લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-1) Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-1)

ભાગ-1
આરવ અને આરણા બંને એક જ કૉલેજમાં ભણતા.કૉલેજની શરૂઆતમાં તો બંને એકબીજાનાં કટ્ટર દુશ્મન.પણ કૉલેજ પુરી થતા બંને લવ બર્ડસ બની ગયા હતાં.બંનેની જોડી આખી કૉલેજમાં પ્રખ્યાત.
બંને ને ઝગડો ક્યારે પ્રેમમાં પરિણમ્યો એ બંનેને ખબર જ નાં પડી.

ચાલો ત્યારે જાણીએ આરવ અને આરણા વિશે.

બોમ્બેની પ્રખ્યાત મીઠીબાઈ કૉલેજનાં ગ્રાઉન્ડ પર આજે ખૂબ જ ચહલ પહલ જોવા મળી રહી હતી.હા અને હોય પણ કેમ ના. આજે ત્યાં જી.એસ માટેની ચૂંટણી હતી.

જેમાં આરવ અને આરણા એકબીજાનાં વિરોધી તરીકે ઉભા હતાં.

આરવ દેખાવે ખૂબ જ સુંદર.ખૂબ જ હિંમત વાળો અને પૈસા પાત્ર પણ એટલો જ.કૉલેજની બધી છોકરીઓ એની ઉપર મળતી હતી.

આરણા પણ દેખાવે ખૂબ જ સુંદર. એ પણ પૈસાદાર બાપની એક ની એક દિકરી.એક માંગે તો હજાર વસ્તુ એની સામે હોય એવી.પણ આરણા એવી કોઈ જ પરવાહ ન હતી.એનો સ્વભાવ ખૂબ જ શાંત.કૉલેજનાં થોડા દિવસોમાં જ આરણા કૉલેજમાં ખૂબ જ ફેમસ થઈ ગઈ હતી અને જ્યારથી એને એને ઇલેક્શનમાં ભાગ લીધો હતો.એ પણ કૉલેજના ખૂબ જ પ્રખ્યાત એવા આરવ સામે.

વોટ ફોર આરવ.વોટ ફોર આરવ નાં નારાઓ લાગી રહ્યાં છે.

બીજી બાજુ આરણા માટે પણ બધા વોટ ફોર આરણા. વોટ ફોર આરણાનાં નારા લગાવી રહ્યાં હોય છે.

મામલો ખૂબ જ રસાકસી વાળો બની રહ્યો છે.કેમ કે બંને કૉલેજમાં ખૂબ જ ફેમસ છે.એટલે કોણ જીતશે એ કહેવું ખૂબ જ મુશ્કેલ હતુ.

ઇલેક્શન શરુ થાય છે.બધાને રિઝલ્ટની ચિંતા હોય છે કે કોણ બનશે જી.એસ.ઇલેક્શન પુરુ થાય છે અને બીજે જ દિવસે એનું પરિણામ જાહેર થાય છે.

અરે આ શુ આવુ પરિણામ.બધાને પરિણામ જોઈને આશ્ચર્ય થયુ.બંને વચ્ચે ટાઈ થઈ હતી.હવે પ્રશ્ન તો પાછો ત્યાં નો ત્યાંજ કે કોણ બનશે જી.એસ.

ત્યાં જ પ્રોફેસરોની ટીમ આવે છે અને કહે છે.

મિત્રો ઘણીવાર આવુ થતુ જોવા મળ્યું છે કે બંને હરીફો વચ્ચે ટાઈ થાય છે.જે આંજે અહિ પણ એવું જ થયુ છે.એટલે અમે એ ડીસાઇડ કર્યું છે કે આપણી કૉલેજમાં એક નહી પણ બે જી.એસ બનશે.

બંનેને જી.એસ બનાવીને બંને વચ્ચે જે ઇલેક્શનને લઈ ખટરાગ હતો એ દુર થઈ રહ્યો હતો.

જોડે જોડે કામ કરવાનું હોવાથી બંને એકબીજાની ક્યારે નજીક આવી ગયા એ ખબર જ ન રહી.

જો બંનેમાંથી એક પણ ન આવે તો બંને એકબીજા વગર બેચેની અનુભવતા હતાં.પણ એકબીજાને કહેતાં ન હતા.

બંને ને એકબીજા પ્રત્યે લાગણી હતી પણ બંને એકબીજાને કહી શકતા ન હતા.

આમ જ એકબીજા જોડે વાતો કરતા અને કૉલેજનું બધુ કામ કરતા વર્ષ ક્યાં પતી ગયુ એની બંનેને ખબર જ નાં રહી.બંને કૉલેજમાં બધાના ચહિતા બની ગયા હતાં.

એક દિવસ કૉલેજમાં કોઈક કામ હોવાને કારણે આરણાને મોડું થઈ જાય છે.એ જ્યારે ઘરે જવા નીકળે છે ત્યારે એની સ્કુતિ ખરાબ થઈ જાય છે.સાંજનો સમય હોય છે એટલે કોઈ ગેરેજવાળુ પણ એને મળતું નથી. એટલે એ ચિંતામાં હોય છે.

હેય આરણા શુ થયુ?

આરવ સ્કુતિ ખરાબ થઈ ગઈ છે અને અત્યારે કોઈ મિકેનીક પણ નાં મળશે.એટલે વિચારી રહી છું કે ઘરે કઈ રીતે જાઉ.

અરે આરણા તુ ચિંતા શુ કરવા કરે છે.હુ તને મુકી જાઉ જો તને કોઈ પ્રોબ્લેમનાં હોય તો?

સારુ આરવ આજે તુ મને મુકી જા.

આરણા આરવની બાઈક પાછળ બેસી જાય છે.પહેલા તો બંને ચુપ રહે છે પછી બંને એકબીજા જોડે વાતો કરે છે.વચ્ચે આઈસ્ક્રીમ પાર્લર આવતા આરવ બાઈક ઉભી રાખે છે.આઈસ્ક્રીમ ખાય છે અને આરવ પોતાના મનની વાત કરે છે.

આરણા મારે તને એક વાત કહેવી છે.ઘણાં દિવસથી કહેવું છે પણ તને કહેવાની મારી હિંમત જ થતી ન તી.બસ આજે હિંમત કરીને કહી જ દઉ.

મિત્રો આરવ આરણાને શુ કહેશે એ જોવા માટે વાંચો
"લોકડાઉનનો અનોખો પ્રેમ."(ભાગ-2)

ક્રમશઃ

રાજેશ્વરી