અત્યારે હાલ હું થોડો વ્યસ્ત છું, હું થોડો સમય પછી તને ફોન કરું.અને અંકુશે આટલી વાત સાથે જ ફોન કટ કર્યો.
આ વાતને વિતી ગયે પણ લગભગ ૩૭ કલાકની આસપાસ થઈ ગયા હતા. પણ અંકુશ તરફથી કોઈ પણ જાતનો પ્રતિસાદ ન મળ્યો. વાણીથી રહેવાયું નહીં, તેણે ઝડપથી ડેસ્ક પર પળેલ ફોન લીધો અને તેના કરતાં પણ વધારે ઝડપથી અંકુશને ફોન કર્યો. સામેના છેડાથી અવાજ આવ્યો, તમે જે નંબરનો સંપર્ક સાધવા માંગો છે તે હમણાં સ્વીચ ઓફ છે,મહેરબાની કરીને થોડા સમય પછી પ્રયાસ કરો.અને ફોન કટ થઈ ગયો.જે પ્રમાણે માહિતી મળી કે થોડા સમય પછી પ્રયાસ કરો તે જ પ્રમાણે વાણીએ ફરીથી પ્રયાસ કર્યો અને આ વખતે પણ તે જ પરિણામ..! વાણીને થોડી ચિંતા થવા લાગી.અંકુશ વિષે જાત-જાતના વિચાર આવવા લાગ્યા. તેની ચિંતાના લીધે રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જેમ એક ખેડૂત વરસાદની રાહ જોઈને બેસ્યો હોય છે બસ હૂબહૂ તે જ રીતે વાણીને પણ સવાર પળવાની આતુરતા-પૂર્વક રાહ જોઈ રહી હતી...!
ક્યારે સવાર પડે અને હું અંકુશને મળવા જવું, વિચાર કરી- કરીને વાણી વિચારોના વૃંદાવનમાં એટલી બધી ઘેરાઈ ગઈ હતી એટલે એના માટે આ ભયાનક રાત પસાર કરવી બહું અઘરી હતી. દિવસ હોય તો ગમે તે રીતે પસાર કરી શકાય, પણ રાત, થોડું મુશ્કેલ છે. એક-એક મિનિટ જાણે એક કલાક બરાબર..
સમય તો કોઈની રાહ જોતો જ નથી એ તો બસ એની ધૂનમાં પસાર થયા જ કરે છે. અને એવામાં સવાર થઈ ગઈ.. ઉઠાતાની સાથે વાણી પહેલા અંકુશને ફોન લગાવ્યો,અને પરિણામમાં કોઈપણ બદલાવ નહીં..
તેને એક પણ ક્ષણ બગાડયા વગર તે સીધા જ અંકુશના ઘરે બૂક લેવાના બહાને પહોંચી ગઈ. ત્યાંથી એની બહેન દ્વારા ખબર પડી તે આજે સવારે વહેલા જ કૉલેજ જવા નીકડી ગયો છે. વાણીના મનમાં મુંજવણ સતાવી રહી હતી. તે હિંમત હારીને ઘરે પાછી વળી. પણ તેની આ પરિસ્થિતિ માટે પણ એ પોતે જ જવાબદાર છે. કદાચ તે આ વાત સારી રીતે જાણે છે અને તેને તેની ભૂલનો ખ્યાલ આવી જ ગયો હતો.
18 મહિના પહેલાં....
" પેરામાઉન્ટ એકેડમી " ગેવર કોમ્પ્લેક્સ, વાડજ
અંકુશ પહેલા દિવસે જ કલાસમાં મોડો પાડયો, અંદર પ્રવેશતાની સાથે જોયું તો છોકરા બાજુની બધીજ બેંચ ફુલ થઈ ગઈ હતી. અને છોકરી બાજુની લાસ્ટ બેંંચમાં જોયું તો માત્ર એક જ છોકરી બેસી હતી. સરે કહ્યું કે આજનો દિવસ અહીંયા બેસી જા,જો તને કઈ વાંધો ના હોય તો, અને અનાયાસે અંકુશને તે છોકરીની બાજુમાં બેસવું પડયું. એ છોકરી એટલે વાણી.. વ્હાઇટ અને બ્લેક કલરમાં લાઇનઇંગ વાળી ટી-શર્ટ, ડાબા હાથમાં ઘડિયાળ, પગમાં બૂટ, અને આંખો પર ચશ્માં.
