“બાની”- એક શૂટર - 14 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 14

“બાની”- એક શૂટર

ભાગ : ૧૪


એ જોતાં જ એહાન એ તરફ પગલા માંડવા લાગ્યો. જોતજોતામાં જાસ્મીન સાથે એ છોકરો ઉગ્ર બની રહ્યો હતો. બાની એને થપ્પડ લગાવા જતી હતી ત્યાં તો એણે બાનીને ધક્કો મારી દીધો. બાની જમીન પર ફસડાતાં બચી. એણે પોતાને પડતા સંભાળી લીધી. પરંતુ એ ફરી ઉઠી અને એ છોકરાના હાથમાંથી જાસ્મીનને છોડાવવા ગઈ. પરંતુ એ છોકરો જરા પણ છોડવા તૈયાર ન હતો. એણે જાસ્મીનનું બાવડું એવું જોરથી ઝાલ્યું હતું કે બાનીની તાકત એના સામે વ્યર્થ જતી હતી. જોતજોતામાં લોકોનાં ટોળા પણ જામી ગયા હતાં. પરંતુ તે મોટા અવાજમાં કહી રહ્યો હતો કે આ મારી વાઈફ છે. મારો પર્સનલ મામલો છે.

"એ #### જાસ્મીનને છોડી દેજે." એટલું કહીને બાનીએ જોરથી નાક પર વાર કરતાં મુઠી મારી. એ છોકરાને બહુ જોરથી નાક પર વાગ્યું પણ એનું બળ જાસ્મીન પર એવું જ બરકરાર હતું.

જાસ્મીન પોતાનું બાવડું એ છોકરાના હાથમાંથી છોડાવા માટેનો પ્રયત્ન કરી રહી હતી. સાથે જ કહી પણ રહી હતી કે, “ તારી અને મારી કોઈ રિલેશનશીપ હવે બાકી નથી રહી. મારે તારી સાથે નથી આવવું અવિનાશ...!!”

એહાન લોકોના ટોળામાંથી બધાને ખસેડીને આગળ વધ્યો. એ જાસ્મીનના આંખમાંથી વહી રહેલા આંસુ અને એ છોકરાના હાથમાંથી પોતાને છોડાવવાનો નિષ્ફળ પ્રયાસ જોઈ રહ્યો હતો.

એહાન આવતાંની સાથે જ એ અવિનાશ નામનાં છોકરા પર ભડક્યો, “ એ જાસ્મીનને છોડ.”

એહાનનાં મોઢેથી જાસ્મીનનું નામ સાંભળતા જ તે વધુ ગુસ્સે ભરાયો, “ ઓહ્હ, તો આ છે તારો નવો યાર !! આના માટે તું મારી સાથે વર્ષોનું રિલેશન તોડી રહી છે. હા ડિવોર્સ જોય છે તને..??”

બાનીની આંખો પહોળી થઈ ગઈ કે આ અવિનાશનો બચ્ચો શું બકી રહ્યો હતો. ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ અવિનાશે ક્રિએટ કરી દીધી હતી. બાનીએ પોતાના પગની સેન્ડલ કાઢી અને અવિનાશ તરફ મારવા દોડી. પણ એહાનને જોતા જ એની સેન્ડલ હાથમાં જ રહી ગઈ અને ફટાફટ પોલીસને ફોન કરવાં મોબાઈલમાં નંબર ડાયલ કરવા લાગી.

“તું એણે છોડ પહેલા.” એટલું કહેતો એહાન જાસ્મીનનો હાથ અવિનાશના પકડમાંથી છોડાવવા લાગ્યો.

અવિનાશે જાસ્મીનનો હાથ એવો જ સખ્તાઈથી પકડી રાખ્યો હતો. અને બીજા હાથે એહાનનાં નાક પર જોરથી મુક્કો મારી દીધો. એહાન કશું સમજે વિચારે એના પહેલા જ તેનાં નાકથી લોહી નીકળીને ગળવા લાગ્યું.

આ જોઈ બાની જોરથી ચિલ્લાવી, “એહાન..” એ પોલીસને ફોન કરતી અટકી અને એહાનને પકડવા માટે દોડી આવી. પરંતુ એહાને નાકના લોહીને ગળવા લીધું અને અવિનાશને ફરી જાસ્મીનનો હાથ છોડવા માટે કહ્યું. અવિનાશ ફરી બરાડ્યો જાણે એનું મગજ કામ કરી રહ્યું ન હોય તેમ, “આ મારો પર્સનલ મામલો છે. તું જે પણ હોય અહીંયાથી અત્યારે ને અત્યારે જતો રહે..!!”

