Love Secrets - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Love Secrets - 2


નોંધ: પહેલા એપિસોડ ના શબ્દો શુદ્ધ ગુજરાતીમાં હતા કેમ કે મૂળ મે વાર્તા અંગ્રેજીમાં લખેલી... પણ એ પ્રકાશિત થઈ જ ના ... આથી ગુજરાતી માં એનો અનુવાદ હતો. જોકે આ ભાગ હું ગુજરાતીમાં જ લખું છું. પેલા એપિસોડના શબ્દો ના સમજાયા હોય તો હું માફી માગુ છું.

"રાજ, કેમ તુંયે આમ કર્યું? પાગલ આવું કરાતું હશે..." ગૌરીની વાત મા લાગણી હતી. એને એની ઓઢણી ને બ્લેડ મારેલ ભાગ પર પાટો મારી દીધો એને ઉપરથી ચૂમવા લાગી.

એની આ હરકત ને રાજ જ નહિ પણ નીલમ, જયશ્રી અને પારુલ પણ જોઈ રહી હતી. બસ ફરક એટલો હતો કે રાજ પ્રેમથી અને પેલીઓ નફરતથી જોતા હતા.

ક્લાસ શુરૂ થઈ ગઈ અને બંને એક જ બેન્ચ પર હતા... વચ્ચે વચ્ચે રાજ ગૌરી ને જોયા કરતો ...

લેક્ચર ક્યારે પૂરા થયા કોઈ ને ખ્યાલ પણ ના રહ્યો.

"રાજ, આઇ જસ્ટ હેટ યુ... જો તમે મારા સમ છે જો તુંયે બ્લે ડ મારી છે તો..." ગૌરીથી રડી જવાયું.

"પણ ઓ પાગલ, અચાનક શું થયું તને?! ઓય મિસ એટીટયુ ડ!!!" રાજ બોલ્યો પણ પેલી ચાલી ચૂકી હતી.

❤️❤️❤️❤️❤️

કોલેજના રાજ, ગૌરી, જ્યોત્સના, નીલમ, જયા, અક્ષય, પારુલ, જયશ્રી, ચંદ્રિકા, હિના અને નિરાલી - આટલા લોકો કેવળ કોલેજ જ નહોતા કરતા પણ સાથે સાથે આઇ. ટી. આઇ. માં કોપા ટ્રેડ પણ કરતા હતા. તેઓ ઘણી વાર આઇ.ટી.આઇ. જાય તો કોલેજ ના જાય તો ઘણી વાર કોલેજ જાય તો આઇ.ટી.આઇ. ના જાય. પણ દરરોજ કોલેજ પછી આઇ.ટી.આઇ. જવાનું રહેતું.

રાજ ને પહલાથી જ ટેકનોલોજી ગમતી... પણ ગૌરી એ જોબ કરવી હતી તો એને એડમિશન લીધું તો એને પણ લઈ લીધેલું!!!

કોલેજ કરતા આઇ.ટી.આઇ. નું વાતાવરણ વધારે મજેદાર રહેતું. કેમ કે કોલેજ માં તો એક તો ઓછો સમય રહેવાનું અને ભણવાનું જ જ્યારે અહીં તો મસ્તી મજા ... વાતો એમ બધું જ થતું...

♥♥♥♥♥

"રાજ, સોરી!!! પણ તું સમજતો નથી તો!!!" બંને પોતપોતાના ઘરે હતા ત્યારે ગૌરીએ રાજ ને વોટ્સ એપ પર મેસેજ કર્યો.

"કાલે જ તો તુંયે બધા વચ્ચે કહેલું ને કે યુ લવ મી એમ... તો અચાનક શું થયું???" રાજ એ મેસેજ કર્યો.

"જો મેં તને આવું કહ્યું ને એની મે સજા આપી દીધી છે ખુદને..." એને મેસેજ ડિલીટ ફોર એવરિવન કરી દિધો.

"ઓ પાગલ જો તને મારા સમ, શું કર્યું તુંયે..." રાજે લખ્યું.

