આગળ ના ભાગ માં આપણે જોયું કે ,
"પ્રેયું , આરવ ફ્લાઇટ માં બેસી ગયો છે . 2 કલાક માં એ અહીં તને મળવા આવે છે." આરોહી બોલી.
"ज़िंदगी ये कैसा इम्तहान तेरा
नहीं दे पाऊँगी मैं ..... આરવ ને કેમ મળી શકીશ હું? એને મળીશ તો તૂટી જઈશ હું. " પોતાની જ સાથે ફરી પ્રેયસી લડી રહી હતી .
હવે આગળ,
PART-4 “સમયનું ચક્ર શું તોડાવી દે દોસ્તી?!"
"આરવ ?! એ કેમ આવે છે ? મેં તને ના કીધું તો હતું . હવે એને મળવું મારા લગ્ન જીવન માટે પણ ઠીક નહિ રહે . એને ના કહી દે કે ન આવે ." જેઝ મક્કમ થઇ ને બોલી .
"આરવ ફ્લાઇટ માં બેસી ગયો છે . બસ હવે 2 કલાક માં અહીંયા આવી જશે . અને રહી વાત તારા લગ્ન જીવન ની તો એના મન માં કોઈ ખોટ નથી . એ બસ એક વાર તને મળવા માંગે છે . એ અહીંયા આવી રહ્યો હતો એ પહેલા તું મળીશ કે નહિ એ પ્રશ્ન હતો . પણ હવે જયારે તું મળી ગઈ છે તો એક વાર એને પણ મળી લે . એ બસ તને ખુશ જોવા માંગે છે . " આરોહી આરવ ના પક્ષ માં બોલી રહી હતી .
"આરવ નથી હું ખુશ .
કદાચ ક્યારેય થઇ પણ નહિ શકું .
પણ મારે આ જીવન સ્વીકારવા સિવાય છૂટકો નથી .
એક જ વાર મળવું છે ને આરવ ને , મળી લઇસ . એ પણ ખુશ થશે અને હું પણ આરવ ને જોઇશ તો મને પણ ખુશી થશે ." મન માં ચાલી રહેલા યુદ્ધ માં પ્રેયસી આજે જેઝ સામે જીતી ગઈ .
"સારું આરોહી . બસ આજે છેલ્લી વખત હું આરવ ને મળી લઈશ અને તને પણ છેલ્લી વખત. " મક્કમ થઇ પ્રેયસી બોલી .
આરોહી ની ખુશી નું ઠેકાણું ન રહ્યું એને આરવ ને સૌથી પહેલા મેસેજ કરી આ સારા સમાચાર સંભળાવ્યા .
થોડી વાર આરોહી પ્રેયસી ના રૂમ માં જ બેઠી પણ એક પણ શબ્દ ની આપ લે ન થઇ .
પ્રેયસી એના ફોન માં એના કામ જ વ્યસ્ત રહી .
અંતે આરોહી એ મૌન તોડ્યું અને બોલી ,
" તું શાનો બિઝિનેસ કરે છે પ્રેયું ?"
કદાચ આરોહી હજી પેલી વાત ભુલાવી નહોતી શકી .
"આરોહી, હું કોઈ જ ખોટું કામ નથી કરતી એક વાર કીધું તો ." પ્રેયાશી પણ આરોહી ની વાત નો મતલબ સમજી રહી હોય એમ બોલી .
"પ્રેયું , હું તો ખાલી એમ જ પૂછી રહી હતી . મારો એવો કોઈ મતલબ ન હતો ." થોડું જૂઠું પણ ચિંતા ભરેલું જૂઠું આરોહી બોલી.
"INDIA to US trasportation " પ્રેયસી એ ટૂંક માં જવાબ આપ્યો .
હજી આગળ આરોહી ના પ્રશ્નો નો વરસાદ થાય એના કરતા પ્રેયસી ને ત્યાં થી જવું ઠીક લાગે છે અને તે બોલે છે ,
"Excuse me , મારે એક જરૂરી ફોન કરવાનો છે હું આવું . " અને એ ત્યાં થી બહાર નીકળી જાય છે .
