Love Secrets - 5 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

Love Secrets - 5



આજે રાજ અને બાકી બધા કોલેજ ગયા... રોજ પ્રમાણે લેક્ચર અટેન્ડ કર્યા...

આ દૌરાન રાજ તો બસ ગૌરી ને જ જોયા કરતો... ગૌરી ને બસ એ જ વાત નો તો ડર હતો કે પ્રોફેસર એની આ હરકત ને ના જાણી લે...

કોલેજ પછી સૌ આઇ.ટી.આઇ. આવી પહોંચ્યા.

♥♥♥♥♥

વાસુ આજે જીદ પર આવ્યો કે ગૌરી એનું પ્રેક્ટિકલ કરી આપે... અને ગૌરી તૈયાર થઈ ગઈ... વાસુ એ જ અનાયાસે જ રાજ ને પણ હેલ્પ કરવા બોલાવ્યો.

ત્રણેય વાસુના પી.સી. પર હતા... અચાનક જ ગૌરી એ એના પગ ને રાજ ના પગ સાથે ટચ કરવું શુરૂ કર્યું. રાજ એ પણ ટચ કર્યું. બંને એ એક અલગ જ વાઈબ્રેશન અનુભવ્યું.

બંને એકબીજાને જોતા ... હસતા વાતો કરતા ... વાસુ ને હજી સચ્ચાઈ ખબર નહોતી. ખુરશી નીચેથી પગો નું મિલન થતું હતું એની જાણ કોઈને નહોતી ... બસ આ બે સિવાય...

ગૌરી એ મોજા પહેર્યા હતાં રાજ નોટી મૂડ માં આવ્યો એણે એના મોજાને પગથી પકડી લીધા... એણે એની તરફ જોઈને હસ્યું... પેલી બિચારી એ હાથ થી પગના મોજાને ઠીક કરવો પડ્યો ... રાજને મજા આવી ...

બસ આ ટચમાં જ રાજ ને બહુ જ મજા આવી હતી...

આઇ.ટી.આઇ. ક્યારે પૂરી થઈ ગઈ એમને જાણ જ ના રહી ...

♥♥♥♥♥

બંને ના ઓનલાઇન થવાનો સમય આવી ગયો...

"તું કેમ આજે મને ટચ કરતો?" ગૌરી એ લખ્યું.

"શુરુઆત તો તુંયે કરેલી પાગલ..." રાજે લખ્યું.

"હા ... સોરી... તું દૂર રહેજે... નહિતર ટચ થઈ જાય છે મારાથી ..." એને લખ્યું.

"ઓ પાગલ ... અત્યારે ટચ કરવું છે..." રાજે લખ્યું.

"ના ... કિસ કરવી છે..." ગૌરી એ લખ્યું.

"સોમવારે... ઓકે..." રાજે લખ્યું.

"મજાક કરું છું..." એને લખ્યું.

"આઇ લવ યુ" ગૌરી એ મેસેજ ડિલીટ ફોર એવરી વન કરી દીધો.

પણ રાજ એ એને સ્લાઇડ કરી ને લખી દીધું હતું ... "હમમ"!!!

"ભૂલ માં લખાયું..." ગૌરી એ લખ્યું.

"હા તો લેબ માં પગ પણ ભૂલ માં જ લગાવાયો એમ જ ને..." રાજે લખ્યું.

"હમમ" કહી બંને ઊંઘી ગયા...

♥♥♥♥♥♥

સવારે રોજ પ્રમાણે બધા કોલેજ પહોંચી ગયા...

આજે પણ કોલેજ મા રોજિંદા પ્રમાણે લેક્ચર અટેન્ડ કરી સૌ આઇ. ટી. આઇ. આવી પહોંચ્યાં.

♥♥♥♥♥♥

દૂરથી રાજ ગૌરી ને જ જોઈ રહ્યો હતો ... એટલામાં જ અક્ષય આવ્યો અને બંને કમ્પ્યુટર પર પ્રેક્ટિકલ કરવા લાગ્યા...

