રેખાઓ,
લાગ્યો તું જોવા ક્યારથી?

પૂછો ન મારો કિસ્સો જીતનો,
છે આ નિવેડો બસ પ્યારથી.

અલગ વાતો મનમાં ઘૂમ્યા કરે,
કરી છે મુલાકાતો જ્યારથી.

અરમાન જીવ્યા જ કરે દિલમાં,
નથી આવરદા કોઈ સારથી?


પ્રતીક ડાંગોદરા



તું શરૂઆત તો કર,


નથી આ દુનિયામા કોઈ ખુશી તું શરૂઆત તો કર,
જીવિલે થોડું પોતાના માટે તું શરૂઆત તો કર.

મનમાં ને મનમાં શુ મુંજાયા કરે છે,
પોતાની જાતેજ પોતે દુઃખી થયા કરે છે,
પોતાની રીતે એકાદ ડગલું તો ભર,
થઈ જશે હળવું તારું મન તું શરૂઆત તો કર.

વાતો પેલાની યાદ કરીને શુ કામ રડ્યા કરે છે,
પોતાના દિવસો આમજ પસાર કર્યા કરે છે.
નથી અહીં કોઈ એકબીજા પર નિર્ભર,
ઉભો થા પોતાની જાતેજ તું શરૂઆત તો કર.

ખોટું સ્મિત આપી અંદરથી બળ્યા કરે છે,
આમજ પોતાની સાથે જાતને પણ બાળ્યા કરે છે,
તું પોતાના વિશે કોઈક દિ વિચાર તો કર,
પારખી જઈશ તું પોતાને પણ તું શરૂઆત તો કર.

નાના અમથા દુઃખોને જાતેજ ખૂબ મોટા કર્યા કરે છે,
રાત દિવસ બસ તેની પાછળ મર્યા કરે છે,
કાઢી નાખ મનમાંથી જે પણ હોય એ ડર,
મજા આવશે તને જિંદગી જીવવાની તું શરૂઆત તો કર



પ્રતીક ડાંગોદરા



ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ,
દિલ ખોલીને મોજ મસ્તી કરી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.

જે થઈ ગયું તે થઈ ગયું હવે તેને ભૂલી જઈએ,
હવે ફરીથી એક નવી યાદ બનાવી જોઈએ,
એક નવી મિત્રતાનો આરંભ કરી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.

કડવી આ યાદોને શુ કામ યાદ કરીએ,
અસ્તિત્વનો આ આનંદ લેતા ફરીએ,
પોતાની જાતને કોઈ દી પારખી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.

પોતાની વાતમાં જ મોજ રહેતા શીખીએ,
ખોટો કોઈનો વિચાર મનમાંથી કાઢી દઈએ
પારકી પંચાયતને હવે નેવે મૂકી જોઈએ,
ચાલ એક નવી શરૂઆત કરી જોઈએ.


પ્રતીક ડાંગોદરા




હિંમત રાખ

તું પણ જીતવાનો દમ રાખી શકે એમ છે હિંમત રાખ,
તું પણ સૌની જેમ આગળ જઇ શકે છે હિંમત રાખ.

હારી ગયેલા માફક કેમ બેસી ગયો છે,
વારે વારે તેનો જ કેમ અપશોષ કર્યા કરે છે.
એક નવી શરૂઆત કરવાનું લક્ષ્ય રાખ,
થઈ જશે સઘળોય બેડો પાર બસ હિંમત રાખ.

બીજાની વાતમાં કેમ આટલો મશગુલ થઈ જાય છે,
પોતાની તુલના હમેશા બીજાની સાથે કર્યા કરે છે,
પોતાની જાત ઉપર થોડો તો ભરોસો રાખ,
ભરી શકે દરેક ડગલું તું પણ બસ હિંમત રાખ.

નાની અમથી આ વાતમાં તું એટલો બધો મુંજાય છે,
મનની સાથે એકલા એકલા શુ રમત રમ્યા કરે છે,
તારું આ સંચળ મન પોતાના કાબુમાં રાખ,
આવી શકે તું પણ દુનિયા સમક્ષ બસ હિંમત રાખ.


પ્રતીક ડાંગોદરા