જ્યારે અંકુશે પહેલી વખત વાણીને જોઈ. તેના નામના અર્થેમાં જ તેના વ્યક્તિત્વ નો અંદાઝ મળી જાય.. જો એક મિનિટ બોલ્યા વગર રહે તો તેને ચેન જ ના પડે, ગુસ્સો તો હમેશાં તેના નાક પર.. પણ સાથે સાથે તેટલી જ માયાળુ, લાગણીશીલ અને પ્રેમાળ. અને અંકુશ જેવું નામ તેવું કામ.. દરેક કાર્યમાં સંયમ રાખે. તે કાર્યનું વિગતે વર્ણન કરે અને અંતે એક નિર્ણય કરે.. બંને એકબીજાથી થોડા અલગ હતા.. ૧૨ મહિના એક સાથે ભણ્યા હોવા છતાં પણ ક્યારે પણ વધારે વાત કરી ન હતી. તેમની વાત માત્ર ત્યારે જ થાય જ્યારે કોઈ પ્રશ્નના મા મુંઝવણ હોય. અંકુશ ગમે તે રીતે તે પ્રશ્નનો તર્ક મેળવે.અને દર વખતે વાણી તે તર્ક મા વિતર્ક શોધે. અને બંને એકબીજા સાથે દલીલ કરે... પણ આ વખતે તો અંકુશના તર્કમાં વણીનો કોઈપણ જાતનો વિતર્ક ના આવ્યા. વાણી પણ પહેલી વખત અંકુશની વાતથી સહમત થઈ ગઈ. અંકુશ થોડો મુંઝાયો દર વખતે દલીલ કરતી છોકરી આજે સહમત..? તેના થી બિલ્કુલ પણ રેહવાયું નથી ક્લાસ ખતમ થતાં જ તેણે વાણી સાથે વાત કરી.. કેમ આજે કોઈ વિતર્ક ના મળ્યા..?
પણ ખેર એટલું જ કહીશ તને કે આજે વાણીના વિતર્ક વિના અંકુશના તર્ક સૂના લાગ્યા. વાણીને થોડું આશ્ચર્ય થયું. બીજા દિવસે કોઈ પ્રશ્નમાં પહેલી વખત અંકુશે પોતાનો તર્ક પ્રસ્તુત ના કાર્યો. આજે વાણીએ અંકુશને પૂછ્યું કેમ આજે તું કઇ બોલ્યો નહીં. અંકુશે હસતાં હસતાં કહ્યું મારા દરેક તર્કો શું ફાયદો જેમાં તારા વિતર્કો ના હોય.. જો સાચું કહું ને અંકુશ હું તારી સાથે એટલા માટે જ દલીલ કરું છું કે તે બહાને તારી સાથે વાત કરવા મળે. અને તું છે કે મારી વાતોને ધ્યાન જ નથી આપતો. તો મારે દલીલ કરીને શું ફાયદો.? અંકુશે કહ્યું કે હું તારી દલીલ સાંભળવા માટે જ કોઈ પ્રશ્ન ઉભો કરું છું. કે તે બહાને મને પણ તારી સાથે વાત કરવા મળે..