“આ તારો પર્સનલ મામલો હોઈ શકે પણ છોકરી સાથે બળજબરી કરવાનો હક કયા પણ રિશ્તાએ નથી આપ્યો.” એહાને ઊંચા સાદમાં કહ્યું અને જાસ્મીનનો હાથ શાંતિથી છોડવા માટે કીધું. કેમ કે એ લડવા માંગતો ન હતો. પરંતુ અવિનાશ એક નો બે ના થયો. એણે એવી રીતે જ હાથ પકડી રાખ્યો હતો. લોકોનું ટોળું વધ્યું હતું એમાંથી એક બે જણાએ કીધું પણ ખરું કે હાથ છોડ અને ઘરે જઈને મામલાને શાંતિથી પતાવ.

અવિનાશ પર પાગલપનનું ભૂત સવાર થઈ ગયું હોય એમ તે કહેવાં લાગ્યો, “ જાસ્મીન તને અત્યારે જ મારી સાથે આવવું પડશે.”

ત્યાં જ જાસ્મીન પણ પોતાનો હાથ છોડાવતી રડતી કહી રહી હતી, “ આ આદમી પાગલ બની ચૂક્યો છે. કોઈ હેલ્પ કરો મારી.”

એહાને પોતાનો પિત્તો ગુમાવ્યો. અને જાણે વાઘની જેમ એના સામે વાર કરવાનો હોય તેવી રીતે અવિનાશ પર તૂટી પડયો. એણા બંને હાથમાં જેટલું બળ હતું એ બધું જ વાપરીને અવિનાશના છાતીને ધક્કો માર્યો. અવિનાશ તે સાથે જ જમીન પર પટકાયો. એના ઉપર એહાન પણ પડયો. જાસ્મીન ડાબી બાજુ જમીન પર પડી. બાનીને જરા પણ સમજાતું ન હતું કે શું થઈ રહ્યું હતું. એ ફટાફટ જાસ્મીન તરફ ઝુંકી અને બંને હાથે પકડીને જાસ્મીનને ઊભી રાખી.

ત્યાં જ બે પોલીસ કોન્સ્ટેબલ પણ બાઈક પર આવી ચુક્યા હતા.

બંને પોલીસ કોન્સ્ટેબલે ત્યાં જ મામલાની પૂછપરછ કરી અને બધાને પોલીસ સ્ટેશને આવવા માટે કહ્યું.

બાનીએ પોતાના ગળામાં બાંધેલો સ્કાફને ફટાફટ ઉતારી એહાનનાં નાકમાંથી નીકળી રહેલું લોહીને સાફ કરવાં માટે હાથ લંબાવ્યો પરંતુ એહાને એણે એવું કરતાં રોકી અને પોતાનો હાથરૂમાલ કાઢી નાક સાથે દબાવ્યો. બાનીને આ ના ગમ્યું. તેણે ઝટકામાં વિચાર્યું કે આજે પહેલી વાર એણે કોઈ છોકરાએ ભાવ આપ્યો નહીં. પરંતુ અત્યારે તે વાતને ઝાઝો વિચાર ના કરતાં એણે એમ જ પડતો રાખ્યો.

જાસ્મીન, બાની બંને કારમાં ગોઠવાયા સાથે જ એહાનને પણ કારના પાછલા સીટ પર પહેલા હોસ્પિટલ જશું એ વિચારે બેસાડ્યો. પરંતુ પોતે ઓકે છે એમ કહીને કારને પોલિસ સ્ટેશન તરફ લઈ જવા માટે કહ્યું. બાની કાર ચલાવા લાગી. એના મોઢામાં સખત અવિનાશ માટે ગાળ આવી રહી હતી. પરંતુ સાથે કારમાં એહાનને પણ બેસાડ્યો હતો એટલે એને ગાળ તો ભાંડી નહીં પણ કહ્યું, "આદમી કેટલો સારો નીકળ્યો જોઈ લીધું ને..!! સ્ટૂપીડ ગર્લ..!! મને તારા પર જ ગુસ્સો આવી રહ્યો છે. એને બીજો મોકો આપવાની જરૂર શું હતી?? એ કોઈ પ્લાન તહેત એવું તારી સાથે કરી રહ્યો છે. જરા સમજ..!! કશું છૂપાવી રાખ્યું હોય મને તો હજું પણ કહી દે. એ અવિનાશ કૂતરા પર દયા નહિ દેખાડ. પ્રેમનાં બદલે શું આપ્યું તને..!!" કાર ચલાવતી બાની ગુસ્સામાં બબડી રહી હતી. જાસ્મીન ચૂપ હતી.

"આ લે પાણી પી લે." બાનીએ કાર ચલાવતાં જ બાજુમાં રહેલી બોટલ ધરી. એહાન ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો.

"આર યુ ઓકે." બાનીએ એહાનને પૂછ્યું. જાસ્મીને એહાનને પાણીની બોટલ આપી.

"હમ્મ." એહાને ટૂંકો જવાબ આપ્યો.