"આજે સાચે હું સાતમા આશામાન માં છું . આખરે 4 વર્ષ બાદ હું મારા આરવ ને મળીશ . મારો આરવ. હજી એવો જ પાગલ હોઇશ તું આરવ ? હજી મારો માર ખાઈશ તું આરવ ? હજી આપણી દોસ્તી એમ જ નિઃસ્વાર્થ જળવાયેલી હશે ? "પ્રેયસી મનોમન નાચી રહી હતી.
"જેઝ તું આમ કેમ ફરી પ્રેયસી થઇ શકે ! પોતાના પર કાબુ રાખ.બસ એક વાર તું આરવ ને મળીશ એમાં પણ પોતાના પર અંકુશ રાખવો પડશે તારે . " જેઝ પ્રેયસી પર હાવી થતા મન માં બોલી.
ત્યાં જ એની ફોન માં રિંગ વાગી .
એને ફોન ઉપાડ્યો અને સામે છેડે થી એના કર્મચારી નો ભરાવદાર અને ઉત્સાહિત અવાજ સંભળાયો,
" Yes ma’am you did it . Indian client call us and he is ready to postpone delivery .”
“Okay.good. I need an urgent ticket of Chennai for evening.” જેઝ નો નિર્ણય પ્રેયસીને હરાવી ગયો .
હા, જેઝ એ નિર્ણય કરી લીધો કે આરવ ને છેલ્લી વખત મળી અને ત્યાં થી ચેન્નાઇ જતી રહશે જેથી ફરી કોઈ એનો સંપર્ક ન કરી શકે .
"Ma’am is everything okay ? “અચાનક જેઝ ના આવા નિર્ણય થી ચિંતિત કર્મચારી એ પ્રશ્ન પૂછ્યો.
"Yes everything is okay. You just do that.” જેઝ બોલી અને ફોન મૂકી દીધો.
અને એ રૂમ માં પાછી ગઈ ત્યારે આરોહી એના ફોન માં મુસ્કુરાઈ ને કોઈ સાથે ચેટ કરતી હોય એવું લાગી રહ્યું હતું .
પ્રેયસી ના આવતા આરોહી એ ફોન મુક્યો અને બોલી ,
" પ્રેયું , આરુ અડધો કલાક માં આવી જશે . આપણે એને એરપોર્ટ પર થી લઇ અને મારા ઘરે જઇશુ ત્યાં થી સીધાં . તને આનાથી કાક તકલીફ નથી ને ? "
પ્રેયસી એ હંકાર માં માથું ધુણાવ્યું.
"તો પ્રેયું તું તૈયાર થઇ જા . એટલે આપણે નીકળીએ." આરોહી બોલી.
પ્રેયું 10 મિનિટ માં આવી અને જવા માટે આરોહી ને કહ્યું.
પ્રેયસી ના શ્વાસ ચારગણી ઝડપે ચાલી રહ્યા હતા . આટલા 4 વર્ષ પછી જયારે હું આરવ ને મળીશ એને કેવું લાગશે ?! મને કેવું લાગશે ?! અમારી દોસ્તી હશે પેલા જેવી ?! અમે ખુલી ને એકબીજા સાથે વાત કરી શકીશું ?! એવા અનેક પ્રશ્નો દોડી રહ્યા હતા પ્રેયસી ના મગજ માં પણ એનો નિવેડો તો આરવ ને મળ્યા પછી જ આવવાનો હતો .
આવા વિચારો ની સ્પર્ધા માં એરપોર્ટ ક્યારે આવી ગયું ખબર પણ ન પડી .
રાત ના 7:30 વાગ્યા હતા . આ રાત નું કોલકાતા નું એરપોર્ટ પણ જાણે લંડન ને દુભાવે એવું ન હતું . બીજ નો ચંદ્ર પોતાની કળા બતાવી રહ્યો હતો ને વળી વાદળો માં સંતાકૂકડી રમી રહ્યો હતો. પવન ના એ ઠંડા સુસવાટા જાણે હૃદય ને સ્પર્શી રહ્યા હતા . જિંદગી ના બધા ગમ બસ આજે પુરા ને આવું શાંત ઠંડક વાળું હૃદય આરવ ને મળી પ્રેયસી નું થવાનું હતું .
