hart repairs - 1 books and stories free download online pdf in Gujarati

હાર્ટ રેપાઇર્સ - 1

સવાર ના આઠ વાગ્યા હતાં. માનસી હજુ સૂતી હતી. ત્યાં થોડી વારમાં નીચેથી આવાજ આવ્યો માનું જલ્દી આવ મારે મોડું થાય છે.
આજૅ પાંચ વર્ષ પછી તે પોતાનાં માંસીના ઘરે જવાની હતી. થોડી વાર થતા પાછો અવાજ આવ્યો માનું હજુ તૈયાર નથી થઈ. માનસી જલ્દીથી ઉઠી કોરિડોરમાં આવી અને જવાબ આપ્યો. આવું છું ભાઈ પાંચ મિનિટ... જલ્દીથી બાથરૂમ તરફ દોડી ફટાફટ તૈયાર થઈ ગઈ. માંસીના ઘરે જવાની ખુશી એટલી હતી કે આગલા દિવસે જ સમાન પણ પેક કરી લીધો હતો. તેની આ ખુશી જોઈ મયુર પણ ખુબ ખુશ હતો. મયુર તેનો મોટો ભાઈ હતો.
મયુરની ઈચ્છા તો નોતી માનસીને પોતાના થી દૂર મોકલવાની પણ તેની ખુશી માટે હા પાડી દીધી. માનસી નાનપણથી જ ખુબ જિદ્દી હતી. પોતે જે હઠ લે તે મૂકે નઈ એટલે મયુર પણ તેની બધી વાત માનતો.
માનસી ફટાફટ નીચે આવી. તેનો ભાઈ ડાઇનિંગ ટેબલ પર બેસી ચા પીતો હતો.. ઓહ.. આવી ગઈ ચાલ બેસીજા નાસ્તો કરીલે ખબર નઈ પાછી ક્યારે આવીશ હતાશ થતા મયુર બોલ્યો. અરે ભાઈ, પાકું જલ્દી જ આવી જઈશ. મયુર ના હાથ પર હાથ રાખી આશ્વાશન આપતા માનસી જવાબ આપ્યો.
હાહા દીદી જલ્દી આવતા રેજો "તમારા ભાઈ તમારા વિના ગમશે જ નઈ". નાસ્તાની ટ્રે ટેબલ પર મુકતા વિના બોલી. વિના મયુર ની પત્ની હતી તે ખુબ શાંત સ્વભાવ વાડી હતી.
ત્રણેય હસી મજાક કરતા નાસ્તો કરવા લાગ્યા ત્યાં જ ફોનની ઘંટડી વાગી. માનસી જલ્દીથી ઉઠીને ફોન ઉપાડ્યો
હા હા મનીષામાંસી અમે નીકળી છી તમે ચિંતાના કરો એમ કહી ફોન મૂકી બોલી....
"મારા કરતા માંસી ને વધારે જલ્દી છે" મારી ત્યાં પહોંચવાની હસતા હસતા નોકર ને સમાન ગાડીમાં મુકવા ઈશારો કર્યો.
ચાલ ને ભાઈ હમણાંતો કે તો તો કે મોડું થાય છે મયુર ને પાછળથી પકડતા માનસીએ કહ્યું. હા ચાલ અમે જઇયે છીએ. વિના સામે નાનું સ્મિત ફરકાવતા મયંકે કહ્યું. બંને નીચે ઉતારતા હતાં ત્યાં પાછળથી અવાજ આવ્યો પહોંચીને ફોન કરજો. હા ભાભી પાકું મયુર અને માનસી માંસી ના ઘરે જવા રવાના થયા.
બે કલાક જેવો સમય નીકળી ગયો હતો હવે તે માંસીના ઘરે પહોંચવાના હતાં. માનસી તો ઊંઘી ગઈ હતી. લાગેછે માનસીની માંસીના ઘરે જવાની ઈચ્છા તૂટી ગઈ છે. હસતા હસતા મયુરે ડ્રાઈવરને કહ્યું ત્યાંતો માનસીની આંખ ઝડપથી ખુલી ગઈ એકજ શ્વાસે બોલી ઉઠી.......
