Love Blood - 31 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-31

લવ બ્લડ
પ્રકરણ-31

જ્યોતિકા ઘોષ નુપુરને એની દીકરીને કોઇ સંકોચ વિના એ સમયે જે કંઇ થઇ રહેલુ બધુજ સ્પષ્ટ કહી રહી હતી. માં ને ખૂબ તાવ અને જડીબુટ્ટી લેવા માટે એનો વેચાણ વેપાર કરતાં બાબાનાં ઘરે આવી હતી. એ સમયે વરસાદનો કહે મારુ કામ છતાં સાડલો ઓઢીને જેમ તેમ કરીને પહોંચેલી.
બાબા કહેવાતો હતો. એ રીતે બધાં બોલાવતાં પણ એ યુવાનજોધ માણસ હતો. એ જંગલમાંથી જડીબુટટી લાવતો મંગાવતો વેપાર કરતો. ગામમાં જંગલમાં સીલીગુડી અને કલકત્તા સુધી એની જડીબુટ્ટી જતી. ધીમે ધીમે કલકત્તા અને સીલીગુડી જેવાં શહેરોમાં પણ એની જડીબુટ્ટી જવા લાગી હતી મોટાં મોટાં અમલદાર, રાજકારણીઓ, ધનવાનો સુધી એનાં સંપર્ક થવા લાગેલાં પણ એ રહેતો અહીંજ... શહેરમાં જતાં આવી જતો.
જ્યોતીકાએ જોયું કે હુક્કો પીને સૂતો છે નશો હશે હજી ચૂલામાં અંગાર છે અને એણે વિચાર્યુ આને કેવી રીતે જગાડવો અને એની નજર મોટાં કાળા નાગને જોયો એનાં મોઢામાં કંઇક જાનવર પકડેલું હતું અને જ્યોતીકાનાં મોઢાંમાથી ચીસ નીકળી ગઇ.
જ્યોતિકા ઘોષે - નુપુરને કહ્યું "દીકરા મારાં મોઢામાંથી ચીસ નીકળી ગઇ ભય છવાયો હતો હું નાગની લંબાઇ દેખાવ અને ભયથી ધ્રુજી ગઇ હતી. ત્યાં મારી ચીસથી એ બાબા ઉઠી ગયો એણે ઝીણી આંખો કરીને મારી તરફ જોયુ અને બોલ્યો "તું કોણ છે ? અહીં શું કરે છે ? કેમ ચીસ પાડી ? શું થયું ? બોલ કોણ છે ?
મેં મારો ઓઢેલો ભીનો સાલ્લો થોડોક હટાવી મારો ચહેરો થોડો ખૂલ્લો કર્યો. એણે મારી સામે જોઇને આંખો આખી ખોલી મોટી કરીને જોયું જેવુ મારી સામે જોયું અને એનાં ચહેરાંના હાવભાવ બદલાય ગયાં.
એની આંખોમાં એનાં ચકળવકળ થતાં ડોળામાં મને વાસનાં ઉભરાતી જોઇને મેં સાડલો ફરી ઢાંકી દીધો. એ સમજી ગયો હોય એમ મીઠાશ થી પૂછ્યું "અરે તું અત્યારે અહીં કેમ છું ? આટલાં વરસાદમાં અહીં કેમ આવી છું ? આખી રાત સૂતી નથી ? તારી આંખો સૂજેલી કેમ છે ? શું થયું ? શું કરુ મદદ બોલ ?
મેં સાવધાન થતાં કહ્યું "બાબા મારી મારી માં ને ખૂબ જ જવર છે તાવ છે ઉષ્ણતા ઓછી નથી થતી અને ત્યારે ગરમ શરીર ઘગધગે છે એનું ભાન ઓછું થતું જાય છે મને જડીબુટ્ટી આપો તો એને સારુ થઇ જાય. આખી રાત પરોઢ થવાની રહા જોઇ છે અને અજવાળુ થતાં તમારી પાસે ઔષધ લેવા આવી છું.
બાબાએ મારી સામે જોતાં કહ્યું "તું આખી રાત એમની પાસે બેસી રહી છે ? તને પણ એ જવરનો ચેપ લાગી શકે છે હું માં માટે ઔષધ જડીબુટ્ટી આપું છું એમને બે કલાકમાં આરામ થઇ જ જશે. એમ કહીને ઉભો થયો એની નજર મારાં ચહેરાથી હટતી નહોતી. મને મનમાં ખૂબજ ભય અને ગભરામણ થતી હતી.