દિવસો પસાર થતા ગયા ને તેઓ એકબીજાની નજીક આવતા ગયા. અનાયસે તેઓ એક જ કૉલેજમાં સાથે જ અભ્યાસ ચાલુ રાખ્યો. પણ બંને માંથી હજી સુધી કોઈ પણ એકબીજાને લાગણીનો ઇઝહાર કર્યો નથી. બન્ને એકબીજા માટે સમાન લાગણી ધરાવતા હતા પણ બંને માંથી એકપણમાં તેટલી હિંમત ન હતી કે તેઓ આ અંગે ખુલીને વાત કરી શકે. પણ બંને તેમની આ સંગતથી પણ ખૂબ ખુશ હતા. નાની-નાની વાતોમાં પણ એકબીજાની રાય લઈને જ કામ કરતા. અંકુશ વાણીની નાની નાની વસ્તુનું ધ્યાન રાખતો. તેણે આદાર સન્માન આપતો. આવી ઘણી વધી વાતોથી તેઓ એકબીજાની વધુ નજીક આવવા લાગ્યા...
પણ એક દિવસ એવું બન્યું કે કૉલેજમાં અંકુશ તેની પ્રોજેક્ટ પાર્ટનર સાથે છેલ્લા કેટલાક દિવસથી કામ કરી રહ્યો હતો. તે દિવસમાં માંડ ૧૦ મિનિટ વાત કરતો. અને આવું ૧૫ દિવસ ચાલ્યું. શરૂઆતમાં તો થોડી વાત પણ થતી હતી પણ પાછળ જતાં અમુક દિવસો માટે તે પણ બંધ થઈ ગઈ. અંકુશ માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તે વાત વાણી પણ જાણતી હતી. તે આ પ્રોજેક્ટને લઈને તેના માટે સૌથી મહત્વની વાણી સાથે પણ ઓછી વાત કરતો.પ્રોજેક્ટનું કામકાજ લગભગ ખત્મ થઈ જ ગયું હતું ને તેની ખુશીમાં તેઓ કૉલેજની નજીક આવેલી એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા બેસ્યા.અને તેવામાં ત્યાં અચાનક વાણી આવી.અંકુશ અને નિશાને એક સાથે જોઈને વાણી થોડી ખીજાઈ, તેનું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું. આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તે અંકુશ પાસે આવીને બોલી. ઓહહ.. તમે અહીંયા વ્યસ્ત છો. હું છેલ્લા ૪ દિવસથી સતત ફોન કરી રહી છું અને તું મારો કોલ નઝરઅંદાઝ કરીને અહીંયા આ છોકરી સાથે બેઠો છે. હું વિચારતી હતી. કે અંકુશને હું મારી તેના પ્રત્યેની લાગણી વ્યક્ત કરું. કે હું તને પ્રેમ કરું છું. પણ તું છે કે મને છેતરી ને બીજી કોઈ છોકરી સાથે બેઠો છે. તને ઝરા પણ મારો વિચાર ના આવ્યો. છેલ્લાં દોઢ વર્ષથી આપણે સાથે છીએ. મને તારા થી આવી ઉમ્મીદ બિલ્કુલ પણ ન હતી.. આટલું કહીને વાણી બોલતા-બોલતા ત્યાં થી નીકડી ગઈ..