"નઈ ભાઈ એવું કય નથી". મયુર માનસી સામે જોઈ હસવા લાગ્યો ત્યાંતો માંસીનું ઘર પણ આવી ગયું ગાડીનો અવાજ સાંભળતા તેના માસી જલ્દીથી નીચે આવ્યા 'મારી લાડલી આવી' કહી માનસીને ભેટી પડ્યા. બસ બધાને માનસી જ વહાલી છે રિસાતાં મયુરે કહ્યું. નાના બેટા તનેતો ખબર જ છે તારા મોસાળમાં માનસી એક જ તમારા ત્રણ ભાઈ વચ્ચે છે અને વળી સૌથી નાની છે તો વધારે વાહલી તો હોવાની જ હસતા હસતા બધા અંદર ગયા. અંદર પહોંચતાની સાથેજ મયુરને યાદ આવ્યું આજૅ તો એક ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે. માનસીને મુકવા આવવા માં પોતે ઓલરેડી લેટ હતો. માંસી મારે જલ્દી જવું પડશે પછી આવીશ માનસીના ગાલપર હાથ ફેરતો મયુર જલ્દીથી દોડી દરવાજા તરફ જઈ બહાર ચાલ્યો જરા ધ્યાનથી માંસી બોલ્યા.
આવ માનસી બેસ ઘણીબધી વાતો કરવી છે તારી જોડે
"મમ્મી" મારો ઓલો બ્લુ શર્ટ ક્યાં છે ઉપરથી અવાજ આવ્યો.
આજો, સવારમાં આના નખરા ઉપર તરફ ઈશારો કરતા માંસી બોલ્યા, માંસી કાર્તિક ઘરે છે ! આશ્ચર્ય સાથે માનસીએ પૂછ્યું, હા બીજે ક્યાંહોઈ માંસી ઉભાથતા બોલ્યા. પણ મને તો પોતે હોલિડે પર ગયો એવું કીધેલું.માંસી સાથે માનસી પણ ઉભી થઈ ગઈ. મજાક કરતો હશે મનીષાબેન હસતા હસતા બોલ્યા. કંઈક યાદ આવતા માનસી, એક મિનિટ મને હેરાન કરવામાં બોવ મજા આવે છે એને આજૅ મારો વારો, પછી થોડું વિચારી માનસી બોલી માંસી આપશો મારો સાથ માનસી પોતાનો હાથ માંસી તરફ લાંબો કરતા, હા બેટા કેમ નઈ માંસીએ માનસીના હાથ પર હાથ મુક્યો.
માંસી ઉપર જઈ થોડો ગુસ્સો કરતા કાર્તિકના રૂમમાં પ્રવેશે છે બેટા "કોઈક રાધિકા બોવ ગુસ્સામાં છે તને મળવા આવી" એટલું સાંભળતાની સાથે જ કાર્તિક ફટાફટ નીચે દોડતો આવ્યો. માનસી પીઠ દેખાડી ઉભી ઉભી બાજુમાં રહેલ ફૂલના બૂકે માંથી ફૂલ તોડી નીચે નાખતી હતી. ઈ જોઈ કાર્તિક તો ચિંતામાં મુકાઈ ગયો કાલ રાતે તેનો અને રાધિકાનો ઝગડો થયેલ તેનો બદલો લેવા રાધિકા ઘરે આવી. તે એકદમ ડઘાઈ ગયો તું અહીંયા શું કરે છે અંદર કોને અવાદીધી
કીધું તો હતું કાલ વાત.... એટલામાં માનસી હસવા લાગી પાછળ ફરીને જોયું તો કાર્તિક એકદમ ચિંતાતુર થઈ ચુક્યો હતો. રિલેક્સ બ્રો માંસી સાંભળી જશે માનસી કાર્તિકને શાંત પાડતા બોલી,તો એ બધું તારુંજ કરેલ હોઈ ગુસ્સામાં કાર્તિક બાજુમાં પડેલ તકિયું હાથમાં લય માનસીને મારવા પાછળ દોડયો થોડીક વારમાં તો આખું ઘર ગુંજવા માંડ્યું.
'આ બધું શું છે', દરવાજા પાસેથી અવાજ આવ્યો, અરે રંજનબેન તમે આવો આવો મનીષાબેન બોલ્યા, આટલો બધો અવાજ રંજનબેને ફરી પૂછ્યું હા ઈ મારી નાની બેન ની ડોટર આવી છે.
રંજનબેન કાર્તિકના પપ્પાના ફ્રેન્ડના વાઈફ હતાં. થોડીવારમાં માનસી અને કાર્તિક નીચે આવ્યા મમ્મી ભૂખ લાગી છે. પોતાનાં પેટ પર હાથ ફેરવતા કાર્તિક ડાઇનિંગ ટેબલ તરફ જતો હતો ત્યાં તેની નઝર રંજનબેન પર પડી અરે આંટી તમે, વેદ ના આવ્યો, જ્યુશનો ગ્લાસ લેતા કાર્તિકે પૂછ્યું. હા બેટા એ આવતો જ હશે થોડોક સમાન લેવા ગયો છે.
