બેધડક ઈશ્ક - 16 jay patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેધડક ઈશ્ક - 16

બેધડક ઈશ્ક ભાગ 16
પાછળના ભાગમાં જોયું કે પાર્થ અને આર્યા અનાયાસે જ આશ્રમમાં જાય છે જયાં તેમને પુજારીજી તેમની થનારી જીવનની પરિક્ષા તથા આવનારી મુશ્કેલીઓ નો અણસાર આપે છે .ત્યારબાદ પાર્થ અને આર્યા આસ્થાને લેવા રેલ્વે સ્ટેશન પહોચે છે. ત્યાં પાર્થ ગાડીમાં આર્યાને એક પેન્ડન્ટ આપે છે. ....
હવે આગળ. .....
પાર્થ અને આર્યા રેલ્વે સ્ટેશનમાં જાય છે . આસ્થા ની ટ્રેન પ્લેટફોર્મ પર આવી જાય છે . આસ્થા દૂરથી જ દીદીને શોધતી શોધતી આવી જાય છે અને દીદીને તો જાણે વળગી જ પડે છે. આર્યા અને આસ્થા એકબીજાને મળીને ખૂબ જ ખુશ હોય છે . પાર્થ પણ આસ્થા ના મુંબઈ વેકેશન વિશે પૂછે છે. ત્રણેય જણા વાતો કરતાં કરતાં સ્ટેશનની બહાર આવે છે. ત્યાં પાર્થને જયદીપ મળે છે. પાર્થ જયદીપ ને સ્પેશ્યલ થેન્ક્સ કહે છે. જયદીપ પણ રાજકોટ થી હમણાં જ આવ્યો છે.
ચાલો, હવે જ જાણી લઈએ થોડું જયદીપ વિશે. જયદીપ ના પપ્પા સ્વિટ્ઝર્લેન્ડના એક બેન્કના મેનેજર હતા તથા જયદીપ તેની મમ્મી અને મામા સાથે અમદાવાદમાં રહેતો હતો. પૈસા નો સતત પડછાયો તેના પર પડવાને લીધે તેનામાં લગભગ બધી જ કુટેવો જે ન હોવી જોઈએ તે હતી જ. દારૂ સિગારેટ થી લઈને પબ , રાતો ને રાતો પૈસા આપીને કોલ ગર્લ્સ પાસે વીતાવવી, ડ્રગ્સની હેરાફેરી તથા વેચાણ વગેરે વગેરે... આ બધી કુટેવોનુ મુખ્ય કારણ તેના માતા પિતા વચ્ચેના અણબનાવ હતા . તેના પિતાએ જે રીતે તેની માતા સાથે આચરણ કર્યું અને તેની માતાની સામે જ તેના પિતાએ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા છે. હવે એક સ્ત્રી માટે આ કેટલી અસહ્ય વાત છે એ કદાચ પુરુષ કરતા સ્ત્રીઓ વધારે વધારે વધારે સારી રીતે સમજી શકે. જયદીપ ના મામાને આ મામલે જાણ થતા તેમણે જયદીપના પપ્પા કે જેમનું નામ અલય રાઠોડ હતું તેમના પર પાકકા પુરાવા સાથે કેસ મુકી દીધો હતો તેથી તેના પિતા સાત વર્ષથી જ ભારત છોડીને નાસી ગયેલા પણ તેમના જેવા જ ખરાબ મિત્રોએ તેમને સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી નોકરી અપાવી. સાંભળવામાં તો કેવું સારું લાગે કે અલય રાઠોડ ધ બેસ્ટ મેનેજર ઓફ આલ્ફા નેશનલ બેન્ક . પણ આ પદવી વગેરે તેમના ઉચ્ચ સ્ત્રી અધિકારીઓ સાથે ના આડ સંબંધો ને પ્રતાપે હતી. આ એક પછી એક બનેલી ઘટનાઓ એ જયદીપના કોમળ હ્રદય પર એવી નિશાનીઓ અંકિત કરી કે જે જયદીપને માત્ર પતન તરફ જ લેતી ગઈ. પણ આ વિશે તેણે ખૂબજ કાળજી પૂર્વક કોલેજમાં વાતો બહાર આવવા દીધેલી નહિ. તેના ખરાબ ધંધા કુટેવો વગેરે તે અમદાવાદ ની બહાર આચરતો . તેથી કોલેજમાં તેની લગભગ તો ખરાબ છાપ ન હતી......