આરવ ની સ્વભાવ ને વાગોળતી પ્રેયસી યાદ કરી રહી હતી ,
" આરવ તો સાચે પાગલ હતો . કેવા એના નખરા ! વાતે વાતે એનું રિસાય જવું ને એનો ઢોંગી ગુસ્સો . નાના છોકરા જેવું મનમોજી એનું વર્તન . જિંદગી ક્યાં સુઘી છે એમ વિચારી વર્તમાન માં જીવતો આરવ . પળેપળ જિંદગી ને ખુશી ખુશી જીવતો આરવ. નાની નાની વાત માં ખુશ થતો ને મોટા મોટા મોટા દુઃખ સામે લડી જતો આરવ . ખુબ સમજદાર હોવા છતાં નાનો હોવાનો ડોળ કરતો આરવ. "
ત્યાં જ પારદર્શક એવા કાચ માંથી એક ઘાટીલી જુવાન પ્રતિભા નજર માં આવી .
5'5 ની અંદાજિત ઉંચાઈ ને પહેલવાન એવું જીમ માં જઈ ને બનાવેલું માંસદાર શરીર. થોડા લાંબા એવા કથ્થાઈ રંગ ના વાળ જેમાં હાથ ફેરવી તે ત્યાં ઉપસ્થિત બધા ના મન મોહી રહ્યો હતો. આંખો માં લેન્સકાર્ટ ના ચશ્માં જેનાથી જાણે આખી દુનિયા ને કેદ કરવા માંગતો હોય . ને એ ચશ્માં પાછળ એની આંખો જે ઘણા ગમ સાથે પણ ખુશી જીવતા શીખી હોય ને આજે કોઈક ને મળવાનો નવો ઉત્સાહ પણ એમાં ઝળકી રહ્યો હતો. ખભે એક બેગ લટકી રહી હતી અને બહાર કોઈક સાથે નજર મળતા તે હાથ હલાવી અને દોડી ને તે વ્યક્તિ તરફ આવી રહ્યો હતો .
પ્રેયસી ના શ્વાસ આ તરફ આરવ ને જોતા જ થંભી જાય છે . જેનો દોસ્ત, કદાચ દોસ્ત થી વધારે . જેમાં એનો જીવ વસતો તેને આજે 4 વર્ષ પછી જોઈ . શરીર જાણે ઠંડુ પડી ગયું હતું . પગ ધ્રુજી રહ્યા હતા . એના સુદબુદ્ધ ખોઈ ચુકી હતી એ .
ત્યાં જ એ વ્યક્તિ એટલે કે આરવ પ્રેયસી તરફ ધ્યાન આપ્યા વિના દૂર થી જ આરુ બોલી અને દોડતો આવી રહ્યો હતો .
આરવ ની આ બૂમ સાંભળતા જ પ્રેયસી જાણે ભાન માં આવી . એને ધાર્યું હતું કે આરવ એને જોઈ ને એને ગળે મળશે અને ખુશી ના મારે પાગલ થઇ જશે પણ એવું કઈ જ ન થયું અને એ તો આરોહી તરફ વધ્યો. પોતે જાણે આરોહી ની ઈર્ષ્યા અનુભવી રહી હતી અને મન માં જ પોતાને આશ્વાશન આપી રહી હતી, " હા હવે મારા કરતા એમની દોસ્તી મજબૂત છે . કદાચ એ બંને દોસ્ત થી પણ વધુ હોય . મારે આ વાત પહેલે થી જ વિચારી લેવી જોઈતી હતી . ભલે પણ હવે હું વધુ સમય નહિ રોકાવું. કદાચ મારા લીધે એમનો સંબંધ બગડે તો. "
અને આ વિચારો ના વાવાઝોડા માં આરોહી ની આરુ બૂમ એ રોક લગાવી .
આરવ આરોહી તરફ આવી અને સીધો એને ભેટી પડ્યો. "આરુ 4 મહિના ને 13 દિવસ યારરર , બૌ સમય પછી મળ્યા આ વખતે . ક્યારેક મારા માટે સમય કાઢી લે . તું પણ ક્યારેક મળવા આવી જતી હોય તો." આરવ ને જાણે પ્રેયસી ના હોવા ન હોવાથી ફેર જ ન પડતો હોય એમ એ બોલી રહ્યો હતો .
"આરુ, ઓવરઍક્ટિંગ પતી તારી. રસ્તે ફૉટૉઝ માંથી તારીખ જોઈ ને દિવસ ગણી ને આયો હોઈશ તું . ખોટા નખરા કરે છે. " આરોહી હસતા હસતા આરવ ને બોલી.
"આરુ તને બધી ખબર કેમ ની પડી જાય છે યાર!" આરવ જરા ચિઢાય ને બોલ્યો.
"ઇસે તો કહેતે હૈ best friend “ આરોહી મસ્તી માં બોલી.
"Best friend..... આરવ તે કીધું હતું તું મારી જગ્યા ક્યારેય કોઈ ને નહી આપે . આરોહી ને તે આપી દીધી . Best friend તો હું હતી ને તારી. આવી રીતે હું સમજતી હતી ને તને . આવી મસ્તી તો આપણે કરતા હતા . બધા મારા હક તે આપી દીધા આરોહી ને . જોયું પણ નહિ તે તો અત્યારે મારી સામે . આટલો બધો બદલાય ગયો તું આરવ . હા હવે મારાથી અગત્ય ની વ્યક્તિ જે આવી ગઈ છે ." પ્રેયસી મન માં જ વિરહ ના આશું વહાવી રહી હતી.
"જેઝ તારે હિમ્મત રાખવી પડશે. એમ પણ આ મુલાકાત છેલ્લી છે પછી પૂરું બધું. ઘણો સમય થઇ ગયો આ બદલાવ સ્વાભાવિક છે અને તારે એના માટે પહેલે થી જ તૈયાર રહેવાની જરૂર હતી ." વળી જેઝ પોતાની અંદર રહેલી પ્રેયસી ને આશ્વાશન આપે છે .
અને આરોહી ની પ્રેયું બૂમ એને વિચારો માંથી બહાર કાઢે છે .
"પ્રેયું , આ આરવ ને મળીશ નહિ?!" આરોહી બોલે છે .
આરવ અને પ્રેયસી એકબીજા સામે જોઈ મંદ મુસ્કાન કરે છે .
"સમય નું ચક્ર શું તોડાવી દે દોસ્તી ?!
દેશ ની સીમા શું લાવી દે દોસ્તી માં સીમા?!
વાર્તાલાપ નો અભાવ શું લાવી દોસ્તી માં લાગણીનો અભાવ?!"
આજ ના ભાગ માટે અહીં વિરામ આપીએ ....
પણ તમારા વિચારો ને વિરામ નહિ આપીએ આપણે
જેઝ શું કોલકાતા છોડી ચેન્નાઇ ચાલી જશે ?
ફરી જેઝ ની આરોહી અને આરવ સાથે મુલાકાત નહિ થાય ?
આરવ પ્રેયસી તરફ કેમ ધ્યાન નહોતો આપી રહ્યો ?
આરવ હવે પ્રેયસી ને પેહલા જેમ દોસ્ત નહોતો માનતો ?
શું આરવ અને પ્રેયસી પહેલા જેમ વાતો કરી શકશે ?
ભૂતકાળ માં એવું તો શું થયું હતું ?
શું જેઝ ફરી પ્રેયસી બનશે ?
પ્રેયસી આરોહી ની દુશ્મન તો નહિ બની જાય ને ?
હજી જુના પ્રશ્નો તો ઉભા રહ્યા .....
ધીરજ રાખો અને જોતા જાઓ આગે આગે કહાની મેં હોતા હૈ ક્યાં .....
તો વાંચતા રહો તમારી વાર્તા " LOST IN THE SKY”
© parl Mehta