થોડી વાર પછી ગૌરી એ રાજ ને બૂમ મારી ... દૂર થી જ પણ એ સાંભળી ગયો ... એને એની હેલ્પ કરી ... ગૌરી હસી... રાજ થી પણ હસી જવાયું ...

પિંક ડ્રેસ માં એ ઘણી જ ક્યૂટ લાગતી હતી...

બાકી નો સમય રાજ એ બાકી લોકોને શીખવવામાં પસાર કરી લીધો.

♥♥♥♥♥

બંને ના ઓનલાઇન થવાનો સમય આવી ગયો હતો.

"આઇ જસ્ટ હેટ યુ... રાજ" ગૌરી એ લખ્યું.

"ઓ પાગલ, થયું શું એમ તો બોલ પણ..." રાજે સ્વાભાવિક પૂછ્યું.

"ચંદ્રિકા આજે તારાથી બસ એક જ ઇંચ દૂર હતી..." એને લખ્યું.

"ઓહ ... ક્યારે?" રાજે લખ્યું.

"તને ખબર મે આજે કેટલું રડી..." એને લખ્યું.

"ઓ પાગલ, કેમ રડી તું..." રાજે લખ્યું.

*મજાક કરું છું... યાર" ગૌરી એ લખ્યું.

"હમમ... તો ઠીક... પાગલ આવો તો કઈ મજાક હોય!" એને લખ્યું.

"રાજ, તને મારામાં શું દેખાયું..." ગૌરી બોલી.

"તું બહુ જ ક્યૂટ છું... બિલકુલ નાના છકરા જેવી... આઇ જસ્ટ લવ યુ..." રાજે લખ્યું.

"હમમ... ઓકે... ગુડ નાઈટ" બંને ઓફ્લાઈન થયા.

♥♥♥♥♥

આજે તો રાજે કોલેજ માં ગૌરી ના બંને હાથ ને પકડી ને કહેવા લાગ્યો... "રડતી ના તું હો ક્યારેય, પ્લીઝ..."

"રડું જ છું ... યાર મે તો રોજ..." એને કહ્યું.

"ઓ પાગલ ... કેમ રડું છું?" રાજે રડમસ રીતે પૂછ્યું.

"મરી જવું છે ... યાર!" એને કહ્યું.

બોલતા ની સાથે જ રાજે એને મોં પર એક ઝાપટ મારી...

એટલા માં પ્રોફેસર આવ્યા અને સૌ લેક્ચર અટેન્ડ કરી સૌ આઇ.ટી.આઇ. પહોંચ્યા...

♥♥♥♥♥

વાસુ, અક્ષય સૌ આઇ.ટી.આઇ. માં વાતો કરતા હતા ત્યારે જ ગૌરીએ કહ્યું... "મારે તો મરી જ જવું છે એમ!" રાજે એની તરફ જોઈ આંખો મોટી કરી... વિચાર તો આવી ગયો હતો કે એક ઝાપટ મારે જોરથી ... પણ બધા હતા...

એવામાં પણ એવામાં છેલ્લે એને ગૌરી ને એક નાનકડી હગ કરી લીધી... "એંજલ!" એને કહેલું.

"ઘરે વોટ્સેપ પર કહીશ... મારી દાસ્તાન. . ." એને હળવેક થી કહ્યું.

આવતા અંકે સીઝન ફિનિશ...

ભાગ 6 અને સીઝન ફીનાલેમાં જોશો: "જો તું પ્લીઝ મારી સાથે વાત ના કર..." નેક્સટ ડે અચાનક જ ગૌરીનો તેવર સાવ જ બદલાય ગયો.

"અરે પણ બાબા તને થયું છે શું?! રાજે કહ્યું તો એના શબ્દોથી એ સાફ જાહેર થતું હતું, જાણે કે એની ઉપર આભ તૂટીને પડ્યો હોય!

"મારાથી હંમેશા તું દૂર રહેજે..." ગૌરી એ તાકીદ કરી.

"અરે પણ કેમ, શું થયું છે તને આમ અચાનક?!" રાજે જાણવું હતું.

બંને કૉલેજ માં એમના વર્ગમાં હતા.