આ માનસી ક્યાં રઈ ગઈ, તે ફ્રેશ થવા ગઈ છે જ્યુશ નો ગ્લાસ આપતા કાર્તિક બોલ્યો. થોડીવાર પાછી રંજનબેન ની ફોનની ઘંટડી વાગી, રંજનબેન તરત જ ઉભા થઈ ગયા વેદનો ફોન હતો, ઘરે મેહમાન આવવાના છે જલ્દી જવું પડશે ચાલો તમને ઘરે મુકતો જાવ હું એ બાજુ જ જાવ છુ. થૅન્ક યુ બેટા રંજનબેન નાનું સ્મિત આપતા નીકળું છુ મનીષાબેન હા આવજો પાછા આપડે કાલ બાર જવાનું યાદ અપાવતા મનીષાબેન બોલ્યા, હા યાદ છે ઈશારા સાથે રંજનબેન જવાબ આપ્યો.
બીજો દિવસ થયો બપોર ના સાવા નવ થયા માનસી ઉઠીજા બેટા મારે બાર જવું છે કાર્તિક બપોર સુધીમાં આવી જાશે મનીષાબેને માનસીને જગાડતા કહ્યું . ત્યાં જ ડોરબેલનો અવાજ આવ્યો વેદ હશે હાથ લૂછતાં મનીષાબેન દરવાજો ખોલ્યો.
નમસ્તે માંસી,વેદે અંદર આવતા કહ્યું હા બેટા થોડી વાર સોફા તરફ બેસવાનો ઈશારો કરતા કહ્યું. માનસી ડોર ખોલી બહાર આવી એકાએક તેનું ધ્યાન વેદ પર પડ્યું. માંસી ને ઈશારામાં પૂછ્યું કોણ છે આ "અરે એ વેદ છે" મનીષાબેન જોરથી બોલ્યા વેદનું ધ્યાન માનસી પર પડ્યું, વેદે માનસીને જોઈ ને ઈગ્નોર કર્યું હોઈ એવું માનસી ને લાગ્યું.
માનસી ખુબ સુંદર અને દેખાવડી છોકરી હતી, એને કોક આવી રીતે ઈગ્નોર કરે એ એને મંજુર ના હતું. માનસીને ગુસ્સો આવ્યો તે રૂમ તરફ ચાલી ગઈ અરે, શું થયું મનીષાબેન હાથમાં નાસ્તા ની ટ્રે ટેબલ પર મુકતા કઈ નઈ માંસી તમે જાવ હું નાસ્તો કરી લઈશ ગુસ્સામાં માનસી બોલી એના ગુસ્સાનો વેદ પર કોઈ અસર થયો નહતો.
બપોરના બાર વાગ્યા કાર્તિક ઘરે આવ્યો જોયુ તો માનસીનું મૂડ ખરાબ હતું અરે મારી આફતની પુડિયાંને કોણ હેરાન કરી ગયું. માનસીના માથા પર નાની ટપલી મારતા કાર્તિક બોલ્યો. આ જોને ઓલો વેદ માનસીને રોકતા કાર્તિક બોલ્યો વેદે તને હેરાન કરી. માનસી અને કાર્તિક નાનપણથી જ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતાં એટલે એકબીજાને બધી વાત કહી દેતા એટલે વેદ વિશે કહેવામાં માનસી જરા પણ અચકાની નઈ.
વેદ લીધે તું હેરાન થાય એવી વાત માનવામાં નથી આવતું કાર્તિક વિશ્વાશ સાથે બોલ્યો, તું મારો ભાઈ છે કે એનો મેં ક્યારેય તને ખોટું કીધું છે કાર્તિક પર ગુસ્સો કરતા માનસી બોલી. હા હા ચાલ તું સાચી પણ કેહતો ખરા એને કર્યું શું પાછી માનસી બધું કહી સંભળાવ્યું, કાર્તિક હસવા લાગ્યો. માનસી ના ગુસ્સા નો પાર ના રહ્યો અરે મારી ભોળી શીસ્ટ એ તારી શું કોઈ છોકરી સામે ક્યારેય જોતો જ નથી માનસીએ આષ્ચર્ય સાથે પૂછ્યું એવું કેમ, હસતા હસતા કાર્તિક જવાબ આપ્યો એ એવો જ છે પેલેથી જ તેને આ બધી વસ્તુમાં રસ નથી.
