Featured Books
શ્રેણી
શેયર કરો

હાર્ટ રેપાઇર્સ - 5 - છેલ્લો ભાગ

માનસી હવે માનસ ને વેદ ની જગ્યા આપી ચુકી હતી. થોડો સમય જતા એકદિવસ અચાનક માનસી ની મોબાઈલ મા મેસેજ આવ્યા ની રિંગ થાય છે માનસી વિચારે છે કે માનસ હશે પરંતુ તે મેસેજ જોઈ અચંબિત થઈ જાય છે.
"હેલો "
" તું તો સાવ ભૂલી ગઈ મને".
મેસેજ કરવા વાળું કોઈ બીજું નઈ પણ વેદ હોઈ છે. વેદ નો મેસેજ જોતાંની સાથે તેની જૂની બધી વાતો યાદો માનસી ની નઝર ની સામે ફરવા લાગે છે. તે એકદમ ડરી જાય છે જો માનસ ને આ વાત ની ખબર પડશે તો એ શું વિચારશે. પણ એકાએક તે બધી હકીકત માનસ ને કેવાનો નિશ્ચય કરે છે.અને તે બધી વાત માનસ ને જણાવે છે માનસ એક શાંત સ્વભાવ વાળો વ્યક્તિ હોઈ છે માનસી નું પોતાના તરફ ની સચ્ચાઈ તેને ગમે છે.
"માનસી " માનસી નો હાથ પકડતા માનસ બોલે છે.
'જે કઈ થયું એ તારું ભૂતકાળ હતું. અને મને એનાથી કોઈ તકલીફ નથી હા, પણ તારું એ ભૂતકાળ આપડા ભવિષ્ય ને કોઈ હાનિ નાં પહોંચાડે તો'.
નઈ, માનસ એ સમય મારી જિંદગીનો સૌથી ખરાબ સમય હતો અને એ સમય પાછો આવવો તો દૂર હું એને યાદ પણ નથી કરવા માંગતી. માનસીની આંખો ભીની થઈ જાય છે.
અરે પાગલ તો પછી રડે છે શા માટે, હું છું ને તારું, ભૂતકાળ ક્યારેય યાદ નઈ આવવા દવ . માનસ માનસી નાં આશું લૂછે છે અને તેને શાંત પાડે છે. હવે, ફરી બંને પોતાની વાતો મા ખોવાઈ જાય છે.

માનસી અને માનસ વચ્ચે સંબંધ હવે ગાઢ થવા લાગ્યા હતા. પરંતુ, ઓફિસ મા આ વાતની જાણ થાય એ માનસ ને પસંદ નાં હતું જેથી તેને ઓફિસ સમય મા પોતાનાથી દૂર રહેવા માનસીનું કહે છે. માનસીને પણ આ વાત થી કોઈ તકલીફ હોતી નથી. બંને હવે વધારે બાર જ મળતા અને ઓફિસ સમય દરમિયાન કોઈ કામ હોઈ તો મેસેજ અથવા ફોન દ્વારા જ વાત કરતા. માનસ ને લાગતું કે તેમના આવું કરવાથી ઓફિસ મા કોઈ ને જાણ થશે નઈ પરંતુ તે બંને ની કેમેસ્ટ્રી જોઈ બધા ને એમના વિશે ખબર જ હતી.

સમય જતા ઓફિસ નાં સ્ટાફ દ્વારા આ વાત બહાર આવવા લાગી જે ને પસંદ નાં હતું. એટલે તેને માનસી થી દૂર રહેવાનું નક્કી કર્યું. માનસી ને કોઈપણ વાતની જાણ કર્યા વિના માનસે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું.
થોડો સમય પસાર થતા માનસી માનસ ને બાર મળવા બોલાવે છે અને તેનું આવું કરવા પાછળ નું કારણ પૂછે છે. માનસ પોતાના મનમાં રહેલ બધું જણાવી દે છે. માનસી માનસ ને સમજાવે છે કે એક દિવસ તો બધાને ખબર પાડવાની જ જયારે આપડે મેરેજ કરીશું. તો, પછી અત્યારે ખબર પડે એમાં શું વાંધો.
માનસ થોડું વિચારી જવાબ આપે છે. આપડે પોતાના ઘરે આ વાત ની જાણ કરી દઈએ. પછી મને કોઈ તકલીફ નઈ રહે. માનસી પણ માનસ ની વાત ને માન આપતા હા પાડે છે. હવે મોટી તકલીફ હતી કે પોતાના ઘરે કેવું કઈ રીતે......
એક દિવસ માનસ ને યાદ આવે છે નજીક નાં સમય મા તેનો જન્મદિન આવે છે. તે માનસીને તેના પુરા પરિવાર સાથે ડિનર માટે આવવા નું કહે છે સાથે સાથે તે દિવસે બંને પોતાના પરિવાર સામે આ વાત મુકવાનું પણ વિચારે છે. માનસી તેના પરિવાર સાથે માનસ નાં ઘરે જાય છે. માનસનું ઘર માનસીનાં ઘર જેવું મોટું નથી હોતું, તે માનસી જેટલો પૈસાદાર પણ નથી હોતા.
માનસ માનસી નાં પરિવાર નું સ્વાગત કરે છે. બધા સાથે બેસી ડિનર કરે છે. જમ્યા બાદ માનસી અને માનસ પોતાના વિશે બધી વાત જણાવે છે. માનસ નાં પરિવાર ને કઈ આપત્તિ હોતી નથી, પરંતુ માનસી આવા નાના ઘરમા કઈ રીતે રેસે એવું વિચારી માનસી નાં પપ્પા આ સંબંધ માટે નાં પાડે છે અને માનસી ને લય ત્યાંથી નીકળી જાય છે.
માનસીનું દિલ બીજી વાર તૂટ્યું હોવાથી તે પોતે સાવ તૂટી જાય છે. તે પોતાના નસીબ અને ભગવાન ને કોશવા લાગે છે. પેહલી વખત જયારે દિલ તૂટ્યું ત્યારે માનસે તેને સંભાળી હતી. પણ હવે તેની પાસે માનસ પણ નથી.માનસી ની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે.
આખરે, માનસીનાં પપ્પા તેની જીદ્દ સામે ઝુકી જાય છે. માનસી નાં પપ્પા માનસ નાં ઘરે જાય છે અને બંને નાં લગ્ન માટેની વાત કરે છે. થોડા જ સમય મા બંને ની સગાઇ તેમજ લગ્ન ની તારીખ પણ આવી જાય છે.
માનસી પોતાનો મનગમતો સાથી મેળવી ખુબ ખુશ હોઈ છે તેની આમ ખુશ જોઈ તેના પીતા ની ચિંતા પણ શાંત થાય છે. બંને નાં લગ્ન થાય છે અને હવે માનસી ની જિંદગી ખુશી થી ભરાઈ જાય છે. કારણ કે હવે તેના તૂટેલા દિલ નું સમારકામ થઈ જાય છે.
દુનિયાનાં કોઈ પણ સાઇન્સ મા નથી લખ્યું કે દિલ પણ પોતાને રીપેર કરી શકે છે ભલે ગમે એટલી ખરાબ રીતે તૂટ્યું હોઈ.
ક્યારેય કોઈને પણ આપડી લાઈફ માં એટલી બધી જગ્યા પણ ના આપવી કે તમને બેહદ દુઃખ પોંહચાડી શકે.
હેપી એન્ડિંગ.


* Thank you *