રાઘવ ભગત કાતરીયા KARTIK AHIR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાઘવ ભગત કાતરીયા

*જય દ્વારકાધીશ*
*આહીર શ્રી રાઘવભગત કાતરીયા*

લગભગ ચાલીસ થી પચાસ વર્ષ પહેલાં ની જ
આ વાત છે.
ભાવનગર જીલ્લા ના મહુવા પાસે ભાદરોડ નામ નુ ગામ આવેલુ છે. આ ભાદરોડ ગામ માં આહીરો ની ખુબ ઘણી વસ્તી છે.વર્ષો થી આ ગામ માં કાતરીયા શાખા ના આહીરો ની પટલાઈ ચાલી આવતી હતી. એટલે તેમનો વિસ્તાર પટેલ તરીકે પણ ઓળખાતો હતો.એમાં સાહીપરા કાતરીયા પરિવાર ના પટેલ જીવાભાઈ પાતાભાઈ ના દીકરા દેવશીભાઈ અને દેવશીભાઈ ના દીકરા મસરીભાઈ અને મસરીભાઈ ના દીકરા કાનાભાઈ અને કાનાભાઈ ના દીકરા કરશનભાઈ અને કરશનભાઈ ના સૌથી મોટા દીકરા આ રાઘવભાઈ હતા.આ રાઘવભાઈ ઘણાજ પરિશ્રમી અને ઉદારદિલ ના હતા.તેઓ પોતાની આત્મરાહ થી હૈયાસુજ થી મુંબઈ જેવા મોટા શહેર માં માધવબાગ માં તૈયાર રેડીમેડ કપડાં વેચવા નો એક બાકડો મેળવી ને ખુબ નફા વાળો ધંધો કરતા હતા.તેમાં તેઓ ઘણું સારું કમાતા પણ તે કમાણી કરેલા નાણાં સાધુ,સંતો,અનાથ,ભીખારી અને અભ્યાગતો ને મદદરૂપ થવા માટે ખર્ચી નાખતા હતા. અને મુંબઈ ની આસપાસ પહાડો ની ગુફાઓ માં જે સાધુ સંતો નો વસવાટ હતો તે તમામ સાધુસંતો ના પરિચય માં અને સંપર્ક માં રાઘવભાઈ રહેતા હતા.આ સાધુસંતો રાઘવભાઈ ને રાઘવભગત કહી ને બોલાવતા હતા.આખા દિવસ ના પરિશ્રમ ની કમાણી સાંજે રાત્રે સાધુસંતો ના ગાંજા,સુકા અને હરિહર માં ખર્ચી નાખતા રાઘવભગત કયારેય પણ પોતાનુ કે પોતાના પરિવાર નુ શું થશે એવો એવો વિચાર કરતા નહીં.
આવા ઉમદાહૃદય ના પરોપકારી આત્મા ભજન, સતસંગ અને સંતસમાગમ ના જીજ્ઞાશુ એવા રાઘવભગતે છેવટે આ જગત ની માયાજાળ માં ફસાઈ પડવા કરતાં આત્મકલ્યાણ ના મારગ ઉપર ચાલીને ઉદાસીપંથ ના રઘુવીરદાસજી નામ ના એક સંત પાસે થી દિક્ષા ગ્રહણ કરી અને આ જગત ના વહેવારો ને તિલાંજલિ આપી.
દિક્ષા લીધા પછી રાઘવભગત થોડા દિવસ પોતાના ગામ ભાદરોડ માં આવ્યા.તેમણે પોતાના ઘરે નહીં પણ રામજી મંદિર પાસે જે ઓટલો છે ત્યાં તેનો ધુણો નાખ્યો.નિયમિત ભીક્ષાવૃતિ કરતા આ સંત રાઘવભગત પોતાના ઘરે જઈ ને આંગણા માં ઊભા ઊભા ભીક્ષાદેહી મૈયા એમ બોલતા.આ રીતે રાઘવભગત તેમની જનેતા મણીમાં પાસે ભિક્ષા માંગતા અને તેમની બા ને રાઘવભગત
એવો ઉપદેશ આપતા કે બા તુ તો માં છો જન્મ આપનારી.હું ભાગ્યશાળી છુ કે તારા પેટે જન્મ લેનાર તારા આ દીકરાએ સાધુ બની ને તમારા કુળ ને સાધુપંક્તિ માં પહોચાડીયુ.આ રીતે ભાદરોડ ગામ માં પંદર-વીસ દિવસ જેટલું રોકાણ કરી ને જેસર ગામ પાસે ના વેજલા હનુમાનજી ની જગ્યાએ ત્યાં ધુણો નાખી ને રાઘવભગતે પોતા નુ આસન જમાવ્યું. ત્યાં ગામ ના લોકો ને આ કિશોરવય ના સંત પ્રત્યે ઘણુ આકર્ષણ વધ્યુ.
દિવસો મહીનાઓ જતાં જતાં તો જેસર ગામ
આ સંત ના ચરણોમાં નમી પડ્યુ અને જે કોઈ ના
દિલ ની ભાવના હોય તે પુરી કરવા આ સંતપુરૂષ રાઘવભગત ને જણાવતા.ત્યારે સંત કોટીએ વરેલા રાઘવભગતે છેલ્લે એવો નિર્ણય કર્યો અને ગામ લોકો પાસે એવી માંગણી કરી કે ભાઈઓ તમો સૌ મને ભાવ અને લાગણી થી કહેતા હોય તો તુલસી વિવાહ કરવા ની મને ભાવના છે.તો તુલસી વિવાહ કરી ને સૌ સાથે મળીને આનંદ કરીએ.આ રીતે તુલસી વિવાહ કર્યા અને તુલસી વિવાહ માં તેઓ ઘણા જ તલ્લીન થયા. અને તુલસીજી ને વળાવ્યા પછી રાઘવભગત ખુબ જ રડ્યા.પછી છેલ્લા ત્રણ દિવસ સુધી રાઘવભગત એકજ અવિનાશી પરબ્રહ્મ પરમાત્મા ના ધ્યાન માં બેસી ગયા. અને ત્રીજા દિવસ પછી રાઘવભગતે તેના સાનિધ્યમાં આવતા તમામ લોકોને જણાવ્યું કે હવે આ મારુ શરીર બે થી ત્રણ દિવસ આ જગત નુ મેમાન છે.તમે બધા અત્યાર સુધી મારી સાથે રહયાં છો. મારૂ કુટુંબ મારા ગામ ભાદરોડ માં છે .પણ
હું તમને બધા ને મારા પરિવાર જેવા જ ગણુ છું.
એટલે જયારે મારો આ નશ્વર દેહ(શરીર) છુટી જાય ત્યારે ભાદરોડ ગામ માં રહેતા મારા બધા પરિવારજનો ને આ ખબર આપજો.અને આ જગ્યાએ વેજલા હનુમાનજી ના સાનિધ્યમાં મને સમાધિ આપજો.આ રીતે ત્રીજા દિવસ પછી પોતાની જીવનલીલા ફક્ત અઠીયાવીસ વર્ષે ની ઉંમર માં સંકેલી લઈને પોતાના જીવન ને અને પોતાના કુળ ને ઉજાળીયુ અને આ સંતકોટી ના આત્મજ્ઞાની એવા રાઘવભગત પરમગતિ ને પામ્યા.

*ધન્ય છે આહીર રાઘવભગત અને તેની જનેતા ને*