માનસી વિચારમાં પડી ગઈ પેલી વાર આવો માણસ જોયો, સાચે આવા વ્યક્તિ પણ ધરતી પર વસે છે જે કોઈ છોકરી વિશે ના વિચા.
સમય વીતતો ગયો. કાર્તિકે માનસી અને વેદ ની ઓળખાણ કરાવી હવે બેય એકબીજા ને ઓળખવા મંડ્યા હતાં એકબીજા સાથે વાત કરવામાં અચકાતા ના હતાં. માનસીને આયા આવ્યાને બે અઠવાડિયા થઈ ગયા હતાં.તેના મનમાં વેદ માટે હવે રિસ્પેક્ટ વધવા લાગી હતી એ વેદ ને પસંદ કરવા લાગી હતી.અને વેદ પણ માનસી ને પસંદ કરતો. હવે તો બંને એકબીજા સાથે વધારે ને વધારે સમય વિતાવવા માંગતા પરંતુ ઘરે બધાની સામે એ શક્ય ના હતું.
" મમ્મી "કાર્તિક જોર થી બૂમો પડતો આવ્યો, શું થયું કેમ આટલી બધી બૂમો પાડે છે. મનીષાબેન બોલ્યા
અરે મમ્મી જલ્દીથી મારો અને પપ્પા નો સમાન ભરી દે અમારે અચાનક મુંબઈ જવાનું છે, ઓલો જૂનો પ્રોજેક્ટ જે અટકી ગયો હતો એ પાછો મળી ગયો છે અમારે એને પૂરો કરવા એક અઠવાડિયું ત્યાં જવું પડશે.
હા ઠીક છે, પણ કહેતો ક્યારે નીકળવાનું છે અરે મમ્મી આજૅ સાંજે આઠ વાગ્યાની ફ્લાઈટ છે હવે તો જલ્દી કર,
હા હા તું ચિંતા ના કર હું હમણાં જ પેક કરી દવ છુ, મનીષાબેન થોડા શાંત સ્વરે બોલ્યા.
' ડોર બેલ વાગ્યો'
જા તો કાર્તિક કોણ આવ્યું.
હા જાવ છુ કાર્તિક દરવાજા તરફ જતા બોલ્યો.
અરે વેદ તું આવ આવ એકદમ બરાબર સમયે આવ્યો છે. હું અને પપ્પા થોડા દિવસ માટે બહાર જઈ એ છીએ
"બહાર "
માનસીએ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું. તું બાર જાય છે અને મને જાણ કરવી જરૂરી ના લાગી અને તારા વિના તો મને સાવ એકલું લાગશે ગુસ્સા સાથે માનસી બોલી , અરે મને પણ હમણાં જ ખબર પાડી અને તું ચિંતા નાં કર વેદ છે ને આયા એ તને બાર લઈ જશે કેમ સાચું કીધું ને વેદ કરીશને એટલું કામ કાર્તિકે વેદ સામે હાથ લંબાવતા કહ્યું
"હા " કેમ નઈ
વેદ અને માનસી એકબીજા સામે જોઈ સ્મિત કરવા લાગ્યા એ પણ એવુજ કંઈક ઇચ્છતા હતાં.
હા, એ બરાબર છે કાર્તિક ની હા માં હા મેળવતા મનીષાબેન બોલ્યા.
સાંજ પાડી કાર્તિક અને તેના પપ્પા નીકળવાની તૈયારી કરતા હતાં, અરે એક કામ ભુલાઈ ગયું બોલતો કાર્તિક માનસી પાસે ગયો અને વેદ નાં નંબર આપ્યા કંઈક કામ હોઈ તો વેદ ને બોલાવી લેજે. હવે તો, તો તેમની પાસે એકબીજાના નંબર પણ આવી ગયા. હવે તો બને સાથે બહાર જતા, એકબીજા સાથે વધુ ને વધુ સમય વિતાવતા.
વેદ વહેલી સવારે જ માનસી ને લય ને પોતાની કોલેજ વય જતો. જેથી ત્યાંનું કામ પતાવી બંને સાથે સમય વિતાવી શકે.
