hart repairs - 4 books and stories free download online pdf in Gujarati

હાર્ટ રેપાઇર્સ - 4

વેદનાં બોલેલા શબ્દો નાં કારણે માનસી ઉદાસ હતી. તેની ફ્રેન્ડ્સ તેને બધું ભૂલવા અને નવી સરુવાત કરવા સમજાવતી હતી. પણ તેનું મન વેદની આજુ બાજુ જ ફરતું હતું જાણે તે આ બધું સમજવા જ નતી માંગતી હોઈ તેને હજુ વેદે કહેલી વાત પર વિશ્વાસ નાં હતો. તેને લાગતું કે વેદ કોઈના પ્રેસર મા આવી આવું કહે છે. અથવા તેને પજવવા ખાતર..... .....
દિવસો વીતતા જાય છે.થોડા સમય પછીપાછો એક દિવસ વેદનો મેસેજઆવે છે. વેદ સમય પસાર કરવા માનસી સાથે વાત કરે છે માનસી તેને પોતાનો સમજી તેના પહેલા ના સંબંધને ટકાવી રાખવાની કોશિશ કરતી રહે છે જયારે વેદને ટાઈમપસાર કરવા કોઈ બીજુંમળે કે
તરત જ માનસી સાથે વાત કરવાનું બંધ કરી દે. હવે તો એવું થોડા થોડા દિવસ થતું જ રહેતું. છતાં માનસી નાં આંખો પર વેદના નામની પેટ્ટી કંઈક એવી રીતે બંધાઈ ગઈ હતી કે તેને આ બધું સમજાતું જ નાં હતું.
થોડા સમય પછી તો વેદનો ક્યારેક આવતો મેસેજ પણ બંધ થઈ ગયો. માનસી હવે ડિસ્ટર્બ રહેવા લાગી હતી.પેહલા કરતા પણ વધારે નબળા પરિણામ આવવા લાગ્યા હતા.
પ્રોફેસર જ્યોતિને આ વાત ની જાણ થાય છે. માનસી તેમની સૌથી પ્રિય સ્ટુડન્ટ હતી. એટલે તેમને માનસી મા આવતા પરિવર્તનો ની ચિંતા રહેતી પોતાની સૌથી હોશિયાર સ્ટુડન્ટ ની લાઈફ આવી રીતે ખરાબ થાય એ તેમને મંજુર નાં હતું.
પ્રોફેસર જ્યોતિએ માનસીની બધી ફ્રેન્ડ્સ ને પોતાના કેબીનમા બોલાવી અને આ વિષય પર વાત કરવાનું ચાલુ કર્યું. માનસી ની જેમ તેની ફ્રેન્ડ્સ પણ પ્રોફેસર સામે બોલવામાં અચકાઈ છે
બેટા, હું કઈ માનસી ની દુશ્મન નથી એની ભલાઈ ની ઈચ્છા છે અને એ તમારા સપોર્ટ વિના શક્ય નથી. જો તમે તમારી ફ્રેન્ડ માટે કંઈક સારું કરવાની ઈચ્છા રાખતા હોવ તો મને તેની જીવન મા શું થાય છે તેના ડિસ્ટર્બ રહેવાનું રીઝન કહો જેથી હું મારાથી બનતી કોશિશ કરી શકું, હતાશ થતા પ્રોફેસર બોલ્યા.
આખરે તેમાંથી એક ફ્રેન્ડે બધી હકીકત કહે છે. અને સાથે સાથે અમે તમારી સાથે છીએ કોઈ બીજી જરૂર હોઈ તો બેશક જણાવજો આપડે માનસીને પછી હસ્તી રમતી જરૂર કરીશું એવું આશ્વાશન પણ આપે છે.
પ્રોફેસર જ્યોતિ પોતાનો વધારે સમય માનસી સાથે વિતાવે છે અને તેને પ્રેક્ટિકલ મા વ્યસ્ત રાખવા લાગે છે જેથી તેના મગજ મા ફક્ત સ્ટડી ભરી શકે અને બીજું બધું કાઢી શકે. પરંતુ વેદ તો માનસી નાં દિલમા વસતો હતો મગજ મા નઈ. એક મિનિટ ફ્રી થતા જ તેનું મન વેદ નાં વિચારોમાં ગુંચવાઈ જતું.