પાર્થ આર્યા અને આસ્થાને લઈને તેમના ઘરે મૂકી જાય છે. બીજા દિવસે રમેશભાઈ અને એકતાબહેન કામે ગયેલા હતા. પાર્થ ઘરે કંટાળી ગયો હતો તેથી તે તેના મિત્રો સાથે કયાક બહાર ગયેલો હતો. થોડા સમય બાદ પાર્થ ઘરે આવે છે ત્યારે જૂએ છે એક સિલિન્ડર વાળો વ્યક્તિ તેના ઘર આગળ ઉભો છે. પાર્થ તેને ઘરમાં જઈને સિલિન્ડર યોગ્ય રીતે ગોઠવવા કહી દે છે. કારણ કે દર વખતે એકતાબહેન જ સિલિન્ડર ગોઠવડાવતા. તેથી પાર્થ તે વ્યક્તિને સિલિન્ડર ગોઠવવા કહી દે છે. જે તેની જીવનની મોટી ભૂલ સાબિત થવાની હતી. ત્યાં જ જયદીપ પાર્થના ઘરે આવીને તેને એક ચાણક્ય નીતિ ની બુક આપે છે. ત્યારબાદ જયદીપ જતો રહે છે. પાર્થ સિલિન્ડર નું પેમેન્ટ કરવા આવે છે. તે વ્યક્તિ જણાવે છે કે પેમેન્ટ ઓનલાઇન થઈ ગયું છે. ત્યારબાદ તે વ્યક્તિ જતો રહે છે. હજુ પણ રાત્રે બે ત્રણ વ્યક્તિ પાર્થના ઘર તરફ નજર ટેકવીને બેઠા બેઠા ધૂમ્રપાન કરી રહ્યા છે. આમ ને આમ બે ત્રણ દિવસ વીતી જાય છે.
બે ત્રણ દિવસ બાદ, પાર્થ સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ રહ્યો છે .તેમના કોલેજના સ્ટુડન્ટસ નું એક વોટ્સએપ ગ્રુપ હતું. તેમાં આવેલા મેસેજ મુજબ, આજે દસ વાગ્યે કોલેજના બધા જ વિદ્યાર્થીઓ ભેગા થઈ રહ્યા છે. ત્યારબાદ કોણ જાણે કોની સાથે કયારે મુલાકાત થાય ...બધા સ્ટુડન્ટસ પોતાના કોલેજકાળની યાદોને વાગોળતા વાગોળતા કોલેજ પહોંચી રહ્યા હતા . પાર્થ પણ કોલેજ પહોંચી ગયો હતો . આજે કોલેજમાં લગભગ પાર્ટી જેવો માહોલ થઈ ગયો હતો. ઘણા અંતાક્ષરી રમી રહ્યા હતા તો ઘણા ફૂટબોલ , ક્રિકેટ જેવી રમતો રમી રહ્યા હતા ને પોતાના મિત્રો સાથે એન્જોય કરી રહ્યા હતા..