અંકુશ અને નિશા બંને એકબીજાની સામે જોઈ રહ્યા. બંને મનોમન વિચાર કરવા લાગ્યા કે આ શું થઈ રહ્યું.. એટલામાં જ અંકુશ એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાં થી નીકળી ગયો. નિશાને શું કરવું તેનું ઝરા પણ ભાન ન હતું. તેણે તરત જ વાણી પાસે જવાનું નક્કી કર્યું. તે કૉલેજમાં જઈને આમ-તેમ શોધવા લાગી પણ વાણીનો કોઈ પત્તો ના મળ્યો. આખરે જાણવા મળ્યું કે તે પુસ્તકાલયમાં બેથી છે. નિશા તરત જ પુસ્તકાલયમાં વાણીને મળવા પહોંચી ગઈ.. ત્યાં જઈને જોયું તો વાણીની આંખોમાં નિરાશાનો ઘેરાવ હતો. નિરાશા ને લીધે આંખો ઊંડી થઈ ગઈ હતી. હમણાં જાણે આંખના પોપચા માંથી અશ્રુની ધાર થાય તેવી વિકટ પરિસ્થિતિમાં હતી. નિશા તેની પાસે ગઈ અને હાથ પકડીને કહ્યું. વાણી બે મિનિટ તારી સાથે વાત કરવી છે. મહેરબાની કરીને બહાર આવ ને... ગુસ્સામાં તેને નિશા સામે જોયું ને બહાર ચાલી આવી.. બહાર આવીને કહ્યું. જો વાણીએક તો મારું મૂડ સારુ નથી. અને ઉપરથી તુ ગુસ્સામાં જેમ તેમ બબળવા માંડી. નિશાએ વાણીનો મક્કમપણે હાથ પકળી ને દિલાસો આપતા કહ્યું : વાણી તને કઈ ગલતફેમી થઈ છે. તું જે વિચારે છે એકદમ પાયા વિહોણું છે. હું ખાલી તેને તેના પ્રોજેક્ટમાં મદદ કરું છું. અને મારી તો સગાઈ પણ થઈ ગઈ છે.અને રેસ્ટોરન્ટમાં જવાનો મારો વિચાર હતો. મારી સગાઈની એક નાની ખુશી તેની સાથે શેર કરવી હતી. અને તેને મને પહેલાં દિવસે જ તારા વિશે જણાવ્યું હતું. એમ કહ્યું હતું કે જેવો પ્રોજેક્ટ ફિનિશ થાય ગમે તે કરીને વાણીને મારી લાગણી વ્યક્ત કરવી છે. પણ અનફૉરચુનેટલી ત્યાં તારું અચાનક આવી જવું. ખરેખર તે તને દિલથી પ્રેમ કરે છે. હું તને અહીંયા આ કહેવા માટે આવી છું. તું જે વિચારે છે તેના પ્રત્યે તે એક્દમ ખોટું છે. આટલી વાત કહીને નિશા ત્યાંથી રવાના થઈ. અને કહ્યું તે બહુ દૂર નહીં ગયો હોય તેને ફોન કરીને મળી લે....
તેણે અંકુશને ફોન કર્યો. અંકુશ ફોન ઉપાડતાની સાથે કહ્યું.. હું હાલ થોડો વ્યસ્ત છું. મારો પ્રોજેક્ટ જમા કરાવા માટે આવ્યું છું. હું તને સામેથી ફોન કરું છું. અને ફોન કટ કરી દીધો...!
આ વાતને વિતી ગયે પણ ૨ દિવસ થઈ ગયા પણ અંકુશનો ના કોઇ ફોન, ના કોઈ વાત થઈ... વાણી પાસે માત્ર એક જ વિકલ્પ હતો કૉલેજમાં જઈને તેને રૂબરૂ મળવું.. તે તરત કૉલેજ પહોંચી ગઈ.. પણ તેનો ત્યાં પણ ક્યાંય કહેતા ક્યાંય પત્તો નહીં. આવું સતત અઠવાડિયા સુધી ચાલ્યું. વાણીને ખરેખર તેની ભૂલ પ્રતીત થઈ રહી હતી. તે અંદરો-અંદર પોતાની જાતને એકલી અનુભવી રહી હતી. આખરે વાણીને તેના એક મિત્ર દ્વારા ખબર પડી તે આખો દિવસ ઘરે જ હોય છે. તેથી તેણે રાત્રે જવાનું વિચાર્યું. તેના ઘરે પહોંચતા જોયું તો તેની બાઇક બહાર હતી. વાણીને મનમાં શાંતિ થઈ. તેણે તેની મોટી બહેન કહ્યું અંકુશ ઘરે છે.? મારી બૂક લેવી હતી. તેની બહેન ક્હ્યું હા તે ઉપર તેના રૂમમાં છે. વાણી તરત જ અંકુશને મળવા ગઈ. જોયું તો દરવાજો ખુલ્લો જ હતો. તે હમેશાંની જેમ પોતાના ટેબલ પર બેસીને વાંચવામાં તલ્લીન હતો. વાણીએ પાછળ આવીને આંખો દબાવીને કહ્યું. અંકુશ યાર મારાથી ભૂલ થઈ ગઈ. એક તો કેટલા સમયથી તુ મારો ફોનનો કોઈ જવાબ આપતો કે ના મારા મેસેજનો કોઈ જવાબ નહીં.. ના મળવા આવતો કે ના સામે મળે મારી સામે બોલતો.. અને તેવામાં મે તને નિશા સાથે જોયો તો મને થોડો ગુસ્સો આવી ગયો. અને હું જે મનમાં આવ્યું તે બોલી ગઈ. મને માફ કરી દે.. પ્લીઝ.. આઇ એમ રીયલી રીયલી સૉરી..