પ્રોફેસર હવે માનસીના ઘરે જઈ તેના ભાઈ ભાભી સાથે આ બાબતમા વાત કરે છે સાથે આ કારણો સર તેની તબિયત ખરાબ થવાની સંભાવના વિશે પણ જણાવે છે.
આ સાંભળી તેના ભાઈ -ભાભી ખુબ ચિંતામાં મા આવી જઈ છે. પ્રોફેસર તેમને આ પ્રોબ્લેમ નું નિવારણ સૂચવે છે. પોતાના કર્યો થી માનસીમાં થોડો બદલાવ આવે છે એ વાત પણ જણાવે છે. માનસીના ભાઈ ભાભી હવે પ્રોફેસર ની વાત થી સહેમત થઈ ઘરનું વાતાવરણ બદલવામાં લાગ્યા હતા.
"આ બધું શું થાય છે "
માનસીએ પૂછ્યું,
ઘરની વસ્તુ મા બદલાવ જોઈ માનસી ને આશ્ચર્ય લાગેછે.
કઈ ખાસ નઈ, મયુરે જવાબ આપ્યો.
મયુર અને વિના વધારે ને વધારે સમય માનસી સાથે વિતાવે છે. માનસી કોલેજ થી આવે કે તેને કોઈ એકલું નાં મૂકે, કોલેજ પણ પ્રોફેસર કોઈક ને તેની સાથે રહેવાનો આગ્રહ રાખતા.
માનસી હવે ધીમે ધીમે પોતાનાં પાસ્ટ થી દૂર જતી હોઈ એવું લાગતું. હવે તો પેહલાની જેમ સ્ટડી મા પણ નિપુણ થઈ ગઈ હતી. વેદ ને ભૂલી ગઈ હોઈ એવું લાગતું પરંતુ વેદ એના જીવન નો એક ખુબ જ ઈમ્પોર્ટન્ટ ભાગ બની ગયો હતો. એને ભૂલવું માનસી માટે શક્ય નાં હતું. પણ છતાં હવે તેને વેદ વિના જ રેહવાની આદત પડી ગઈ હતી.
"માનસી "
તારું રિઝલ્ટ આવી ગયું.
તું કોલેજ ફર્સ્ટ છો. માનસીના માથા પર હાથ ફેરવતા મયુરે કહ્યું.
થેન્ક યુ ભાઈ.
'ટીન ટીન ', ડોર બેલ વાગી. વિના દરવાજો ખોલવા જાય છે.
મિસ માનસી, કુરીઅર સામેથી અવાજ આવે છે.
કુરીઅર, માનસી ઉભી થઈ કુરીઅર લેવા હાથ આગળ વધારે છે.
શેનું છે માનસી, મયુર પુછે છે.
Ab companiz, માંથી આવ્યું છે. એક સોફ્ટવેરર ની જરૂર છે. જેના માટે મને અપોઈંટ કરવા માંગે છે કાલ સવારે મળવા જવા નું કહ્યું છે. થોડું અચકતા માનસી બોલી.
અરે, એટલા ખુશીના સમાચાર આમ ધીમે ધીમે કેમ આપે છે. તું તૈયારી કરી લે.... મયુર બોલ્યો.
માનસી તૈયાર થતી હોઈ છે. મયુર જોવે છે માનસી કંઈક વિચારતી હોઈ એવું લાગે છે. તે માનસી પાસે જાય છે અને તેનો હાથ પકડી પુછે છે.
"નર્વસ "
માનસી નાનું સ્મિત આપી માથું હલાવી હા પાડે છે.
મયુર તેની હિંમત વધારવા પોતાના પેહલા દિવસ ની થૉડી ઘટના વિશે કહી માનસીની નર્વસનેસ દૂર કરે છે. વિના માનસી માટે દહીં સાકાર લાવે છે.
'દીદી, આ ખાવાથી જે કામ માટે જતા હોઈ એ સફળ થાય છે.
