કોલ સેન્ટર (ભાગ-૩૩) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૩૩)

ઓકે..!! વિશાલ હું તને કાલે કોલ કરીશ.

સવાર પડી ગઇ હતી.દરરોજની જેમ આજ પણ અમે સવારે નાસ્તો કરવા ભેગા થયા.હજુ પલવી અને માનસી આવ્યા નોહતા.કેમ થયું અનુપમ કાલ રાતનું.
શું?પાકીટ માંથી બહાર નીકળવાનો મોકો મળ્યો કે નહીં?તું ધવલ અત્યારે અત્યારેમાં મજાક ન કર.

******************************

પલવી જુદા રંગની છે.એ તને હજુ તડપાવશે.હું જાણું છું ધવલ.સામેથી પલવી અને માનસી આવી રહ્યા હતા.અનુપમે ધવલને પગ મારી ચૂપ રહેવાનું કહ્યું.થોડીવારમાં અમે નાસ્તો કરી મીટીંગ રૂમમાં હાજર થયા.આજ અમારી મીટીંગનો સાતમો દિવસ હતો .આજ સાંજે આજ હોટલમાં વિશાલસરે પાર્ટી રાખી હતી.કેમકે કાલે મીટીંગ પુરી થાય એટલે તરત જ અમારે પાંચ વાગ્યાની મુંબઈની ફ્લાઇટ હતી.

આજના અમારા ગેસ્ટ હતા કરણ મહેતા તેવો મોટિવેશન સ્પીકર હતા,ભારતદેશમાં તેમની નામના ઘણી હતી.વિશાલસર સ્ટેજ પર આવી અને તેમની ઓળખાણ આપી.આજનો તેમનો વિષય હતો

"પોતાના કાર્યમાં કુશળતા"

હું તમને નાની વાતો કરીશ તમારે તમારા દિલમાં ઉતારવાની છે.તમારા કર્મચારીઓ તમારા હાવભાવ અને વર્તન વ્યવહાર પરથી જ અનુમાન કરે છે કે તમે એક સફળ વ્યક્તિ છો કે નિષ્ફળ.પોતાનો આત્મવિશ્વાસ બીજા સમક્ષ પ્રગટ કરવા માટે વ્યક્તિ સ્વયં દઢ હોવી જોઈએ.સેલ્સમેન માટે તો આ ખાસ જરૂરી છે.પોતાની સંમોહન શક્તિનો પ્રભાવ પોતાના ગ્રાહકો પર પડી શકે તે માટે વેપારીમાં સેલ્સમેનમાં કે કોઈ સ્ટોરના માલિકમાં આ આત્મવિશ્વાસ અનિવાર્ય છે.

મોટાભાગના ગ્રાહકો ખરીદીમાં અનિશ્ચિત સ્થિતિ ધરાવતા હોઈ છે.સેલ્સમેન જ ગ્રાહકની અનિશ્ચિત સ્થિતિ ધરાવતા હોઈ છે.સેલ્સમેન જ ગ્રાહકની અનિશ્ચિતા દૂર કરીને ગ્રાહકને 50% વસ્તુંઓ ખરીદવાના નિર્ણય પર લઈ આવે છે.સેલ્સમેન પોતાના આત્મવિશ્વાસના બળે ગ્રાહકને સેલ્સમેને પેક કરવા માંડેલી જ વસ્તુ ખરીદવાનો અનુભવ કરાવે છે.આતો સેલ્સમેનની દક્ષતા નો જ એક ભાગ છે,પરંતુ તેના વ્યવહારમાં દઢતા નિશ્ચય અને આત્મવિશ્વાસ ન હોય ત્યાં સુધી તેની વાતો ગ્રાહકને આકર્ષે નહીં ગ્રાહકને જો સેલ્સમેન પર અવિશ્વાસ જન્મ છે તો એ ગ્રાહક એ વસ્તુ ખરીદવાનો પોતાનો નિર્ણય જ અટકાવી દેશે.

આત્મવિશ્વાસ પૂર્ણ માનસિક પ્રક્રિયાઓને અન્ય સુધી પહોંચાડવાની સૌથી વધુ આવશ્યકતા અધ્યાપકને હોય છે એક સ્થિર સ્વભાવવાળો અધ્યાપક વ્યવસ્થિત વિદ્યાર્થીઓ પાસેથી સારું કેવી રિતે લઇ શકશે તેનું કામ ઘણું મુશ્કેલ હોય છે.

સ્વાર્થ અને સહાનુભૂતિ વગરના સ્વાભવના અધ્યાપકને તેના વિદ્યાર્થી તરત જ ઓળખી કાઢે છે વિદ્યાર્થીને તો એ સમજમાં આવું જોઈએ કે એ ખરેખર એને સહાયરૂપ બનવા ઈચ્છે છે.બાળકો અને યુવાના મનને ખૂબ જ ઝડપથી અસર થતી હોય છે પણ એ અધ્યાપક એ યુવાનની રુચિ ધરાવે છે તેની પ્રતીતિ યુવાન થાય તો જ ધ્યાન યોગનો પ્રભાવ પડે છે.