અંકુશ આખરે તેનો અંકુશ તોળ્યો. છેલ્લા ૧૮ મહિનાથી હું તને ઓળખું છું. દરેક નાની-નાની વસ્તુ, વાતો તારી સાથે શેર કરું છું. જ્યાં તને મુસીબત હોય ત્યાં તારી સાથે ઉભો રહું છું. તારા દરેક મંતવ્ય પર તારો સાથ આપું છું. તને દરેક પ્રકારની ખુશી આપવાનો હું પ્રયત્ન કરું છું. તને મારી પર ઝરા પણ વિશ્વાસ નથી..? તને ખબર છે પ્રેમમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી છે. કદાચ તેના વગર કોઇ પણનો પ્રેમ સફળ ના થાય.. વિશ્વાસ પ્રેમનું એક અવિભાજ્ય અંગ છે. જેટલો એકબીજા પ્રત્યે વિશ્વાસ વધારે હશે. તેટલો જ પ્રેમ સફળ રહેશે. હા જ્યારે તમને લાગે કે કઈ ખોટું થઈ રહ્યું છે તમારા સંબંધમાં તો પહેલા તેની પુષ્ટિ કરી લો. શું ખરેખર તે છે કે નથી. અને હોય તો તેનું કારણ શું છે તે શોધવાનો પ્રયત્ન કર્યો. પણ કઈ વિચાર કર્યા વગર નિર્ણય લઈશું તો અંતે દુઃખ જ મળશે. હા વાણી જ્યારે તે રેસ્ટોરન્ટમાં મને કહ્યું. મને પણ દુઃખ થયું. તે ત્યાં મને બોલવાનો એકપણ મોકો ના આવ્યો અને તારા દિમાગમાં જે વહેમ હતા. તેનો એકતરફી ખુલાસો કરીને ત્યાંથી ચાલી નીકળી. થોડું શાંત મનથી તો વિચારવું હતું. કે હું તારો અંકુશ છું. જેને તારી ખુશીથી વધારે કઈ મહત્વનું નથી.
તું મારા માટે પ્રથમ દિવસે જેટલી મહત્વની હતી,તેટલી જ હમેશાં માટે રહીશ.
આટલી વાત સાંભળીને જ વાણીની આંખોમાંથી અશ્રુની નદી વહેવા લાગી..! અંકુશે આસ્વાસન આપતા કહ્યું કે વાણી કહ્યું હતું ને દરેક વિકટ પરિસ્થિતિમાં તારો સાથ આપીશ. હાથરૂમાલ આપતા કહ્યું ચલ મોઢું લુછી લે..વાણીએ કહ્યું જીવનભર બસ આ રીતે જ મને સાથ આપજે.. અને બંને જણાં એકબીજાને ભેટી પળ્યા અને એક આલિંગનમાં જોડાઈ ને એકબીજાનો પ્રેમનો એકરાર કર્યો...!