વેદ ગત વર્ષ જ પોતાની સ્ટડી પૂર્ણ કરી ચુક્યો હતો. તેને ભણવામાં કઈ ખાસ રુચિ નાં હતી પરંતુ સંસ્કૃત અને અંગ્રેજી પહેલેથી જ તેના પસંદીદાર વિષયો હતાં, એટલે પોતાનાં પ્રોફેસર નાં કેવા પર જુનિયર સ્ટુડન્ટસ ને આ વિષયો શીખવા જતો.
હવે સમય વીતતો જતો હતો, વેદ અને માનસી વધુ નજીક આવવા લાગ્યા હતાં. તેમની ફ્રેન્ડશીપ હવે ધીમે ધીમે લવશિપ માં તપદીલ થવા લાગી હતી. આ બધી વાત કાર્તિક ને કેવાની માનસી સાવ ભૂલી જ ગઈ. તેને તો હવે ખાલી વેદ જ દેખાતો આખી રાત તેના જોડે વાતો કરવી સવાર થતા તેની સાથે બાર જવું આ તેનું દિવસનું રૂટિન થઈ ગયું હોઈ એવું લાગતું.
માનસી ખુશ હોવાથી મનીષાબેન પણ એને કઈ નાં કેહતા, એક અઠવાડિયા નો સમય વીતી ચુક્યો હતો.
"માનસી"કાર્તિક નો ફોન હતો કાલ સવારે તે પાછો આવે છે, માનસી કઈ બોવ ખુશ હતી નઈ હવે તેના કાર્તિકના આવા જવા થી કોઈ ફર્ક નહતો .બીજો દિવસ થયો કાર્તિક આવીગયો. પણ માનસી ને કઈ ફેર નાં પડ્યો એને તો જાણે આખી દુનિયા વેદ જ હોઈ એવું લાગતું.
માનસીના આવા વર્તન માના બદલાવ કાર્તિક થી અજાણ નહતા, તે બધા જ બદલાવો જોતો હતો એ બસ એજ રાહમાં હતો કે ક્યારે માનસી આવી એને બધી વાત કરે પણ માનસી પાસે તો સમય જ નાં હતો.
રાત્રિના સાવા અગિયાર થયા હતાં.કાર્તિકે જોયું માનસીના રૂમની લાઈટ હજુ ચાલુ હતી, મતલબ માનસી હજુ જાગે છે. કાર્તિકે ધીમેથી ડોર ખખડાવ્યો
"માનસી "
ધીમેથી બોલ્યો,
જેથી બાજુના રૂમમાં સુતેલા મનીષાબેન જાગી ના જાય.માનસીએ ડોર ખોલ્યો, કાર્તિક તું અત્યારે આયા માનસીએ અચંબા થી પૂછ્યું કેમ નાં અવાય, નવ વાગે સુઈ જવા વડી આજ હજુ જાગે છે કાર્તિકે શકીલા સ્વરે પૂછ્યું. માનસી થોડી ગભરાતા નઈ એવું કઈ નથી હું તો બસ અરે આટલી બધી ચિંતામાં કેમ લાગેછે જાણે તારી કોઈ ચોરી પકડાઈ ગઈ હોઈ કાર્તિકે માનસીની વાત કાપતા કહ્યું.
આજૅ પેલી વખત માનસી કાર્તિક સાથે વાત કરવામાં અચકાતી હતી. પોતે ભૂલ કરી છે અત્યાર સુધી કાર્તિક થી બધી વાત છુપાવી એવું વિચારી પોતે નઝર જુકાવી ઉભી રહી.
થોડીવાર માનસી કઈ નાં બોલી એટલે કાર્તિકે સામેથી વાત ચાલુ કરી ચાલ બોલ કોણ છે તે માનસી આશ્ચર્ય સાથે કાર્તિક સામે એકી ટસે જોઈ રહી, પછી ધીમેથી બોલી" વેદ "
એતો હું પેલાજ સમજી ગયો હતો કાર્તિકે નાનાં સ્મિત સાથે કહ્યું, થોડીવાર વાત કર્યા પછી બંને હવે હસી મજાકે ચડી ગયા સમયનું પણ ભાન નાં રહ્યું સવારના સાડા ત્રણ થઈ ગયા હતાં
તો, હવે આ વાત એક બીજાને કેવાની ક્યારે હું પણ વિચારું છુ થોડું શરમાતા માનસી બોલી, ચાલ હું કંઈક વિચારુ.... તું સુઈ જા કાલ સવારે વાત કરીશું


To be continue........

* Thank you *

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED