લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-4) Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-4)

આગળના ભાગમાં તમે જોયું કે આરવ અને આરણા
ડિવોર્સ માટે વકીલને મળવા જવાના હોય છે પણ એજ સમય દરમિયાન કોરોના વાયરસને લોકડાઉન શરૂ થઈ જવાને કારણે જઈ શકતા નથી. પછી બંને એ લોકડાઉનને કારણે જોડે જ રહેવુ પડે છે. એ સમય દરમિયાન આરણાનો જન્મ દિવસ આવે છે.એટલે આરવ એની માટે સરપ્રાઈઝ પ્લાન કરે છે.હવે જોઈએ આગળ.
આરવ ફ્રેશ થઈ ને આવે છે.એ પછી આરણા આરવ જોડે વાત કરે છે.

આરવ મારે તને એક વાત કહેવી છે.

હા બોલ આરણા.શુ વાત કરવી છે.

આરવ મને માફ કરી શકીશ.

શેને માટે આરણા.

મે તારી જોડે જે વર્તન કર્યું એને માટે.તુ મને હંમેશા સમજાવતો રહ્યો પણ હુ કઈ સમજી જ નહી
તારી દરેક વાતની મે અવગણના કરી.આગળ વધવાની મહત્વકાંક્ષાને કારણે પોતાના મહામૂલ્ય જીવનને છોડી રહી હતી.

તારા અને મારા પ્રેમને હુ કેરિયરને વચ્ચે લાવી ને બરબાદ કરવા જઈ રહી હતી.મારી આવતીકાલની ચિંતામાં હુ મારી આજને બગાડી રહી હતી.આરવ મને માફ કરી દે.જો આ લોકડાઉન ન આવ્યુ હોત તો......

અરે અરે આરણા બસ હો હવે.હવે તુ મને રદાવીશ કે શુ.બસ મારા માટે તો આ લોકડાઉને તો મારી ઉપર બહુ મોટી મહેરબાની કરી.એટલે હુ લોકડાઉનનો ઉપકાર માનુ છુ કે મને મારી આરાણા ને પાછી આપી દીધી..

હા સાચે જ આરવ આ લોક ડાઉન નાં આવ્યુ હોત અને આપણે વકીલ પાસે ગયા હોત તો વિચાર શુ થયુ હોત.

સારુ આરણા એ બધી વાતો ને એક ખરાબ સ્વપ્ન સમજીને ભૂલી જા.બસ ચાલ આરણા આપણે ફરી પાછું આપણુ જીવન શરૂ કરીએ.

હા આરવ હા. મને માફ કરી દે આરવ.આઈ લવ યુ સો મચ આરવ.

આઈ લવ યુ ટુ આરણા.

આમ બંને વચ્ચે સુલેહ થઈ જાય છે અને બંને ફરી પાછા પહેલાની જેમ જ રહેવા લાગે છે.પણ યે સમય દરમિયાન અચાનક જ આરણાનાં પપ્પાની તબિયત ખરાબ થતા તેને પિયર જવું પડ્યુ. આ સમયે આરવ ઘરે એકલો જ હતો.

એ સમયે પડોશમાં રહેતાં મીનાબેન રોજ આરવ માટે જમવાનું મોકલે.જમવાનું આપવા એમની દિકરી કેન્વીને આરવનાં ઘરે મોકલે.

કેન્વી દેખાવે ખૂબ જ સુંદર અને સ્વભાવે ચંચળ.એની નટખટ હરકતોથી આરવ કેન્વી તરફ આકર્ષાયો હતો.આ બાજુ કેન્વીને પણ આરવ ગમવા લાગ્યો હતો.કેન્વી આવી ને આરવને સારી રીતે જમાડે.પછી બંને એકબીજામાં થોડી છૂટછાંટ લેવા લાગ્યા હતાં.

ત્યાંજ અચાનક આરણાનો ફોન આવે છે.

હલો આરવ હુ ઘરે આવુ છુ. ઘર માટે કાઈ લાવવાનું છે.

આરવનાં અવાજમાં થોડી ગભરાટ જોવા મળી. પણ આરણા કાઈ બોલી નહી અને ફોન મુકી દીધો.

આરણા ઘરે આવે છે અને આરવ જોડે વાતો કરવા લાગે છે પણ આરવનું ધ્યાન બીજી જગ્યા એ હોય છે.

આરવ ઓ આરવ ક્યાં ધ્યાન છે તારુ.હુ તારી જોડે વાત કરુ છું.

તંદ્ધામાંથી કોઈકે જગાડ્યો હોય એમ આરવ ઝબકી ગયો.

શુ થયુ છે આરવ.પિયરથી આવી ત્યારની જોઉ છું.તુ કઈક કહેવા માંગે છે પણ બોલી શકતો નથી.

હા આરણા તુ સાચું કહે છે. મારે તને કઈક કહેવું છે.પણ એ પહેલા તુ મને એક વાયદો કર.તુ મને માફ કરી દેશે. તો જ હુ તને એ વાત કરીશ.

સારુ આરવ. બોલ હવે શુ વાત કહેવા માંગે છે.

આરણા તુ ગઈ ત્યારે બાજુવાળા મીના માસી રોજ મારા માટે કેન્વી જોડે જમવાનું મોકલતા હતાં.એ સમય દરમિયાન કેન્વી પ્રત્યે હુ આકર્ષાયો અને એની જોડે થોડી મસ્તી મજાક કરવા લાગ્યો.અને બંને એકબીજા પ્રત્યે થોડી છૂટ લઈ લીધી.હા આરણા બીજી પણ એક વાત કહી દઉ કે મે એની જોડે એવું કશુ નથી કર્યું.પણ એનો હાથ મે ચોક્કસ પકડ્યો હતો અને મને એનાં પ્રત્યે આકર્ષણ થયુ.એ વાત પણ સાચી છે.બસ આ વાત માટે જ હુ તારી માફી માંગુ છું.

મે કર્યું એ ખોટુ જ છે.પણ શુ કરૂ જે મને અનુભવ્યુ એ મે તને કહી દીધુ.આરણા મને માફ કરીશ ને?

ઠીક છે ઠીક છે આરવ આવુ પહેલી વાર થયુ છે એટલે હુ તને માફ કરી દઉ છુ. પણ બીજીવાર આવુ કાઈ પણ થયુ ને તો હુ તને ક્યારેય માફ ન કરી શકુ.

લોકડાઉનને કારણે આરણા અને આરવનુ ઘર તૂટતાં બચી ગયુ. જો બંને એ સમજદારી પૂર્વક કામ ન કર્યું હોત તો બંને આજે સાથે ન હોત.આમ લોકડાઉનની સારી અસર આરવ અને આરણાનાં જીવનમાં થઈ.

બસ મિત્રો એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં માત્ર પૈસો અને પ્રતિષ્ઠા જ મહત્વની નથી હોતી.કોઈપણ બાબતની એટલી બધી પણ મહત્વકાંક્ષા ન રાખવી જેને કારણે આપણુ પરિવાર વિખરાઈ જાય.દામ્પત્ય જીવનમાં જેટલુ જરૂરી આર્થિક રીતે પગભર હોવું એ છે એટલું જ જરૂરી સમજદારી અને કુનેહથી દરેક કાર્ય કરવું એ પણ છે.નાની સરખી ભુલ આખા દામ્પત્ય જીવનને નષ્ટ કરી નાંખે છે જ્યારે સમજદારી પૂર્વક કરેલું કાર્ય જિંદગીને નવું રૂપ આપી દે છે.

સમાપ્ત.

રાજેશ્વરી