માનસી ઇન્ટરવ્યૂ માટે જાય છે. તેનું સિલેકશન તો પહેલાં થી જ થઈ ચૂક્યું હોઈ છે. માનસી હવે પોતાની નવી લાઈફ શરૂ કરવા જઈ રહી હતી છતાં તેનું મન હજુ વેદ નું નામ ભૂલી શકતું નાં હતું. માનસી પોતાને ઓફીશ નાં કામમાં વધુ ને વધુ વ્યસ્ત રાખવા લાગી જેથી કદાચ તે વેદ ને ભૂલી શકે પરંતુ જયારે તે એકલી બેસે કે તરત જ વેદ સાથે ની વાતો તેની સામે આવી જતી.
માનસીને એક દિવસ પોતાના બાજુમાં રહેતા એક છોકરા નો મેસેજ આવે છે. માનસી તેના મેસેજ નો આદર પૂર્વક જવાબ આપે છે. જોત જોતા બને સારા મિત્ર બને છે જોકે એ ફક્ત મિત્રતા જ હતી. મયુર ને આ વિશે એક દિવસ જાણ થાય છે. અને તેને પ્રોફેસર ની કહેલી વાતો યાદ આવે છે. તે જે કઈ પણ માનસી સાથે થયું એનું કારણ એ છોકરા ને સમજે છે અને તેને માનસી થી દૂર રહેવા ની ચેતવણી આપે છે.
માનસી રોજ ઓફીશ જતી આવતી વખતે એ છોકરાને બોલાવતી વાતો કરતી. જોકે તે માનસીના મનમાં એક મિત્ર જ હતો. મયુરને માનસી નો ડર સતાવે છે. તેને પાછો માનસીને હેરાન થતી જોવા નતો માંગતો. તેને આ વિષય વિશે પોતાની પત્ની વિના ને વાત કરી. વિના ખુબ સમજદાર હતી તેને મયુરની મૂંઝવણ નું સમાધાન આપતા કહ્યું.....
આપડે માનસીને મમ્મી -પપ્પા પાસે વડોદરા મોકલી દઈએ.
" પણ માનસી માનસે ત્યાં જવા માટે " શું જવાબ આપીશ હું એને કે શા માટે એને વડોદરા જવાનું કહું છું. મયુર ચિંતા કરતા કહ્યું.
એનો ઉપાય છે. તમે વડોદરા મા એક સોફ્ટવેર ની સારી કંપની મા જોબ માટે વાત કરો. અને સાથે મમ્મી ખુબ યાદ કરતી હોઈ છે. એવા પ્રકારના બહાના તમે આપી શકશો.
ત્યાંજ મયુરને પોતાનો ફ્રેન્ડ એક કંપની મા જોબ કરે છે એવું યાદ આવ્યું. ઝડપથી પોતાનો મોબાઈલ લીધો તેની સાથે માનસીની જોબ વિશે વાત કરી. અને માનસી ની જોબ નક્કી કરી. માનસીના બધા રિસોલ્ટ્સ સારા હોવાથી કોઈ કંપની મા તેને સરળતા થી નોકરી મળી શકે તેમ હતી. એટલે મયુર નાં ફ્રેન્ડ ની કંપની મા સારી એવી પોસ્ટ સાથે જોબ મળી ગઈ.
મયુર માનસી પાસે જઈ તેના વડોદરા જવા માટેની વાત ઉખેરે છે. આમ અચાનક વડોદરા જવાની વાત થી માનસી પહેલાં થૉડી અચંબા મા હતી. પણ મમ્મી-પપ્પાને ઘણા સમય થી નાં મળી હોવાથી તે માની જાય છે.
માનસી વડોદરા જવા નીકળે છે.
" પોંહચી ને કોલ કરજે ",મયુર કહે છે.
બપોર નાં બે વાગ્યા હોઈ છે માનસીના પપ્પા સ્ટેશને તેને લેવા પોંહચી ગયા હોઈ છે. થૉડી વારમાં માનસીની ટ્રેન આવે છે ઘણા દિવસ પછી મળતી હોવાથી માનસી દોડીને તેના પપ્પાને ભેટી પડે છે. માનસીના પપ્પા વડોદરાના સારા એવા મોટા બિઝનેસ મેન હતા. છતાં માનસી ક્યારેય તેનમાં પૈસા નું ઘમંડ નાં હતું.
માનસીની ન્યૂ જોબ નો પેહલો દિવસ હતો. તે તૈયાર થઈ. પોતાના માતા પિતાનો આશીર્વાદ લય ઓફીશ જવા નીકળે છે. રસ્તામાં તેની કાર નું એક્સિડન્ટ એક બાઈક સાથે થાય છે. સામેવાળા યુવક સાથે માનસી નો ડ્રાઈવર નાની બોલચાલ થતી હોઈ છે. માનસીને મોડું થતું હોવાથી તે પેલા યુવક ને તેની બાઈક મા થયેલ નુકશાની ની ભરપાઈ કરી ત્યાંથી નીકળી જાય છે.
માનસી ઓફિસે પહોંચી ત્યાંના મેનેજર ને મળે છે.મેનેજર તેને થોડો ટાઈમ ટ્રેનિંગ મા રહેવા નું જણાવે છે માનસી પણ તેની વાતનો સ્વીકાર કરે છે. મેનેજર ડોરબેલ વગાડી બારથી પિયૂન ને બોલાવે છે. સાથે માનસી ને તેના સુપીરીઅરની કેબીન પાસે લય જવા કહે છે. માનસી અને પિયૂન તેના સુપીરીઅર ને મળે છે....
એક્સ ક્યૂઝમી સર... માનસી તેના સુપીરીઅર ને કહે છે..
આ સાંભળતાની સાથે જ તેના સુપીરીઅર પાછળ ફરી જોવે છે. માનસી જોવે છે તેના સુપીરીઅર સવારે મળેલ યુવક હોઈ છે.
હેલો સર, આઈ એમ માનસી.
તમે તો પેલા કાર વાળા મેડમ રાઈટ... પેલો યુવક બોલે છે. યેસ યુ આર રાઈટ સર.
આઇ આમ માનસ . નાઇસ ટુ મીટ યુ મિસ માનસી.......
માનસીને માનસ નાં સુપરવાઇસીંગ મા કામ કરવાનું હતું. માનસ માનસીને બધું કામ સમજાવે છે. માનસી પુરા મનથી પોતાનું કામ ચાલુ કરે છે. પરંતુ કામ અને જગ્યા નવી હોવાથી તે વારંવાર થૉડી ભૂલો કર્યા કરે છે. તે પોતાની પુરી શક્તિ લગાવી કામ કરે છે છતાં તેનાથી ભૂલો થતી રહે છે જેના લીધે તે ઉદાસ થાય છે પરંતુ તેની ભૂલો વાળા બધા કામ માનસ વ્યવસ્થિત કરી આપે છે. માનસીથી વારંમવાર ભૂલ થતી હોવા છતાં માનસ તેને કઈ કેહતો નથી અને તે ભૂલ કેમ સુધારવી તેમજ બીજી વખતે ધ્યાન કેમ રાખવું એ બધું નમ્રતા નાં ભાવ થી શીખવે છે.
માનસી હવે ધીમે ધીમે બધું કામ શીખવા લાગે છે. સાથે સાથે તે અને માનસ સારા એવા મિત્ર પણ બની જાય છે. સમય વીતતા બનેની મિત્રતા ખુબ ગાઢ બંને છે. માનસી જયારે માનસ સાથે હોઈ ત્યારે તે વેદ ને ભૂલી જાય છે. એ વાત તેને સમજાય છે અને હવે તે પોતાનો વધુ સમય એની સાથે જ વિતાવતી. બંને આખો દિવસ સાથે જ રહેતા છતાં ક્યારેક થૉડી વાર માટે પણ જો બંને એક બીજાથી દૂર થાય કે એકબીજાને જોવા માટે વ્યાકુળ થઈ જતા. માનસી અને માનસ એકજ રસ્તેથી આવતા હોવાથી બંને ઘણી વાર રસ્તા મા જ મળતા અને સાથે આવતા. ઓફિસ સ્ટાફ મા આ વાત ની ખબર પડે છે બંને વિશે વાતો થાય છે. હવે તો માનસી ટ્રેનર એમ્પ્લોય માંથી પ્રોપર એમ્પ્લોય મા આવી જાય છે.


To be continue..........


* Thank you *

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED