varsadni ek saanj books and stories free download online pdf in Gujarati

વરસાદની એક સાંજ

ઘોર અંધકાર છવાઈ ગયું હતું આકાશમાં.. જાણે હમણાં જ આભ ફાટી પડે તેવો વરસાદ વરસી પડે એવી અમદાવાદની પરિસ્થિતિ થઈ ગઈ હતી, માયાએ ઓફિસની બહાર જોયું, તો તે થોડી ડરી ગઈ. આવી સ્થિતિમાં ચાંદખેડા થી મણીનગર જવું થોડું અઘરું હતું. તે ઓફિસમાંથી નીચે આવી.જોયું તો વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો, વાદળો ગાજ-વીજ કરીને પોતાના પ્રેમનો ઈઝહાર કરી રહ્યાં હતાં, માયાને મનમાં ને મનમાં ડર સતાવા લાગ્યો કે કઈ રીતે ઘરે જઈશ, કાશ વિકાસ મારી સાથે હોત, એટલામાં સામે છેડેથી અવાજ આવ્યો.. માયા...માયા.. માયા તેને ત્યાં જોઈને ખુશ થઈ ગઈ અને તેના મનમાં થોડી રાહત થઈ કે હવે વરસાદને જેટલું વરસવું હોય એટલું વરસે હવે કોઈ ચિંતા નથી ..!

તેઓ બંને ત્યાંથી નીકળીને આગળ વધ્યા. નજીકમાં એક ઘટાદાર ઝાડ હતું. ત્યાં નીચે જઈને બાઇક ઊભી રાખી..ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, દેડકા પોતાના નિવાસ સ્થાનેથી બહાર આવીને ડ્રાઉં - ડ્રાઉં કરીને પોતાની હાજરીનું અસ્તિત્વ બતાવી રહ્યા હતા, ચાંદ વાદળ પાછળ સંતા કૂકડી રમતો હતો. મંદ મંદ પવન વહી રહ્યો હતો, ઝાડ પરથી વરસાદના ટીપાં તેમની ઉપર પડી રહ્યા હતા, રસ્તા પરની લાઈટ ઝબુક ઝબુક કરીને ત્યાંના માહોલ ને રંગીન બનાવાનું કામ કરી રહી હતી. બાઇક પર બે મિત્ર કરતા વધારે.. પણ પ્રેમી કરતા ઓછા , કપલ બેઠા હતા.

વિકાસ એ માયાને અત્યાર સુધી 7 વખત પ્રેમનો ઇઝહાર કર્યો હતો. એક વખત પણ માયા એ તેની આ વાતનો કોઈ જવાબ આપ્યો નથી, પણ નક્કી માયા પણ તેના વિશે કઈ એવી જ લાગણી ધરાવતી હતી, પણ યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી. આમ અચાનક વાદળનું ગરજવું,ને પાછળથી માયાનું ડરીને વિકાસને બાહોમાં ભરવું કરવું જાણે એક સપના સમાન હતું.. તેઓ વરસાદના ધીમા થાય ની રાહ જોઈ રહ્યા હતા .. અને જેવો વરસાદ ધીમો થયો, તેઓ ધીમે ધીમે બાઇક ચલાવીને આગળ વધાવનું વિચાર્યું, કેમ કે મંજીલ થોડી દુર હતી. બાઇક પર તેઓ એ ઝરમર ઝરમર વરસાદનો આનંદ માણી રહ્યા હતા, દર વખતે કરતા આજે તેમના વચ્ચેનું અંતર થોડું નજીક હતું. તેઓ ધીમે ધીમે પોતાની મંજીલ તરફ આગળ વધ્યા.. જેમ-જેમ સમય પસાર થતો હતો તેમ-તેમ માયા નું ઘર હવે નજીક આવી રહ્યું હતું. અચાનક માયા તેનો મોબાઇલ કાઢીને તેમાં કઈ લખવા લાગી,અને જોત જોતામાં તેમની મંજિલ આવી ગઈ. વિકાસે તેને તેના ફેલ્ટ બહાર ઉતારી, અંદર ના પહોંચે ત્યાં સુધી એક કેરીંગ મિત્રની જેમ બહાર ઊભો હતો... અચાનક મેસેજ ની ઘંટડી વાગી.. વિકાસ એ થોડો બાજુમાં સુરક્ષિત જગ્યા પર જઈને જોયું તો માયાનો મેસેજ હતો..

" Thank you so much.. Vikas

ખરેખર વિકાસ, ત્યાં આવીને તે મારી ખૂબ જ મદદ કરી. મને ખબર હતી કે આવી વિકટ પરિસ્થિતિમાં જો કોઈ ત્યાં મારી પાસે આવી શકે એવું હોય તો એક ' તું ' કાંતો મારા પપ્પા...
હા મને ખબર છે તું મારી ખૂબ જ કાળજી રાખે છે. મને બધી રીતે સાથ આપે છે, મને માન આપે છે. મને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં તુ જોઈ નથી શકતો, મારી દરેક પસંદ ના-પસંદનું ધ્યાન રાખે છે. દુઃખ મને હોય તો તકલીફ તને થાય છે. અને તેનાથી પણ વધારે તુ મને અત્યાર સુધી 7 વખત તારા પ્રેમનો એકરાર કરી ચૂક્યો છે.
હા હું પણ તારા માટે બસ આવી જ લાગણી ધરાવું છું, બસ સારા સમય ની રાહ જોઈ રહી હતી, અને આનાથી સારો સમય મને કોઈ લાગ્યો નહી...એટલે તને હું મારા દિલથી આ વાત કહું છું.
I love you Vikash ....!

Will you marry me.?

વિકાસે જેવો મેસેજ જોયો અને એની ખુશીનો કોઈ પાર ન હતો. જાણે એના માટે કોઈ સ્વપ્ન સાકાર થઈ ગયું હોય તેવું તે અનુભવી રહ્યા હતો. વિકાસે એક પણ ક્ષણની રાહ જોયા વગર તેના મેસેજનો જવાબ આપ્યો. હા હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. હું છેલ્લા કેટલાક સમયથી બસ તારા તરફથી આ શબ્દો સાંભળવા માંગતો હતો. તને આ અવસર પર ખાલી એટલું કહીશ કે તારા માટે મારો પ્રેમ હમેશાં આજે કરું છું એટલો જ રહેશે. તેમાં રતીભારનો પણ ઘટાડો નહીં થાય.
વિકાસની હા સાથે એક કપરી પરિસ્થિતિએ બે પ્રેમીને મળાવી દીધા..

અંતમાં : તમે જ્યારે કોઈ ને પૂરા દિલથી ચાહો છો. ત્યારે તે તમને જરૂર મળે છે.(અપવાદ સિવાય)


હિમેન સોલંકી (કબીર)


બીજા રસપ્રદ વિકલ્પો