બાનીને આજે પહેલી વાર એના આવા મજાક કરવાં માટે પોતાના પર ગુસ્સો આવતો હતો. તે પછતાઈ રહી હતી. "કાશ..!! એહાનની ખેંચવા માટે કારમાંથી ઉતરતાં જ નહીં તો..!!" કારમાં ફ્રન્ટ ભાગના મધ્યમાં રહેલો મિરરમાંથી તે એહાનનો ચહેરો કાર ચલાવતા વારે ઘડી જોઈ રહી હતી. એઝ યુઝવલ એહાન જરા પણ શબ્દો મોઢામાંથી કાઢતો ન હતો.

બાનીએ પહેલા પણ પૂછી જોયું હતું અને અત્યારે પણ એક જ સવાલ ફરી કર્યો, “ હેય યાર એહાન!! આર યુ ઓકે ??”

એહાન ફરી ફક્ત ‘હમ્મ’ કહ્યું.

"એહાન યાર જસ્ટ સોરી." જાસ્મીને અફસોસ દેખાડતા કહ્યું. પરંતુ એહાન કશું બોલ્યો નહિ. એના પછી તો જાસ્મીને કેટલી વાર પણ એહાનને સોરી અને થેંકયુ કહ્યું.

કાર પોલિસ સ્ટેશને આવી પહોંચી. અંદર દાખલ થતાં જ અવિનાશ પણ ત્યાં જ ખુરશી પર ગોઠવાયો હતો. બધી જ પૂછપરછ બાદ જાસ્મીને પોતે પતિ પત્નીનો મામલો છે એમ કહીને ત્યાં જ પતાવી દીધું. બાની હકીબકી થઈને જાસ્મીનને જોતી રહી. પરંતુ પોલીસે તેણે વોર્ન કર્યો કે તારી હરકતો પર નજર રાખીશું. કોઈ પણ જાતનું અણછાણતું દેખાયું તો વાટ લગાવી દઈશું કહીને અવિનાશને છોડ્યો.

****

અવિનાશ અલગથી ગયો. બાની જાસ્મીન એહાન કારમાં જઈને ગોઠવાયા. તે સાથે જ બાનીએ ગુસ્સામાં કારને સ્પીડમાં ભગાવી. એને એટલો ગુસ્સો આવ્યો કે આખા ડ્રાઈ દરમિયાન મૌન રહીને ફ્ક્ત પોતાના મન મગજ સાથે લડતી રહી. " હું તો સમજી હતી કે સાલાને આજે જેલની હવા ખવડાવીને જાસ્મીન એણે પાઠ ભણાવશે...!! કમ્બક્ત જેસ્સ..!!" કાર પૂરપાટ વેગે દોડી રહી હતી. પરંતુ કારની અંદર બેઠેલા બાની સિવાય બે પૂતળા. જાસ્મીન અને એહાન ચૂપ થઈને બેસી રહ્યાં હતાં.

“ડૉ.ત્રિવેદીને ત્યાં ઉતરીએ છે. ફેમીલી ડોકટર છે. વધારે પુછપરછ નહીં કરે.” ગાડીને સ્ટોપ કરતાં એહાનને સંભળાય એવી રીતે થોડું ઉચ્ચે સાદે બાનીએ કહ્યું.

એહાન કશું બોલ્યો નહીં.

બાનીને અત્યારે અપમાન જેવું લાગી રહ્યું હતું. બંને રીતે. એક તો જાસ્મીને અવિનાશને આરામથી છોડી દીધો અને બીજું એહાને એના અહંકારને ઠેસ પહોંચાડી હોય તેવું તે ક્યારની મહેસૂસ કરી રહી હતી.

ડૉ. ત્રિવેદીને ત્યાં એહાનની મરહમપટ્ટી કર્યાં બાદ તેઓ ત્રણેય ફરી ગાડીમાં ગોઠવાયા. ડ્રાઈ સીટ પર બેસતાં જ બાનીયે પૂછી પાડ્યું, “ એહાન..!! ઘરે છોડું ને..?”

એ કંઈક વિચારતો હોય તેમ થોડી સેકેંડમાં એણે જવાબ આપ્યો, “ નહિ મને માર્કેટ છોડી દો. મારું બાઈક ત્યાં જ ઊભું રાખ્યું છે.”

બાનીથી રહેવાયું નહીં. એ આખરે બોલી જ પડી, “ઓય્ય !! તને કોઈ બીમારી તો નથી ને ?? છોકરીઓથી એલર્જી છે. આઈ મીન બ્યુટીફૂલ છોકરીઓથી ?? પ્રેન્ક તો બ્યુટીફૂલ છોકરીઓ સાથે જ કરતો હોય છે. ફ્રેન્ડશીપ તો દૂરની વાત..!! તું પૂછે એનો પણ બરાબર જવાબ આપતો નથી!!”

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)