એ બાબો ઉભો થયો અને એણે કેળાનાં પાનમાં રહેલી જડીબુટ્ટી ત્થા છાબડામાં રહેલાં વાટેલાં પાવડર મને બાંધીને આપતાં સમજાવ્યું કે કેવી રીતે આપવાનાં છે એ બાંધેલા પડીકા બાજુમાં મૂક્યાં પછી એક વાડકામાં એણે કોઇ પાવડર લીધો અને એમાં પાણી નાંખી ઓગાળીને મને આપીને કહે તું આ પી જા એટલે તને કંઇ નહીં થાય અને તું પછી આ પડીકા લઇ જા.
મેં કહ્યું તમારો આભાર માનું એટલો ઓછો હમણાં મારી પાસે પૈસા નથી પણ.. આ જે છે એ આપુ છું એમ કહીને થોડાં બચાવેલાં છે એ આપુ છું.
પેલાએ કહ્યું "પૈસા તો પછી લઇ લઇશ ચિંતા ના કર પહેલાં આ પી જા અને પછી આ જડીબુટ્ટી લઇને જા તરતજ તારી માં ને આપી દે એમ કહીને પડીકા આપ્યાં મેં લઇને મારી સાડીનાં છેડે બાંધી દીધાં પૈસા આપવા ગઇ પણ ના લીધાં મેં પૈસા પણ છેડે બાંધી દીધાં.
પછી એણે મને વાડકો આપ્યો એકદમ પ્રેમ અને કાળજી બતાવીને હું એનો ભરોસામાં આવી ગઇ અને તરત જ વાડકો લઇને હું પી ગઇ. અને એમનો આભાર માનીને એની ઝૂંપડીમાંથી બહાર નીકળવાની તૈયારી કરતી હતી અને ખબર નહીં મને ચક્કર આવવા લાગ્યાં હું એની ઝૂંપડીનાં બારણે હાથ દઇને ઉભી રહી ગઇ મારામાં જાણે તાકાતજ નહોતી હું ગભરાઇ ગઇ...
હું ત્યાં ઉભી હતી અને ત્યાંજ એ મારી પાસે આવી ગયો ને મારો હાથ પકડીને કહ્યું "કેમ અટકી ? શું થાય છે ? જા ઘરે જલ્દી માં ને દવા આપી દે અને ત્યાંજ મારી આંખો બંધ થઇને મને છેલ્લુ યાદ છે કે હું એનાં હાથમાં ઝીલાઇ ગઇ.
દીકરા... મને જ્યારે ભાન આવ્યુ તો મેં જોયું કે હું એની ઝૂંપડીમાં જ છું.. પણ હું બધીજ રીતે લૂંટાઇ ગઇ હતી એણે મને દવાથી બેભાન કરી અને મારી લાજ લૂંટી હતી અને શરીરમાં પીડા થઇ રહી હતી. મને ભાન આવ્યું મારી આંખોમાંથી આંસુ નીકળી રહેલાં મેં જોયું એ ક્યાંય દેખાતો નહોતો એ જતો રહેલો મને એટલો ગુસ્સો આવેલો કે.. મેં એની જડીબુટ્ટીનાં પડીકા અને બીજી જડીબુટ્ટી બધુજ મારી સાડીમાં બાંધી દીધુ અને ચૂલામાં પડેલાં દેવતાંમાંથી લાકડુ લીધુ અને એની ઝૂંપડીમાં ચારેબાજુ સળગાવી મૂક્યુ અને દોડીને બહાર નીકળી ગઇ. થોડે દૂર જઇને જોયુતો એનું ઝૂપડું ભડભડ સળગી રહેલું અને થોડીવારમાં ખાખ થઇને રાખ થઇ જશે એ નક્કી હતું.
દીકરા અહીનું જંગલમાં અને આવી આદીવાસીઓની વસ્તીમાં સ્ત્રીની લાજ લૂંટાય કે કંઇ એવુ થાય એની નવાઇ નહોતી એને ગુનો કે ખોટું કરેલુ મનાતું જ નહોતું પણ મને ખૂબજ મારાં માટે સ્વમાન હતું મારી સાથે દગો કરીને મારું શિયળ લૂંટેલુ મને ખૂબજ ગુસ્સો આવેલો. મેં મારો ગુસ્સો એનાં ઝૂંપડાં પર ઉતાર્યો હતો.