"એ જ જે તુંયે કરેલું..." એને લખ્યું.

"ઓ ગાંડી, કેમ આમ કર્યું... અક્કલ છે કે નહિ..." રાજે લખ્યું.

"કસમ છુટ્ટા કર હવે..." એને લખ્યું.

"હા... હવે ... છુટ્ટા" રાજ એ લખ્યું.

એ રાત્રે રાજ મોડી રાત સુધી વિચાર તો હતો કે એને કઈ વધારે ના કર્યું હોય તો સારું.

♥♥❤️❤️❤️

સવારે બધા કોલેજ પહોંચી ગયા...

રાજ ગાંડાની જેમ ગૌરી ના શરીર એ હાથ થી ટચ કરી કરીને જોવા લાગ્યો કે બલેડ ક્યાં મારી એમ... ત્યારે જયશ્રી, નીલમ અને પારુલ પણ એમને જોતા હતા.
અને આજે તો ચંદ્રિકા પણ આવી હતી.

ચંદ્રિકા એ પાગલ જેવી જ હતી... ઘણા એને ગાંડી એમ જ કહેતા. ચંદ્રિકા ને રાજ પર પહેલેથી જ ક્રશ હતો. એ એને કોઈ ની સાથે જોઈ નહોતી શકતી.

ગૌરી એ નજીક જઈને એને કાનમાં કહ્યું... "જો મે બ્લેળ સાથર મા મારી છે..."

રાજને એને એક ઝાપટ મારવા નો વિચાર આવી ગયો પણ એને કહ્યું... "જો તું મને છૂ ટી ને મળ... એક ખાસ કામ છે... એમ.જી.એસ. ના બાગ માં... ઓકે"

"સારું." એને કહેલું.

બંને ત્યાં ભેગા થયા. રાજે એના ડાબા ગાલ પર કિસ કરી લીધી. એ પછી એ ત્યાંથી રીતસર ભાગી જ ગયો.
એના ચક્કરમાં આજે આઇ.ટી.આઇ. બંને ના જઇ શક્યા!

❤️❤️❤️❤️❤️

"ફટ્ટુસ, મારો ગાલ કેમ ભીનો કરેલો... અને ભાગેલો કેમ?" ગૌરી એ ઘરે જઈ વોટ્સ એપ કર્યું.

"એને કિસ કહેવાય, પાગલ... અને મને શરમ આવતી હતી ને એટલે મે ભાગેલો..." એને સ્પષ્ટતા કરી.

"જો તું દૂર રહે મારાથી... પ્લીઝ ... તારી જી.એફ. તો ચંદ્રિકા છે... એને કિસ કરવાની..." એને લખ્યું.

"ઓ ગાંડી... તનેં કોને એવું કહી દીધું... અમારી વચ્ચે કઈ જ નથી." એને લખ્યું.

"જો રાજ, મે આવતી હતી ને કોલેજ તો રસ્તામાં મને પારુલ એ એમ કહ્યું કે ... મે એના થી તને છીનવી લીધો એમ... એ ખૂબ ગુસ્સે હતી ..." એને લખ્યું.

"ઓ પાગલ, તો તું કોઈ પણ થી ડરી જઈશ ... પાગલ!!!" રાજ એ લખ્યું.

"રાજ, વાત એમ નથી... વાત તો જુદી જ છે..." એને કહ્યું.

"બોલ હવે તો કોનો ડર છે તને..." રાજ એ કહ્યું.

"હા હા કહું છું..." એ પછી એને જે કંઈ કહ્યું એ ચોંકાવનારું હતું... (ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Rakesh

Rakesh 8 માસ પહેલા

yogesh dubal

yogesh dubal 2 વર્ષ પહેલા

Chetna Bhatt

Chetna Bhatt 3 વર્ષ પહેલા

Nathabhai Fadadu

Nathabhai Fadadu 3 વર્ષ પહેલા

Vasu Patel

Vasu Patel 3 વર્ષ પહેલા

શેયર કરો