કાર્લાઈલ એ તેની બુકમાં લખ્યું છે,

"તમે તમારા વિચારો દ્વારા તમારા નસીબ પર વિજય મેળવી શકો છો નસીબને ઘડનાર એક વિચાર માત્ર હોય છે.આ વાત સંગઠન કે માણસના મનમાં ઉતરી જાય તો હાથમાં તલવાર લેવાની જરૂર રહેતી નથી તમારી જેવી ભાવના હશે તેને અનુરૂપ જ પરિણામ પ્રાપ્ત થશે તમારો ઉત્સાહ કેટલો છે કે તમારો વિશ્વાસ કેટલો છે.બીજી વ્યક્તિ તમારામાં કેટલો વિશ્વાસ ધરાવે છે એ બાબતો પર સફળતા આધાર રાખતી નથી,સફળતાનું મુખ્ય કારણોમાંનું એક કારણ આત્મવિશ્વાસ પણ છે"

પરંતુ પહેલા તો તમારામાં જ તમને આત્મવિશ્વાસ હશે તો જ બીજી વ્યક્તિ તમારા પર વિશ્વાસ રાખશે તમારા પર અન્ય વ્યક્તિ વિશ્વાસ મૂકે ત્યારે સમજવાનું કે એ તમારા આત્મવિશ્વાસ નું પ્રતિબિંબ છે.તમે તમારા મનની ક્રિયાઓ દ્વારા બીજાનો વિશ્વાસ જીતી શકો છો કોઇપણ કાર્યને ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવાનું તમારું દઢ મનોબળ બીજા ઉપર પણ પ્રભાવ પાડે છે.તમે તમારું વ્યક્તિત્વ આત્મવિશ્વાસના વાતાવરણમાં પૂરેપૂરું સજ્જ થઈ ગયા હશો તો આ વાતની અન્ય પર જાદુઈ અસર થશે.

આ જાદુઈ પ્રભાવ તમે જ્યારે જોશો ત્યારે તમને યોગ્ય કામને જ હાથ પર લેશો અને બીજાને ખાતરી થઇ જશે તમે આ કાર્ય પાર પાડીશો.આ એક જ ગુણ માનવીની અનેક ગણી પ્રતિષ્ઠા આપે છે જે માણસ હાથ પર લીધેલ કામ પૂરું કરવાની શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે.તે સારી રીતે પણ ઉચ્ચ અને રચનાત્મક ગુણોથી પરિપુર્ણ હોય છે તમને જ્યારે સમજાય કે આ તો મારું પોતાનું કાર્યક્ષેત્ર છે ત્યારે
આત્મવિશ્વાસની અસરો પડે છે તમારી અંદર આત્મવિશ્વાસ હશે તો તમારી વાતોમાં પણ પ્રગટ થઇ જશે.

વાતો જ્યારે બીજી વ્યક્તિ સાંભળશે ત્યારે તે સમજી જશે કે તમારામાં સફળ થવાની શક્તિના અનેક ગુણ છે.આ વખતે તમારા વિશે બીજાઓના મનમાં કોઈ સંદેશ હશે તો તે શંકા દબાઈ જશે જેની પાસે કોઈ કાર્યક્રમ હોય તેવી વ્યક્તિ પર જ માણસો વિશ્વાસ મૂકે છે.આવા માણસોને આ સમયે એવું પ્રતીત થાય છે કે જગતની બધી જ વસ્તુઓ તેમની સાથ આપે છે તેમને સહાયક બને છે પોતાના આત્મવિશ્વાસ વાળી વ્યક્તિને જે બાબતો વધુ કમજોર બનાવે છે તે જ બાબતો દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિને માટે વરદાન સાબિત થાય છે.

વિશ્વનો નિયમ છે કે લોકો ઉગતા સૂર્યને જ પૂજે છે,એ જ રીતે જે માણસ ઉન્નતિ સાધતો હોય તેને જ આખું જગત મદદ કરે છે તેની જ લોકો વાહ વાહ કરે છે,પણ નીચે પડનારને લોકો બે પાટું વધારે મારે છે.

થોડીજવારમાં અમારી મીટીંગ પુરી થઈ.વિશાલસરે આજ મેડીકોલ કોલસેન્ટર પર થોડુ વધારે ભાષણ આપ્યું.એ પછી અમે બધા બપોરનું ભોજન લેવા માટે છુટા પડ્યા.આજનો દિવસ અમારે માટે મોજ મસ્તીનો હતો સાંજે સરસ મજાની પાર્ટી પણ હતી.

અમે બપોરનું ભોજન લઇ અમારી રૂમમાં ગયા.પણ ધવલ ઉપર આવીને તરત જ નીચે ગયો.માનસી એ કહ્યું હતું કે વિશાલસર પર નજર રાખજે.તેને બરાબર યાદ હતું.અને ધવલ પણ જાણવા માંગતો હતો કે આ વિશાલસર શું ગેમ રમી રહ્યા છે.

બે ને ત્રીસ થઈ ગઈ પણ વિશાલસર આજ તેની રૂમમાંથી બહાર ન નીકળ્યાં.ધવલ કેન્ટીનમાં બેસીને બોર થઈ રહ્યો હતો.તે કેન્ટીનના ટેબલ પર ઉભો થઈને થોડો નાસ્તો લેવા કાઇન્ટર પર આવ્યો.પણ જેવો તે ઉભો થયો તેની નજર વિશાલ સર પર પડી તે કહી બહાર જઈ રહ્યા હોઈ એવું લાગ્યું.

તે હોટલની જ ટેક્સીની અંદર બેઠા અને ગેટની બહાર નીકળ્યા.ધવલે પણ તેની પાછળ જવા માટે ટેક્સી કરાવી.થોડીજવારમાં તે કારની સાથે ટેક્સી થઈ ગઇ.હોટલ કલથન પાસે વિશાલસરની કાર ઉભી રહી અને ત્યાંથી કોઈ સ્ત્રી વિશાલસરની કારમાં બેઠી.કાર થોડી આગળ ચાલી અને મ્યુઝિયમ પાસે આવીને ઉભી રહી ગઇ.

***********ક્રમશ**************


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)