ભડભડ સળગતાં ઝૂંપડાને જોઇને બધાં બૂમાબૂમ થતી જોઇ હું ઘર તરફ ભાગી વરસાદને કારણે અગ્નિ સાથે ધુમાડો છવાઇ રહેલો. મને ડર નહોતો મેં ઘરે આવીને માં ને દવા જડીબુટ્ટી આપી. એની જડીબુટ્ટી હતી ઘણી અસરદાર માં ને 3-4 દિવસમાં સારું થઇ ગયું.
દિકરાં થોડાં દિવસ પછી એ મારાં ઘરે આવી ગયો મારી સામે કરડી નજર કરીને બોલ્યો તું કારસ્તાન કરીને નીકળી ગઇ મને ખબર છે પણ તારે એની કિંમત ચૂકવવી પડશે. ધમકી આપીને નીકળી ગયો.
એ પાછો 2-3 દિવસ પછી આવ્યો. એ સમયે વસ્તીમાં લાકડા કાપવા જનારાં કઠીયારા બાજુમાં ગામમાંથી આવેલાં એમની સાથે ચા નાં બગીચામાં શેઠ હતાં તેઓ મજૂરી માટે મજૂરો લેવાં આવેલાં એમની સાથે તારાં પાપા પણ હતાં એ બધાં મજૂરમાં એમનાં ખાસ મજૂર હોય એવું લાગેલું.
તારાં પાપા એજ મને પૂછેલું તું આવવાની મજૂરીએ ? એમને મારાં રૂપનું આકર્ષણ પહેલી નજરે જ થયું હતું હું જાણી ગઇ હતી. મેં કીધુ મારી માં બાબા અહી એકલા કેવી રીતે રહે ? એમણે તરત જ કીધેલું હું એની વ્યવસ્થા કરી આપીશ જો તું આવતી હોય તો.
મેં કહ્યું હું વિચારીને કહીશ માટે માં ને પૂછવું પડસે એમણે કહ્યું સાંજ પહેલાં કહી દેજે પછી અમે નીકળી જઇશુ અને એ નીકળી ગયાં.
દીકરા એમનાં ગયાં પછી પેલો બાબો પાછો આવ્યો અને મને કહ્યું "હવે તારું બધુ નાટક બંધ કરી મારી સાથે ચાલ હવે તારે મારી સાથે લગ્ન કરવા પડશે. મેં તને ભોગવી છે હવે તું મારી થઇ ગઇ.
મેં કહ્યું "હું તમારી નથી... તમે દગો દઇ મૂર્છામાં મારો ગેરલાભ ઉઠાવ્યો છે કાવતરું કર્યુ છે. અહીંથી ચાલ્યા જાઓ. આમ ચર્ચા ચાલતી હતી અને તારાં પાપા એમનાં માણસો સાથે ત્યાં આવ્યાં. અને અમારી ઉગ્ર બોલાચાલી સાંભળી એમને જોઇને હું તરત બોલી મારે ચા ના બગીચામાં કામ કરવા આવવુ છે માં બાબાએ હા પાડી છે.
તો પેલો બાબો કહે "એય તું ક્યાંય નહીં જઇ શકે હું તને પરણીને લઇ જવાનો તું મારી ગુલામ છે તારાં પૈસા પણ બાકી નીકળે છે અને તારાં પાપાને કહ્યું તું કોણ છે ? ક્યાં થી આવ્યો છે ? ક્યાં લઇ જવી છે ? એ મારી છે.
તારાં પાપાએ મારી નજરોમાં નજર પરોવીને પછી મારાં ભાવ સમજી ગયાં હોય એમ બાબાને કહ્યું "એય તું નીકળ અહીંથી નહીતર આ તીર તારાં સગા નથી હમણાં વીંધી નાંખીશ નીકળ એ મારી સાથે આવે છે મારી સાથે જ રહેશે.
પેલો બાબો પાપાને અને ટોળકીને જોઇ અચકાયો ગભરાયો હું જોઇ લઇશ કહી નીકળી ગયો અને હું તારાં પાપા સાથે જોડાઇને અહીં આવી ગઇ હતી પછી....
વધુ આવતા અંકે --- પ્રકરણ-32


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED