છેલ્લી મુલાકાત Anamika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

છેલ્લી મુલાકાત

Iતું આ જન્મ નું અજવાળું,
હું ગયા જન્મ ની રાત,
અડધે રસ્તે તૂટી પડી આ,
લેણ દેણ ની વાત.

કયારેક પ્રેમ ને પ્રેમ ની વાતો સમય ના અનુસાર નવો ઢાળ લે છે. ક્યારેક પ્રેમ વાસના છે તો ક્યાંક જીવન અમૃત ..કાયક સમજણ છે તો કયાંક ગેર સમજણ ના નવી મુશકેલી, જયાં ઇતિહાસ ન યાદ કરતા લેલા ને મજનું , ,હિર જેવા માટે પ્રેમ છે સર્વસ ,,તો આજ લોકો માટે સમયનુસાર છે બધું..


બસ આવા જ પ્રેમ ની વાત કરતા અવિનાશ ને અનામીકા ની વાત છે .. તેઓ જાણતા હતા છતાં અંજણાતાં સંબંધ ને નિભવતા રહ્યા, કોણ ન જાણે કેમ મોહ માયા ના ગૂંચવાડા માં ફસાતા ગયા... એક કાલ્પનિક દુનિયા માં જીવતા હતા જ કે વાસ્તવિકતા ની થપાટ પડતા સભાન બન્યા... લોકો ની ઇચ્છા એ જ એમની જીવન વાસ્તવિકતા. આખરે આખરે બધી અટકળો ને વિરામ આપવનું એમને નીક્કી કર્યું ,, નક્કી કર્યું કે કયા સુધી આ બેનામી સંબંધ આમ કોઈ નામ વગર હવા માં ઝુરતો રહેશે,, આજ જ સમય છે આપું આ સંબંધ ન પૃણ વિરામ આપીએ , આમ વિચારી આવિનાશ અનામિકા ને કોલ કરી સાંજે મળવનું કહે છે મન માં ચાલતા ઘણા તોફાન ને શાંત પાડી વાત કરે છે અને સાથે એ પણ કેહતા અચયકો નહી કે લેતા આવજો એ યાદો ની પોટલી જેનું આજ દહન છે..... કારણ કે લાગણી ત્યાં સાચી છે જ્યા તેની સમજણ છે.. સાચી સમજણ વગર ના માણસ ને કાચા હીરા માં નવી ચળકાટ લાવવાની આશા હોય છે પણ જેને સમજણ જ નહીં તો એની વાત જ સુ કરવી.. સાંજ પડે નકી કરેલી જગયે અનામિકા આવી પહોંચે છે.આવિનાશ અનામિકા ને આમ જોય થોડો બોલવા માં અચકય છે પણ તેનું મન આજ કય કેહવા મક્કમ છે..અવિનાશ: આપણે મળ્યા તયારે નક્કી જ હતું આપણા છુટ્ટl પડવાનું.. સાચું ને?

અનામિકા: મૌન

અવિનાશ:મૌન નું સ્થાન ત્યાં છે, જ્યાં કેહવા માટે કય રહેતું નહિ કે પછી કોઈ જવાબ નહિ, જેમ આપનો બેનામી સંબંધ છે. આજે આ સંબંધ નું મારે દહન જોયે છે .. રાખ થઈ ઉડી જશે બધું ..એટલો સમય હું સાચવી લયશ બઘું.

એક બીજા ને ઘણું કહેવું હતું પણ એ મક્કમ મન ને એ શબ્દ છેલ્લી મુલાકાત એજ એમની વચ્ચે આજ એક રુકાવટ બનતી હતી.... આજ બધી જ વાતો એમની વચ્ચે અદ્રશ્યમાન થતી હતી ને બધા જ ભાવો પણ પણ આજ એ વિરહ નો ભાવ આજ વધુ મહત્વ ધરાવે છે એવું એમની વચ્ચે જાણતું હતું....


અનામિકા: છેલ્લી મુલાકાત??

અવિનાશ:મૌન

અનામિકા: પેહલી મુલાકાત પર લડી આ આંખો , તો પછી છેલ્લી મુલાકાત પર કેમ રડી આ આંખો. તું તો હસતો ચહેરો છે ને રડતા કોને શીખવ્યું??

અવિનાશ: અટ્ટહાસ્ય કરતા ..... ચલ છેલ્લી વાર એક મારી સાચી શિખામન સમજેસ ન તું..તું મારી વાત સમજાજે . અરે હા મને કન્કોત્રી લખવનું ભૂલતી નહિ. એ વખતી વેળા એ યાદ કરજે કે એ કન્કોત્રી માં તારી ખુશી છે કે નહીં.. ત્યાં તારું સ્મિત છે કે નહીં? નામ જોડવા ખાતર ન જોડતી સંબંધ ને સાચા અર્થ માં જોડજે...

અનામિકા: નસીબ ના ખેલ માં છેતરાય જાવ તો??

આવિનાશ:અરે ગાંડી નસીબ આગળ કોઈ નું ક્યાં ચલે છે .. ને ચાલે પણ નહીં.. તે પછી કોઈ પણ કેમ ન હોઈ..

આમજ વાતો ને વાતો ને આગળ ચલાવતા એક બીજા સાથે રહેવાનો સમય બચાવતા હતા....લાંબી વાતો ની દલીલ નો અંત આવ્યો બનને એ એ બેનામી સંબધ ન ગળાટુંપો આપી પોત પોતના ના રસ્તે આગળ વધ્યા ..જોઈએ વિધાતા કોના લેખ કેમ લખે છે..
અવિનાશ અને અનામિકા ના લાગણી ના ત્રાજવા માં ઘણા લોકો તોલય છે.. તો કોઈ આ સંબન્ધ ને પૃણવિરામ આપી દે છે. અથવા તો અપૃણ કથા નો ઇતિહાસ બની પડ્યો છે. જીવન એક લાંબી મુસાફરી છે , જેમાં અનેક મુસાફરો આપણને મળે છે, એ મુસાફરો નું સ્થળ આવતા એ સાથ મૂકી દે છે. છેલ્લી મુલાકાત વ્યક્તિ હોય છે પણ જીવન નહિ ..જીવન ની આ મુસાફરી આમજ નિરંતર ચાલ્યાં કરે છે.


અનામિકા