ત્યાં દૂરથી પોલીસની કાળા રંગની જીપ સાયરન વગાડતી આવી રહી હતી. કોલેજના સંચાલકો ચિંતા સાથે પોલીસ પાસે પહોંચી જાય છે. સંચાલકો સાથે લગભગ દસ પંદર મિનિટ વાતચીત ચાલ્યા બાદ સંચાલકો કોલેજના એનાઉન્સમેન્ટ સેન્ટર તરફ આગળ વધ્યા .આ એનાઉન્સમેન્ટ સેન્ટરથી જે પણ સૂચના આપવામાં આવતી તે સમગ્ર કોલેજમાં સંભળાતી. જેમ જેમ તેમના પગ એનાઉન્સમેન્ટ સેન્ટર તરફ આગળ વધતા હતા તેમ તેમ કેટલાક લોકો ડરને લીધે પોતાના વધતા ધબકારા અનુભવી રહ્યા હતા. સ્પીકરનો ઓન થવાનો અવાજ સાંભળીને અમુક લોકો તો ખૂબજ ડરી ગયા કે હવે શું થશે? સ્પીકરમાથી એનાઉન્સમેન્ટ થાય છે:: પ્લીઝ અટેન્શન આર. પી. કોમર્સ કોલેજ થર્ડ યર કલાસ 19/B સ્ટુડન્ટસ. મિસ્ટર પાર્થ રમેશભાઈ મહેતા. પ્લીઝ ઈમીડિએટલી કમ ટુ એનાઉન્સમેન્ટ સેન્ટર . પાર્થ નુ નામ સાંભળીને જ આર્યા ખૂબજ ટેન્શનમાં આવી જાય છે . પાર્થ તરત જ એનાઉન્સમેન્ટ સેન્ટર તરફ જાય છે સાથે સાથે બાકીના સ્ટુડન્ટસ પણ એ તરફ જાય છે. પાર્થ જેવો અંદર જાય છે કે તે રીતસરનો ફસડાઈ પડે છે . તેના પપ્પા રમેશભાઈ ચાર કોન્સ્ટેબલ થી ઘેરાઈને બેઠેલા હતા. પાર્થ દોડતો તેના પપ્પાની પાસે જાય છે પણ બે કોન્સ્ટેબલ પાર્થને પકડીને તેના હાથમાં હાથકડી પહેરાવી દે છે. રમેશભાઈ ના આંખોમાં આંસુ હતા તો પાર્થ તો તેમને જોઈને રડવાનું રોકી શકતો જ નહતો. અહીં બહાર આર્યા પણ રડી રહી હતી તેની બહેનપણીઓ તેને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી પણ આર્યા તો રડી જ રહી હતી. કોલેજ કેમ્પસની બહાર પણ મીડિયા આવી ગઈ હતી. પાર્થને હાથકડી પહેરાવતા જ તેના પિતાની હાથકડી ખોલી દેવામાં આવે છે . પાર્થને પોલીસ સિક્યુરિટી સાથે એ જાંબલી રંગની પોલીસ વેનમા લઈ જવામાં આવે છે. પોલીસ ના એસીપી મીડિયા તથા કોલેજ સ્ટુડન્ટસ ને કોલેજમાં બોલાવે છે. હવે મીડિયા સાથેની વાતચીત શરૂ થાય છે.....
વધુ આવતા અંકે.......
પાર્થ અને રમેશભાઈની શા માટે ધરપકડ કરવામાં આવી હશે? એક ધરપકડ માટે આખા અમદાવાદ શહેરની મીડિયા શા માટે કોલેજમાં એકઠી થઈ હશે? .... વગેરે ખૂબ જ રહસ્યો આગળના અંકમાં ઉજાગર થશે... ત્યાં સુધી વિચારો તમારા મતે.....
જલદીથી મળીશું આ રોમાંચક નવલકથાના નેક્સ્ટ પાર્ટમા.......
આપના સૂચનો તથા અભિપ્રાય ને લીધે આ નવલકથા ખૂબ જ રોમાંચક બનાવશે તો આપના સૂચનો જરૂરથી મોકલશો. મારો ઈમેઈલ આઇડી gizapodul@gmail.com છે. તો મળીએ હવે આવતા અંકે........🙏🙏🙏