Ae chokri books and stories free download online pdf in Gujarati

એ છોકરી

આઠ વર્ષ નો એ માસુમ ચહેરો આજ નાખુશ દેખાતો હતો. પણ ,અચાનક શુ થયું હશે કે એ ચહેરો આજ ઉદાસ છે.એની એ મોટી આંખો માંથી કે કારણસર ચોધાર આંસુ પડે છે.?? આ હસવાની ઉંમર માં ક્યાં તો એ દુઃખ ને એને જાણી લીધું uહશે કે આજે એ સ્વરા ઉદાસ છે?

ત્યાં એક માણસ ની નજર એ રડતી છોકરી પર પડે છે. પેહલી નજરે તો બિચારાપણા નો ભાવ દર્શાવે છે, ને બીજી ક્ષણે તેને થાય છે કે આ સુંદર ચહેરા પર ક્યાં દુઃખ ના વાદળો નો છાંયો કેમ દેખાય છે, માણસ નજીક જય પૂછે છે
' એ છોકરી કેમ રડે છે આટલી રાતે ને આ સુમસાન રસ્તે,?????..

છોકરી માણસ ની સામું છે એની એ આંખો આંસુઓ થી ભરપૂર હતી. કે આ જોતા જ એ માણસ નું આ દીકરી પર હૃદય પીગળી જાય છે. અને વળી એજ પ્રશ્નો પૂછે છે પ્રેમ થી એની સામે બેસી ને" સુ થયું ઢીંગલી કેમ રડે છો? આટલી રાતે સુ કરે છો??તો વળી છોકરી એને સાંભળી વધુ ને વધુ રડે છે.એટલે એ માણસ ચોકલેટ ને ઢીંગલી ની વાતો કરી પૂછવા માંગતો હતો.. છેલ્લી કેટલીક મિનિટો થી એ છોકરી ને શાંત કરવની ટ્રlય કરતો હતો આમ છતાં એ નિષ્ફળ જ જતો હતો .વારંવાર એક ને એક વાત પૂછવા છતાં જવાબ ન મળ માણસ સ્વભાવકપને ઉશ્કેરlયો હતો.. હવે થોડા ગુસ્સા માં પુછીયું" કે તારૂં ઘર છે ને.... પણ સાંભળ મને જવાબ આપેસ ને. છોકરી હા માં માથું ધુણાવે છે. મગજ શાંત રાખી માણસ પૂછે છે વળી " કે તારે સુ કરવું છે બોલ??

આ બાજુ ઠનડા ના પવનો સાથે વાદળો નો ગડગડાટ શરૂ થઈ ગયો હતો ,ત્યાં એ છોકરી બોલી ઉઠી ," મારે વરસાદ માં છબછબિયાં કરવા છે, મારે ઢીંગલી ઢીંગલી રમવું છે, મારે સ્કૂલ જવું છે,,"" આવા અચાનક અવળા જવાબ થી માણસ થોડી ક્ષણો માટે વિચાર માં મુકાય જાય છે, આ વળી કેવો જવાબ હતો... એટલે એ કહે છે :"હા, પણ તને કોણ ના પાડે છે, બેટા તું રમ , ભણ ને મોજ કર , હું તારી મદદ કરીશ ,,,, પણ આવા અચાનક આવા અવળા જવાબો પાછળ નું તથ્ય તે વ્યક્તિ ને જાણવાં માં વધુ રસ પડ્યો.:" કેમ બેટા તને અચાનક આવું યાદ આવ્યું ,,કોઈ તારી સાથે વાત નથી કરતું કે શું??કે શું તું અનાથ છે?? એ છોકરી આ " ના " માં જવાબ આપે છે. અને કહે છે.."આજ મને ચિત્ર માં ઇનામ મળ્યું ..હું તો રાજી રાજી હતી આજ મારી માઁ શિરો બનાવશે પણ પણ હું સ્કૂલે થી આવી ને ત્યારે એ લોકો મને પરાણે લય ગયા.. મેં એમને કેટલું કીધું કે મારે ઘરે જવું ન જવા દીધી મને.. ને મને બવ મારી એ લોકો એ ચૂપ રેહવનું કહ્યું.... આટલું સાંભળી માણસ ના પગ નીચે થી જમીન ખસી જાય છે હૃદય ના ધબકારા ક્ષણભર માટે થનભી જાય છે. આટલું સાંભળ્યા પછી એ એવી અવસ્થા માં જતો રહે છે કે જ્યાં તેને કય સાંભળ્યું નહિ સમજાતું નહિ,, તે પાછું વળી ને જોવે છે તો શું એ જગ્યાએ એ છોકરી છે જ નહીં, એ થોડી વાર માટે એ છોકરી ને આમ તેમ ગોતે છે પણ એ મળતી નહિ, પણ એ વ્યક્તિ ના કાન માં એ વાત પેસી ગઈ હતી. કય હદ સુધી નું અમાનવીયપનું હશે કે પોતાની મુર્ખઈ , પોતાની નબળાઈઓ ને આ દીકરી પર ઉતારી હશે.....
ખબર નહિ એ છોકરી કોણ હતી . ક્યાં ગઈ.. હાલ ક્યાં છે ? એ આત્મા હતી કે શુ? પણ તે એને કશુક કહી ને ગઈ જે ભલભલા માણસ ને હલાવી દે. પણ સત્ય તો છે કે જ કે આવી ઘણી માસુમ સ્વરા આજે પણ દુનિયા ના એકાદ ખૂણે પોતની ઈચ્છાઓ ને મારી ને જીવે છે ને કેટલીક ઈચ્છાઓ ને મારી નાખવા માં આવે છે ,આવા અમાનવીયપના નો ભોગ બનતી હશે.


અનામિકા

બીજા રસપ્રદ વિકલ્પો