લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-2) Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લોકડાઉનનો અનોખો પ્રેમ (ભાગ-2)

આગળનાં ભાગમાં તમે જોયું કે આરવ અને આરણા બંને ઇલેક્શનમાં જીતી જાય છે.બંનેને એકબીજા જોડે કામ કરતા કરતા પ્રેમ થઈ જાય છે પણ બંને એકબીજાને કહી શકતા નથી. જોઈએ હવે આગળ બંનેનાં જીવનમાં શુ થાય છે એ.

આરણા ઘણાં દિવસથી તને જોવાનું જ મન થયા કરે છે.તારી જોડે સમય પસાર કરવાનું મન થાય છે.બસ આખો દિવસ તારા વિશે જ વિચાર્યા કરુ છું.

આરણા મને તારાથી પ્રેમ થઈ ગયો છે.શુ તુ મારા પ્રેમનો સ્વીકાર કરીશ.

સાચુ કહુ તો આરવ જે હાલ તારો છે એજ હાલ મારો પણ છે.હા આરવ હુ પણ તને પ્રેમ કરવા લાગી છે.

આ સાંભળી આરવ ખૂબ જ રોમાંચિત થઈ જાય છે અને આરણાને એક કિસ કરી દે.આરવનું આમ કિસ કરવું આરણાને પણ બહુ ગમે છે.

બંને એ પોતાના પ્રેમનો ઇઝહાર તો કરી દીધો હતો.પણ
બંનેની ઈચ્છા અત્યારે આ સંબંધને આગળ વધારવાની ન હતી.કેમ કે બંનેને પહેલા પોતાનુ કેરિયર બનાવવું હતુ.એટલે બંને એ ભણવાનું ચાલુ રાખ્યુ.

આરવ આ આપણુ છેલ્લુ વર્ષ છે હવે આગળ શુ કરવું છે તારે હુ તો હજી આગળ અભ્યાસ કરવા માંગુ છુ. મારી ઈચ્છા એમ.બીએ કરવાની છે.

આરણા હુ પણ એવું જ વિચારું છુ.

બંને આગળ અભ્યાસ કરવા માટે એમ.બીએ કરવા માટે ફોર્મ ભરે છે.

એમ. બીએમાં બંનેને એડમિશન મળી જાય છે એટલે એમાં પાસ થવા માટે બંને અથાગ પ્રયત્ન કરે છે.અને બંનેની મહેનત રંગ લાવે છે.બંને સારા માર્ક્સ જોડે પાસ થઈ જાય છે.પોતાનો સારો એવો બિઝનેસ હોવાં છતાં પણ બંનેએ મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરવાનું વિચાર્યું હતુ.


આરણા અને આરવ બંનેને એક મલ્ટી નેશનલ કંપનીમાં મેનેજરનાં હોદ્દા માટેની જોબ મળી જાય છે.

આરણા હવે આપણે બંને પગભર થઈ ગયા છીએ તો મારો વિચાર એવો છે કે આપણે હવે આપણ જીવનની શરૂઆત કરવી જોઈએ.આપણે હવે લગ્નગ્રંથીથી જોડાઈ જવુ જોઈએ.આપણા પ્રેમને હવે નામ આપવાનો સમય આવી ગયો છે આરણા.

આરણા પાસે શાંતિથી બેસીને આરવે આરણાને કહ્યુ.

આરણા ખૂબ જ મહત્વકાંક્ષી છે એને કારણે એને આરવને કહ્યુ કે,

હા આરવ તારી વાત સાચી છે કે આપણે લગ્ન કરી લેવા જોઈએ પણ....

શુ પણ આરણા. કઈ પ્રોબ્લેમ છે.

ના આરવ એમ તો કોઈ એટલી મોટી પ્રોબ્લેમ નથી. પણ નાની પણ ના કહેવાય આરવ.

આરણા થોડા ચિંતિત સ્વરમાં બોલી.

હા આરવ એ વાત સાચી છે કે આપણે લગ્ન કરી લઈએ પણ પહેલા આપણે આપણુ કેરિયર સેટ કરીશુ. પછી જ લગ્ન જીવનની સાચી શરૂઆત કરીશુ.કેમ કે સારી જિંદગી જીવવા માટે પહેલા દરેક રીતે કાબેલ બનવું ખૂબ જ જરૂરી છે.

સારુ આરણા તુ જેમ કહે એમ બસ.પણ એકવાર આપણે લગ્નગ્રંથીથી તો જોડાઈ જઈએ. એટલે આપણે સાથે તો રહી શકીએ.

આમ બંને લગ્ન કરવા માટે હા કહે છે.એમનાં ઘરનાં લોકો પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. બંનેનાં લગ્ન ખૂબ જ સારી રીતે સંપન્ન થઈ જાય છે.પણ બંને એ પોતાના પરિવારથી અલગ રહેવુ પડે છે.કેમ કે જોબની જગ્યા ઘરથી ખૂબ જ દુર હતી.એટલે રોજ અપડાઉન કરવુ ખૂબ જ મુશ્કેલ હતુ.એટલે બંને એ પનવેલ બાજુ એક ફ્લેટ રાખ્યો.જે બંનેની જોબનાં સ્થળની નજીક પડતુ હતુ.

લગ્ન પછી બંને નવા ફ્લેટમાં રહેવા જાય છે.જિંદગી શુ છે એની સાચી સમજ હવે બંનેને મળી રહી હતી.

પૈસાની રીતે બંનેને કોઈ પ્રોબ્લેમ ન હતો.પણ ધીરે ધીરે બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હતુ.બંને પોત પોતાના કામમાં એટલાં બાધા વ્યસ્ત થઈ ગયા કે એકબીજાને સમય જ ન આપી શકે.

જ્યારે આરવને સમય હોય ત્યારે આરણા પાસે સમય ન હોય અને આરણા પાસે સમય હોય ત્યારે આરવ પાસે સમય ન હોય.આમ બંને વચ્ચેનું અંતર વધી રહ્યુ હોવાં છતાં પણ બંને માત્ર પૈસા પાછળ જ ભાગી રહ્યાં હતા.

એક દિવસ બંને વચ્ચે આ બાબતે ઘણો મોટો ઝગડો થાય છે.બંને ઘરે આવ્યાં પછી પણ ઓફિસનું જ કાર્ય કરતા હોય છે.

આ બાજુ બંનેનાં પરિવારમાંથી બાળક માટે દબાણ કરી રહ્યાં હોય છે.એ માટે આરવ આરણાને સમજાવે છે પણ આરણા સમજવા જ તૈયાર નથી થતી.

આરવ અને આરણાનાં લગ્ન જીવનમાં આગળ શુ વળાંક આવશે એ માટે વાંચો "લોકડાઉનનો અનોખો પ્રેમ." (ભાગ-3)

ક્રમશઃ

રાજેશ્વરી